કંટેન્ટ પર જાઓ

એકત્ર -અતુલ રાવલનું ગુજરાતી સાહિત્યને ડીજીટાઇઝ કરવાનું સુંદર સ્વપ્નુ.

સપ્ટેમ્બર 24, 2011

૨૦૦૬માં જ્યારે બ્લોગરોનું વિશ્વ સંમેલન વેબ પેજ ઉપર મળ્યુ ત્યારે પેન્સીલ્વીયાનાં જય ભટ્ટ ગાંધીજીનાં પુસ્તકનું તેમની યુનીવર્સીટીમાં ડીજી ટાઇઝેશન કરતા હતા અને એવો આશા વાદ સેવતા હતા કે ગુજરાતી સાહિત્યનાં સંવર્ધનને ક્ષેત્રે આ કાર્ય જ્યારે થશે ત્યારે ભાષાની ચિરંજીવતા વધશે. ૨૦૧૧માં રસેશભાઇ દલાલે મને જ્યારે આ ઇ મેલ મોકલી ત્યારે હું આનંદ થી ઝુમી ઉઠ્યો કેમ કે એ સ્વપ્નુ સાચું કરવાનું બીડું શ્રી અતુલ રાવલે ઉઠાવ્યું.

તેમનો ઇ મેલ આ રીતનો હતો

મિત્રો,

આપ જાણો છો તેમ, હવે નવા આવી રહેલા આ સમયમાં ગુજરાતી ભાષાના પુસ્તકોને કોમ્પુટર અથવા આઈપેડ જેવા નાના ઈબુક રીડર ઉપર વાંચી શકાય અને જ્યાં ઓડિયો પુસ્તકો ઉપલબ્ધ હોય ત્યાં સાંભળી પણ શકાય તેવો એક પ્રયત્ન ‘એકત્ર’ દ્વારા હાથ ધરાયો છે. આ વાત ગુજરાતના પ્રકાશકો અને લેખકો સુધી પહોંચાડવા અમદાવાદના ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાયેલા બહોળી હાજરીવાળા વર્કશોપ પછી ઘણા હકારાત્મક પ્રતિભાવો સાંપડી રહ્યા છે. એકત્ર બુક્સની વેબસાઈટ ઉપર નવા નવા પુસ્તકો હવે દેખાઈ રહ્યાં છે. છેલ્લા આઠેક મહિનામાં આઈપેડ ઉપર દુનિયાભરના ત્રણેક હાજર ગુજરાતી વાચકોએ ફ્રી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ એકત્ર બુક્સની વેબસાઈટ ઉપર હજારેક વાચકોએ રજીસ્ટર કરી વધારે પુસ્તકો ઉપલબ્ધ થાય અને કોમ્પુટર ઉપર વાંચી-સાંભળી શકાય તેવી વ્યવસ્થા માગી રહ્યા છે. હાલ આ પુસ્તકો આઈપેડ કે આઈફોન પૂરતા જ મર્યાદિત છે. સાવ પહેલેથી સોફ્ટવેર, વેબસાઈટ અને જુદી જુદી એપ્લીકેશન્સ તેયાર કરવામાં; પુસ્તકોને આ નવા પરિવેશમાં ઢાળવામાં અને તેથીય વિશેષ તો પ્રકાશકો અને લેખકોને આ નવા અનુભવમાં જોડાવવામાં થોડો સમય જઈ રહ્યો છે; જેમાં વાચકોને થોડી ધીરજ રાખવા વિનંતી છે. પણ મારે સહર્ષ જણાવવું છે કે આ વાત લઈને જયારે હું પહેલી વાર મુ. મહેન્દ્ર મેઘાણી અને સુરેશ દલાલને મળ્યો ત્યારે તરત જ લોકમિલાપ અને ઈમેજ પબ્લિકેશનના પુસ્તકો ઉપલબ્ધ કરવાનું સ્વીકાર્યું. અને આજે અપૂર્વ આશરના અથાગ પ્રયત્નોને પરિણામે એમાંના થોડાં પુસ્તકો સુંદર ઈબુક રીડરે ઉપલબ્ધ છે. અને હવે પછી રઘુવીર ચૌધરી, પન્નાલાલ પટેલ તથા ગુર્જર પ્રકાશન, સન્માન પ્રકાશન, નવજીવન પ્રકાશન જેવા પ્રકાશકો તરફથી આપણા ઘણા જાણીતા લેખકોના પુસ્તકો પણ ઉપલબ્ધ થવામાં છે. વળી સુભાષ શાહ તરફથી ઘણી ઓડિયો પણ આવવામાં છે.

આ આખાય તાજા યત્નને સિતાંશુ યશશ્ચંદ્ર, ભોળાભાઈ પટેલ, સુદર્શન આયંગર, પ્રકાશ શાહ, દીપક દોશી, રાજેન્દ્ર પટેલ, દર્શિની દાદાવાળા, ચિંતન શેઠ, ઉત્તમ ગજ્જર જેવા પુસ્તક-પ્રેમિયોનો સક્રિય સહકાર સંપન્ન થયો છે. જત એજ જણાવવાનું કે કોમ્પુટર ઉપર વાંચી શકાય તેવો સોફ્ટવેર અને આ નવી રીતિના પુસ્તકો તેયાર કરવામાં હજુ થોડો સમય જશે. દરમ્યાન આપના તરફથી કોઈ સૂચનો હોય તો જરૂર અહીં atulraval@ekatrabooks.com ઉપર મોકલશો.

 -અતુલ રાવલ

“એકત્ર” : પરિચય

આધુનિક સમયમાં, ટેકનોલોજીના વ્યાપક એવા ઉપયોગથી, જયારે જીવનનાં તમામ વ્યવહારો કરવાની પદ્ધતિઓમાં પરિવર્તનો આવી રહ્યા છે, જેમ કે, બેંક-રેલ્વેની કામગીરી વિ., તો પછી લેખન-વાચનની પ્રવૃત્તિમાં કેમ નહીં?

ગુજરાતી લેખન-વાચનની પ્રક્રિયામાં, ટેકનોલોજીના ઉપયોગ વડે આવી રહેલાં પરિવર્તનને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય. ‘એકત્ર’ એવી એક બારી છે જ્યાંથી, જેમ ઘરની છાજલીઓ પરથી પુસ્તકો લઇને વાંચી શકાય તેમ કોમ્પુટરના સ્ક્રીન પર આ પુસ્તકો વાંચી શકાય. આંગળીના ટેરવેથી જેમ પુસ્તકનાં પૃષ્ઠો ઉથલાવીએ છીએ તેમ જ પૃષ્ઠો ઉથલાવતાં જઇને વાંચવાની એક ડિજિટલ વ્યવસ્થાને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય.

‘એકત્ર’માં ભારતીય સાહિત્યનાં પુસ્તકો ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આરંભ તો ગુજરાતી ભાષાના પુસ્તકોથી કરવાનો છે, પણ પછી અન્ય ભારતીય ભાષાઓને પણ એમાં સમાવતા જઇને, એક અખૂટ પુસ્તકોની શ્રેણી ‘એકત્ર’માં ઉપલબ્ધ કરવાનો ઇરાદો છે. નવા પ્રકાશનો, પૂર્વેનાં પ્રકાશનો અને એમ સાહિત્યનાં ક્ષેત્રમાં સમાવી શકાય એવાં તમામ પુસ્તકોને અહીં જગ્ગા આપવાની છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે.

‘એકત્ર’માં પુસ્તકો ઉપરાંત ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોમ્પુટરની મદદથી પુસ્તકોને વાંચવાની સાથે સાથે જ સાંભળી શકાય એવી પણ એક વ્યવસ્થા ઊભી થઈ શકે એમ છે. અને આમ કરીને, સાહિત્યને શ્રવણ દ્વારા પામવાની એક અદ્ભુત અનુભૂતિ સુધી લઈ જનારી શક્યતાને પણ સાકાર કરવી છે.

સામયિકોનું પ્રકાશન પણ ‘એકત્ર’માં થાય એમ ઇચ્છનીય છે. હાલ પ્રકાશિત થઈ રહેલા સામયિકો ઉપરાંત ‘એકત્ર’ દ્વારા સંપાદિત સામયિકને પણ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

‘એકત્ર’ દ્વારા સાહિત્ય સાથે જોડવા માટે જે એપ્લીકેશન જરૂરી છે તે ‘એપલ’ અને ‘ગુગલ’ પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. કોઈ પણ ઉપકરણ દ્વારા ‘એકત્ર’ સુધી પહોંચી શકાય એવી ગોઠવણ કરવામાં આવી રહી છે. મોબાઈલથી લઈને કોમ્પુટર સુધીના સાધનોમાં ‘એકત્ર’ દ્વારા પુસ્તકો વાંચી શકાય એમ છે.

ગુજરાતી સાહિત્ય અને પછી ભારતીય સાહિત્યને, કોમ્પુટરની એકજ ક્લિક દ્વારા, આંખ સામે રજૂ કરવું કે પછી કાન દ્વારા પામવું, એવી અનુકૂળતા ઊભી કરી આપનારી વ્યવસ્થા, નામે ‘એકત્ર’ને આવકારીએ અને આપણાથી શક્ય હોય તેટલો સહકાર આપી આ પ્રયત્નને આગળ લઈ જઈએ.

www.ekatrabooks.com પરથી આગળની માહિતી મેળવી શકાય.

-દર્શિની દાદાવાળા

Contact
Ekatra Books

Atul Raval
135 Tradition Pkwy
Flowood, MS 39232-8021

Phone: 704-756-1325

Ekatra Booklet

Ekatra Brochure_Web (1)

5 ટિપ્પણીઓ leave one →
 1. સપ્ટેમ્બર 24, 2011 9:06 એ એમ (am)

  it’s really great idea. Hats off to Shree Atul Raval. Each and every gujarati will take the pride of it.

 2. ઓક્ટોબર 12, 2011 4:19 એ એમ (am)

  આદરણીય શ્રીઅતુલભાઈ,

  આપે ખૂબજ સુંદર પ્રયાસ હાથ ધર્યો છે,જે આજની યુવા પેઢીને, આપણી નવી તથા જુની, સાહિત્ય ધરોહરનો પરિચય કરાવશે. આપને શત શત અભિનંદનસહ, મારે લાયક કોઈ કામ હોય તો જરૂરથી જણાવશો.

  આભાર.

  માર્કંડ દવે.

  mdave42@gmail.com

 3. ઓક્ટોબર 12, 2011 1:51 પી એમ(pm)

  મારી પાસે ઘણી સામ્રગ છે.ટે ને પ્રસિધ્ધ કરવાનો રસ્તો બતાવી આભારી

 4. ફેબ્રુવારી 24, 2012 5:18 એ એમ (am)

  http://www.gujarativisamisadi.com
  http://www.gujaratiprakruti.com

  માનનીય શ્રી અતુલભાઇ

  Your idea and work is wonderfull ….. congrates

  here i want to share some information

  I have digitized two magazines, વીસમી સદી was a first monthly of gujarati language published by haji allarakhkha shivaji back in 1915. the site covers first navalika of gujarat and also interview of mahamaadali zine, the profile of his wife. the very first ads of theaters, cars and torch dipicting ખીસ્સામાઁ રાખવાના દીવા

  The પ્રક્રુતી was first nature magazine of gujarat publishe d from 1942 to 1956. it covers all imporatant data of geography and toposphere of gujarat.

  Aabhar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: