કંટેન્ટ પર જાઓ

અક્ષયપાત્રની લેખીકા રેખાબેન સિંધલ

જાન્યુઆરી 25, 2009

રેખાબેનનો આડકતરો પરિચય એક સારી લેખીકા તરીકે નીલમ બેને કરાવ્યો હતો જ્યારે તેમનું હાસ્ય વાર્તાની નાયીકા બચીબેન અને તેમના પતિ બાબુભાઈને ગદ્ય સર્જન સહિયારું માં અમે અમેરિકા લાવવાનું નક્કી કર્યુ ત્યારે…અને એજ સમયમાં નીલમ બેન શીકાગો આવ્યા.તેમને અમેરીકાની જુદી જુદી વાતો કરતો હતો ત્યારે કિશોરભાઈ દેસાઇને મળ્યાનો તેમના ઉલ્લેખ થી મને સુખદ આનંદ થયો ત્યારે ફરીથી રેખાબેન નો ઉલ્લેખ તેમણે કર્યો…તેઓ ટેનેસી તેમને ત્યાં ગયા ત્યારે ફોન ઉપર મળ્યાં અને બંને બહેનપણી નો ગુજરાતી ભાષા માટેનાં પ્રેમ અને આદરની વાતો સાંભળી આનંદ થયો…ચાલો જોઈએ ધુળમાં ઢંકાયેલુ પણ બ્લોગ દ્વારા ફરીથી ચમકતું થતું એક રત્ન…અક્ષયપાત્રની લેખીકા રેખાબેન સિંધલ

rekha

 મારો જન્મ 1956માં થયો. 1976માં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી થકી માઈક્રો બાયોલોજી વિષય સાથે સ્નાતકની પદવી મળી. એ પહેલાં કલમ સાથે દોસ્તી થઈ ગયેલી. 1971માં કોલેજની વાર્તા સ્પર્ધામાં નીલમ દોશી સાથે તેના આગ્રહથી ભાગ લેવા છેલ્લી મિનિટે તૈયાર થઈ અને પહેલી વાર્તા લખી હતી. એ પહેલાં એક કવિતા સ્ફૂરેલી જે મેં કાગળ પર મૂકી પછી એ કાગળ તો ખોવાઈ ગયો પણ લગભગ દસ વર્ષો પછી મારી નાની બહેન ક્રિશ્નાએ જ્યારે મને મોઢે કહી સંભળાવી ત્યારે જાણ્યું કે તેને એ બહુ ગમી હતી.
 
પછી એંશીના દાયકા દરમ્યાન કયારેક ક્યારેક “ફૂલછાબ” અને “સ્ત્રી”માં કવિતા અને લેખો મોકલતી અને મોટે ભાગે પ્રગટ થતા એટલે ઉત્સાહ ટકી રહેતો. એ દરમ્યાન ગણિત અને વિજ્ઞાનની શિક્ષિકા તરીકે તાલિમ લઈ અમેરિકા આવતાં સુધી તાલાલા(ગીર) અને વેરાવળની શાળામાં સેવા આપી. 1989માં અમેરિકા આવ્યા પછી સદનસીબીએ કલમની દોસ્તી વધુ ગાઢ થઈ અને અમેરિકામાં કિશોરભાઈ દેસાઈના સાહિત્ય પ્રેમ થકી નભતાં ત્રૈમાસિક “ગુર્જરી ડાયજેસ્ટ” થકી અને ભારતીય વિદ્યા ભવનની શાખા દ્વારા થતાં કવિ સંમેલનો થકી ઉત્સાહ જળવાઈ રહ્યો. આ શાખામાં મને પણ સ્વૈચ્છીક સેવાઓ આપવાની તક મળી, ત્યારથી અહીંની ભારતીય સામાજીક સંસ્થાઓ સાથે સતત સંકળાયેલી રહી છું અને પ્રમુખ અને ટ્રસ્ટી સુધીના હોદ્દા હાલ પણ સંભાળું છું. અમે નવા વસાહતીઓ અહીં વ્ય્વસાય ક્ષેત્રે અને કૌટુંબિક ક્ષેત્રે ટકવા માટે જે ભોગ આપીએ છીએ તેનું પુસ્તક ભવિષ્યમાં લખવા માટે સરસ્વતી દેવીની સહાય માંગુ છું મારી વ્યવસાયિક કારકિર્દીનું મને ગૌરવ છે.
 
 2003માં બાળકોના હ્રદયરોગના સંશોધન કાર્યમાં જગ પ્રસિધ્ધ વૈજ્ઞાનિક ડો. સ્ટ્રાઉસના હાથ નીચે અહીં નેશવીલ ટેનેસીની મશહૂર યુનીવર્સીટી વેન્ડરબિલ્ટમાં કામ કરવાની તક મળી. કવિ હ્રદય વિજ્ઞાનની પ્રયોગશાળામાં ઉંદરડાંની મરડાતી ડોકોનો ત્રાસ ન ખમી શક્યું. એક વર્ષ તો ય સાક્ષીભાવે ટકકર લીધી. પણ સપનામાં જીવ બચાવવા મથતાં ઉંદરોની ફોજોએ મને નોકરી મૂકવા મજબૂર કરી. ખર્ચાળ જીવનશૈલીથી ઊભી થતી મુશ્કેલીઓએ સ્વાવલંબીપણાનો ખરો અર્થ સમજાવ્યો. ફરીને નોકરી પર નિર્ભર ન રહેવા અત્યારે ગણિત શિખવવાના વર્ગો ચલાવું છું. મહાવરાને અભાવે ગુજરાતી ભાષા પરની પકડ ઢીલી થઈ હોવા છતાં કલમે મને ઉગારી છે. ત્રણે પુત્રીઓ કોલેજ અને પોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગઈ.  મારાં પતિએ શ્રમને જીવનમંત્ર બનાવ્યો છે આથી વહેલી સવારથી મોડી સાંજ સુધી કામ પર હોય. માતૃભૂમિ જ નહી માતૃભાષા પણ જાણે દૂર ભાસવા માંડી ત્યારે હાથમાં કલમ અને સામે સુડોકુના આંકડાંઓની થોક્બંધ પઝલોએ મને કાયમી નિરાશામાં જતાં ઉગારી.
 
કલમની દેવી સરસ્વતીએ કદાચ મારું છાનું રુદન સાંભળ્યું હશે તે પાંત્રીસ વર્ષ પછી ફરી નીલમ દોશીનો મેળાપ કરાવી આપ્યો. અમે બંનેએ મૃગેશભાઈની મદદથી ગુજરાતી ફોન્ટ મારા કોમ્પ્યુટરમાં ઈનસ્ટોલ કર્યાં. ભાષાની પકડ કેટલી છે એ જાણવા જ રીડગુજરાતીની વાર્તા સ્પર્ધા-2008માં ભાગ લીધો હતો. જેમાં દ્વિતિય પારિતોષિક મળવાથી લેખન કાર્યપ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ થયો. એ જ અરસામાં નિલમ દોશીએ બ્લોગ શરૂ કરવામાં સહાયતા કરી. આ બ્લોગનું એડ્રેસ
www.axaypatra.wordpress.com  છે. જ્યાં અવારનવાર રસલ્હાણી કરતી રહું છું અને મા સરસ્વતીની કૃપાની ઝંખના કરતી રહું છું 
 
શ્રીમતિ રેખા સિંધલ,
હેન્ડરસનવીલ, ટેનેસી, યુ.એસ.એ.
ઈ-મેઈલ:
rekhasindhal@comcast.net

3 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 28, 2009 10:35 પી એમ(pm)

  Dear Rekhaben,

  Keep up your good work.

  Geeta and Rajendra

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 2. જાન્યુઆરી 29, 2009 1:45 એ એમ (am)

  રેખા અહી તને વાંચીને ખૂબ આનંદ થયો. હવે તારું વરસોનું શમણુ સાકાર બને એવી ઇશ્વરને પાર્થના….અને એ થશે જ.

 3. જાન્યુઆરી 29, 2009 12:57 પી એમ(pm)

  Rekhaben,
  It’s wonderful attempt,it’s not easy to survive in US without job,you are trying to fill up the heart with the help of our Gujarati ,we would like to read more abt. your creation/s.keep it up.Arts and literature can only express your feelings.
  wishes.
  vipul acharya ,
  Ahemedabad

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: