મનની મોસમમાં મહાલતા રાહુલભાઇ શુક્લ
જરા વિચાર કરીએ તો સમજાશે મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે. મન વિરાનાને મઘમઘતો બનાવી શકે છે.એજ મન હરીભરી મોલાતોમાં કોઈની ખામીથી નિરસતા, વેદના પણ ભરી શકે છે. આપણે મનની મોસમાં ખીલતા વસંત ની વાત કરી પણ ક્યારેક મનની મોસમમાં માણસ મનને ખાલી પણ કરે છે. મન,અને મનના ગજવાના કે ઘણી વાતોના જવાબ નથી હોતા, પણ હું જેને અમદાવાદમાં મળી હતી તે વ્યક્તિને મળ્યા પછી અનેક સવાલ જરૂર ઉભા થાતા, ન્યુ જર્સીના સફળ ઉદ્યોગપતિ અને નીવડેલા વાર્તાકાર રાહુલભાઈ શુક્લ એક ઉત્તમ વક્તાને સાંભળતી વખતે વિચાર આવ્યો કે નવી અમેરિકન વાતાવરણમાં જીવતા, કોમ્પ્યુટરમાં વિચરતા, ફોટોગ્રાફીથી સૌંદર્ય નિહાળતા અને બોલીવુડને અને ગીતોને ચાહતા અને વ્યસ્ત પ્રોફેસનલ જીવન જીવતા આ વ્યક્તિના ધબકારા આટલા સંવેદનશીલ અને ધબકતા કેવી રીતે છે? એક ઉધોયપતિ અને ટેકનોલોજી ની વ્યક્તિ જિંદગીના અસ્તિત્વની વાત કરી શકે.દુનિયાના ૯૮ ટકા એરોપ્લેનમાં એમની કંપનીના જ પાર્ટ્સ વપરાય છે. એવી વ્યક્તિ એ એક હસ્યવાર્તાની રજૂઆત કરી ને એવી ઉડાન પર લઇ જાય…
View original post 279 more words