કંટેન્ટ પર જાઓ

બાનુમા (સપના) વિજાપુરાના “ખૂલી આંખનાં સપના”

ઓગસ્ટ 20, 2010

વેબ ઉપર ફરતા ફરતા મળી જતા ઘણા મિત્રોની જેમજ એક ઇ મેલ આવ્યો અને તેમા વાર્તાની સાથે આગ્રહ ભરેલું સુચન પણ હતું કે વાર્તા યોગ્ય લાગે તો સુધારા વધારા સાથે પણ પ્રસિધ્ધ કરશો..આમ તો જાણે મીઠી દાદાગીરી હતી..અને વિશ્વદીપભાઇ બારડનાં કહેવા મુજબ તેઓ ઉગતા લેખીકા છે તે  સમજી ને થોડાક ઉચિત સુધારા વધારા સાથે વાર્તા મુકાઇ. પછી તો તેમની કલમ સહિયારા ગદ્ય સર્જનની લઘુ નવલકથા “ લીમડે મોહાયુ રે મારું મન” માં પણ ચમકી.

શરિફ ભાઇ ( તેમના પતિના) કહેવા મુજબ લખવાનો શોખ જુનો હતો પણ શબ્બીરે( તેમના દિકરાએ) જ્યારે તેમની વેબ બનાવીને મુકી (૨૦૦૯માં) ત્યાર પછી ડો વિવેક ટેલર, મોના નાયક (ઊર્મીસાગર), ડો.પંચમ શુકલ અને દિલીપભાઇ ગજ્જરનાં સુચારુ ટીકા ટિપ્પણોને સહર્ષ વધાવી, ૨૦૧૦માં તેમણે તેમનો પ્રથમ સંગ્રહ “ખૂલી આંખનાં સપના” પ્રસિધ્ધ કર્યો. 

શરીફ અને બાનુમા વિજાપુરા સાથે સમર્થ કવિ શ્રી કૃષ્ણ દવે પુસ્તકનું લોકાર્પણ કરતા

શ્રી કૃષ્ણ દવે જેવા સમર્થ કવિના હાથે તેનું શીકાગોમાં લોકાર્પણ થયું . એક જ વર્ષમાં કાવ્ય સંગ્રહ આપવો એ એક વિરલ સિધ્ધિ તો છે જ પરંતુ તેમા ૪૬ ગઝલો જે છંદોબધ્ધ અને મનને ગમી જાય, વાચક્ને તે વાંચતા અચુક તેના ચિત્તને સ્પર્શી જાય તેવી છે.અને ડો અદમ ટંકારવી, મહેંક ટંકારવી , બેદાર લાજ્પુરી જેવા ગઝલકારોની સુક્ષ્મ નજરે ગળાઇને જ્યારે પુસ્તક સ્વરુપે આવે ત્યારે તે ચોક્કસ જ સુંદર નક્શીકામ સાથે આવી હોય. 

તેમના કાવ્ય સંગ્રહ ના પહેલા પાને તેમણે મુકેલો તેમનો પહેલો શેર અત્રે મુકુ છુ

પાન છું હું પાનખરનું તુ લીલીછમ્મ ડાળ છે

છું હું નદી સુક્કીને તુ સાગર સમો વિશાળ છે. 

એકી જ બેઠકે મે તેમના ખૂલ્લી આંખના સપના જોયા અને સફળ કથાનકોમાં જેમ થાય તેમ જ તે દરેકે દરેક કાવ્યો મને પોતિકાપણા થી ભરેલા અને મારી જ જાણે વાત કરતા અને મે જ લખ્યા હોય તેવા લાગ્યા.

કશી ફરિયાદનું કારણ રહ્યું ના

ને વચ્ચે આપણી વળગણ રહ્યું ના

કેવા સરળ શબ્દો અને તેના સાચા ટહુકાકો વણ કહેલ પ્રેમકહાણીનાં પુરા વીસ પ્રકરણો એક શેરમાં સમાવીને કહ્યા છે..સુખ અને દુઃખ સૌ સંવેદનાઓ ભરી લાગણીઓનાં સાગરને એક ગાગરમાં ભરીને મુક્યો છે. આજ કાવ્યમાં આવોજ બીજો વિજળીનો ઝબકારો છે

રીએ વાત દિલની આપણે એ

હવે વિશ્વાસનું સગપણ રહ્યું ના.

ઇદનો ચાંદ”  કાવ્યમાં તો ગજબની વાત લાવે છે..પ્રિયતમની પ્રતિક્ષા છે અને તે કેવી ઉત્કટતાથી લખાયેલ છે તે બે શેરમાં કહેવાય છે..જે પ્રસ્તુત છે

 સ્તબ્ધ ઉભી છું પ્રતીક્ષામાં

રાત આવે પછી શહર આવે

ચાલ શણગારુ આખી દુનિયાને

કોણ જાણે તુ કયા નગર આવે 

આ કાવ્ય સંગ્રહ ગઝલ ઉપરાંત ૩૬ જેટલા અછાંદસ કાવ્યો છે. “મારા માનીતા પપ્પા”,”આજના દિવસે”, “પુત્ર સ્પર્શ”, “માતૃ સ્પર્શ”, “પ્રીતમ સ્પર્શ”,  વિગેરે કવિતાઓનો ઉલ્લેખ કરીને એટલુ જ કહીશ કે બાનુમા બહેન આવનારા વર્ષોમાં ગુજરાતી સાહિત્ય જગતને અઢળક સાહિત્ય આપશે અને તે લોક્પ્રીય પણ બનશે તેવી ખાત્રી છે. તેમના સાહિત્ય કર્મને ઓર વેગ મળે તેવી શુભેચ્છાઓ

 ઉડીને આંખને વળગે તેવો આ કાવ્ય સંગ્રહ દિલીપભાઇ ગજ્જર (જીડી ગ્ર્રફીક્સ ) દ્વારા સુંદર લે આઉટ અને માવજત પામ્યો છે તેનુ વિતરણ રન્નાદે પ્રકાશન (અમદાવાદ) કરે છે.

તેમના બ્લોગ છે http://kavyadhara.com/

પુસ્તકની પ્રાપ્તી માટે આ ઈમેઇલ ઉપર સંપર્ક કરો.

email :sapana53@hotmail.com

Price: US Dollar 10.oo

Price: Rupees 250.00

3 ટિપ્પણીઓ leave one →
 1. ઓગસ્ટ 21, 2010 4:58 પી એમ(pm)

  Congratulations

 2. ઓગસ્ટ 21, 2010 9:52 પી એમ(pm)

  વિજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર!આપે મારાં પુસ્તક વિષે આપના બ્લોગમાં પ્રસ્તાવના મૂકીને ઘણું માન આપ્યું.આપના જેવા સાહિત્ય પ્રેમી જેનાં દિલમાં બીજાનું ફકત હિત સમાયેલુ હોય તો પછી ગુર્જરીનો વાળ પણ વાંકો ન થાય.તમારી સાહિત્યની સેવા માટે તમને વંદન!આભાર ફરી એક વાર!
  સપના

 3. dilip Gajjar permalink
  ઓગસ્ટ 25, 2010 1:29 એ એમ (am)

  વિજયભાઈ, આપે જે રીતે સપનાજીના સન્ગ્રહને વધાવ્યો અને અહી સુંદર માહિતિ આપી..
  અભિનન્દન !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: