કંટેન્ટ પર જાઓ

રઘુવીર ચૌધરી

જાન્યુઆરી 13, 2016

raghuvir chaudhari

માનવજીવનની અસલિયતના ઉપાસક – સર્જક છે શ્રી રઘુવીર ચૌધરી. એમને મન સર્જવું એટલે પણ જીવવું – સચ્ચાઈથી, સુંદરતાથી અને શ્રેયોભાવનાથી. પ્રત્યક્ષ જીવનની વચ્ચે રહીને રઘુવીર ચૌધરીએ શબ્દની અને એ દ્વારા સમાજની સેવા કરવાનો ઉપક્રમ જાળવ્યો છે.

બાપુપુરા (તા. માણસા, જિ. ગાંધીનગર)ના વતની રઘુવીર ચૌધરી કુટુંબીજનોના વહાલ અને પ્રકૃતિનું સૌંદર્ય પામતાં પામતાં જીવન પ્રત્યે વિઘેયક દૃષ્ટિ કેળવતા રહ્યા. હિન્દી ભાષાના એક તેજસ્વી વિદ્યાર્થી અને આદરપાત્ર અધ્યાપક તરીકે યશ પામ્યા અને કિશોર વયથી જ ગ્રામસેવા તથા પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિઓ આરંભી.

રઘુવીર ચૌધરીનો પ્રથમ પ્રેમ કવિતા જે ગદ્યમાં પણ સુપેરે પ્રગટી રહે છે. 1965માં પ્રકાશિત થયેલી અમૃતા ત્યારે પણ સાહિત્ય જગતની અપૂર્વ ઘટના ગણાઈ હતી. પ્રેમનો – સહઅસ્તિત્વનો અર્થ સમજવા, પારંપારિક મૂલ્યોને બાજુએ રાખી નીકળેલાં આ નવલકથાના મુખ્ય પાત્રો અમૃતા, ઉદયન અને અનિકેત સામે અસ્તિત્વ એટલે શું એ જ મુખ્ય પ્રશ્ન બની રહે છે. હિન્દી ભાષામાં પણ પાઠ્યપુસ્તક બનેલી આ નવલકથાની ગુજરાતી ભાષામાં અગિયાર આવૃત્તિઓ થઈ ચૂકી છે.

2013માં સાહિત્ય અકાદેમી, દિલ્હી દ્વારા સાહિત્ય ક્ષેત્રના સર્વોચ્ચ સન્માન સમી – ફેલોશીપ માટે પસંદગી પામેલા ડૉ. રઘુવીર ચૌધરી વાસ્તવ અને ભાવનાનો, ચિંતન અને લાગણીનો, સત્ય અને સૌંદર્યનો અનન્ય સમન્વય – યોગ કરી શક્યા છે. કાવ્ય, નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, વિવેચન, ચિંતન, પ્રવાસ વર્ણન, રેખાચિત્ર, સંપાદન વગેરે મળીને દોઢસો પુસ્તકો દ્વારા સાહિત્ય-સર્જનના તમામ સ્વરૂપોનું સુપેરે ખેડાણ કરનાર રઘુવીર ચૌધરી રાષ્ટ્રીય સ્તરે પોંખાયેલા સર્જક છે.

સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર, દર્શક એવોર્ડ, ઉત્તર પ્રદેશ તરફથી સૌહાર્દ પુરસ્કાર, હિન્દી સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર, ક. મા. મુનશી એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક, કુમાર ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વગેરે અનેક પુરસ્કારોથી નવાજિત રઘુવીર ચૌધરી સવિશેષ આનંદ અને સંતોષ અનુભવે છે. પોતાના ગામ બાપુપુરાના ખેતરોમાં કામ કરીને ભૂસત્ત્વ પ્રત્યે લગાવ અનુભવતા આ સર્જક ગુજરાતી સાહિત્ય પરિષદ, દર્શક ફાઉન્ડેશન, ગ્રામભારતી, લોકભારતી, મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન, આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ જેવી શૈક્ષણિક – સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટીપદે કાર્યરત છે. તો ગુજરાતી સાહિત્ય પરિષદનું ભવન રઘુવીર ચૌધરીના અથાગ પ્રયત્નોના ફળસ્વરૂપ છે. એક મૂઠી ઊંચેરા સર્જક રઘુવીર ચૌધરીની સાહિત્ય શિક્ષણ અને સમાજ પરત્વેની કાર્યનિષ્ઠા અપ્રતિમ છે.

રઘુવીર ચૌધરીનું લેખન-સર્જન

નવલકથા

પૂર્વરાગ 1964, 2005
પરસ્પર 1964, 2005
પ્રેમઅંશ 1964, 2005
અમૃતા 1965, 2003.. 2010
આવરણ 1966
એકલવ્ય 1967
તેડાગર 1968, 1999
સખીઓ 1970
વેણુ વત્સલા 1972, 2008
ઉપરવાસ 1975, 2001
સહવાસ 1975, 2001
અંતરવાસ 1975, 2001
ઉપરવાસ, સહવાસ અને અંતરવાસનો સેટ 1975, 2001
લાગણી 1976, 2002
શ્રાવણ રાતે 1977
રુદ્રમહાલયની કર્પૂરમંજરી 1978, 2003
કંડકટર 1978
પંચપુરાણ 1981
બાકી જીંદગી 1982
વચલું ફળિયું 1983, 2013
ગોકુળ 1986, 2002
મથુરા 1986, 2002
દ્વારકા 1986, 2002
ગોકુળ, મથુરા, અને ગોકુળનો સેટ 1986, 2002
મનોરથ 1986
ઇચ્છાવર 1987, 2013
અંતર 1988, 2013
લાવણ્ય 1989
શ્યામ-સુહાગી 1989, 2008
જે ઘર નાર સુલક્ષણા 1990, 2004
સુખે સૂવે સંસારમાં 2004
સાથીસંગાથી 1990, 2008
કલ્પલતા 1992, 2008
બે કાંઠા વચ્ચે 1997, 2008
કાચા સૂતરને તાંતણે 1995
સોમતીર્થ 1996, 2009
ઉત્તર 1997
એક સાચું આસુ 2000
મુદ્દલ વિનાનું વ્યાજ 2003
સમજયા વિના છુટા પડવું 2003
ક્યાં છે અર્જુન 2004
ઘરમાં ગામ 2004
શાણા સંતાન 2004
એક રૂપકથા 2006
એક ડગ આગળ બે ડગ પાછળ 2008

ટૂંકી વાર્તા

આકસ્મિક સ્પર્શ 1966
ગેરસમજ 1968, 1983
નંદીઘર 1977
રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ 1986
અતિથિગૃહ 1988
દશ નારી ચરિત 2000
વિરહિણી ગણિકા 2000
મંદિરની પછીતે 2001
જિંદગી જુગાર છે? 2005
પ્રાણપ્રતિષ્ઠા 2005
દૂરથી સાથે 2011

કાવ્યસંગ્રહ

ઘરાધામ 2013
બચાવનામું 2011
તમસા 1964, 1997
વહેતા વૃક્ષ પવનમાં 1984
દિવાળીથી દેવદિવાળી 1986
ફૂટપાથ અને શેઢો 1997
પાદરનાં પંખી 2007
નાટક
અશોકવન અને ઝુલતા મિનારા 1970
સિકંદર સાની 1979
નજીક 1986
એકાંકી
ડિમલાઈટ 1973
ત્રીજોપુરુષ 1982

રેખાચિત્ર

સહરાની ભવ્યતા 1980, 2007
તિલક કરે રઘુવીર ભાગ – 1 1998
તિલક કરે રઘુવીર ભાગ – 2 1998

સંસ્કૃતિ અને ધર્મચિંતન

વચનામૃત અને કથામૃત 1986
જેને હૈયે અક્ષરધામ 1995
ધર્મવિવેક 2000
ભારતીય સંસ્કૃતિ આજના સંદર્ભમાં 2013
માનસથી લોકમાનસ 2008, 2011

નિબંધ

ભૃગુલાંછન 1999
પુર્નવિચાર 1999, 2008
મુદ્દાની વાત 2000
ઊંઘ અને ઉપવાસ 1999
વાડમાં વસંત 2005
પ્રેમ અને કામ 2007

પ્રવાસ

બારીમાંથી બ્રિટન 1984
તીર્થભૂમિ ગુજરાત 1998, 2011
ચીન ભણી 2003
અમેરિકા વિશે 2005

વિવેચન

ગુજરાતી નવલકથા (રાઘેશ્યામ શર્મા સાથે) 1972
અદ્યતન કવિતા 1976
વાર્તાવિશેષ 1976
મુક્તાનંદની અક્ષરઆરાધના 1980
દર્શકના દેશમાં 1980, 1999
જ્યંતિ દલાલ 1981
પન્નાલાલ પટેલ 1990

સંપાદન

વિશ્વનાથ ભટ્ટ રચિત પારિભાષિક કોશ 1968, 86
જ્યંતિ દલાલનાં પ્રતિનિધિ એકાંકીઓ (અન્ય સાથે) 1971
મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓ (અન્ય સાથે) 1972
નરસિંહ મહેતા : આસ્વાદ અને સ્વાધ્યાય (પ્રતિભા દવે સાથે) 1983
સગાઈ : પેટલીકર શબ્દ અને કાર્ય (રમેશ ર. દવે સાથે) 1985
શિવકુમાર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ 1985
જગભેરુ જ્યંતિ દલાલ અધ્યયનગ્રંથ (અન્ય સાથે) 1986
સ્વામિનારાયણ સંત સાહિત્ય 1986
મેહુલો ગાજે ને માધવ નાચે (ઉમાશંકર જોશી સાથે) 1987
મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ 1988
શિવકુમાર જોશી વ્યક્તિ અને વાઙમય (અન્ય સાથે) 1989
યુગદૃષ્ટા ઉમાશંકર (અન્ય સાથે) 1995
પન્નાલાલનું પ્રદાન (રમેશ ર. દવે સાથે) 1995
સ્વામી આનંદ અધ્યયન ગ્રંથ (રમેશ ર. દવે સાથે) 1995
ભોળાભાઈ પટેલ : સર્જક અને વિવેચક (અન્ય સાથે) 1995
ઉત્તર ગુજરાતનું અનોખું મોતી 1998
ગૂર્જર સાહિત્યશ્રેણી : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા ભાગ 1-2 1999
ગૂર્જર સાહિત્યશ્રેણી : નારીચેતનાની નવલિકાઓ (સુનીતા ચૌધરી સાથે) 1999
ગૂર્જર સાહિત્યશ્રેણી :ગ્રામચેતનાની નવલિકાઓ (રમેશ ર. દવે સાથે) 1999
ગૂર્જર સાહિત્યશ્રેણી : એકાંકી સંચય (સતીશ વ્યાસ સાથે) 1999
ગૂર્જર સાહિત્યશ્રેણી : અદ્યતમ એકાંકી સંચય (સતીશ વ્યાસ સાથે) 1999
ગૂર્જર સાહિત્યશ્રેણી : પ્રહસન સંચય (રતિલાલ બોરીસાગર સાથે) 1999
ગૂર્જર સાહિત્યશ્રેણી : અદ્યતન પ્રહસન સંચય (રતિલાલ બોરીસાગર સાથે) 1999
સનશાઈન 1999
નોખા મહાજન 2000
રાવજી પટેલનાં કાવ્યો 2002
વીસમી સદીનું ગુજરાતી નારીલેખન (અનિલા દલાલ સાથે) 2005
મોહનલાલ પટેલ : સર્જન વિશેષ (પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે) 2005
સંસ્કૃતિ સંદર્ભ 2006

અનુવાદ

ચિદમ્બરા સંચયન (ભોળાભાઈ પટેલ સાથે) 1968
કન્નડ સાહિત્યના ઇતિહાસની રૂપરેખા 1977

Newspaper Links:

–     http://timesofindia.indiatimes.com/india/Gujarati-writer-Raghuveer-Chaudhari-given-Jnanpith-Award-for-2015/articleshow/50370956.cms

–     http://www.dnaindia.com/india/report-gujarati-litterateur-raghuveer-chaudhary-honoured-with-51st-jnanpith-award-2160554

 

 

Advertisements
No comments yet

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: