Skip to content

“દીપનાં અંધારે”નાં કવિ પ્રદીપ બ્રહ્મભટ્ટ

એપ્રિલ 21, 2010

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાનો જલા ભગત અને ભક્તિ કાવ્યોનો સળંગ રચઈતા પ્રદિપ બ્રહ્મભટ્ટ્ને આજે અભિનંદન આપવાનાં છે તેમના બ્લોગ ઉપર ૧૦૦૦ પોસ્ટ મુકનારા ખુબ જ સરળ અને ઉમદા જીવન જીવતા આ કવિને તેમના ઘરે મળો તો એમ જ લાગે કે જલાબાપાનું મંદિર એમના ઘરમાં છે. કહેનારા કહે છે તેમના કાવ્યો ભક્તિ સંદેશ અને વાસ્તવિક જીવનની સારી બાજુ ઉજાગર કરતા હોય છે.

 તેમની વેબ સાઈટ પ્રદીપકુમારની કલમે ,પ્રદીપની કલમે, અને માયાની નજર છે. તેમને જ્યારે મેં તેમના વિશે લખવાનું કહ્યું તો તેમણે તેમના સ્વભાવ વશ કહ્યું “હું તો ક્યાં લખુ છું. જલાબાપાની પ્રેરણા થાય છે અને લખાય છે. હું તો તેમની વાતોને લખનારો લહીયો છું”.

અમેરિકામાં શ્રવણ જેવો ડાહ્યો દીકરો અને ગુણીયલ દીકરીને તેઓ તેમની પત્નીની માવજત અને પ્રભુને આશિર્વાદ માને છે. અને કહે છે નિવૃત્તિ નજીક આવે એટલે હું તો આણંદ જતો રહીશ અને દેશમાં “આ અબ લોટ ચલે”નું સ્વપ્નુ દિકરો ભણી રહે અને પોતાનુ ઘર માંડે એટલે જવાની તૈયારી કરીશ. મારા સહિત કેટલાયે કહ્યું તે શક્ય નહી બને કારણ કે દીકરાની આટલી મમતા છે તો તેના દિકરાઓ થશે ત્યારે હજ્જરો માઈલની દુરી સહન નહી થાય. ઘણી વખત એમની સાથે વાતો કરતા મને થાય કે આ સતયુગનો જોગી કળયુગમાં કો’ક શાપ વશ ભુલો પડ્યો છે.

દીપનાં અંધારેથી” તેમનો પ્રકાશીત થનારો કાવ્ય સંગ્રહ છે.

પ્રદીપભાઇ તેમની ઓળખાણ નીચે મુજબ આપી છે.

 

સંવત ૧૯૭૧ ના મે માસની ૧૧ મી તારીખે નડીઆદમાં સંત પુજ્ય મોટાના આશ્રમમાં તેમની કૃપાથી સર્વ પ્રથમ કાવ્યની રચના કરી તાઃ૧૨ મી મેએ તે વાંચીને તેમના આશીવાદ મેળવી આ લેખક જગતમાં પર્દાપણ થય્રુ. સં.૧૯૭૬ માં અરુણોદય કાવ્યને ગોપાલજીત ગ્રુપ, આણંદ દ્વારા યુવક મહોત્સવમાં રજુ થતાં ખેડા જીલ્લામાં પ્રથમ તથા રાજ્યમાં દ્વીતીય સ્થાન મળ્યું. કાવ્ય લખવાનું ચાલતું રહ્યું. આણંદના સ્થાનીક પેપરો તથા મેગેઝીનોમાં સ્થાન મળતું ગયું. સં ૧૯૯૫માં અમેરીકા આવતા ગુજરાતી સમાજ, હ્યુસ્ટનના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ , શ્રીમતી જ્યોતીબેન તથા શ્રી વિજયભાઈ શાહ અને શ્રી પુષ્પકભાઈ પંડ્યાના સાથથી મને ઘણું જ પ્રોત્સાહન મળ્યું. આજે જે કાંઇ છું તે સેવાભાવી અને પ્રેમાળ માણસોના સહકારથી જ છું. મારા કાવ્યો તથા ટુકા લેખો સામાન્ય રીતે ભક્તિભાવ, ધાર્મિક, સામાજીક, કૌટુમ્બિક તથા પ્રસંગ સંબંધિત હોય છે. અને તેની પ્રેરણા આપનાર આપ સૌ વાંચકો જ છો જેની હું ,પ્રદીપ બ્રહ્મભટ્ટ, હંમેશા અપેક્ષા રાખીશ તે ભાવના સાથે મારા પરિવાર સહિત સૌને નમસ્કાર તથા જય જલારામ.

તેમનો સંપર્ક pradip77083@yahoo.com

Advertisements
2 ટિપ્પણીઓ leave one →
 1. મે 10, 2010 3:06 પી એમ(pm)

  શ્રી પ્રદીપભાઇ
  શ્રધ્ધા શું ન કરી શકે!!!! આપની શ્રધ્ધા દિન પ્રતિદિન વધતી રહો એજ પ્રાર્થના,
  ઇન્દુના જય જલારામ.

 2. જુલાઇ 7, 2010 7:48 પી એમ(pm)

  great work Vijay,

  Did you visit my site http://www.madhav.in ?

  you might like it – your comments are always welcome.

  Thanks.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: