કંટેન્ટ પર જાઓ

મારૂં નિવૃત્ત જીવન- ડો ચંદ્રવદન મિસ્ત્રી

ઓક્ટોબર 1, 2010

ડો ચંદ્ર્વદનભાઇ નો પરિચય આપવાનો ના હોય કારણ કે “ચંદ્રપુકાર” બ્લોગ જગતનું નામી નામ છે. દરેક બ્લોગર્સ તેમના કાર્યને વાંચે અને નવી પ્રેરણા પામે અને તે પણ એટલું જ સાચુ કે તેઓ પણ દરેક બ્લોગ ઉપર જાય અને બ્લોગરનાં કાર્યને બીરદાવે અને અદકેરુ આમંત્રણ પણ આપે..હવે મારા બ્લોગ ની પણ મુલાકાત લેજો…ખુબ જ પ્રેમાળ અને વહેવારે સંત, વિચારે સજ્જન મોટાભાઇ જેવા આ મિત્રને હું મારા બ્લોગ ઉપર આવકારું છું અને તેમના પોતાના વિચારો અત્રે આપ સૌને વાંચન માટે સમર્પીત કરુ છું.

Chandrapukar

 

માનવીએ જગતમાં જન્મ લીધા બાદ, અભ્યાસ કે અન્ય પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરી, પોતાના કે પરિવારના ગુજરાન માટે કામ/નોકરી કે ધંધો કરવો એ એની ફરજ કે ધર્મ બની જાય છે.આ રીતે નિહાળતા, મેં એક ડોકટર બની, મારા જીવનની શરૂઆત કરી. ભારતમાં ભણી, ડોકટર બની, ઝામ્બીઆ, આફ્રીકામાં સેવા આપી, ૧૯૭૭માં અમેરીકા આવી, ત્રણ વર્ષની ટ્રેઈનીન્ગ બાદ, ૧૯૮૧માં લેન્કેસ્ટર, કેલીફોર્નીઆમાં સ્થાયી થઈ, લોસ એન્જીલીસ કાઉન્ટી હોસ્પીતાલમાં એક ડોકટર તરીકે કામ શરૂં કર્યું અને, ૨૫ વર્ષ સેવા આપી, હું નિવ્રુત્ત થઈશ એવા સ્વપ્નાઓરૂપી વિચારો રાખતો…..જ્યારે એ સમય નજીક આવવા લાગ્યો ત્યારે કોઈકવાર મનમાં થતું કે નિવ્રુત્ત થઈ શું કરીશ ?….એવા સમયે હું આત્મબળ સાથે કહેતો “એ જીવન પણ સારૂં જ હશે !”… મે,૩૦, ૨૦૦૬નો દિવસ એટલે ખરેખર મારા નિવૃત્તિ જીવનની શરૂઆત !
 
મને જે પ્રમાણે, નિવ્રુત્તિ જીવન પહેલા “એવા જીવનમાં શું કરવું કે એ જીવન કેમ પસાર થશે ? “એવા વિચારો આવ્યા,  તે પ્રમાણે, અનેક વ્યક્તીઓને પણ આવે, એ સ્વભાવીક છે.પણ, ઘણીવાર, અનેક આવા વિચારો સાથે ડરી, નિવ્રુત્ત જીવનને ઠોકર મારે છે…તો, અનેક “નિવ્રુત્તિ જીવન”ને ખુશી સાથે આવકારે છે….અરે, કોઈકે તો, એવું જીવન કેવી રીતે પસાર કરવું તે પણ નક્કી કરી દીધું હોય છે. નિવ્રુત્ત જીવન માટે ખુશી રાખતી અનેક વ્યક્તીઓમાંથી હું એક છું !
 
૨૦૦૬માં મે મહીનામાં મારા મનમાં ફક્ત બે જ વિચારો હતા….ઇંગલેન્ડ રહીતી મારી મોટી દિકરીને ત્યાં જઈ થોડો સમય પસાર કરવો, અને સગાસ્નેહીઓને મળી આનંદ માણવો…અને ત્યારબાદ, ભારત જઈ, વધારે સમય રહેવું અને જે મેડીકલ કોલેજમાં હું ભણ્યો હતો તે ફરી નિહાળવી, અને એ સમયે મારી પત્ની પણ હોય !….જુલાઈ-ઓગસ્ટ ૨૦૦૬માં ઇંગલેન્ડ, અને નવેમ્બર ૨૦૦૬માં ભારતમાં ત્રણ મહીનાઓ માટે…એથી પ્રભુએ મારી ઈચ્છાઓ પુરી કરી, અને એ માટે પ્રભુનો પાડ માન્યો.
 
ભારતની ટ્રીપ બાદ, જાન્યુઆરી ૨૦૦૭માં હું ફરી લેન્કેસ્ટરમાં હતો. થોડા દિવસો તો આનંદમાં પસાર થઈ ગયા. પછી સવાલ આવ્યો “હવે શૂ કરૂં ?”..જ્યારે નોકરી કરતો ત્યારે કોમપ્યુટર માટે ડર હતો….પણ જરા હિંમત કરી, મારા મિત્ર કાર્તિક મહેતાને આ વિષયે વાત કરી તો એ સહકાર આપવા તૈયાર હતો. મેં કોમપ્યુટર ખરીદી કરી, અને મારા મિત્રએ એને “ઈનટરનેટ”સાથે જોડી મને “ઈમેઈલ” કરતા શીખવી દીધું ,….અને થોડા જ દિવસોમાં હું આનદ સાથે, હું અનેકને ઈમેઈલો કરતો હતો…પહેલા અનેક સાથે પત્રો દ્વારા “સ્નેહસંબંદ”માં રહેતો તેની જગાએ હવે ઈમેઈલો થકી સરળતા હતી….આટલું શક્ય થયું અને જાણ્યું કે ઈનટરનેટ કારણે તમે અનેક “વેબ સાઈટો” પર જઈ માહિતીઓ મળવી શકો છો. અને હું તો અનેક સાઈટો પર જઈ વાંચી આનંદ માણી રહ્યો હતો. એ આનંદના હતા થોડા “ગુજરાતી બ્લોગ્સ” !….આવા આનંદમાં એક દિવસ હ્યુસ્ટન રહીશ મારા મિત્ર વિજય શાહ સાથે ફોન પર વાતો કરતા એમણે મને મારો પોતાનો બ્લોગ શરૂ કરવા પ્રેરણાઓ આપી….અને જ્યારે મેં કહ્યું કે “મને એવું કરતા ના આવડે ” ત્યારે એમણે જ એ જવાબદારી લીધી, અને નવેમ્બર ૨૦૦૭માં મારા બ્લોગ “ચંદ્રપૂકાર”નો જન્મ થયો !  આ મારા નિવ્રુત્તિ જીવનની એક “યાદગાર ઘડી ” છે ! આ ઈનટરનેટ દ્વારા હું અનેક “ગુજરાતી બ્લોગ્સ” પર જઈ ગુજરાતી ભાષા વાંચન કરી શક્યો, અને આ કારણે મારા હૈયામાં છુપાયેલો “ગુજરાતી સાહિત્ય પ્રેમ”ને ફરી જાગ્રુત કરી શક્યો….અને અનેક વ્યક્તીઓને જાણી, “મિત્રતા”ના સ્નેહસબંધે સંસારનો આનંદ વધારી શક્યો છું !
 
નવેમ્બર ૨૨, ૨૦૦૭માં શરૂ થયેલ “ચંદ્રપૂકાર” ગુજરાતી બ્લોગજગતમાં એક પુષ્પકળી હતી….એમાં “કાવ્યો” “સુવિચારો” “ટુંકી વાર્તાઓ” તેમજ અન્ય પોસ્ટો દ્વારા મેં  ફક્ત મારા “હ્રદયભાવો” જ દર્શાવ્યા….પણ અનેકને ગમ્યા….અનેક મારા બ્લોગના મહેમાનો બન્યા. અને, આજે ચંદ્રપૂકાર એક “પુષ્પ” બની સૌને એની મહેક આપે છે…આ પ્રમાણે શક્ય કરવા માટે પ્રભુક્રુપા જ હશે !….આ રીતે, હું આનંદમાં હતો છતાં, મારા મનમાં ફરી ફરી વિચારો આવતા કે “એક ડોકટર તરીકે બ્લોગ પર શું કર્યું ?”૨૦૧૦માં જ્યારે મેં “માનવ તંદુરસ્તી” નામે પોસ્ટો પ્રગટ કરવાની શરૂં કરી, ત્યારે જ મને સંતોષ થયો. મારા હૈયે થયું કે સરળ ગુજરાતી ભાષામાં જો અનેક માનવ દેહને સમજી શકે તો એવી સમજ સાથે એ એના દેહની “કાળજી” રાખી શકે, અને સાથે સાથે એ થતી “બિમારીઓ”ને પણ સમજી શકે !….આ હેતુ પ્રમાણે જો કદી એક વ્યક્તીને લાભ થાય તો હુ એમ માનીશ કે મેં મારી “ડોકટર”રૂપી ફરજ અદા કરી !
 
નિવૃત્તિ પહેલા મારું જીવન “પ્રભુ ભક્તિ” સાથે જ રંગાયેલું હતું…તો એવી પ્રવ્રુત્તિ તો જીવનભરની હોય  ! …નિવૃત્ત થવા પહેલા મેં મારા રચેલા કાવ્યોનો સંગ્રહ “ભક્તિભાવના ઝરણા”નામના પુસ્તકરૂપે પ્રગટ કરી સૌને પ્રસાદીરૂપે આપ્યો હતો…પણ, મારા મનમાં ફરી ફરી  વિચારો હતા “થોડી રચનાઓને સુર-સંગીત મળે તો કેવું ?”….આ વિચાર મારા મુંબઈ રહીશ મિત્ર વિનોદભાઈ પ્રજાપતિને જણાવતા, એમના સહકારથી, “ચંદ્રભજનમંજરી”નામે એક “વી.સી. ડી.” પ્રગટ કરી, અને અનેકને વિના મુલ્યે પ્રસાદીરૂપે વહેંચી. અનેકને એ બહું જ ગમી…એ માટે હૈયે આનંદ તો જરૂર લીધો પણ સાથે સાથે પ્રભુનો પાડ માન્યો…..આ સફળતા બાદ, બીજા થોડી રચનાઓ “ચંદ્રભજન મંજરી (૨)” નામે પ્રગટ કરવા પ્રયાસો ચાલુ છે..અને પ્રભુની ઈચ્છા હશે તો એ ટુંક સમયમાં શક્ય થશે !…પહેલી “ચંદ્રભજન મંજરી”ના ભજનો “વીડીઓ ક્લીપ” કરી, મારા બ્લોગ ચંદ્રપૂકાર પર જુદી જુદી પોસ્ટરૂપે પ્રગટ કર્યા ત્યારે મને ખુબ આનંદ થયો હતો !
 
હા, ભલે હું પ્રભુભક્તિમા રંગાયેલ હોવા છતાં મારી ભક્તિ “જનકલ્યાણ એ જ ખરી સેવા, એ જ પ્રભુસેવા કે પ્રભુભક્તિ”ના મંત્ર પર નભતી હતી…નિવ્રુત્તિ પહેલા આ યજ્ઞ શરૂ કર્યો હતો…તે નિવૃત્તિ જીવનમાં ચાલુ જ રાખ્યો છે….જન્મભુમી “વેસ્મા”ગામમાં નાના મોટા જનક્લાયણ કાર્યો માટે મારો ફાળો ચાલુ જ રહ્યો છે….નવસારીના “પ્રજાપતિ વિધાર્થી આશ્રમ”જ્યારે ૨૦૦૬માં  આણંદ તેમજ નવસારીમાં “કન્યા છાત્રાલય” બાંધવા, દાન અપીલ કરી ત્યારે ફાળો આપ્યો…સિવણકામ મશીનો ગરીબ જ્ઞાતિનારીઓને પહેલા આપ્યા હતા, પણ નિવ્રુત્તિ જીવનમાં વિચાર આવ્યો કે “જ્ઞાતિ સંસ્થાને જો દાન સહકાર થાય તો સંસ્થાની દેખરેખ સાથે “સિવણકામના ક્લાસ” હોય શકે અને જે દ્વારા અનેક ને લાભ થઈ શકે ! “…બસ, દક્ષિણ ગુજરાતની બે પ્રજાપતિ સંસ્થાઓએ આ વિચારને વધાવી લીધો….અને આજે બીલીમોરા અને બારડોલીમાં મારા પત્નીના નામે “શ્રીમતી કમુબેન ચંદ્રવદન મિસ્ત્રી સિવણ ક્લાસ” ચાલી રહ્યા છે..અનેક જ્ઞાતિનારીઓએ આનો લાભ લીધો છે. આ મારા માટે આનંદની વાત છે !
 
જુઓને, અનેક પ્રવ્રુત્તિઓ સાથે મારૂં નિવૃત્તિ જીવન વહી રહ્યું છે !….પણ, એક અગત્યની વાત કરવાનો તો ભુલી જ ગયો. મને હાર્ટની સર્જરી થઈ હતી..મને “ડાયાબીટીસ” છે અને જેના માટે દવા/પરેજી સાથે દરરોજ ચાલવું એવો નિયમનું પાલન કરવું એ મારી ફરજ કહેવાય. માનવી તંદુરસ્ત હોય તો જ એ અન્ય માટે સેવા કરવા શક્તિમાન હોય શકે….અનેકને ઘડપણ પહેલા બિમારીઓ હોય તો અનેકને ઘડપણમા અનેક બિમારીઓ આવે. આથી નિવૃત્તિ જીવનમાં અનેકને કોઈને કૉઇ રોગ હોવાની સંભવતા હોય શકે. રોગ હોય કે નહી, માનવીએ નિવૃત્તિ માં દેહની કાળજી લેવી એ એની ફરજ બની જાય છે !….અહી મારી સલાહ છે કે નિવૃત્ત થાઓ તે પહેલા કે નિવૃત્ત થઈને તરત જ રોગ હોય કે નહી, વ્યક્તીએ ડોકટરને મળી એકવાર “ટેસ્ટો સાથે પુરી દેહ તપાસ” કરાવી જોઈએ..જો કોઈ રોગની જાણકારી થાય તો તેની સારવાર શરૂ થાય..જો કોઈ રોગ ના હોય તો રોગો થતા અટકાવવા માટે પ્રયાસો રહે…..બહારની હવા લેવી અને દરરોજ ચાલવું એ એક મોટી સારવાર છે !
 
માનવીને “નિવૃત્ત જીવન” મળવું એ પ્રભુ કૃપા જ છે !….અનેકને નોકરી કે ધંધો કરતા, આ જગતને છોડવું પડે છે, અને નિવૃત્ત જીવન એના ભાગ્યમાં જાણે ના હતું એવું થાય…..ત્યારે નિવૃત્ત જીવન માણનારને ખ્યાલ આવે કે “જરૂર મારા પર પ્રભુની કૃપા જ છે!”..નિવૃત્ત જીવન કાંઈ કેદખાનું નથી. માનવી એ જીવન પહેલા જે કરતો હોય તે પૈસા માટે નહી પણ અન્યની સેવા માટે કરી શકે…..જો એ પ્રમાણે ના કરવું હોય “કોઈ નવી પ્રવૃત્તિ ” અપનાવી એની જીવન-સફર  ચાલુ રાખી શકે. “પરમ તત્વ” કે પ્રભુ તરફ સમય વધારવો એ કદી ભુલ નથી જ…કારણ કે એ માનવીને “સેવા” તરફ ખેંચે છે…કાંઈ જ ખબર પડતી ના હોય તો મિત્રોને કે અન્યને પુંછતા, કોઈ “પ્રવૃત્તિ”એના દીલને જીતી લેય…..આ બધું પણ અશક્ય હોય તો, “નિવૃત્તિની પ્રવૃતિ” નામનું પુસ્તક કે  કોઈ બીજુ કોઇક  સારું પુસ્તક વાંચી, પ્રેરણાઓ મળવી શકે….આળસુ ના બનશો !  કઈક કરતા નિવૃત્ત જીવનનો આનંદ માણો !…અને આ આનંદ માણવાના ધ્યાનમાં એક બહું જ અગત્યની ફરજ તમે કદી ના ભુલશો. જો તમે ભાગ્યશાળી હોય અને તમારા પત્ની પણ આ નિવૃત્ત જીવનના ભાગીદાર હોય તો, એમને ના ભુલશો, અને તમારી પ્રવૃત્તિઓમા તમારા જીવનસાથી પણ રસ લે એવા પ્રયાસો કરજો. એ શક્ય ના હોય તો એમની નવી પ્રવૃત્તિઓમાં રસ લેશો. અને, જો તમે નોકરી કરતા ઘરકામમાં મદદ ના કરી હોય તો એમને મદદરૂપ થવાની ટેવ કેળવશો. “મીયા બીબી બન્ને આનંદીત તો નિવૃત્ત જીવન રહે આનંદીત !”
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
લેન્કેસ્ટર કેલીફોર્નીઆ, યુ. એસ. એ.

54 ટિપ્પણીઓ leave one →
 1. chandravadan permalink
  ઓક્ટોબર 1, 2010 10:28 પી એમ(pm)

  Visited the Blog.. I am so happy to read “my thoughts” as a Post on Gujarati Sahitya Sangam. I feel honored ! Thanks a lot , Vijaybhai !
  I hope others read this Post and get the “inspirations” in their lives….whether they are in their “Retirement” or not !

 2. ઓક્ટોબર 2, 2010 5:17 એ એમ (am)

  Read in Vijay Shah’s Blog the one we know.
  Keep your work in Gujarati for Gujarati community.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  • chandravadan permalink
   ઓક્ટોબર 4, 2010 5:06 પી એમ(pm)

   Rajendrabhai,
   Thanks a lot for your encouragement !>>>>Chandravadan

 3. ઓક્ટોબર 2, 2010 5:37 એ એમ (am)

  દીન દુઃખી ગરીબ વર્ગને માટે તન મન ધનથી ઘસાઈને ઉજળા થવાની મનીષા બહુ ઓછા લોકોમાં હોય છે. અમેરિકામાં રહેવા છતાં ભારતમાં એમના ગામ અને જ્ઞાતિ પ્રત્યેનો પ્રેમ એમના સામાજિક સત્કાર્યોમાં દેખાય છે. સાહિત્યકાર ભલે ન હોય પણ અંતરમાં ઉઠતા ભાવોને બ્લોગનું માધ્યમ બનાવી પ્રસારી રહ્યા છે. તેમનો યુવાનોને શરમાવે તેવો ઉત્સાહ પ્રેરણાદાયક છે. જીવનના બધા ક્ષેત્રે વધુ ને વધુ પ્રગતિ માટે ચંદ્રવદનભાઈને હાર્દિક શુભેચ્છાઓ.

  • chandravadan permalink
   ઓક્ટોબર 4, 2010 5:10 પી એમ(pm)

   દક્ષેશભાઈ,

   તમારા પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર !

   “ચંદ્રપૂકાર” બ્લોગ પર પણ “માનવ તંદુરસ્તી” કે અન્ય પોસ્ટો વાંચવા માટે વિનંતી ! >>>ચંદ્રવદન.

 4. pragnaju permalink
  ઓક્ટોબર 2, 2010 10:43 એ એમ (am)

  “પરમ તત્વ” કે પ્રભુ તરફ સમય વધારવો એ કદી ભુલ નથી જ…કારણ કે એ માનવીને “સેવા” તરફ ખેંચે છે…કાંઈ જ ખબર પડતી ના હોય તો મિત્રોને કે અન્યને પુંછતા, કોઈ “પ્રવૃત્તિ”એના દીલને જીતી લેય…..”સરળ સહજ પ્રેમાળ એકદમ સાચી વાત

  જીવનના બધા ક્ષેત્રે વધુ ને વધુ પ્રગતિ માટે ચંદ્રવદનભાઈને હાર્દિક શુભેચ્છાઓ.

  • chandravadan permalink
   ઓક્ટોબર 5, 2010 2:20 એ એમ (am)

   પ્રજ્ઞાજુબેન, તમારૂં આ સાઈટ પર પધારી, આ પોસ્ટ માટે “બે શબ્દો” લખવા, એ તો મારા માટે ખુબ જ આનંદની વાત છે !…તમારી “શુભેચ્છાઓ” મારા માટે ઉત્સાહ રેડતા “પ્રાણ ઝરણા” છે !….ખુબ ખુબ આભાર !>>>>ચંદ્રવદન.

 5. યશવંત ઠક્કર permalink
  ઓક્ટોબર 2, 2010 1:03 પી એમ(pm)

  શ્રી ચન્દ્રવદનભાઈના વિચારો અને કાર્યો ઉદાહરણરૂપ છે. એક ડૉક્ટર તરીકે એમણે જે સલાહો આપી છે તે પણ દરેકે ધ્યાનમાં રાખવા જેવી છે.
  આભાર. વિજયભાઈ.

  • chandravadan permalink
   ઓક્ટોબર 4, 2010 5:13 પી એમ(pm)

   યશવંતભાઈ,

   તમારા પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર

   “ચંદ્રપૂકાર” બ્લોગ પર પણ આવી, “માનવ તંદુરસ્તી” માટે તમે પ્રતિભાવ આપ્યો તે માટે પણ આભાર…ફરી પધારશો ! >>>ચંદ્રવદન.

 6. ઓક્ટોબર 3, 2010 4:30 એ એમ (am)

  KHub gamyu aapnu jivan prerak chhe paavan chhe ane dhanya chhe..Maanvi ne prabhue uttam bhet aapi chhe ane chhele sudhi satkaary thai shake chhe..aapno umada svabhav khub j gamyo..bahu ochha are tame uniq chheo..Namaskaar ane shubhechcha..

  • chandravadan permalink
   ઓક્ટોબર 4, 2010 5:16 પી એમ(pm)

   Dilipbhai,
   Thanks !
   You always visited “Chandrapukar” and posted your Comments many times. I am also thankful for that ! Please DO revisit my Blog for the New Posts !
   >>>>>Chandravadan

 7. Shashikant Mistry permalink
  ઓક્ટોબર 4, 2010 4:27 પી એમ(pm)

  Chandravadanbhai;

  Your activities in retirement are inspiration to most people who are thinking about retirement. Only few will be able to achieve what you achieved during retirement.
  May you live long and go on inspiring many more persons.

  With warm regards,

  Shashibhai

  • chandravadan permalink
   ઓક્ટોબર 5, 2010 2:21 એ એમ (am)

   શશીકાન્તભાઈ, તમે આ સાઈટ પર પધારી, જે અંગ્રેજીમાં પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ ખુબ આભાર !….તમે મારા મોટાભાઈ છો, અને તમે જે લખ્યું તે વાંચી, આ તમારા “નાના ભાઈ”નું હ્રદય હલીને પૂકારે “મારા મોટાભાઈ, તમોને મારા પ્રણામ, આજે આ તમારો આ નાનો ભાઈ ધન્ય થયો છે….વંદન સહીત આભાર !”>>>>>ચંદ્રવદન.

 8. chandravadan permalink
  ઓક્ટોબર 4, 2010 5:19 પી એમ(pm)

  LikeOne blogger likes this post !
  This is how Paru Krishnakant expressed her “Feelings” for this Post.
  May be she will revisit & post “some words ” too !>>>Chandravadan

 9. ઓક્ટોબર 5, 2010 1:19 એ એમ (am)

  આપના ઉત્તમ વીચારો, ઉત્તમ કાર્યો અને ઉત્તમ લાગણીઓના પ્રવાહના કારણે જ આપશ્રી સૌના વહાલસોયા છો અને રહેશો..
  “ચંદ્રપુકાર”ને હાર્દીક શુભેચ્છાઓ…

  • chandravadan permalink
   ઓક્ટોબર 5, 2010 2:22 એ એમ (am)

   ગોવિન્દભાઈ, તમે તો “થોડા જ શબ્દો”માં “ખુબ જ ” કહ્યું….મને જે “માન”આપ્યું તેમાં હું તમારો “પ્રેમ” નિહાળું છું ….ખુબ જ આભાર !>>>>ચંદ્રવદન.

 10. Harnish Jani permalink
  ઓક્ટોબર 6, 2010 1:24 એ એમ (am)

  Very good-I’m glad that you found rigt way to spend-(use) retirement time- Instead of wasting time you made your life and the life of every one around you worth while-

  • chandravadan permalink
   ઓક્ટોબર 6, 2010 1:32 પી એમ(pm)

   હરનિશભાઈ,

   તમે અહી પધારી, અંગ્રેજીમાં તમારો પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   તમારી સાથે થયેલી મિત્રતા…અને, તમારા હસ્યલેખન દ્વારા હું આનંદ અનુભવું છું !…લખતા રહેશો !>>>>ચંદ્રવદન

 11. ઓક્ટોબર 6, 2010 1:37 એ એમ (am)

  ચન્દ્રવદનભાઈ તમારો નિવૃતી અંગેનો લેખ વાંચી મને ઘણી ઉત્સાહીત કરી..નિવૃતી નસિબદારને જ મળે એને પ્રભુકૃપા કહીને વધાવી અને નિરાશાને બદલે આશાના સૂર પૂર્યા આભાર..સરસ લેખ અને માનવ દેહ વિષે માહિતી આપવા બદલ આભાર આવા કેટલાય લેખ્ની તમારી પાસે આશા રાખીયે છિએ..
  સપના

  • chandravadan permalink
   ઓક્ટોબર 6, 2010 1:33 પી એમ(pm)

   સપનાબેન,

   તમારો પ્રતિભાવ વાંચ્યો !

   તમે તમારો “ભાવ” શબ્દોમાં દર્શાવ્યો..અને મારા નિવ્રુત્તીના જીવન વિષેના લખાણને “સુંદર લેખ” કહ્યો…આભાર !

   “ચંદ્રપૂકાર” પર પ્રગટ થતી “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો વાંચવા ગમે છે, એ જાણી આનંદ !>>>>>ચંદ્રવદન.

 12. ઓક્ટોબર 6, 2010 3:00 એ એમ (am)

  Retired life is the best phase of life. The way you are handling is wonderful. All your articles about “Health” gave knowledge to the readers. To be religious minded is like “Sonama sugandh bhali”.

  • chandravadan permalink
   ઓક્ટોબર 6, 2010 1:34 પી એમ(pm)

   પ્રવિણાબેન,

   તમે પધારી જે પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   તમે હંમેશા “ચંદ્રપૂકાર” પર પધારી તમારા પ્રતિભાવોથી “ઉત્તેજન” આપ્યું છે, તે માટે પણ આભાર !>>>>ચંદ્રવદન.

 13. ઓક્ટોબર 6, 2010 3:20 એ એમ (am)

  ડોશ્રી ચન્દ્રવદનભાઈ…નામ પ્રમાણે જ ગુણ અને એવી અંતરથી ચાંદની વરસાવે કે સૌના
  મન સાગર હીલોળા લે. તેમનો રૂબરું પરિચય અમારા આંગણે ,મારા કાવ્યસંગ્રહ’ત્રિપથગા’
  ના વિમોચનમાં કરોના(કેલિફોર્નીઆ ખાતે પધાર્યા ત્યારે, સર્વશ્રી સુરેશભાઈ જાની અને ડોશ્રી દિલીપભાઈ
  સાથે ત્રિવેણી સંગમની પાવનતાની જેમ થયો.સામાજિક ઋણ ચૂકવવાનું અને પ્રભુમય દિલની વાતો
  તેમની પાસેથી આચરણ સાથે શીખવા મળે. લેખ વાંચી એક સંતોષ અનુભવ્યો.ખૂબ ખૂબ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  • chandravadan permalink
   ઓક્ટોબર 6, 2010 6:00 પી એમ(pm)

   રમેશભાઈ,

   તમારો સુંદર ભાવભર્યો પ્રતિભાવ વાંચ્યો.

   તમારા પુસ્તક વિમોચન સમયે હું તમોને રૂબરૂં મળી શક્યો, એમાં પ્રભુ ક્રુપા અ હતી !

   એ મુલાકાતની યાદમાં હું આપણી “મિત્રતા”ને હંમેશા યાદ કરી તાજી કરૂં છું !

   અભિનંદન માટે ખુબ ખુબ આભાર !>>>>>ચંદ્રવદન.

 14. ઓક્ટોબર 6, 2010 3:35 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ, પોતાની વિશેષતા થકી લોકોની સેવા અને આત્મોન્નતિનો માર્ગ પસંદ કરવો એ ખરેખર પ્રશંશનીય બાબત ગણાય. પ્રભુ આપને એ માટે સક્ષમ અને તંદુરસ્તી બક્ષે એજ અભ્યર્થના. ઉષા.

  • chandravadan permalink
   ઓક્ટોબર 6, 2010 6:02 પી એમ(pm)

   ઉષાબેન,

   તમે આ સાઈટ પર આવી, જે “પ્રતિભાવ” રૂપી શબ્દો લખી, મારી તંદુરસ્તી માટે પ્રાર્થનાઓ કરી, તે માટે આભાર !

   તમે “ચંદ્રપૂકાર” પર પણ આવ્યા જ છો….ફરી પધારવા વિનંતી !>>>>>ચંદ્રવદન.

 15. ઓક્ટોબર 6, 2010 5:11 એ એમ (am)

  અભિનંદન શ્રી ડૉ. ચંદ્રવદનભાઈ, આપની વાતો જાણી, પ્રગતિનું પુષ્પ મહેકતું કર્યું, કૃપાળુ પરમાત્મા આપને ક્ષેમકુશળ રાખે એ પ્રાર્થના. આજે ૮૦ વર્ષે આપની જેમ રીટાયર થઈ કોલેજમાં બે વર્ષ કમ્પયુટર શીખી, તેમાં પણ ખાસ ગુજરાતી લખતાં શીખી એનો હરરોજ ઉપયોગ કરતો રહ્યો અને મિત્રોને ગુજરાતી લખવા આગ્રહ કરી મદદ કરૂં.
  કુદરતની પ્રભુની કૃપાથી હજી કોઈ ખાસ બિમારી નથી અને યુકેમાં ડૉક્ટર. દવા અને હોસ્પીટલની મફત સેવા મળે છે એ સાથ આયુર્વેદિક પ્રયોગો અને સામાન્ય કસરતો ઉપરાંત વેજીટેરીયન સાદું જીવન માણું છું. અઠવાડિયામાં એક દિવસ હોસપીસ ચેરીટી દુકાનમાં કામ કરવા જાઉં છું. કમ્પયુટર એ મારૂં મંદિર અને આપ સૌ મારા દેવસમાન મિત્રોને સાક્ષાત મળી ઘણું શીખતો રહું મારી ઓળખ એક વિદ્યાર્થી તરીકે ગણું છું.
  આપ સમાજ માટે ઘણી પ્રવૃત્તિઓ દ્વારા સારી સેવા આપો છો એનો જોઈએ એવો લાભ નથી લઈ શક્યો, આપ ઝાંબિયા હતા, હું પણ ત્યાં ૧૯૪૮થી ૧૯૭૭ સુધી હતો.
  દેશમાં આપની સેવાઓ ખાસ બીરદાવું છું. એ અંગે મારી ભાવનાઓ હજી સ્વપ્નવત રહી છે.
  પત્નિ અંગે આપે લખ્યું, હું મિત્રભાવે તટસ્થ રહી અંગત પ્રવૃત્તિઓથી ગર્વ અનુભવું છું.
  ફરીવાર આપ તંદુરસ્ત રહી આપના જ્ઞાન અને અનુભવ સમાજ સેવા અર્થે વહાવતા રહો એ પ્રભુ પ્રાર્થના.
  કાંતિલાલ પરમાર
  હીચીન

  • chandravadan permalink
   ઓક્ટોબર 6, 2010 6:04 પી એમ(pm)

   કાન્તીલાલભાઈ,

   પ્રતિભાવરૂપે “અભિનંદન” આપતા, તમે ઝામ્બીઆ, આફ્રીકામાં ગાળેલા દિવસોની યાદ તાજી કરી….ખુબ ખુબ આભાર !

   તમે તંદુરસ્ત રહો, અને સાથે સાથે ભક્તિરંગે “સેવા”ના કર્યો કરતા રહો એવી મારી પ્રાર્થના !

   “ચંદ્રપુકાર” પર તમે આવ્યા છો….સમય થઈ ગયો..ફરી પધારવા વિનંતી !>>>>>ચંદ્રવદન.

 16. ઓક્ટોબર 6, 2010 5:56 એ એમ (am)

  શ્રી ચન્દ્રવદનભાઈ,

  આપનો લેખ વાંચ્યો, આનંદ થયો.

  નિવૃત્તિ વિશે વિચાર કરતા બે વાત યાદ આવે

  ૧. ફરજીયાત નિવૃત્તિ :- ફરજીયાત નિવૃત્તિમાં તમને કામ કરવાની ઈચ્છા છે પણ તમે તેમ કરી શકતાં નથી. આ પ્રકારની નિવૃત્તિ દુ:ખદાયક છે.

  ૨.મરજિયાત નિવૃત્તિ :- મરજિયાત નિવૃતિમાં તમને હવે કશી જે તે ક્ષેત્રમાં કાર્ય કરવાની ઈચ્છા નથી રહી અને માટે તમે નિવૃત્ત થાવ છે. આવી નિવૃત્તિ આનંદપ્રદ છે.

  આશા છે કે આપ મરજિયાત નિવૃત્તિનો આનંદ માણી રહ્યાં હશો.

  • chandravadan permalink
   ઓક્ટોબર 6, 2010 6:05 પી એમ(pm)

   અતુલભાઈ,

   “ચંદ્રપૂકાર”પર તો તમે અનેકવાર પધાર્યા જ છો…અને, આ સાઈટ પર આવી, તમે તમારો પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   લેખ વાંચી તમોને આનંદ થયો…એ માટે મારા હૈયે પણ આનંદ !

   તમે નિવ્રુત્તિના “બે સ્વરૂપ” નો ઉલ્લેક કર્યો…..”ફરજિયાત” કે “મરજીયાત” નિવ્રુત્ત જીવન !….એકમાં દુઃખ…બીજામાં આનંદ !

   અતુલ, નિવ્રુત જીવન કોઈ પણ પ્રકારનું હોય, પણ વ્યક્તીને “શ્રધ્ધા” સાથે આનંદ માણવાનો નિર્ણય જ ના કર્યો હોય તો એ “ગમે તે પ્રવ્રુત્તિઓ “કરે તો પણ હૈયે આનંદ લાવી શક્તો નથી, એ જ પરમ સત્ય છે !

   માનો કે એક સરકરી નોકરી છે….સમય થતા, નિવ્રુત્તિ લેવી જ પડે….હવે, એ વ્યક્તી જે પહેલા કરતો હોય તેજ કરવા ઈચ્છાઓ રાખતો હોય તો, એવું કાર્ય “સેવા” રૂપે ચાલુ રાખી શકે !…એવું ના કરવ્યં હોય તો બીજી કોઈ પ્રવ્રુત્તિઓ…

   અને જો આ નિવ્રુત્તિ “મરજીયાત” હોય તો એ માનવી પણ ઉપર મુજબ અમલમાં મુકી શકે છે …….આથી આનંદ બન્નેમાં શક્ય છે !

   અતુલભાઈ,,……તમે તો “ચંદ્રપૂકાર”પર ઘણીવાર આવ્યા જ છો…પધારતા રહેશો !>>>>>>ચંદ્રવદન (?કાકા)

 17. ishvarlal r. mistry permalink
  ઓક્ટોબર 6, 2010 5:59 એ એમ (am)

  Hello Chandravadanbhai,
  Very good thoughts on Neevruti ,enjoy reading your block very informative and knowledgeable, Very helpful to retirement life. They say you have to retire to something and you did just the right helping others and made your life more interesting. Best of luck and thank you for sharing your thoughts.
  Ishvarbhai R. Mistry

  • chandravadan permalink
   ઓક્ટોબર 6, 2010 6:07 પી એમ(pm)

   ઈશ્વરભાઈ,

   તમે આ સાઈટ પર પધારી, અંગ્રેજીમાં “બે શબ્દો” લખ્યા તે માટે આભાર !

   આપણે તો એકબીજાને અનેક વર્ષોથી જાણીએ છે….ઝામ્બીઆથી !

   “ચંદ્રપૂકાર” પર અનેકવાર આવી તમે તમારા પ્રતિભાવો દ્વારા મને ઉત્તેજન આપો છો….તો, આપતા રહેશો !>>>>>ચંદ્રવદન

 18. chandravadan permalink
  ઓક્ટોબર 6, 2010 2:39 પી એમ(pm)

  This is an Email Response to this Post from CHANDRASHEKHAR BHATT of California>>>>>

  RETIREMENT LEKH on GUJARATI SAHITYA SANGAMTuesday, October 5, 2010 4:43 PMFrom: “Chandrashekhar Bhatt”View contact detailsTo: “‘chadravada mistry'” Priy Bhai Chandravadan:

  I do not know how can you say that you have retired as you are medically, socially and poetically very active. May you enjoy all your creations and continue more new sarjans which are your own. In all these activities, this doctor has to listen to his personal doctor who is attending him round the clock. She does not have the medical degree, but she is fully aware of his caring heart.

  Though I do not get a chance and could not allocate some time to go through your unique creations, I admire your creativity and active status.

  Hope both of you are in good health and would like to see you come down south. Have a nice day. Jay shri Krushna!!!!!

  Chandrashekhar S. Bhatt

  • chandravadan permalink
   ઓક્ટોબર 6, 2010 10:37 પી એમ(pm)

   ચંદ્રશેખર,

   આ પોસ્ટ વિષે તારો ઈમેઈલ મળ્યો…જે વાંચી,ખુશ થઈ અહી તારી “કોમેન્ટ” રૂપે પ્રગટ છે !

   તારા તરફથી ઘણો જ ઉત્સાહ આગળ મળ્યો હતો…અને આ ઈમેઈલમાં પણ ઉત્સાહ રેડતા શબ્દો છે !…એ માટે આભાર !

   “ચંદ્રપૂકાર” પર કાવ્ય-રચનાઓ, તેમજ અન્ય પોસ્ટો વાંચી તારા તરફથી “બે શબ્દો”રૂપી પ્રસાદી મળી છે, અને મળતી રહે એવી આશા !>>>>>ચંદ્રવદન.

 19. ઓક્ટોબર 6, 2010 8:11 પી એમ(pm)

  આપનો પરિચય તો હતો જ, અહીં વાંચી વિશેષ આનંદ થયો. નિવૃત જીવનમાં આદાન-પ્રદાન વધારવાથી ખુશી વધે છે તે આપના ઉદાહરણથી સ્પષ્ટ થાય છે. તંદુરસ્તી માટેની આપની વાત સૌએ ધ્યાનમાં રાખવા જેવી છે.

  • chandravadan permalink
   ઓક્ટોબર 11, 2010 12:45 એ એમ (am)

   રેખાબેન,

   તમે પધાઈ, પોસ્ટ વાંચી, મારા માટે “બે શબ્દો” લખ્યા તે માટે આભાર.

   તમે તો સમય સમયે “ચંદ્રપૂકાર”ની મુલાકાત લેતા રહો છો…પ્રતિભાવો પણ આપો છો..તે માટે પણ આભાર !

   >>>ચંદ્રવદન.

 20. himanshupatel555 permalink
  ઓક્ટોબર 6, 2010 11:29 પી એમ(pm)

  તમારી નિવૃત્તિ અને પ્રવૃત્તિ જીવનની ગઝલના રદિફ અને કાફિયા છે, જીવનના પહેલા તબક્કામાંથી
  પહેલી પંક્તિ ઘડાઈ અને એ લય કર્ણપ્રિય નિવડ્યો, હવે બીજા તબ્ક્કમાંથી પણ પેલી કર્ણપ્રિયતા જ
  વળી વળી સંભળાય અને એક આખો શ્લોક બંધાય એ જ “ચંદ્રપૂકાર”ના “બે શબ્દો”માંથી ઉદભવે તે
  અબ્યર્થના….અને તમને જેમાં આનંદ છે તે મળિ રહો….અસ્તુ.

  • chandravadan permalink
   ઓક્ટોબર 11, 2010 3:25 એ એમ (am)

   હિમાન્સુંભાઈ,

   નમસ્તે !

   આ બ્લોગ પર આવી, મારા “નિવ્રુત્ત જીવન”ની પોસ્ટ વાંચી જે પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   “ચંદ્રપૂકાર” પર પણ આવવા વિનંતી !

   >>>ચંદ્રવદન

 21. ઓક્ટોબર 7, 2010 1:26 એ એમ (am)

  મુરબ્બીશ્રી ચંદ્રવદનભાઈ,

  પ્રવૃત્તિની પળોજણ તેમજ નિવૃત્તિની નવરાશમાંય પગલે પગલે સેવાભાવનાની ગાથા ગાતી આપની જીવનયાત્રા જેટલી પ્રશંસનીય છે એટલી જ પ્રેરણાદાયી પણ છે. આપ આ રીતે સતત સેવારત રહી ગુજરાતી સમાજ અને સાહિત્યની સેવા કરતા રહો એ માટે તેમજ આપના સુસ્વાસ્થ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ. આપનો ચંદ્રપુકાર સહુ વાચકોના દિલમાં સેવાના પડઘમ ગુંજાવતો રહે એજ અભ્યર્થના.

  દિલીપ ર. પટેલ

  • chandravadan permalink
   ઓક્ટોબર 11, 2010 12:52 એ એમ (am)

   દિલીપભાઈ,

   તમે પધારી, તમારો પ્રતિભાવ જાતે મુક્યો…એ પહેલા, એ ઈમેઈલથી જાણ્યા બાદ, મેં અહી પ્રગટ કર્યો હતો !

   ફરી આભાર !

   >>>>ચંદ્રવદન

 22. Gopal Shroff permalink
  ઓક્ટોબર 7, 2010 6:19 એ એમ (am)

  It is my pleasure to read your itretures.

  • chandravadan permalink
   ઓક્ટોબર 11, 2010 12:44 એ એમ (am)

   ગોપાળભાઈ,

   આ સાઈટ પર આવ્યા…આ મારા વિષેનું લખાણ વાંચી આપેલા પ્રતિભાવ માટે આભાર !

   હવે, “ચંદ્રપૂકાર” પર “તંદુરસ્તી”ની પોસ્ટો વાંચવા જરૂરથી આવશો !

   >>>ચંદ્રવદન

 23. Vasant Mistry permalink
  ઓક્ટોબર 7, 2010 10:24 એ એમ (am)

  Namste Chandravadanbhai.
  I do read your web page . You have done well through e-mail to keep in contact and sending very useful and worth knownig information on, health, culture, devotional and many thing which do come across in our daily life. Hope you will carry on for many , many years to come.
  Congratulation and may God bless you with health.
  Kind regards to all at home.
  Vasant and Nirmala
  Rugby

  • chandravadan permalink
   ઓક્ટોબર 11, 2010 12:43 એ એમ (am)

   વસંતભાઈ,

   તમે આ વિજયભાઈના બ્લોગ પર આવી એમણે પ્રગટ કરેલી પોસ્ટ વાંચી….મારા વિષે “બે શબ્દો” અંગ્રેજીમાં લખ્યા..અને “અભિનંદન” પાઠવ્યા તે માટે આભાર !

   હવે,….મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર આવી પોસ્ટો વાંચી તમારા “પ્રતિભાવો” જરૂર આપશો એવી આશા !

   >>>>ચંદ્રવદન

 24. chandravadan permalink
  ઓક્ટોબર 7, 2010 12:55 પી એમ(pm)

  This is an Email Response to this Post by DR. DILIP PATEL of California>>

  મુરબ્બીશ્રી ચંદ્રવદનભાઈ,

  પ્રવૃત્તિની પળોજણ તેમજ નિવૃત્તિની નવરાશમાંય પગલે પગલે સેવાભાવનાની ગાથા ગાતી આપની જીવનયાત્રા જેટલી પ્રશંસનીય છે એટલી જ પ્રેરણાદાયી પણ છે. આપ આ રીતે સતત સેવારત રહી ગુજરાતી સમાજ અને સાહિત્યની સેવા કરતા રહો એ માટે તેમજ આપના સુસ્વાસ્થ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ. આપનો ચંદ્રપુકાર સહુ વાચકોના દિલમાં સેવાના પડઘમ ગુંજાવતો રહે એજ અભ્યર્થના.

  દિલીપ ર. પટેલ

  • chandravadan permalink
   ઓક્ટોબર 7, 2010 1:33 પી એમ(pm)

   સ્નેહી દિલિપભાઈ,

   તમે આ પોસ્ટ વાંચી….અને મને ઈમેઈલ કર્યો.

   તમે ઈમેઈલમાં “સુંદર” શબ્દો સાથે મારા વિષે જે લખ્યું એ તમારી ઉદારતા છે….મારા માટે ખુબ જ આનંદની વાત છે….ખુબ ખુબ આભાર !

   તમે પણ “કવિલોક”નો બ્લોગ શરૂ કરી અનેકને પ્રેરણાઓ આપી છે….તમારા બ્લોગ પર જ રમેશભાઈની રચનાઓ વાંચી,હું રમેશભાઇ સાથે ફોન પર વાતો કરી શક્યો હતો…અને જ્યારે હું તમોને પ્રથમવાર રમેશભાઈની બુકના વિમોચન સમયે મળ્યો ત્યારે મારા હૈયે ખુબ જ આનંદ હતો…આ મિલન હંમેશા યાદ રહેશે !>>>>>ચંદ્રવદન

 25. Vinod Prajapati permalink
  ઓક્ટોબર 7, 2010 8:04 પી એમ(pm)

  Very good blog please keep it up ! thank you again for

  • chandravadan permalink
   ઓક્ટોબર 11, 2010 12:42 એ એમ (am)

   વિનોદભાઈ,

   વિજયભાઈના બ્લોગ પર તમે આવ્યા..અંગ્રેજીમાં “બે શબ્દો” લખ્યા તે માટે આભાર !

   >>>ચંદ્રવદન.

 26. ઓક્ટોબર 8, 2010 6:48 એ એમ (am)

  શ્રી ચન્દ્રવદનભાઈ
  નેટના પ્રોબ્લેમને કારણે આપના જીવન વિષે વાચવાનું અને પ્રતિભાવ જણાવવામાં ઠીક ઠીક વિલંબ થયો છે તે બદલ દરગુજર કરશો. મારી સમજ પ્રમાણે નિવૃતિ એટલે પ્રવૃતિનું પરિવર્તન અને તે આપે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. આપના બ્લોગ ઉપર આપે જે માનવ શરીર વગેરેની સમજણ આપી તે અમારા જેવા લોકો કે શરીર ધારણ કરી બેઠા છીએ પણ શરીર વિષે કશી જાણકારી ધરાવતા ના હોઈ તેવા માટે ખૂબ જ આશીર્વાદ રૂપ બની રહે ! ઉપરાંત આપે તો ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે પણ સમય ફાળવી અનેરી સિધ્ધિ મેળવી છે ! વિશેષ આપ સમાજોપયોગી પ્રવૃતિમાં પણ ફાળો આપતા રહ્યા છો આપ ગુજરાતી સાહિત્ય અને એક ડૉક્ટરની હેસયિતથી સમાજને વધુ અને વધુ ઉપયોગી બની રહો તેવી શુભેચ્છાઓ સાથે
  સ-સ્નેહ
  અરવિંદ

  • chandravadan permalink
   ઓક્ટોબર 11, 2010 12:41 એ એમ (am)

   અરવિંદભાઈ,

   તમે જ્યારે પણ “બે શબ્દો ” લખો ત્યારે તમે તમારા હ્રદયના ઉંડાણમાંથી લખો છો !

   અનેકવાર, તમે “ચંદ્રપૂકાર” પર પધારી તમારા પ્રતિભાવો આપ્યા જ છે..હવે નવી પોસ્ટો વાંચવા જરૂરથી આવશો .

   તમોને ખુબ ખુબ આભાર !

   >>ચંદ્રવદન.

 27. ઓક્ટોબર 11, 2010 6:55 એ એમ (am)

  People may eagerly wait for retirement, yet when the time comes, the prospect appears more daunting than exciting. After a life of work, one suddenly finds there is nothing to do. It takes more than ingenuity to find a hobby which is both fulfilling and interesting: it needs enthusiasm. You have shown both these qualities, which creates a track for people on the threshold of retirement to follow.

  Well done, Chandravadanbhai.

  May I also mention here that in the British Civil Service, the government offers counseling two months before retirement to their employees ?

  Your blog is counseling itself!

  • chandravadan permalink
   ઓક્ટોબર 14, 2010 3:56 એ એમ (am)

   Narendrabhai,
   Thanks a lot for your comment !
   Yes, many who are retiring often “do not seriously plan” for how to “spend” the time…..If one “accepts” this phase of the life, and are ready to divert all the “energy” to enjoy…there is always a way to make the “best ” !
   Your information about the “British Civil Service” councelinng prior to the Retirement is an “excellent”idea !
   Thanks for your visits/comments on my Blog Chandrapukar !
   >>Chandravadan.

 28. ફેબ્રુવારી 21, 2011 7:24 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ , તમારો લેખ વાંચ્યો , નિવૃત જીવનનો સમય તમે સુન્દર રીતે વિતાવી રહ્યા છો
  અને તમારી જે સેવાની પ્રવૃતિઓ છે તે સમાજ માટે, લોકો માટે એક પ્રેરણા રૂપ છે , તમે ખરેખર
  એક ઉત્તમ લોક સેવા કરી રહ્યા છો.તમારા બ્લોગ દ્વારા વાંચકોને જ્ઞાન તો પીરસો જ છો .લેખ
  વાંચીને ખરેખર આનંદ થયો .

 29. ઓક્ટોબર 22, 2011 9:52 એ એમ (am)

  very nice article on retired life by you.It shows your attitude towards the life.Very interesting and very lovable words knocks the door of readers heart.I pray for your long life.
  kanu yogi,gandhinagar,gujarat…[ kankabaji@gmail.com ]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: