કંટેન્ટ પર જાઓ

“નવેસર”નાં ડો. મહેશ રાવલ

માર્ચ 17, 2009

 રોજ સવારનાં પહોરમાં ત્રણ ડોક્ટરની ઈ મેલ હોય જ અને જો તે ન આવે તો સવારની  ગઝલ ન વાંચ્યાનો અફસોસ થાય્. અને એ ત્રણ ડોક્ટર એટલે ડો વિવેક ટેલર્ ડો ધવલ શાહ અને ડો. મહેશ રાવલ. એમની ગઝલો સવારની તાજી ચાની જેમ સ્ફુર્તી લાવી દે..ત્રણેય ડોક્ટરમાંથી કોઇને પ્રત્યક્ષ મળ્યો નથી પણ દરેકે મારા સર્જક મનને ઝંઝોટી મને તેમની રચના ઉપર કે સાથે કશુ લખવા પ્રેર્યો છે. ડો મહેશ રાવલની ગઝલ સાથે લખાયેલી મારી લઘુવાર્તા મારા બ્લોગ સુધી મર્યાદીત  નથી રહી..એ વર્તમાન પત્રો દ્વારા ઘણા વાચકોને સ્પર્શી છે. અત્રે પ્રસ્તુત છે તેમનો પરિચય તેમનાજ શબ્દોમાં..

 

 

dr-mahesh-rawal

ગુજરાત આયુર્વેદ યુનિ.-જામનગરથી B.S.A.M.કર્યું છે એપ્રિલ-૧૯૭૮.
કોલેજ કાળથી જ ગઝલ લખતો થયો અને પૂ.ઘાયલકાકાના આશીર્વાદથી પ્રથમ ગઝલ સંગ્રહ ‘તુષાર’ પ્રકાશીત થયો ૧૯૭૮માં
ધીમે-ધીમે વ્યવસાયીક,સામાજીક જવાબદારીઓ વધી અને ગઝલ લેખન પણ પાંગરતું રહ્યું
બીજો ગઝલ સંગ્રહ ‘અભિવ્યક્તિ’પ્રકાશીત થયો ૧૯૯૨માં.
ત્રીજો ગઝલ સંગ્રહ ‘નવેસર’પ્રકાશીત થયો ૨૦૦૬માં,
ગુજરાતના લગભગ તમામ નામી-અનામી કાવ્ય સામયિકોમાં મારી ગઝલોને સ્થાન મળ્યું છે
મુ.શ્રી સુરેશ દલાલ સંપાદિત  બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ માં પણ મારી ગઝલ-કોણ છે?
પ્રકાશીત થઈ…..
આકાશવાણી અને દૂરદર્શન-રાજકોટ માં અનેક વખત મારી ગઝલોની રજૂઆતની તક મળી
જિંદગીની કડવી વાસ્તવિક્તાઓને અસલ સ્વરૂપે જ વ્યક્ત કરતો રહ્યો છું
માનવીય સંવેદના,સંબંધોના સગવડ પ્રમાણે બદલાતાં સમીકરણો,લાગણી,સ્વાર્થ,અને પ્રસંગે-પ્રસંગે સાંપડતી સમજ!ને યથાવકાશે મારી છંદોબધ્ધ ગઝલોમાં અભિવ્યક્ત કરતો રહું છું.
અત્યારે મારા ત્રણ બ્લોગના માધ્યમે કાર્યરત છું
૧-
www.navesar.wordpress.com
મારા ત્રીજા ગઝલસંગ્રહ “નવેસર”ની ઈન્ટરનેટ આવૃતિ
૨-www.drmahesh.rawal.us
મારી નવી લખાતી ગઝલોનો ગુલદસ્તો
૩-www.shabdaswar.blogspot.com
અહીં મારી ગઝલ મારા જ અવાજમાં પ્રસ્તુત થાય છે ક્યારેક પઠનસ્વરૂપે,ક્યારેક તરન્નુમમાં.
બીજું,
મારા બન્ને દિકરાઓ ૧-ભાવિન(e-bay,paypalમાં સિનીયર ટેકનીકલ પ્રોડક્ટ મેનેજર છે.)
અને ૨-તુષાર(JPmorgenમાં સોફ્ટવૅર Er.છે.
fremont,CA-U.S.Aમાં છે.
હું ૬ મહિના અહીં રાજકોટ-ગુજરાત અને ૬ મહિના ત્યાં U.S.A.માં હોઉં છું.
-આભાર. 

http://navesar.wordpress.com
http://drmahesh.rawal.us 
www.shabdaswar.blogspot.com

Contact: drmaheshrawal@yahoo.com

One Comment leave one →
  1. જૂન 26, 2009 10:24 એ એમ (am)

    ડો. મહેશભાઇ

    આપને જાણે પ્રત્યક્ષ મળાયું.

    જુલાઇમાં રાજકોટ છું જોઉ મળાય તો.

    કીર્તિકાન્ત પુરોહિત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: