વિદૂષી લેખીકા રાજુલબેન શાહ
ઘણા સમયની મારી સહાધ્યાયી મિત્ર અને સુહ્રદ વાચક ઇલા પટેલે આ વખતની વડોદરાની મુલાકાત દરમ્યાન કહ્યું કે તારા બ્લોગ જેવોજ બ્લોગ મારી મિત્ર રાજુલ અને કૌશિકે બનાવ્યો છે. આ થઈ રાજુલબહેન સાથે વાતની પૂર્વભુમિકા.પછી ઈલા તો અમરનાથની યાત્રાએ જતી રહી અને તેણે રાજુલબહેન સાથે વાત કરી કે નહીં તે દ્વિધામાં અઠવાડીયુ નીકળી ગયું.
એક દિવસ કૌશિક્ભાઇનો સામેથી ફોન આવ્યો અને રાજુલ બહેન સાથે વાત થઇ તો કહે હું તો તમારી ઘણી માઈક્રોબાયોલોજી ગ્રુપની વાતો અને મિત્રોથી વાકેફ છું અને ૩૫ વર્ષનો સમય ગાળો એકદમ કડડભુસ થઇ ગયો. મેં હસતા હસતા કહ્યું તુ તો શશીકાંતભાઈ નાણાવટીની દીકરીને? એમના હકારથી જાણે એ જ જુના મિત્રો હોઇએ તેવી ઓળખનો રણકો બંને પક્ષે રણક્યો. શશિકાંત નાણાવટી એટલે સંનિષ્ઠ પત્રકાર અને નાટ્ય જગત સાથે સંકળાયેલ જાણે એક પેઢી .
મેં બ્લોગ વિશે વાત શરું કરી તો કહે એ બધી વાતો કૌશિક સાથે કરો.. હું તો લખીને તૈયાર કરું તેથી તે મારો બ્લોગ કહેવાય પણ વાસ્તવમાંતો તે અમારા બંને નો બ્લોગ છે.
રાજુલબહેનને લેખીની તો જાણે વારસામાં મળી છે જ, જે તેમના બ્લોગ ઉપર મધર ડે નાં સંદર્ભે લખેલી ત્રણ માની વાતો પરથી સ્પષ્ટ દેખાય છે. દીકરા અને દીકરીનાં વિદેશગમન અને ખાલી માળાએ સુતેલી લેખની ને જગાડી. સ્ત્રી શક્તિ(Women Empowerment) અને તેને થતા અન્યાયો સામે કલમ ચાલી કે જે રોજબરોજનાં પ્રસંગોને પોતાની આગવી રીતે મુલવી લખતાં ગયા અને મુક્ત લેખક (ફ્રીલાન્સ રાઈટર) તરીકે જુદા જુદા અખબારમાં ઝબકતા રહ્યાં.
હાલ તેઓ નવા ચલચિત્રોને શુક્રવારે પ્રથમ શો જોઇ તે ચિત્ર ઉપર પોતાનો અભિપ્રાય લખે છે જે દિવ્યભાસ્કરમાં શનીવારે નિયમીત રીતે આવે છે.તદુપરાંત સેંટ ઝેવીયર્સ કોલેજમાં સાયકોલોજી વિષયમાં સ્નાતક થયા અને બીજો વિષય ગુજરાતી હોવાથી ગુજરાતનું અમી વારસામાં મળ્યુ.વાંચન શોખ હોવાથી ગુજરાતી સાહિત્ય સાથેની નિક્ટતા વધતી ગઇ. તક મળતા અનુવાદક તરીકે કાર્ય શરુ કર્યુ. વળી શિક્ષણના કલાસમાં સોશિયલ સાયન્સનો અતિ નિરસ વિષય ભણાવવાના બદલે એને નાટ્યત્મક સ્વરુપ આપી વિધ્યાર્થીઓમાં રસ પડે તેવી રીતે ભણાવવાના હેતુ થી પાઠને નાટક સ્વરુપ આપવાની જવાબદારી ની તક મળતા સ્ક્રિપ્ટ રાઇટર નો નવો અભિગમ અપનાવ્યો .
પ્રૂફ રીડર તરીકે પણ જરૂરી ચોક્કસાઈએ તેમને જ્યારે પણ જરુર પડી ત્યારે સ્વચ્છ નિર્બંધ પણ સક્રિય પ્રકાશન અને સંપાદન લગતા તેમના શોખને આવકલક્ષી બનાવ્યું આ વાતોને તેમની વેબ સાઈટ http://www.translatorscafe.com/cafe/member95160.htm પર જોવા મળશે.
છ મહિના અમદાવાદ અને છ મહિના એટલાંટા તથા લડંન, ફરતાં ફરતાં સુભાષ ભટ્ટ ની દીકરી અમી દવેએ કૌશિકભાઈને રાજુલબેન ને વેબ ઉપર કાર્યાન્વીત કરવા કહ્યું અને તે મનમાં રાખી સર્ફીંગ કરતા હીનાબેન પારેખનાં બ્લોગ ઉપરથી વર્ડપ્રેસની લીંક મળી અને ત્યાંથી સર્જાયુ “રાજુલનું મનોજગત“ જો કે આ તેમનો ત્રીજો બ્લોગ છે.
સૌથી પહેલો બ્લોગ હતો http://www.linkedin.com/in/rajulshah અને કૌશિકભાઇનો પહેલો બ્લોગ હતો http://www.carenris.com/ તથા http://www.topcareservices.com જે દ્વારા તેઓ તેમના બીન નિવાસી ભારતિય મિત્રોને જરૂરી દરેક પ્રકારની સેવાઓ આપે છે.
જ્યારે ૩૫ વર્ષ બાદ તેમને તેમના ઘરે મળ્યા ત્યારે રાજુલબેન બધી રીતે મારા મામાની નાની બેન જયનાજ યાદ આવી. મઝાની વાત એ હતી કે ગાંધીનગર જતા જતા અમારી વાતોમાં અમે બંને એક મેક નો પરિચય પુછતા હતા અને લખતા લખતા અમે બંને હસતાં હતાં. કૌશિકભાઇ જરૂર પડે ત્યાં ટહુકો કરી અમને હસાવતા હતા.
મને શ્રધ્ધા અને ભરોંસો છે કે ગુજરાતી સાહિત્યને જરૂરી બધી સેવાઓ આપશે અને પોતે પણ બ્લોગનાં સહારે અને નિશ્ચિંત રાહે ઘણું સર્જન કરશે.
તેમનો સંપર્ક છે rajul54@yahoo.com
મળવા જેવા માણસ-૪૬ (રાજુલ શાહ)
રાજુલ બહેનનો જન્મ ૧૯૫૪ માં અમદાવાદમાં એક શિક્ષિત પરિવારમાં થયો હતો. પિતા શશિકાંત નાણાવટી એમના સમયના પ્રક્યાત જર્નાકિસ્ટ, લેખક, વિવેચક, નાટ્યકાર, ચિત્રલોક સામયિકના સંપાદક અને આઈ. એન.ટી. નાટ્ય-સ્પર્ધાના પ્રણેતા હતા. માતા ઈન્દુબેન નાણાવટી ડોકટર હતા અને અમદાવાદના ફેમીલી ફીઝીશીયન તરીકે જાણીતા હતા. આમ આર્થિક દૃષ્ટિયે આ એક સુખી પરિવાર હતું. એકના એક સંતાન તરીકે રાજુલ બહેનનો ઉછેર ખૂબ લાડકોડમાં થયો હતો. બચપણમાં એમને કોઈપણ વસ્તુથી વંચીત રહેવું નહોતું પડ્યું.
માતા-પિતા જૈન ધર્મમાં માનતા હોવા છતાં, અંધ શ્રધ્ધા અને ક્રિયા-કાંડથી દૂર રહેતા. ઘરમાં વાતાવરણ શિસ્તબધ્ધ છતાં મુકત રીતે વિચારોની આપ-લે કરી શકાય એવું હતું. ૧૯૫૯ માં પાંચ વર્ષની વયે એમને ત્યાંની સારી ગણાતી શાળામાં દાખલ કરવામાં આવ્યા, જેમાં તેમણે સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. આઠમા ધોરણથી અગિયારમાં ધોરણ સુધી એમણે અમદાવાદની એ.જી.હાઇસ્કુલમાં અભ્યાસ કરી, ૧૯૭૦માં S.S.C.ની પરીક્ષા પાસ કરી. શાળાના આ વર્ષો દરમ્યાન એમણે ખૂબ વાંચન કર્યું. ઘરમા અનેક પુસ્તકો, અખબારો અને સામયિકો ઉપલબ્ધ હતા અને ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરી ઘરની નજીક હતી. વાંચવાનો એમનો શોખ જાણે કે એક વ્યસન બની ગયું હતું. શાળાના વર્ષો દરમ્યાન જ એમણે કનૈયાલાલ મુનશી, શરદબાબુ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ર.વ.દેસાઈ, હરિન્દ્ર દવે, હરકિશન મહેતા, અશ્વિન ભટ્ટ, કુંદનિકા કાપડીયા અને સુરેશ દલાલ જેવા નામી સાહિત્યકારોના પુસ્તકો વાંચી લીધેલા. આ વાંચન પ્રવ્રુત્તિને લીધે એમને ક્યારે એકલતાનો અહેસાસ નહોતો થતો, અને આજે પણ નથી થતો.
S.S.C. પસાર કર્યાબાદ કઈ કેરિયર અપનાવવી એમની ગડમથલ એમના મનમાં થોડા વર્ષો અગાઉ જ શરૂ થઈ ગયેલી. મમ્મીની જેમ ડોકટર બનું, કે કુટુંબના અન્ય સફળ મિત્રો જેવા પ્રોફેશનમાંથી કોઈ એકની પસંદગી કરૂં? આખરે એમણે નિર્ણલ લઈ ૧૯૭૦ માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલજમાં એડમિશન લઈ, ૧૯૭૪ માં સાઇકોલોજી વિષય સાથે B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના વર્ષો દરમ્યાન પણ એમણે ગરબા-રાસ અને નાટકોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો.
શાળા-કોલેજના સમયથી ગુજરાતી સાહિત્યમાં અપાર રસ હોવાથી પોતે પણ કંઈક સાહિત્ય સર્જન કરે એવી તીવ્ર ઈચ્છા એમના મનમાં સદાય રહેતી.
અભ્યાસ પૂરો થાય તેથી થોડા દિવસ પહેલા જ, ૧૯૭૩ માં એમના લગ્ન કોશિક શાહ સાથે થયા. કોશિકભાઈ ઉત્સાહી અને સાહસિક હોવાથી, પેઢીઓથી ચાલતા આવેલ્સ્સ કાપડના ધંધામાં ન પડતાં મેન્યુફેક્ચરીંગનો અલગ વ્યવસાય શરૂ કર્યો, અને એમાં સફળતા હાંસિલ કરી. રાજુલબહેનની દરેક પ્રવૃતિને તેઓ પ્રોત્સાહન આપે છે અને એમનો જુસ્સો ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. દંપતિને બે સંતાન છે, દિકરી મિલીએ અમદાવાદમાં M.Sc. સુધીનો અભ્યાસ કર્યો છે અને અમેરિકામાં M.S. અને Ph.D. નો અભ્યાસ કર્યો છે અને હાલમાં અમેરિકામાં સ્થાયી થઈ છે. પુત્ર ૠષદ યુ. કે.માં મેડિકલ એંજીનીઅરીંગમાં માસ્ટર્સ કરી, હાલમાં અમેરિકામાં સ્થાયી થયો છે.
(રાજુલબહેન કુટુંબ સાથે)
મિલી અને ઋષભ અલગ અલગ શહેરોમાં રહેતા હોવાથી, રાજુલબહેને સમયનો સદૌપયોગ કરવા ટ્યુશન્સ આપવાનું શરૂ કર્યું. એ સિવાય વેકેશનમાં બાળકોને ડ્રોઈંગ શીખવવાનું પણ શરૂ કર્યું. એમના માટે આ પૂરતું ન હતું. સાહિત્યની પ્રવૃતિની શરૂઆત એમણે અમદાવાદના “દિવ્ય ભાસ્કર” અખબારના “માધુરિમા” માટે વાર્તા લખી. ત્યારબાદ ફીલ્મ રિવ્યુ લખવાનું શરૂ કર્યું. સાથે સાથે “કળશ” અને “માધુરિમા” માટે આર્ટીકલ આપવાના શરૂ કર્યા. ‘કળશ’ અને ‘માધુરીમા’ માટે અવનવા વિષય લઈને આર્ટીકલ આપવામાં અનેક લોકોને મળવામાં એમને ખૂબ આનંદ થતો, ફરવાનો શોખ તો હતો જ એટલે એ શોખને વાચા આપી, “ દિવ્ય ભાસ્કર”ની રવિવારની પૂર્તિમાં. કુંભલ ગઢ , રાણકપુર, ચાંપાનેર , રાણી ની વાવ, થોળ બર્ડ સેન્ચ્યુરી જેવા હેરીટેજ સ્થળો પર લેખ આપવાના શરૂ કર્યા. ૨૦૦૬થી અમેરિકા અવર-જવર શરૂ થઈ ત્યારે યાત્રા-પ્રવાસ વર્ણનમાં લંડન, વેલ્સ, કોનવૉલ, સ્કોટલેન્ડ, આટલાન્ટા, વોશિંગ્ટન ડી. સી. ન્યુયોર્ક, બોસ્ટન પર લેખો લખ્યા.
૨૦૧૦ માં ગ્રીનકાર્ડ મળવાથી રાજુલબહેન કાયમી વસવાટ માટે અમેરિકા રહેવા આવી ગયા. અમેરિકામાં આવીને એમણે બ્લોગ્સ માટે લખવાનું શરૂ કર્યું. એમણે “રાજુલનું મનોજગત” નામે પોતાનો બ્લોગ પણ શરૂ કર્યો. (http://www.rajul54.wordpress.com)
બ્લોગ્સમાં લખવાથી એમની નવી નવી ઓળખાણો થવા માંડી. આ ઓળખાણોમાં એક ઉલ્લેખનીય ઓળખાણ શ્રી વિજય શાહની થઈ. એમની સાથે મળીને રાજુલબહેને “એષા ખુલ્લી કિતાબ” નામે લઘુ નવલકથા લખી. ત્યારબાદ એમણે પોતે “છીન્ન” અને “આન્યા મૃણાલ” નામની બે નવલકથાઓ લખી. સાથે સાથે કેનેડા ન્યુઝ લાઈન માટે ફીલ્મ રિવ્યુ પણ આપે છે. અમદાવાદના “નવગુજરાત ટાઈમ્સ” માટે પ્રવાસ વર્ણનો લખે છે.
રાજુલબહેન કહે છે, “ગુજરાતી સાહિત્ય ખુબ વિશાળ અને ઊંડાણભર્યુ છે. ગુજરાતી હોવાના ગૌરવને આપણે ઉજાળી શકીએ તો એ આપણા સદનસીબની વાત છે.” વધુમાં તેઓ કહે છે, “જીવન પરમ તત્વ તરફથી મળેલી મહામૂલી ભેટ છે. બીજું કશું જ ન કરી શકું પણ એટલું તો જરૂર ઇચ્છીશ કે સૌના સુખનું હું નિમિત્ત બનું. જીવનમાં આજ સુધી અનેક સ્વરૂપે અત્યંત સ્નેહ મળ્યો છે. એ સ્નેહને અનેક ઘણો કરીને પાછો વાળી શકું એવી સાચા હ્રદયની ઇચ્છા છે.”
-પી. કે. દાવડા
રાજુલબેનને અભિનંદન. તેમનો બ્લોગ શરૂ કરવા માટે તેમને મારા બ્લોગ પરથી લીંક મળી તે જાણીને આનંદ થયો.
એમના લેખ દિવ્ય ભાસ્કરમાં વાંચ્યા છે-સરસ લેખિકા છે-
khub rasprad.
Thanks Vijaybhai,