તરુલતાબેન મહેતા- “શબ્દોનાં સર્જન” ની ગુજરાતી લેખીકા
મીલીપીટાસ ( સાન ફ્રાંસીસ્કો) થી પ્રજ્ઞા બેન નઓ સંદેશો હતો તરુલતાબહેને ભારતથી તમને યાદ કર્યા છે અને તેમના લઘુકથા સંગ્રહ “પીગળતો સુરજ”આપણ ને સૌને ( સહિયારા સર્જનનાં મિત્રોને) અર્પણ કર્યો છે.
આનંદમાં હું ઝુમી રહ્યો. મને ખબર છે તેઓ ગુજરાતી ભાષાનાં પ્રાધ્યાપિકા રહ્યા છે અને તેમની વાર્તા મેગેઝીન માર્ગીમાં મેં મોકલાવી હતી ત્યારે તરતજ સ્વિકૃત પણ થઇ હતી આપણા જાણીતા સર્જકોની કોઇ પંણ કૃતિ
ક્યાં ય પણ પ્રસિધ્ધથાય ત્યારે આનંદ તો થાય જ પણ આ આનંદ બમણો હતો
તેમની વાર્તાઓને તેઓ ગુજરિકન વાર્તાઓ કહે છે કારણ કે બે દેશ, બે સંસ્કૃતિ, બે ભાષા અને બે પેઢીઓ વચ્ચે જીવતા પાત્રોની વેદના, સંવેદનો અને સ્પંદનોની વાત છે.આમેય અમેરિકા એ સૌથી મોટૂં મેલ્ટીંગ પોટ છે.
કંઇ કેટલાય દેશનાં કેટલીય જાતનાં લોકોને અને તેમની ભાષા, સંસ્કાર ને ઓગાળી નવો જે માહોલ પેદાથાય છે તેમાં એક ઉન્માદ છે અને ઘણી પીડા પણ. આ બધી વાતો ને તેઓ લખે છે કે
મારી વાચા મારા મનમાં વસેલી છે
મારું મન મારી વાચામાં વસેલુ છે
તેઓનાં પ્રકાશનોમાં “પીગળતો સુરજ” એ હાલમાં લખાયેલી વાર્તાઓનો સંગ્રહ છે. વિયોગે ૧૯૮૬માં કવિશ્રી ઉમાશંકર જોશી પારિતોશીક થી પુરસ્કૃત વાર્તા સંગ્રહ છે.
લઘુ નવલ ભીંસ (૧૯૮૬), શલ્ય ( ૧૯૮૯) અને પાર.. દેશે (૨૦૦૪)માં પ્રસિધ્ધ્દ થયા. પ્રવાસ કથા સફર નીલરંગી (૨૦૦૮)માં પ્રસિધ્ધથઇ. શોધ પ્રબંધ ૧૯૮૩ની સાલમાં
અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રણય નિરુપણ પ્રસિધ્ધ થયો
પિગળતો સુરજ ની ભારતમાં નવસર્જન પબ્લીકેશન ફોન (૦૭૯)૨૬૫૮૦૩૬૫ ઉપર પ્રાપ્ય છે ( કિંમત ૧૦૦ રુપિયા)
તરુલતા બહેને જિંદગીને બહુ નજીકથી જોઇ છે અને ્તે સંવેદનો તેમના વાર્તા સંગ્રહ્માં જોવા મળે છે. પિગળતા સુરજ્માં ૧૩ વાર્તાઓ છે અને ૮૦ પાના નું પુસ્તક આમતો એક કલાકમાં એકી બેઠકે વાંચી જવાય તેવું છે.
હું તેમને સાચા મનથી આવકારુ છું અને ત્રણ ચાર વર્ષે એક પુસ્તક્ને બદલે વરસે બે પુસ્તક આપે તેવી પ્રાર્થના કરું છું