વિજ્ઞાન લેખક શ્રી યોગેન્દ્ર જાની
યોગેન્દ્રભાઈને જ્યારે ફોન કર્યો ત્યારે એમનો અવાજ ખુબ જ પરિચિત લાગ્યો..મે તેમને “ગુજરાત દર્પણ” દ્વારા પ્રસિધ્ધ દરિયાપાર્નાં સર્જકોમાં સ્થાન પામવા બદલ અભિનંદન આપ્યા અને વાતો શરુ કરી.
બહુજ થોડીક જ ક્ષણોમાં મને યાદ આવ્યુ કે તેઓ સારાભાઈની લાઈબ્રેરીમાં કામ કરતા હતા..૧૯૭૭-થી ૧૯૮૦ દરમ્યાન અને મેં તે વિષયે પુછ્યું તો મારો અંદાજ સાચો હતો… પછી તો તે સમયની ઘણી વાતો નીકળી અને દુનીયા કેટલી નાની છે અને આપણું મગજ કેટલુ સજાગ છે તેવી વાતો કરતા કરતા મેં તેમને ગુજરાતી સાહિત્ય સંગમ માં તેમના ભવિષ્યના વાચકો માટે પરિચય આપવા આમંત્રણ આપ્યુ.તેમણે તેઓ વ્યસ્ત છે અને ગુજરાતી માં ટાઈપ કરતા આવડતુ નથી જેવી વાતોનું સહ્ય નિરાકરણ આપ્યુ.. અને બીજા દિવસે ચાર પાના ભરીને તેમનો પરિચય મને મળ્યો અને સાથે સાથે ટાઈપીંગમાં ક્ષતિઓ હોવાની માફી પણ માંગી.
મેં તો તેમને અભિનંદન આપ્યા કે તેમની ઉંમરે કોમ્પ્યુટર ઉપર આટલુ ટાઈપ કરવું તે ખરેખર એમનો સાહિત્ય પ્રેમ અને વૈજ્ઞાનિક અભિગમ હતો. નવું શીખવાની ધગશ હતી. ચાલો જોઈએ યોગેન્દ્રભાઈ કે જાનીની ઓળખાણ તેમના શબ્દોમાં..
બાળપણ થી જ લખવાની તીવ્ર ઈચ્છા હતી પરંતુ વિજ્ઞાનમાં સ્નાતક થવાને કારણે લખાણોમાં વૈજ્ઞાનીક અભિગમો વધુ આવ્યા. પિતાજીનું પ્રોત્સાહન પછી ડો નગીન મોદી અને કમાલેશ મદ્રાસીએ લેખન કાર્યોમાં ખુબ જ ઉપયોગી અને સહાયક રહ્યાં. અહીં અમેરીકામં પણ વિજ્ઞાન સંલગ્ન પુસ્તકો લખવાનો શિરસ્તો યથાવત છે. જેમાં વિષય વૈવિધ્ય, સરળ ને સમજણ પડે તેવી શૈલી તથા નવુ સંશોધન સામેલ કરવા સદા પ્રયત્ન શીલ રહ્યો છું આંગળીઓ ચાલે ત્યાં સુધી આ લેખન યજ્ઞ પ્રજ્વલીત રાખવો છે. આપણે જન્મીને મૃત્યુ પામીયે ત્યાં સુધી સમાજ પાસેથી ઘણું લઈએ છીયે માટે આપણી ફરજ બને છે કે કોઇ પણ રીતે આપણે જે કળા જાણતા હોઇએ તે સમાજને પાછી આપવી જોઇએ.
વિદેશમાં તો ગુજરાતીઓ બહુ ઓછુ વાંચે છે અને વિજ્ઞાનની બાબતમાં તો ખાસા એવા પછાત છે. દેશમાં તો વિજ્ઞાન વાંચન નાં અભાવે વિજ્ઞાનની સીટો ખાલી રહે છે. મારી વાચકો ને વિનંતી કે વિજ્ઞાન પુસ્તકો વાંચો અને આપના બાળકોને તેની રોજ બરોજની ઉપયોગીતા સમજાવો.. કુકર્,આથો લાવતા જિવાણુઓ અને હળદર્,મીઠુ જેવી ઘરુપયોગી વસ્તુની ઔષધકીય કિંમતો..તેમને સમજાવો કે કંઇક બનવા ઘણુ કરવુ પડે છે જેમાં વાંચન એક અગત્યનો ભાગ છે
कोए हसके मरा तो कोए रो के मरा
हय वो ही सच्चा जो कुछ हो के मरा
કાર્બનીક રસાયણ શાસ્ત્રનાં વિષય સાથે અનુસ્નાતક થયેલ હું સંજોગોવશાત લાઈબ્રેરીમાં ડોક્યુમંટેશન અધિકારી થયા અને તે જ ક્ષેત્રે નિવૃત્ત થયો.
સાહિત્યસર્જન
- પ્રથમ વાર્તા ‘નવચેતન માસિક માં આવી
- “પ્રસવ પીડા”, “વેદનાનું શમન્” જેવી બે ત્રણ વાર્તાઓ, બે-એક અનુવાદો-આરામ, સાહિયર્, વિગેરેમા પ્રસિધ્ધ થયા.
- મુંબઈથી પ્રસિધ્ધ થતી “નવલકથા” નામના માસિકમાં બે લઘુ નવલકથા “અતૃપ્ત હૈયા” અને “શું ભુલું શુંયાદ કરું પ્રસિધ્ધ થઈ
- ઘણા વિજ્ઞાન વિષયક લેખો નવચેતન્ નવનીત, અભિનવ ભારતિ, વિજ્ઞાનદર્શન્ અનેવસુધારા, જેવા માસિકો માં પ્રસિધ્ધ થયા.
- બારેક ઔષધકીય લેખો વૈજ્ઞાનીક સંશોધન સામાયીક માં પ્રસિધ્ધ થયા
- ગુજરાતી વિશ્વકોષનાં વિવિધ ભાગોમાં જીવાણુ જન્ય રોગો તથા વાનસ્પીક ઔષધો ઉપર લેખો પ્રસિધ્ધ થયા.
પ્રકાશિત પુસ્તકો
- (૧) જગ વિખ્યાત મહિલા વૈજ્ઞાનિકો(૨૦૦૮)-આદર્શ પ્રકાશન્
- (૨) બીગ બેંગથી બ્લેક હોલ્સ સુધી (૨૦૦૭) ,,
- (૩) સુક્ષ્મ જીવાણુઓ- અદ્રશ્ય આક્રમણકારો(૨૦૦૮)-દર્શિતા પ્રકાશન્
- (૪) વ્યોમદ્રષ્ટા મહારથી વિજ્ઞાનીઓ ૨૦૦૭-(ઇનામી)- ,,
- (૫) વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક સંશોધકો(૨૦૦૫)-આદર્શ પ્રકાશન્
- (૬) અણુથી અણુબોમ્બ સુધી (૨૦૦૫) ,,
- (૭) ઇન્ટરનેટ આજ ની અનિવર્યતા(૨૦૦૫) ,,
- (૮) વીસમી સદીની અજાયબ ઘટનાઓ(૨૦૦૦) ,,
- (૯) અજાયબ ઇલેક્ટ્રોનિક્સ (૨૦૦૦)-નિશિથ પ્રકાશન્
- (૧૦) પ્રદુષણ જગત્નું મહાન દુષણ (૧૯૯૯, ૨૦૦૮)-આદર્શ પ્રકાશાન્
- (૧૧) વિજળી વિકાસની કેદી(૧૯૯૫, ૧૯૯૮) ,,
- (૧૨) વિજ્ઞાન નાં અજાયબ અકસ્માતો (૧૯૯૭) ,,
- (૧૩) ગ્રહો અને મંગળયાત્રા (૧૯૯૫) ,,
- (૧૪) ઉર્જાઃ આજની અનિવાર્યતા (૧૯૯૪,૨૦૦૫) ,,
- (૧૫) વિજ્ઞાનનાં વિણેલા મોતી- લેખ સંગ્રહ (૧૯૯૪) ,,
- (૧૬) ચુંબકત્વના ચમત્કાર (૧૯૯૩) ,,
- (૧૭) ચંદ્રયાત્રા (૧૯૭૬,૧૯૯૨-(ઇનામી) ,,
તદુપરાંત સ્ટેમ સેલ્સ, અવકાશી ખડકો, બાયોટેકનોલોજી વિષયક પુસ્તકો પ્રકાશક પાસે પાઇપ લાઇન મા છે.
પ્રાપ્તિસ્થાનઃ આદર્શ પ્રકાશન્
સારસ્વત સદન,
ગાંધીમાર્ગ બાલાહનુમાન સામે,
અમદાવાદ્ ૩૮૦૦૦૧ (ગુજરાત્)
દર્શિતા પ્રકાશન્
એફ્-૬, પ્રથમ માળે, શ્રધ્ધા કોમ્પ્લેક્ષ ,
નગરપાલિકા સામે,
મહેસાણા- ૩૮૪૦૦૧ (ગુજરાત)
નિશિથ પ્રકાશન્
લક્ષ્મિનારાયાન નિવાસ બાજ્વાડા,
ખત્રીપોળ વડોદરા-૩૯૦૦૦૧ (ગુજરાત્)
પ્રાપ્ત પારિતોષીકોઃ
(૧) ચન્દ્રયાત્રા પુસ્તક ને ગુજરત સરકાર નુ સાહિત્યમા બાળવિભાગ નુ પ્રથમ પારિતોષીક્.
(૨). શ્રી બી.વી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વરા રાષ્ટ્રીય નિબંધ હરિફાઇ-૧૯૮૦ નુ
“Documentetion and record keeping in drug manufacture વિષય
માટે પ્રથમ ઇનામ
(૩) હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ ,મુમ્બાઇ દ્વરા સિલ્વર જ્યુબિલિ વર્ષ ૧૯૮૬માયોજયેલ્
રાષ્ટ્રીય નિબંધ હરિફાઇ-૧૯૮૦ નુ આશ્વાસન ઇનામ્.
(૪) ગુજરાતી સાહિત્ય પરિષદનું સને ૨૦૦૬-૨૦૦૭ નુ વિજ્ઞાન્ માટેનુ બી.એમ. માંકડ
પારિતોષીક ” વ્યોમદ્રષ્ટા મહારથી વિજ્ઞાનીઓ ” પુસ્તક માટે
dear jani,
congratulations.
c.s.choxi
Respected Janisaheb,
congratulations for getting place @ Gujarati Sahitya Sangam.
Your contribution is wonderful to making mother tongue very rich. Most desired is the children books on science. We are lacking tremendous writings for children on science and you have tried to minimize this lacking. Still the people of Gujarat, specially children are seeking more publication from you.
With regards,
(Dr Mayank Trivedi)
Shri Yogendrabhai
wish u many many congratulations for getting place @ Gujarati Sahitya Sangam. also find ur photo on google image on write the word YOGENDRA JANI.
your books r on progress, both ll b published soon.
also we plan to reprint the book of internet
(Nirav Madrasi)
Excellent. I think, after Shri VijayGupta Mourya-this is a best and
versatile scientific literature in gujarati.
Congratulations.
Ritesh Bansal C.P.A.
Jai Shree Krishna
Congratulation for your award which you won.
I read most of books. They are too good.
I know that, you are the best at yours. Keep goind.
I like the one is Ajayab Electronics.
So, all the best. Our best wishes with you.
Take Care.
Jai Shree Krishna
Vasant, Dina, Ruta, Vipul, Nishit
Respected Janisaheb,
Lots of congratulations for getting award.
Best of luck for more awards.
with regards,
Varsha Jodhani
tHANK YOU vARSHABEN
Yogendra Jani
Respected Yogeshchandra,
Congratulation to you for getting awards and your tireless efforts to give a good and valuable literature to Gujarati community around the world. Congrarulation to your wife and children who directly or indirectly support you. I amm proud about you. All the best for you future upcoming lituratures and awards.
Hari Om,Jay Shree
Respected Yogeshchandra
Congratulation for getting awards and tireless efforts to give good literarure to gujarati community around the world specially to children. congratulation to your wife and children. i am proud of you bring my brother in law
Hari Om