મનની મોસમમાં ખીલતા જયશ્રીબેન મર્ચન્ટ
મોસમનો સ્વભાવ ખીલવાનો છે પણ મોસમ આવે ત્યારે મુજવણ લાવે ત્યારે.શું .?હા સવાલોનું તોફાન સર્જે છે ! મનની મોસમનું ખીલવું શું કરું? પ્રેમના પડઘાને પડદામાં કહો, કઈ રીતથી રાખવા? સાવ કુંવારી ને જાદુભરી હવાનું શું કરું? બારાખડી સ્પર્શની કેવી રીતે ઉકેલી શકાય ?હાજરી વિનાના પણ આશ્લેષ અને આલિંગન આપે ત્યારે શું કરવું ,અહી પ્રશ્ન જ પ્રેમનું જતન કરે છે. જેણે પ્રણયને શૃંગારના કંકુ-ચોખાથી પોંખ્યા છે , પોતાને ઓતપ્રોત કરીને પ્રેમની દરેકે દરેક ક્ષણોને જાદુભરી બનાવીને મ્હાલી છે એવા બે એરિયાના કવયિત્રી જયશ્રીબેન મર્ચન્ટ,એક સંવેદનાથી ભરપુર વ્યક્તિત્વ છે ,પ્રેમાળ માતા, પ્રેમાળ પત્નીએ વિજ્ઞાનની લેબમાં પ્રેમનું શબ્દોમાં રૂપાંતર કરી પ્રેમને લીલોછમ રાખ્યો છે, પતિના સ્નેહને હૃદયમાં ટહુકો કરતો હજી પણ માણે છે માટે જ એમના પ્રેમ કાવ્યોમાં સચ્ચાઈ અને અનુભૂતિનું ઊંડાણ છે. કવિતામાં લાગણીની શિખરની ટોચ જેવી તીવ્રતા છે.ગળાબૂડ પ્રેમ કરતી વ્યક્તિ છુપી રહેતી નથી તેવુ જ જયશ્રીબેનનું. છે તેમના આંસુ ચાડી ખાઈ આધાર આપે છે.એમને પહેલીવાર ક્યારે મળી હતી યાદ નથી…
View original post 745 more words