” સમન્વય ” અનાયાસ ઝિંઝુવાડીયા
અનાયાસ ઝીંઝુવાડીયાનું લખાણ્ જ્યારે હું વાંચતો હતો ત્યારે થયુ કે માતૃભાષામાં જે જીવ્યો હોય તેનાં વિચારોમાં માતૃભાષાનાં રકાસની વાત પણ સહન થતી નથી અને પોતે જે કરી શકે તે કરવા ઝઝુમી ઉઠે. માતૃભાષાનાં યુવાન બ્લોગરને મારા સલામ! તેના લખાણમાં જે પુખ્તતા છે તે જરુર તેને ગુજરાતી ભાષાનો ચુનંદો ખેલાડી બનાવશે.
ગુજરાતી સાહિત્યના સાથેના સંબંધો નાનપણથી જ ચાલુ થયેલા. અમદાવાદ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ અને ત્યાર બાદ ગાંધીનગરની કે.બી.ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્મસી માંથી બી.ફાર્મ નો અભ્યાસ પૂર્ણ કરેલ. ત્યાં સુધીમાં નાનપણથી જ વાંચનનો શોખ એટલો બધો કે ૧૧માં ધોરણમાં હતો ત્યારથી જ નાટકો નો ચસકો લાગેલો. એક્ટીંગ અને દિગદર્શનની આ સફર ૬વર્ષ ખુબ જ ચાલી. ઘણા નાટકો, એકપાત્રિય અભિનય, માઇમ માં એક્ટીંગ તથા દિગદર્શનનો શોખ પૂર્ણ કર્યો. દરમિયાન માં વચ્ચે વચ્ચે ક્યાંક ક્યારેક નાટકો, એકપાત્રિય અભિનય તથા માઇમ લખ્યા પણ ખરા.
પરંતુ વિજ્ઞાન અને તેમાં પણ ફાર્મસીનો વિધ્યાર્થી હોવાથી ધીમે-ધીમે ભણતર તરફ ધ્યાન વધારે દોરાતુ ગયું અને મારી એક્ટીંગ અને દિગદર્શનની આ સફરનો અંત આવતો જણાયો. પરંતુ એક સફર હંમેશા ચાલુ રહી છે અને તે છે વાંચનની. અને કદાચ એ શોખના લીધે આજે તમારી સાથે સંપર્ક થવાના એંધાણ દેખાય છે. ત્યાર બાદ ૨૦૦૬માં બી.ફાર્મ પત્યું અને હું તુરંત જ જાન્યુઆરી ૨૦૦૭માં ન્યૂયોર્કમાં માસ્ટર્સ ઇન ફાર્માકોલોજી કરવા આવતો રહ્યો. ત્યાર બાદ એક વર્ષ સુધી ખાલી વાંચન સિવાય કોઇજ અન્ય દિશામાં વિચારી શકેલ નહીં.
મારી આ એક નાની શરૂઆત છે. ખાસ મને વાર્તા લખવાનું ગમે છે પરંતુ કાગળ પર અંદરની ભાવના શબ્દોને કલમ વડે રમતા મૂકવાની હિમંત ક્યારેય થયેલ નહીં. પણ છેલ્લે એમ થયું કે લાવને પેનની શાહીથી આ આંટીઘૂંટી ભર્યા જીવનમાં એક નાનકડી શરૂઆત કરીએ અને મે મારી પ્રથમ ૪ પંક્તિઓ લખી. મારી પ્રથમ વાર્તા readgujarati.com પર સ્પર્ધામાં મોકલી હતી. અને એ અનુભવ દ્વારા ઘણું શીખવા મળ્યું. ત્યાર બાદ પ્રથમ વાર મારી વાર્તા “ગુજરાત દર્પણ” નામક યુ.એસ.એ ના માસિક સામાયિકમાં ફેબ્રુઆરીના અંકમા આવી. મારી એ વાર્તાનું નામ “ભીની માટીની સુગંધ” છે. જોડે-જોડે ગયા વર્ષે ગુજરાતી બ્લોગ જગત વિશે ખબર પડી અને બસ ત્યારથી જ આ અનંત સાગરના દરિયામાં મારી નાવડી લઇને નીકળ્યો છું. નવલકથા લખાણની દિશામાં જઇ રહ્યો છું જે સમય અને સંજોગો અનુસાર તમારી સમક્ષ રજૂ કરીશ.
આજે ૨ વર્ષથી ન્યૂયોર્કમાં રહ્યા બાદ અદંરની સાહિત્ય પ્રત્યેની લાગણીઓ બહાર આવવા મથે છે જે હું તમારી સમક્ષ રજૂં કરું છું.
ગુજરાતી બ્લોગ ઉપરાંત બીજી એક એવી શરૂઆત કરી છે જે દરેક વ્યક્તિને જીદંગીમાં ક્યાંક ને ક્યાંક ખુબજ ઉપયોગી નીવડી શકે છે જેના માટે એક અંગ્રેજી બ્લોગની હાલમાં શરૂઆત કરી છે જેની ટૂંક જ સમયમાં ગુજરાતીમાં શરૂઆત કરવાનો છું.
મૂળ વતન – ધંધૂકા
ઉછેર – અમદાવાદ
હાલ – ન્યૂયોર્ક
અભ્યાસ – માસ્ટર્સ ઇન ફાર્માકોલોજી
ઇ-મેઇલ – herbu_hotmail@yahoo.com
ગુજરાતી બ્લોગ– www.herbu1.wordpress.com
અંગ્રેજી બ્લોગ — www.truthofbelief.wordpress.com
૨૪ વર્ષની ઉંમરમાં મારી બહુજ નાની શરૂઆત છે. પણ મારો આ એક ગુજરાતી સાહિત્યના અસ્તિત્વને ટકાવી રાખવા માટે થઇ રહેલા બહુજ મોટા પ્રયત્નોમાં નાના ભાગ તરીકે સહભાગી થવાની ઇચ્છાનું પરિણામ છે. જેમાં મને તમારા સાથની હંમેશા જરૂર રહેશે.
Congratulation to Anayaas Zinzuvadia..
it’s nice, congratulation.
walk ahead,
the Perles of success await for you.
yogesh gorajia.