( 499 ) મળવા જેવા માણસ ….શ્રી જુગલકિશોર વ્યાસ….પરિચય….શ્રી પી.કે.દાવડા
ગુજરાતી બ્લોગ વિશ્વમાં શ્રી જુગલકિશોરભાઈ વ્યાસનું નામ એક ભાષા પ્રેમી કુશળ બ્લોગર તરીકે ખુબ જાણીતું છે .
જુ’ભાઈની એમના બ્લોગ નેટ-ગુર્જરી તેમ જ સહ સંપાદિત બ્લોગ વેબ ગુર્જરી તથા ફેસ બુક દ્વારા એમની સંપાદન કળા અને સાહિત્ય પ્રીતિની મને જાણ હતી જ .
શ્રી પી.કે.દાવડાજી એ એમની મળવા જેવા માણસની પરિચય શ્રેણીમાં લખેલ એમના જીવન વિશેના પરિચય લેખથી જુગલકિશોરભાઈ ના જીવન સંઘર્ષના વર્ષો વિષેની નવી વિગતો જાણવા મળતાં એમના માટે વિશેષ માન ઉત્પન્ન થયું .
શ્રી જુ’ભાઈ ના આજ સુધીના વ્યક્તિત્વના ઘડતરમાં સામાજિક ઉત્થાન અને સર્વોદયને વરેલી લોકભારતી જેવી આદર્શ સંસ્થાઓ તથા ન.પ્ર.બુચ ,દર્શક જેવા આદર્શ ગુરોઓએ અગત્યનો ફાળો આપ્યો.છે .
જુ’ભાઈને ખુબ જ ભૌતિક સંપતિ સંપાદન નહી કરવાનો કોઈ અફ્સોસ નથી પણ સામાજિક સેવાઓ દ્વારા એમણે જે અંતરની -આંતરિક સંપતિ સંપાદન કરી છે એની એમને ખુશી અને સંતોષ છે .નિવૃતીના સમયમાં પણ ગુજરાતી બ્લોગોના માધ્યમથી ભાષાની સેવામાં ગળાડૂબ રહીને ખુબ જ પ્રવૃત રહે છે .
શ્રી જુગલકીશોરભાઈ વ્યાસ…
View original post 1,119 more words
ગુજરાતી સાહિત્ય સંગમનાં શ્રી વિજયભાઈ સહિત સૌ કર્ણધારોને સાભાર વંદના. – જુ.