કંટેન્ટ પર જાઓ

ચિત્રકલા અને સાહિત્યનો સુભગ સંગમ એટલે દીલીપ અને સરયૂ પરીખ

ઓક્ટોબર 18, 2011

“નીતરતી સાંજ Essence of Eve” સરયૂ પરીખ ના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યો, અનુભવો અને દિલીપ પરીખના ચિત્રોના, અનોખા પુસ્તકનુ પ્રકાશન.

ભાવનગરમાં શિશુવિહાર બુધસભાના ઉપક્રમે અમેરિકા સ્થિત સરયૂબહેન દિલીપ પરીખના પુસ્તકનુ વિમોચન કવિશ્રી ડો.વિનોદભાઈ જોશીના
હસ્તે, સપ્ટેમ્બર ૨૫ ૨૦૧૧ના રોજ, સુજ્ઞ સાહિત્યકારોના ભાવભર્યા પ્રોત્સાહન સાથે થયું. “જાહ્ન્વી સ્મૃતિ” કવિયેત્રી સંમેલનનો અઢારમો અવસર હતો. અનેક કવિમિત્રોનો
ભાવવિભોર પ્રતિભાવ “નીતરતી સાંજ” વિષે મળ્યો.

અતિથિ વિશેષઃ પદ્મશ્રી મુનિભાઈ મહેતા,પત્રકાર શ્રી રમેશભાઇ તન્ના, કવિયત્રી લક્ષ્મીબહેન ડોબરીયા.

કવિશ્રી વિનોદભાઈ જોશીના  શબ્દોમાં, …. પુસ્તક ઘણા જતનથી સર્જાયુ છે હાથમાં લેતા ખબર પડે છે. “નીતરતી સાંજ” કે જીવનનો નિચોડ અને સુંદર ચિત્ર સાથે જે રીતે લખાયુ છે, ઘણુ કહી જાય છે. ભાવભરી રચનાઓ સાથે સુંદર ચિત્રોનો સુમેળ……..

કવિ મુનિભાઈના  શબ્દોમાં, ….It has brought tears of joy time and again and new dimension to our own understanding and appreciation. The most important aspect is that Karuna and Samatva – that takes you to the path of Budha of compassion and wisdom.

Though this is meant to be a family publication, it can become a milestone publication of a girl’s journey of more than 6 decades from a small town and small family of high value and culture to the global family of humanity. In the storm of big changes, your basic self and identity are well preserved!

Paintings are good– some extremely soothing. Here too one sees maturity of technique and theme with passage of time and progress of inner self.”

સરયૂબેનના…નીતરતીસાંજ“… પુસ્તકનીમારીવાંચનયાત્રા
!  C.Mistry

ઓસ્ટીન,
ટેક્સાસના રહીશ, સરયૂબેન પરીખના હસ્તકમળે લખાયેલ શબ્દોથી બનેલી  રચના “નીતરતી
સાંજ”ને પ્રથમ પ્રગટ કરી, આ સુંદર પુસ્તકને નામકરણ મળ્યું, અને જે મને એમના તરફથી
પ્રસાદીરૂપે મળ્યું એ મારા માટે ખુબ જ આનંદની વાત છે.


પુસ્તક ની સુંદરતામાં સમાયેલ છે સરયૂબેનના હૈયાના છલકાયેલા શબ્દો કે જે દ્વારા અનેક
કાવ્ય રચનાઓ વાર્તાઓને સ્વરૂપો મળ્યા, અને એની સુંદરતા વધારવા તેમજ “મીઠી મહેક”આપવા
એમના પતિ દિલીપભાઈએ એમાં એમના સર્જેલા ચિત્રોને પુસ્તક પાને મઢ્યા, જેની સાથે સમાવેશ
થાય છે પુસ્તક કવરનું “સુંદર ચિત્ર”!

મારૂં
ગુજરાતી કે અન્ય સાહિત્ય વાંચન અલ્પ છે. તેમ છતાં, મારા ખ્યાલ પ્રમાણે, આ એક પ્રથમ
પુસ્તક છે કે જેમાં મુખ્યત્વે ગુજરાતી ભાષા સાથે હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાણ
પણ નિહાળવા મળે છે.

આ ભાષારૂપી ત્રિવેણી સંગમ એક ગુજરાતી સાહિત્યના પુસ્તકરૂપે  પ્રથમ હશે.

કોઈ વ્યક્તિ દ્વારા કાવ્ય રચનાઓ શક્ય થાય એ તો સરસ્વતી માતાની કૃપા કહેવાય. પણ,
એવી વ્યક્તિનો જન્મ જ્યારે એક “સાહિત્ય પ્રેમી” કુટુંબમાં થયો હોય ત્યારે
એના બીજ એવા સમયે જ રોપાય છે અને એવી વ્યક્તિની જીવન યાત્રામાં
ખીલે છે. એનો પુરાવો છે સરયૂબેનની જીવન કહાણી! જન્મભુમી ભાવનગરમાં પિતાશ્રી હરિભાઈ
મહેતા, અને સાહિત્યપ્રેમી માતાજીના વારસા સાથે ભાઈશ્રી મહેશના પદ્મશ્રી એવોર્ડની મહેક,
જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં થયો જ છે. સરયૂબેને અભ્યાસના ક્ષેત્રે  બોટનીમાં માસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી, અને ત્યારબાદ,
લગ્નગ્રંથીથી દિલીપભાઈ પરીખ સાથે જોડાયા બાદ, અમેરીકા આવ્યા અને આવ્યા પછી કેલીફોર્નીઆ,
ફ્લોરીડા રહી હવે ઓસ્ટીન ટેક્સાસમાં સ્થાયી થયા છે. એમણે એમની જીવન યાત્રામાં એમના
અંતરની પૂકાર સાંભળી પરિવારીક જવાબદારીઓ અદા કરતા, સામાજિક સેવાનો પંથ લીધો છે. એક
સોસીયલ વર્કર તરીકે ફરજ બજાવતા, એમણે અનેકને નવજીવન આપ્યું છે. આ કહાણીમાં “ટીએન”
અને અનેક વ્યક્તિઓના જીવન ગુંથાયેલા છે. અને એમના પ્રેમાળ સ્વભાવના દાખલારૂપે છે,
“સોનાની માછલી” કે અંગ્રેજીમાં “ધ ગોલ્ડ ફીશ”ની વાર્તા…  જેમાં માર્ગરેટ નામની એક વ્યકતિ સાથેની થયેલી એમની
મિત્રતા.

સરયૂબેનની કાવ્ય રચનાઓ એમના હ્રદયની પૂકાર છે ….એમાં છે  સમયકાળની ઘટનાઓ….જીવનના
અનુભવો…..અને કુદરતની  કળાનું વર્ણન. અંગ્રેજી કે ગુજરાતીમાં શબ્દોથી શરગાણી જે એમણે પ્રગટ કર્યું  એમાં એમણે અંગત 
પરિવારના
સ્વરો વિષે કહી દીધું છે. જેમ કે….પિતા કે માતા …ભાઈ કે બેન કે ભાભી,  સાસુ કે પતિ સાથે સંતાનો અને પૌત્ર પૌત્રી વિષે પ્રગટ કરેલું એમનું લખાણ. જ્યારે એમણે
“ગંગોત્રી” નામે એમનો બ્લોગ શરૂ કર્યો ત્યારે  આ હ્રદયમાં છુપાયેલા સાહિત્ય પ્રેમને એમણે અનેક ભાવરૂપે  વહેંચ્યો. અને આજે, એક સંગ્રહ રૂપે આ પુસ્તકમાં
પ્રગટ થાય છે. અહી મારે એક અગત્યનું કહેવું છે. અંગ્રેજી લખાણમાં સરયૂબેને એમના બ્લોગ “ગંગોત્રી” માં ઍક પોસ્ટ “એ વ્હાઈટ ડ્રેસ વીથ રેડ ફ્લાવર્સ” ( A White Dress With
Red Flowers” ) તે વાંચી હું ખુબ જ પ્રભાવિત થઈ ગયો હતો અને એ પોસ્ટ આધારીત મે મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર એક કાવ્ય રચના પ્રગટ કરી હતી. આજે એ લખાણને પુસ્તકના
પાન ૨૦૭ પર ફરી વાંચી મારા હૈયે આનંદ અનુભવું છું. 

મેં આટલું લખ્યું કે વધૂ લખું એથી આ પુસ્તકનું પુર્ણ વર્ણન તો ના જ કરી શકું….અને હું કાંઈ સાહિત્યકાર નથી કે મારી પાસે એવું વર્ણન કરવા શબ્દ ભંડાર છે…પણ, પુસ્તકની શરૂઆતમાં
સરયૂબેને જે શબ્દોમાં  “અસ્મિતા” દર્શાવી એ 
જ ખરેખર સરયૂ હ્રદય ઉંડાણ વિષે કહે છે……. “કલા, કવિતા અને સંગીત જીવનમાં શ્વાસ લેવા સમાન, માતા તથા મામા, શ્વસુર, ભાઈઓએ આપેલો મબલખ  રસાસ્વાદ અને જીવનસાથીનો અધ્યાત્મિક કલાસંગીતથી ગુંજતો
સહવાસ”…..અને  “અમારા જ્ઞાની, સાહિત્ય અને કલા રસિક સ્વજનોના આશીર્વાદ અને પ્રોત્સાહનથી સહજ સરળ વહેતી સર્જન સરવાણી, પરમ કૃપાળુના ચરણોમાં”….આ રહ્યા સરયૂબેનના શબ્દો !…જે વ્યક્તિ અન્યને પ્રેમભાવથી નિહાળી, પ્રભુને યાદ કરે તે એક સાત્વિક
વ્યક્તિ કહેવાય.  ઉપરના થોડા શબ્દો દ્વારા આ પુસ્તક-લખાણને એમની જીવન યાત્રાના શિખરે  લઈ ગયા છે. ગુજરાતી સાહિત્ય જગતમાં આ પુસ્તકની ગણતરી કરી કેવું સ્થાન અપાશે એની જાણ નથી પણ માનવીઓના હ્રદયોના ત્રાજવે તો
આ પુસ્તક ખુબ જ આનંદ લાવશે. સરયૂબેને પોતાના જીવનને હ્રદય પૂકારના શબ્દો સાથે મઢી, પરિવારીક કર્તવ્ય પાલન કરતા, સામાજિક સેવા કરી, એક આદર્શ જીવનની ઉપમા આપી છે. 

સરયૂબેનને મારા અભિનંદન !                                    

ડો.
ચંદ્રવદન મિસ્ત્રી.

લેન્કેસ્ટર
કેલીફોર્નીઆ

ચન્દ્રવદનભાઈ તરફથી  મળેલ આ પ્રતિભાવ પ્રસાદી અનન્ય છે. આભાર…સરયૂ

3 ટિપ્પણીઓ leave one →
 1. ઓક્ટોબર 18, 2011 12:01 પી એમ(pm)

  Congretulations Saryuben & Dilip Parikh.

  United in all the different aspects of life.

 2. SARYU PARIKH permalink
  મે 8, 2012 2:01 પી એમ(pm)

  પ્રિય શ્રી વિજયભાઈ,
  અહી અમારા સર્જનકાર્યને મુકી જાણે બહુમાન કર્યુ છે. હંમેશની તમારી રીત પ્રમાણે, મને પ્રોત્સાહન આપવા બદલ ધન્યવાદ.
  સરયૂ દિલીપ પરીખ

 3. એપ્રિલ 24, 2021 4:20 પી એમ(pm)

  Reblogged this on ગંગોત્રી…www.saryu.wordpress.com and commented:

  Saryu Dilip Parikh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: