ડો . કમલેશ લુલ્લાનું બહુમાન અને હ્યુસ્ટનનાં ગુજરાતી સાહિત્ય સર્જકોને તેમની હાકલનો સુંદર પ્રતિસાદ-વિજય શાહ
સાતમી જુલાઇ,૨૦૧૨ ની સાંજે પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ્નાં આમંત્રણે શ્રી પુષ્પક્ભાઇ અને શ્વેતાબેન પંડ્યાનાં નિવાસ સ્થાને હ્યુસ્ટન ખાતે ગુજરાતી સર્જકોની એક બેઠકનું આયોજન થયું… નિમંત્રીત ૧૫ સર્જકો અને મર્યાદિત મિત્રો, ડો કમલેશ લુલ્લાને મળેલ એસ્ટ્રોનોટ કર્નલ એલીસન ઓનીઝુકા ઍવોર્ડ (વિશિષ્ટ સિધ્ધિ સન્માન) નાં ઉજવણી અને બહુમાન માટે ભેગા થયા હતા.આ વિશિષ્ટ બેઠકમાં તેમને અપાયેલા સન્માનના પ્રતિસાદમાં ડો કમલેશ લુલ્લાએ દરેક સર્જક ને નાસાનાં ઉપક્રમે લેવાયેલ અર્થ રાઇઝ્ની છબી સર્વે સર્જકોને આપતા હાકલ કરેલી કે, આ છબી જોતા આપને સ્ફુરતી કવિતા તેમને મોકલશો. તે પ્રતિસાદ ૧૫ જુલાઇ પહેલા અત્યારે તેમની વેબ સાઇટ http://kamleshlulla.gujaratisahityasarita.org/ ઉપર મુકેલા છે.
સન્માન પ્રસંગે હાજર રહેલ હ્યુસ્ટન ખાતેના સાહિત્ય સર્જકો અને મિત્રો
એક છબી ઉપર જુદા જુદા સર્જકોનાં સર્જનો એ એક અદભુત સહિયારુ સર્જન છે.
ગગનભેદ ના જાણે કોઇ,જે સુર્ય,ચંદ્ર,પૃથ્વી,તારાથી ઓળખાય
જીવને મળતા દેહ જગત પર,એને અવની પર પણ કહેવાય
. ………………….ગગનભેદ ના જાણે કોઇ.
કુદરતની આ અદભુતલીલા,જગતમાં ના કોઇને સમજાય
પ્રેમ પામીને જીવન જીવતાં,આ માનવ જીવન મહેંકી જાય
દ્રષ્ટિની કેડી છે માનવીની નાની,જે આજુબાજુથી ઓળખાય
ચંદ્ર,સુર્યને નિરખી લેવા પૃથ્વીથી,અવકાશયાત્રી પણથવાય
. ……………………ગગનભેદ ના જાણે કોઇ.
સ્પેસ-શટલને પકડી લેતાં,દેહ પૃથ્વીને છોડી ગગનમાં જાય
શીતળતાનો સહવાસ મળી જાય,જ્યાં ચંદ્રપર પગલા પડાય
અદભુત કૃપા વિજ્ઞાનની જગતમાં,જે લાયકાતે જ મળીજાય
સુર્ય,ચંદ્રને નિરખી લેતાં,જગત પરના માનવજીવો હરખાય
. ……………………ગગનભેદ ના જાણે કોઇ.
પૃથ્વીવતનકહેવાયછે….દેવિકારાહુલધ્રુવ
છંદવિધાનઃ રજઝ ૨૮- ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
**********************************
આકાશની બારી થકી કેવું જગત દેખાય છે ?
અવકાશમાં ગોળારુપે, જાણે ચમન વર્તાય છે.
પૃથ્વી કહો, અવની કહો, ક્ષિતિ કહી માનો ધરા,
જે ઈશ્વરે દીધું અહીં, એને જીવન કે’વાય છે.
હું કોણ છું ને ક્યાંનો છું? પ્રશ્નો નકામા લાગતા,
ઇન્સાન છું બ્રહ્માંડનો, બસ એ કથન સમજાય છે.
છોડો બધી વ્યાખ્યા જુની, જે જે વતન માટે રચી,
આજે જુઓ આ વિશ્વનું,પૃથ્વી વતન કે’વાય છે.
સંભારજો સાથે મળી સૌ, વિશ્વમાનવની કથા,
આપી ગયા પ્યારા કવિનું, આ સપન સર્જાય છે.
પૃથ્વી વતન કે’વાય છે…..
આભમાં અવનવુ
સૂ્રજ સાત ઘોડે સવાર.
ચંદ્રની નિતરતી ચાંદની
કદી વિચાર્યું, આજ ક્યાંથી?
પૃથ્વીના ઉદયની વાત!
ધારીને જુઓ આ ચિત્રને,
છતી કરે રાઝની વાત.
ચંદ્ર પરથી નિરખ્યો ગોળો
જેને ભાળી આનંદ અનેરો,
વિરાટ વિશ્વનું નોખું દર્શન
આભને આંગણે પ્રદર્શન.
અવનવા નર્તને રિઝવ્યા.
પૃથ્વીઉદય..ચંદ્રસપાટીપરથી ( Courtsey NASA)
એક્વીસમી સદીમાં એક કદમ
આગળ વધ્યું અવકાશ જ્ઞાન.
ચંદ્ર પરથી દેખાયો વતનોદય
પૃથ્વી સુધી ન સીમીત જ્ઞાન.
અવકાશે અનંત ગ્રહોમાં હવે
આપણું વતન આ ભૂરો ગ્રહ.
ગોરા કાળા ઘંઉવર્ણા ને પીળા
સૌનું છે વતન આ ભૂરો ગ્રહ.
સાથે વિકસીયે ને વિકસાવીયે
આપણું વતન આ ભૂરો ગ્રહ.
વિજયશાહ
ડો. કમલેશલુલ્લાનાંસન્માનપ્રસંગેસુઝેલીઆવાતબાવીસમીસદીમાંજરૂરસાચીપડશે. જ્યારેસરહદોઓગળીજશેઅનેસરહદોનીજાળવણીનાંનામેઅબજોમાંખર્ચાતારુપીયાઓજનસમુદાયનાઉત્કર્ષમાંવપરાશે.કારણકેતેસમયેવિશ્વગ્રામ્યનું (global village) નુંસ્વપ્નસાર્થકથશે… સીમાડાઓઓગળવાતેસરળવાતનથીપણજ્યારેયુરોનીજેમ ( ૧૯દેશોનુંસહિયારુચલણ ) સમુંસમગ્રવિશ્વમાંએકચલણહોય…બેંકોમાંકેટલાયકન્વર્ઝનકેલ્ક્યુલેટરોબીનજરુરીબનીજશે..સરહદોઓગળતાકેટ્લાયમાઇલજમીનોઉપજાઉબનશે. આકલ્પનનેઆગળવિચારીયેતોદરેકગામડુશહેરનુંપરુહશે.. દરેકશહેરવિકસીનેતાલુકોબનશે..દરેકતાલુકોવિકસીનેજીલ્લોબનશે..જીલ્લોરાજ્યબનશે,રાજ્યદેશઅનેદેશોખંડ.. અનેખંડવિકસીનેએકવિશ્વગામડુ..
આકલ્પનાઆજનીતારીખેલગભગઅશક્યજલાગેછેને?
પણતકનીકીવિકાસેઆજથીસોવર્ષપહેલાંજેઅશક્યલાગતીહતીતેબાબતો શક્યકરીછે. તોતેજરીતેઆપણાવતનનાંવિકાસદરનેજોતાઆપણુંવતનઆભૂરો ગ્રહબનેતેઅશક્યલાગતુતોનથીજ. જો કેતેજોવાઆપણાવડવાઓનીજેમકદાચઆપણેહયાતનાપણહોઇએ.
ઉદયનિહાળતોમા–પૃથ્વીનો,-વિશ્વદીપબારડ
પૃથ્વી મા..સંતાન બની માનું
અનોખું રૂપ નિહાળતો ચંદ્ર,
પુલકિત બની હર્ષથી હરખાતો આજ.
ધન્ય છે મા..ધન્ય જન્મ જનેતા,
લાખ લાખ વંદન , સુંદર સ્વરે,
ગાતી લાગે પ્રભાતિયા મોરી મા.અધૂરો ચંદ્ર હું ,
તું સ્નેહની સરવાણી વિના,
તુજ
પ્રેમ-જ્યોત વિના અધૂરી ચાંદની,
સદૈવ ઝળહળતા દાદા સૂર્ય
હજાર હાથ કિરણો બની,
આશિષ અર્પતા કુટુંબને,
સૌ સંગાથે ઘુમતા બ્રહ્માંડમાં.
ઉદય નિહાળતો મા-પૃથ્વીનો,
ચાંદ-ચાંદની સહ હરખાતો
આજ કેવો લાગે સોહામણો.
લીલીહરિયાળીધરતીમાતા–હેમાબહેનપટેલ
વસુંધરા.
પૃથ્વી, મા વસુંધરા
સૂર્ય મંડળમાં શોભી રહી
એક અનોખુ સ્થાન બ્રહ્માંડમાં
જ્યાં ઈશ્વરે માનવ જનમ દીધો
ના કોઈ સીમા, ના કોઈ નાત જાત
ધરતી માના સંતાન સૌ
લઈએ આજ એક પ્રણ
લીલી હરિયાળી ધરતી માતા
વિશ્વશાંતિ એક ધ્યેય.
પૃથ્વીપુત્રીપ્રખરસૂર્યની
સૌથીલાડલીનાજુકનમણી,
લીલીસૂકીરંગબેરંગીન્યારી
સૌમ્યશીતળશશીનીબહેની.
રશિયાચીનઅમેરિકાહિન્દ,
બાળએસ્ટ્રોનટમોસાળેપહોંચી.
તુજનેઅર્પેભેટઅમૂલ્યઅનોખી,
ભાવિવિજ્ઞાનીબાળજુએહરખાઇ.
મારાતારાઝગડાછોડસમજ,
‘વસુધૈવકુટુંબકમ’ભાવમુજ,
અખિલબ્રહ્માંડકુટુંબ એકભાવ
જાગેઆજદેખી ” પૃથ્વીઉદય..”
આ પૃથ્વીનો ઉદય છે કે
વૈશ્વિક દુરીઓનો અંત છે?
એવું ફલીત થાય છે જાણે
આશિર્વાદ આપતા સંત છે..
કુદરતનીલીલા
તાઃ૧૪/૭/૨૦૧૨ પ્રદીપબ્રહ્મભટ્ટ
લીલા અપરંપાર પ્રભુની એ પૃથ્વી પર દેખાય
ચંન્દ્ર પરથી દ્રષ્ટિ કરતાંજ સાચી વાત સમજાય
અગમનિગમના ભેદ ના જાણે એ માનવી કહેવાય
નાસાએ બેસી વિશ્વ નિરખે એજ વૈજ્ઞાનિક કહેવાય.
અગમનિગમના ભેદ….સરસ અને સંકલન પણ સારૂ થયું છે. સાહિત્ય સરિતાના ચાલતા વહેણને સરળ વેગ મળે તેવી શુભેચ્છા. સરયૂ