મનની મોસમનો માનવી -બાબુ સુથાર
બાબુભાઈનું એક પોતાનું એક જુદું જગત છે.પ્રત્યેક મોસમને એની સુંદરતા હોય છે જેમ પ્રત્યેક માણસને પોતાનું સ્વરૂપ હોય એમ… જેને હું મનની મોસમ કહીશ ,બાબુભાઈના મન સાથે બુદ્ધી સંકળાયેલી છે.તેઓ એક સર્જક તરીકે મસ્તી ભર્યો અને બિનધાસ્ત પણ…હાસ્યની સૂઝ પણ છે અને પોતા પર હસી જાણે છે માટે મને એ ચન્દ્રકાન્ત બક્ષી જેટલા ગમે છે.(મસ્કા નથી ) જ્ઞાન ખુબ છે માટે શબ્દોને રમાડી જાણે છે.ગઈ કાલે જ એમને મળી નકારથી શરુ થતી તેમની વાતો મને સંભાળવી ગમે છે.ઇન્ડિયાની એમની વાતો સાંભળી ,ના હોય ,આમ ના ચાલે ,આમ ના લખાય વગેરે હું સાંભળું છું અને ઘણું શીખવા પણ મળે છે.કારણ પાછળ એક લોજીક છે.એમની વાતમાં એ વિદ્વતાને હંમેશા ભભરાવતા હોય છે. હા પણ અહી કવિતા માં કહે છે તેમ, એ જોડણી અને શબ્દોનું આયુષ્ય વધારવાનું કામ એ જ અત્યારે કરે છે એમાં કોઈ શક નથી, કોઈ બે મત નથી. એટલે જ એમની નકારાત્મકતાનો છેદ આપ મેળે ઉડી જાય છે. બાબુભાઇને તાળી, પ્રસંશા…
View original post 1,279 more words