મનની મોસમનો સભાન માણસ ડૉ.દિનેશ શાહ
મનની મોસમ એટલે ઊર્મિ કલ્પના અને સંવેદનાથી ખીલવું ,પણ એક વૈજ્ઞાનિક જે તર્ક અને હકીકતની ભાષા સમજે એને શબ્દ માં રસ ક્યાંથી ઉપજે ?ના એવું નથી મન વિરાનાને મઘમઘતો બનાવી શકે છે. એજ મન હરીભરી મોલાતોમાં શબ્દો સર્જી ઉષ્મા ભરી શકે છે.ગુજરાતી શબ્દને અમેરિકન વાતાવરણમાં જેણે સેવ્યો છે, જેની કારકિર્દી માટે દરેક ભારતીય ગૌરવ લે છે, એવા ડૉ. દિનેશભાઈ શાહ સાથે મારી પહેલી મુલાકાત એમના બેન પદ્મામાસી અને બનેવી કનુભાઈને ત્યાં થઇ, પદ્માંમાંસી અને કનુભાઈ શરૂઆત થી જ મારી પ્રવૃતિના બળ હતા અને છે, પહેલવેલી વાર જ મળી,કોઈ કવિ સુટબુટ માં હોય તેવી કલ્પના તો ક્યાંથી હોય પછી ખબર પડી કે એતો વૈજ્ઞાનિક છે શિક્ષણ ક્ષેત્ર એમનું આગવું યોગદાન છે.મને એમની સરળતા અને સહજતા સ્પર્શી ગઈ,જીવનમાં કેટલી મોસમ એવી હોય છે જે અજાણતા જ ખીલે છે,ખુબ વાતો કરી એમની અંદરના કવિને મળી,ત્યારે દિનેશભાઈને “બેઠક”માં આવવાનું આમંત્રણ આપ્યું,બધાનો પહેલો પ્રશ્ન હતો કવિતા કેમ લખવી ? જવાબ સુંદર હતો, સહજ શબ્દોને વાંચન…
View original post 562 more words