કવિ અને ગીતકાર ભાગ્યેશ જહા
સ્વાતિબેન ગઢીયા (પટેલ) સાથે વાતોમાં ભાગ્યેશભાઇનાં ગુજરાતી ભાષાનાં ચાહક તરીકે તેમણે ધબકારની પ્રવૃત્તિનાં ઉત્તેજનની વાત સ્મૃતિમાં તાજી હતી ત્યાં રમેશભાઇ તન્ના(ગુજરાત ટાઈમ્સનાં સીનીયર એડીટર)એ પણ તેમનો પરિચય ગુજરાત સરકારનાં માહીતિ નિયામક અને સાચી રીતે ગુજરાતી ભાષા શ્વસતા કવિ તરીકે આપ્યો ત્યારે તેમને ફોન ઉપર મળવાની લાલચ હું ન રોકી શક્યો. સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ આઈ. એ. એસ. ઓફીસર તરીકે અને માહીતિ નિયામક તરીકે બેવડી જવાબદારી નિભાવતા ભાગ્યેશભાઇ નો ફોન ઉપર અવાજ સાંભળ્યો ત્યારે તે સહ્રદયી મિત્ર જેટ્લો ઉષ્માપૂર્ણ વધુ લાગ્યો અને અધિકારીપણું તો ક્યાંય નહોંતુ.
‘આ રવિવારે વડોદરા આવું છું ત્યારે મળીયે’ કહીને ફોન મુક્યો ત્યારે થયું કે જ્ઞાની વૃક્ષ જેવા હોય છે જેમ ઉંચે જાય તેમ વધુ વિનમ્ર થતા જાય.
વડોદરાની વેલકમ હોટેલમાં જ્યારે પહેલી વખત મળ્યાં ત્યારે ફરીથી લાગ્યુ કે પ્રાર્થનાએ તેના પપ્પા વિશે જે લખ્યું છે (http://www.readgujarati.com/sahitya/?p=769 ) તે કરતાં ભગ્યેશભાઇ ઘણાં ઊચ્ચાસને વિરાજેલા ગીતકાર અને કવિ છે અને તેનાથી પણ વધુ વિનોદી મિત્ર છે. તેમના વિશે લખવા માટે મને ઘણું ભાથુ મળ્યું.પણ અત્રે મારા પ્રતિભાવોમાં તેમને ગુજરાતી કવિ અને ગીતકાર સુધી સીમીત રાખીશ. અન્ય માહીતિ તેમની વેબ સાઈટ http://bhagyeshjha.com/ ઉપર છે. પ્રાર્થનાએ લખેલ આ વાક્ય મને સતત આ મુલાકાત દરમ્યાન યાદ આવતું હતું કે ‘ગુજરાતી મારી મા છે, સંસ્કૃત મારી દાદીમા છે અને અંગ્રેજી મારી પાડોશમાં રહેતી વિદુષી નારી છે, જે મને ખૂબ પ્રિય છે. જેને હું બેસતા વર્ષના દિવસે પગે લાગીને $ 51 જરૂર લઉં. પણ મને ઉંઘ ન આવે તો હાલરડું તો મારી મા જ ગાય.’
મુલાકાતની શરુઆતમાં ઔપચારિક વાતો શરુ થઇ અને મેં તેમના વાક્યોની નોંધ લેવા નોટ ઉઘાડી ત્યાં તેમણે તેમના પરિચયની અછાંદશ કવિતા મારી નોટમાં લખી
આમ તો કહેવાવું છું કે ભાગ્યનો હું ઇશ છું,
પણ ખાલીપાનાં ભારથી ભીની સમયની ડીશ છું
૫‘ ૪”નો આકાર છું
હું જ મારી એકલી સરકાર છું
આજે પણ એમના કાર્યમાં વાંચન દરેક ક્ષેત્રમાં તેમની આગવી શક્તિ રહી છે દિવસનાં ૩૫ છાપા વાંચવાનાં અને સરકારને હાનિ કરતી દરેક વસ્તુને રોકી સરકારની વાસ્તવીક છબિ ઉજળી રીતે ઉપસાવવી તે તેમનું કાર્ય છે. આ કાર્ય આમ તો ઘણો જ સમય માંગી લે છતાં તેમાં તેમને ગમતું લખવાનો અને સમય મળે ત્યાં રજુ કરી દેવામાં તેમને અપાર આનંદ છે.
તેમની લખેલી કૃતિઓ તેમના અવાજે સાંભળવાનો એક લહાવો છે તેવું પ્રાર્થનાએ લખ્યું હતું પણ તે તક મને ન મળી. હા તેમણે વાતો દરમ્યાન કરેલી બે ત્રણ શાબ્દિક મજાકો અત્રે રજૂ કરી તેમની વિનોદ વૃતિને જરુર દાદ આપીશ.
- એક મીશનમાં તેમના ઉપર ગોળીબાર થયો.તોફાનો શમ્યાના બે ત્રણ દિવસે તે ગામે દવા વહેંચવા ગયા ત્યારે બોલ્યા..તમે મને ‘ગોળીઓ’ મારી હું તમને ‘ગોળીઓ’ આપવા આવ્યો છું.
- નર્મદાબંધ નાં એક મિલનમાં નર્મદાબંધ વિરોધી લોકો બોલ્યા..અરે આ તો ‘બંધ’ બાંધવા વાળા છે ત્યારે ભાગ્યેશભાઇ બોલ્યા નારે અમે તો ‘સબંધ’ બાંધવા વાળા છીયે
- ગોલ્ડમેડાલીસ્ટનાં એક ગ્રુપમાં સમય કાઢવા મેં એક ભાઇને કહ્યું હાથ બતાવો અને તેમના ભાગ્યની વાતો કરી. પછી તે ભાઇ બોલ્યા હવે તમારો હાથ બતાવો હું તમારું ભવિષ્ય કથન કરું…પછી ખબર પડીકે ૩૭નાં ગ્રુપમાં ૩૪ જણાએ કીરોની હસ્તરેખા વાંચી હતી..જો ભુલે ચુકે ગપ્પા માર્યા હોત તો શું દશા થતે?
મેં કહ્યું અમે હ્યુસ્ટનમાં ગુજરાતી શબ્દ સ્પર્ધાનુ માળખું તૈયાર કર્યું છે તો અભિનંદન આપતાં કહ્યું સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં ગુજરાતી ભાષાનાં વિકાસ અને સંવર્ધનની વાતોમાં તમે અગ્રીમ થશો. તેમનાં મિત્ર ડો. અમિત પટેલને મેં ભાગ્યેશભાઇ માટે એક વાક્યમાં પરિચય આપવાનું કહ્યુંતો કહે “તમે આટલા સરળ કોઇ આઇ. એ. એસ. ઓફીસરને જોયા છે?” અને અમિતભાઇનાં પત્ની બોલ્યાં તેઓ તો ‘સમlધાન નાં કૃષ્ણ’ છે.
મારા મનનો પ્રતિભાવ એવો હતો કે જે ગુજરાતી માનું માન સાચવે, સંસ્કૃતને દાદીમા કહે અને અંગ્રેજીને પડોશની સન્માનનીય નારી કહે તે જ ખરેખર વિદ્યાવાન ગુજરાતી છે. ગુજરાતની ધરાનાં પનોતા પુત્ર છે.
He can be reached on bvjha@yahoo.co.in
His blog is http://bhagyeshjha.wordpress.com/
તેમની એક કવિતા અત્રે વાચકોને માટે
એક સંદેશ શ્યામને .
– ભાગ્યેશ જહા
SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,
મોરલી મોબાઇલ જેવી રાખો.
સાઇબરકાફેમાં હવે સર્ફિંગ કરે છે
પેલી ગોપીઓની યુગજૂની આંખો,
ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ !
હવે ગોવર્ધન માંગે છે પાંખો,
ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ,
અને માખણને ફેટ ફ્રી રાખો
SMS કરવાનું ….
વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ
સંતાડી દીધા ઉજાગરા,
કપડાં તો સૂકવ્યાં છે સદીઓથી ડાળ ઉપર
વહેવડાવો વાયરા કહ્યાગરા,
રાધાના આંસુના અટકાવો શ્યામ !
હવે મેકઅપને મોભામાં રાખો
SMS કરવાનું ….
ઇ-મેઇલ વાંચીને હવે અર્જુનને સમજાવો
કે મનમાંથી કાટમાળ કાઢે
ગાંડીવ ને શંખધ્વનિ સાચવે ભલે
પણ પર્સમાંથી પામટોપ કાઢે,
કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે,
તેની ભોળી કોઇ ભાળ હવે રાખો
SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.
Excellent.Inspiring introduction. Mr. Jha is a good poet and very friendly person.
Congraulations to Mr Jha and Good Luck
this aspect of jha saheb was not known to me
thanks. i was know ing him as ias officer and good in sanskrut language and as vadodara collector
Congraulations to Mr Jha and Good Luck.
Keep Shining.
Rajendra Trivedi, M.D.
કવિશ્રી વિશેની મજાની માહિતી બદલ આભાર અંકલ…
આજે ‘ગુજરાત ટાઇમ્સ’માં કવિશ્રી ભાગ્યેશ ઝા વિષે આપનો લેખ વાંચી આનંદ થયો. વડોદરામાં ઝા સાહેબ કલેક્ટર હતા ત્યારે પ્રેમાનંદ હોલ માં તેઓશ્રીને અવાર નવાર મળવાનો અને સાંભળવાનો મોકો મળ્યો હતો. ઝા સાહેબ જેટલા સારા વહિવટદાર છે તેટલા જ સારા વ્યક્તિ અને કવિ/સાહિત્યકાર છે એવું એમના અલ્પ પરિચયમાં પણ આવનારને લાગે જ એવા સરળ વ્યક્તિત્વના ધની તેઓ છે.
આપનો લેખ તેમના વ્યક્તિત્વ ઉપર સારો પ્રકાશ પાડનારો છે.
અભિનંદન.
મનહર એમ.મોદી ના જય હિંદ
Bhagyesh Jha should be better known as a poet, a man of letters and not as an able IAS officer.It is by accident that he is in bureaucracy; it is by choice that he a literary personality. Over the years that I have known him he came across as a very polite and unassuming person– which is something you rarely find in the celestial corridors of IAS tag. He wears his achievements lightly and the sensitive soul of a poet not only survives but thrives in him.
Bhagyesh Jha should be better known as a poet, a man of letters and not as an able IAS officer.It is by accident that he is in bureaucracy; it is by choice that he a literary personality. Over the years that I have known him he came across as a very polite and unassuming person– which is something you rarely find in the celestial corridors of IAS tag. He wears his achievements lightly and the sensitive soul of a poet not only survives but thrives in him.
—
Tushar Bhatt,
J 3\14, Patrakar Colony No.1,
Vijaynagar, Naranpura,
A H M E D A B A D 380 013
phone 079 27432152
BHAGYESH JHA IS NOT ONLY A GOOD POET OR A WRITER OR A OFFICER BUT HE IS A GOOD MAN , HAVING LOVE AND AFFECTIONS TO ALL. TO FIND OUT SUCH A MAN IS VERY DIFFICULT. I NEVER MET HIM BUT I LISTENED HIM IN MANY LITERARY FUNCTIONS. kanu yogi