કંટેન્ટ પર જાઓ

ડો. લલિત પરીખ -નટવરભાઇ મહેતાનાં “લલિત સર”

એપ્રિલ 4, 2012

ટોપ બ્લોગ પોસ્ટમાં લલિતભાઇની વાર્તા જોઇ. વાંચી અને સરસ લાગતા બ્લોગ જરા વધારે ફંફોસ્યો તો તેમનો આખો વાર્તા સંગ્રહ વાંચવા મળ્યો..”નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકમાં મુકી શકાય તેવું લલિત સર નું પાત્રાંકન વાંચ્યુ અને તેમનો પરિચય મારા બ્લોગ ઉપર મુકવાનું મન થયુ. તેમના બ્લોગ  http://lalitparikh.wordpress.com/ ઉપરથી તેમનો પરિચય અત્રે મુકુ છુ. મને આશા છે કે તેમની વાર્તા સજાવવાની પ્રક્રિયા..તેમની શૈલી અને સમગ્ર વાર્તા તત્વ ની ચમત્કૃતિ એટલી  સરસ છે કે જાણે વિવ્ધ રંગોની સુંદર કલાત્મક રંગોળી ન હોય!

 

લલિતભાઇ પરીખ વિશે…્તેમના જ શબ્દોમાં…

હું લલિત પરીખ.

મારો જન્મ ૧૯૩૧માં..

શરૂના  ૮  વર્ષ ઇન્દોરમાં હેડમાસ્તર  પિતાની શાળામાં ત્રણ ગુજરાતી સુધીનો  અભ્યાસ.તે પછી ચોથી ગુજરાતીથી એમ.એ.પી;એચ.ડી.સુધીનો અભ્યાસ હૈદરાબાદમાં.હિન્દી સાહિત્યનાં ઉસ્માનિયા યુનીવર્સીટીમાં પ્રોફેસર,,ચેરમેન.ડીન.૧૯૯૧માં નિવૃત્ત થયો નાની ઉંમરથી સાહિત્યમાં રસ.પુષ્કળ ગુજરાતી,હિન્દી,અંગ્રેજી સાહિત્યનુ વાંચન કર્યું.

૧૯૪૮મા ૧૭ વર્ષની ઉમરે પૂજ્ય.મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પર જે કવિતા લખીને તત્કાલ મોકલી તે મુંબઈ સમાચારની પહેલી જ રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં ગાંધીજી ના ચિત્ર સાથે પ્રકાશિત થયેલ.એ હતી મારી પહેલી સિદ્ધિ.

“કુમાર’માં વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે નિર્વાચિત થઇ પારિતોષિક પ્રાપ્તિ તે બીજી સિદ્ધિ ૧૯૫૧ માં કુલ ત્રણેક વાર્તાઓ તેમાં પ્રગટ થયેલી.આ વાર્તાનું નામ”ખોવાયેલી વીંટી”.બીજી બે વાર્તાઓના નામ હતું, ‘ભવિષ્યવાણી’ અને ’રમીમાસ્ટર’.

‘નવચેતન’ માં પુષ્કળ વાર્તાઓ છપાઈ.પ્રતિમા,સવિતા,વાર્તા,વી.માં વાર્તાઓ પ્રગટ થતી જ રહી.અખંડ આનંદ જન કલ્યાણમાં પણ નાની ઉમરે વાર્તાઓ,લેખો,એકાંકી વી.પ્રગટ થતારહ્યા.

બાળ સાહિત્ય પણ ઘણું લખેલ.બાલમિત્ર,બાલસખા, ગાંડીવ, રમકડું મુંબઈ સમાચાર,જન્મભૂમિ- પ્રવાસીમાં,બાલજીવનમાં.એક બાળનાટિકા મુંબઈ રેડીઓ સ્ટેશનથી પ્રસારિત પણ થયેલી.નાનપણમાં હસ્તલિખિત ત્રિમાસિક સામાયિક પણ પ્રકાશિત કરેલ- પંકજ  અને રશ્મિ. નાનપણથી મંડળો  સાથે કાર્યરત અને એના સ્થાપનાની નેમ.વ્યાયામ મંડળ ,બાળમંડળ,નવયુવક મંડળ,સંસ્કૃતિક મંડળ,વી.યુનીવર્સીટીમાં ભણતા ભણતા ગુજરાતી સેવામંડળ  મંત્રી અને પછી પ્રમુખ તરીકે વરની થયેલી.એક વાર અતિવૃષ્ટિ થતા શહેરમાં વાસણ,કપડા અને અનાજનું મહિલા મંડળની  સાથે ગરીબ વસ્તીઓમાં ફરી ફરી વિતરણ પણ કરેલું.હૈદ્રાબાદ રેડીઓ સ્ટેશન પર નાટિકાઓ ભજવેલી,સમાજમાં પણ નાટકો ભજવેલા,યુનીવર્સીટીમાં પણ નાટકો દિગ્દર્શિત કરેલા.સમાજમાં ભવ્ય હોલ.તેની ઉપર ગેસ્ટ હાઉઝ,શાળા અને કોલેજ માટે ગમે તેટલી મોંઘી ચોપડીઓ માટે બુક બેંક પણ શરુ કરેલી,જે આજે પણ ચાલે છે.પણ પી.એચડીની શુષ્ક શોધ-પ્રવૃત્તિમાં સાહિત્યની સરસતા સુકાતી ગઈ.તેમાં એક મહાન મિત્ર,ફિલસૂફ,અને ગુરુ સમાન ડોકટરે સાચી સમજણ આપી કહ્યું;”લખવા કરતા સારું જીવો.વ્યાસ મુનિના સમયથી આજ સુધી ઘણું ઘણું લખાયું છે.હવે મનુષ્યે સારું-સાચું જીવન જીવવાનું છે.લખવાનું છોડી દીધું,આજે ફરી ચાલીસ વર્ષો પછી લખવાનું શરુ કરી શક્યો તેનું શ્રેય શ્રી.નટવરભાઈ મેહતાને છે,જેમની પ્રેરણા અને જેમના પ્રોત્સાહનથી ફરી લખતો થઇ ગયો છું.લગભગ પચાસથી વધુ વાર્તાઓ છ મહિનામાં લખી છે અને એક લઘુ નવલ પણ.  જે સમયાંતરે અહિં  આ બ્લોગ મારફત પ્રકાશિત કરતા રહેવાની ખેવના રાખું છું.

આજે ૮૦ વર્ષની ઉમરે આટલી ઝડપથી આટલું લખી શકાયું છે તો હજી આવતા દસ-વીસ વર્ષોમાં તો પુષ્કળ લખશે.આશાવાદી છું,સકારાત્મક અભિગમ ધરાવું છું એટલે સો વર્ષ તો જીવવાનો જ. મારા કાકી સો વર્ષના જીવે છે અને હરેફરે છે.રોજ કોમ્પ્યુટપર બે-ત્રણ-ચાર કલાક બેસી સીધું જ લખવાનું ફાવી ગયું છે,ચાર પુત્રો-પુત્રવધુઓ ,જેમાંથી બે પુત્રો-પુત્રવધુઓ ડોક્ટર.એક પુત્ર-પુત્રવધુના બે પુત્રો અને તેમની એક પુત્રવધુ પણ ડોક્ટર.પુત્રો શ્રવણ જેવા.પુત્રવધુઓ પુત્રી જેવી.મને ન પુત્રી છે,ન બહેન.સો વર્ષે અમારે ત્યાં પહેલી પોત્રી જન્મેલી ત્યારે અમે,મારા માતા-પિતા પણ નાચેલા.ત્રણ પૌત્રો,પાંચ પૌત્રીઓ માંથી બે પૌત્રીઓના અને એક પૌત્રના લગ્ન થઇ ગયા છે.એક પ્રપૌત્રી પણ છે.બાકી અઘળા લગ્નો અને સહુને ત્યાં બાળકો આરામથી જોવાશે.

પત્નીને સ્ટ્રોક આવતા ડાબા પગે સહજ ખોડ  આવી છે;પણ  પોતાનું સઘળું કામ   હવે જાતે કરી લે છે અને વોકરથી,લાકડીથી,માંરો હાથ પકડીને પણ ચાલી શકે છે અને કારમાં વોકર મૂકી બધે આવ-જાવ પણ કરી શકે છે.તે પણ મારી જેમ અને જેટલું લાંબુ જીવવાની જ.જે પુત્ર-પુત્રવધુની સાથે રહીએ છીએ તેમણે અમારા માટે હેન્ડીકેપ્ડ એક્સેસેબ્લ રૂમ અને બાથરૂમ પણ બનાવ્યો છે. મને સદભાગ્યે તે લોકો તેમજ મારી પત્ની દર વર્ષે ભારત ફરવા જવા દે છે અને હું ત્યાંથી ટુરો  પણ લઉં છું-દેશ-વિદેશની.મને ભારત દેશ અતિઅતિ  પ્રિય છે.ભાષાઓ હું ગુજરાતી ઉપરાંત હિન્દી,ઉર્દુ,મારાથી,તેલુગુ વી.જાણું છું.

આ થયો મારો લાંબો પરિચય.. આશા છે કે આપ સહુ સાહિત્ય રસિક મારા આ સાહસને આવકારશે. અને મને પ્રોત્સાહન આપશે.

આપનો લલિત પરીખ.

તેમનો સંપર્ક

Dr. Lalit Praikh

2004 MOUNTAIN PINE DRIVE

MECHANICSBURG PA 17050

Phone:717-728-9801

email:

lalitparikh31@gmail.com

 

એક જાણવા -મળવા જેવા  માણસ !     લેખક;- હરસુખ  શાહ 

જીવનના  આઠમા  દાયકામાં  પ્રવેશી ચૂકેલા અમરિકા સ્થિત  પ્રો.ડૉ.લલિત  પરીખે  દોઢ  વર્ષના  ટૂંકા  ગાળામાં  પંદર ગુજરાતી પુસ્તકો પ્રકાશિત  કર્યાં- વરિષ્ઠ પત્રકાર  એચ.પી. શાહે લીધેલી એક મુલાકાત 

વર્ષોથી  અમેરિકામાં  સ્થાયી થયેલા છતાં  વતનની  ભાષા પ્રત્યે. હૃદયપૂર્વકનો આદર ધરાવતા પ્રો. લલિત પરીખનો  પ્રથમ 

પરિચય  તેઓ ભારત આવેલા ત્યારે ચાંદખેડા – અમદાવાદ નજીક આવેલા  ‘ લિવિંગ ફોર  સીનિયર્સ – શાંતિનિકેતન  ( એક

મઝાનું સ્થાન ) માં નિરાંતની પળો ગાળતા  વડીલ મિત્ર રસીક્કાકાને મળવા ગયો હતો ત્યારે થયો હતો. એ વખતે મને. તેમની. ગુજરાતી નવલકથા  ‘ ક્યાંથી ક્યાં?’ મને  ભેટ આપી હતી. 

મને ખબર નહોતી કે  તેમણે તેમનું  પુસ્તક મને આપ્યું  તે આગળ ઉપર લાંબા ગળાના સંબંધોમાં પલટાવી નાખશે!  જો 

કે  તેમણે અમેરિકા પરત. ગયા પ છી પણ અમારો સંપર્ક  જાળવી રાખેલો! એ દરમ્યાન  મેં પણ ગયા મે મહિનામાં મારા પુત્રી –  જમાઈ  સહિતના  સ્વજનોને  મળવા અમેરિકા ભણી પ્રયાણ કર્યું. 

જાનવ મળવા જેવા  માણસ તરીકે લલીતભાઈ એટલા માટે કહું છું કે તેઓ વર્ષોથી. અમેરિકામાં  સ્થાયી થયા હોવા છતાં  તેમને ગુજરાત એટલું  વહાલું વહાલું લાગે છે અને ગુજરાતી ભાષા પ્રત્યેનો તેમનો પ્રેમ પણ ઉત્કટ  રહ્યો છે જે તેમણે પોતાના  પુસ્તકોમાં આલેખ્યો છે. 

આવા વ્યક્તિત્વને માત્ર એક બિનનિવાસી  ભરતીય  તરીકે ઓળખવાથી તેમની કૈંક લાક્ષણિકતાઓ જાણવી જરૂરી લાગી અને તેની ફલશ્રુતિ  આ મુલાકાત આદ્ગરિત પ્રસ્તુત લેખ છે. 

૧૯૩૧માં જન્મેલા મૂળ ધ્રાંગધ્રાના લલીતભાઈ  બાલ્યાવસ્થાથી જ વાચનપ્રેમી  હોવાથી યુવાન થતા સુધીમાં તો સંપૂર્ણ  ગુજરાતી,હિન્દી, અંગ્રેજી  સહીતું ફેંદી લખતા પણ થઇ ગયેલા. પંદર- સોળ વર્ષની ઉમરે તેમની પહેલી વાર્તા ‘ મરેલો ઉંદર’  ‘ સવિતા’ સામયિકમાં પ્રગટ થયેલી. તે પછી તો નવચેતન. કુમાર, અખંડ આનંદ, પ્રતિમા, વાર્તા,જ્નકલ્યાણ ઈત્યાદિ અનેક અનેક સામયિકોમાં  પ્રગટ થતી રહી. 

૧૯૫૩મા તેમની વાર્તા ‘ ખોવાયેલી  વીંટી’ માટે  તેમને   તે વર્ષની   શ્રેષ્ઠ વાર્તાનું  પારિતોષિક  પણ  એનાયત  કરવામાં આવેલું એ તેમની હતી મોટી  સિદ્ધિ! કવિતાઓ લખવામાં પણ તેમને રસ. પૂજ્ય. અહ્તમાં ગાંધીજીના  નિધનના  પહેલા જ રવિવાર્ ની સાપ્તાહિક 

પૂર્તિમાં  તેમની  શ્રદ્ધાંજલિ  સમી કવિતા સત્તર વર્ષની ઉમરે પ્રગટ થયેલી – આ હતી તેની પહેલી સિદ્ધિ!

સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા રહેતા તેમણે હિન્દી ભાષામાં એમ.એ., પી. એચ.ડી. ડીગ્રીઓ મેળવી હૈદરાબાદની ઉસ્માનિયા  યુનીવર્સીટીમાં પ્રોફેસરની કારકિર્દી શરૂ કરી.

આશ્ચર્યની  વાત એ છે કે અમેરિકામાં સ્થાયી થયા બાદ પચાસ વર્ષો સુધી કલમને મ્યાન કર્યા બાદ. ૨૦૧૧મા  ફરી. તેઓ સાહિત્ય લેખન તરફ વળ્યા અને માત્ર દોઢેક વર્ષના ગાળામાં પંદર પુસ્તકોના પ્રકાશન દ્વારા તેઓ ‘ લાઈમ  લાઈટ’ માં આવ્યા. તેમના આ પરિવર્તનને તેઓ નિવૃત્તિની પ્રવૃત્તિ કહે છે,જેના માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરનાર પોતાના માનસપુત્રો 

 સમાન મિત્રવર્ય વાર્તાકાર અને  કવિવર શ્રી નટવર મેહતાએ  બ્લોગ બનાવી તેમની વાર્તાઓ પ્રકાશિત કરી અને ગુજરાતી ભાષા અને સાહિત્યના સંવર્ધન માટે સમર્પિત સાહિત્યસેવી  શ્રી વિજયભાઈ શાહે એમેઝોન. કોમ. દ્વારા તેમના વાર્તા સંગ્રહો,તેમની નવલકથાઓ વગેરે પ્રગટ કરાવી તેમને ઉજાસમાં લાવવાનું  સત્કાર્ય કર્યું. 

અમદાવાદ, સપ્ટેમ્બર,૨૭, ૨૦૧૪.  

 નાંધ: પ્રો. લલિત પરીખના પુસ્તકો : ૧. રમી માસ્ટર, ૨. ક્યાંથી ક્યાં?( નવલકથા ) ૩ થી ૭  – વાર્તા રે વાર્તા ભાગ ૧ થી૫. 

૮.ગૃહપ્રવેશ, ૯.ભેદઅભેદ, ૧૦.જાણ્યા -અજાણ્યા. ૧૧. લલિત સરની  શ્રેષ્ઠ. વાર્તાઓ. ૧૨. ડગલે ડગલે-પગલેપગલે( નવલકથા) 

  ૧૩. આનંદ આનંદ આનંદ( નવલકથા)  ૧૪. સત્સંગના  સથવારેઆધ્યાત્મિક) ૧૫.માતૃમંદિર  

પ્રકાશક : એમેઝોન.કોમ.

અમેરિકા ફોન સંપર્ક ૭૧૭ ૭૨૮ ૯૮૦૧  અને ૮૪૫  ૫૪૯  ૩૩૫૬

ભારતમાં દિવાળીથી હોળી સુધી. ૯૭૨૪૩૯૦૧૩૦

 

2 ટિપ્પણીઓ leave one →
 1. એપ્રિલ 5, 2012 1:28 એ એમ (am)

  Dear vijaybhai,
  Thanks a lot for giving me good and great publicity.
  Lalit Parikh

 2. ઓક્ટોબર 23, 2014 12:38 એ એમ (am)

  Dear Vijaybhai,
  Thanks a lot for giving me more publicity by putting Journalist H.P.Shah’S article about me.
  Lalit Parikh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: