કંટેન્ટ પર જાઓ

ગિરીશ પરીખ- કેલીફોર્નીયાનાં સ્વતંત્ર લેખક અને પત્રકાર

ફેબ્રુવારી 5, 2010

 
મુ. શ્રી ગિરીશ પરીખ વિશે મને માહિતી તેઓનાં ” વિસ્તરતી જતી ક્ષિતિજો”નાં ઈ-મેઈલ દ્વારા મળતી હતી જ. તેમનો વિશેષ પરિચય જ્યારે તેમણે “આદિલ મન્સૂરીની ગઝલોનો આનંદ” ક્રમશઃ લેખો લખીને ઈ-મેઈલ મોકલવાનાં શરૂ કર્યાં ત્યારે થયો. અને તેમના અને મારા કેટલાક મિત્રોની ઓળખાણ નીકળી ત્યારે વેબ મૈત્રી વધુ સઘન બની. તેમનો પરિચય તેમના વિશાળ કાર્ય ફલકની ઝલક આપે છે. એ ૧૯૬૭માં અમેરિકા આવ્યા. એમણે એન્જિનિયરીંગ કૉલેજના બહુભાષી વાર્ષિકના મુખ્ય તંત્રી તરીકે કામ કર્યું હતું. 
 

ગિરીશ પરીખ (જન્મ તારીખઃ નવેમ્બર ૧૪, ૧૯૩૪) ગુજરાતી અને અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે. એ અને એમનાં પત્ની હસુ એમની નાની દીકરી શેતલ, જમાઈ ડૉ. વિપુલ ભગત, બે વર્ષની પૌત્રી માયા, અને ચાર મહિનાના પૌત્ર જય સાથે મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહે છે. એમની મોટી દીકરી શર્મિલા અને જમાઈ અર્લ હાઉક રોચેસ્ટર (ન્યૂયૉર્ક સ્ટેટ) માં રહે છે તથા પૌત્રી મેગન અને પૌત્ર માઈકલ ન્યૂયૉર્ક સ્ટેટમાં કોલેજોમાં ભણે છે. 
 
ભારતમાં હતા ત્યારે એમની અનેક વાર્તાઓ, લેખો, નિબંધો, કાવ્યો, નાટિકાઓ, બાલસાહિત્ય, વગેરે “નવચેતન”, “ચાંદની”, “પ્રતીમા”, “ચેતના”, “વિશ્વ વિજ્ઞાન”, “ધરતી”, “બાલમિત્ર”, “બાળક”, “ગાંડીવ”, “કનૈયો”, “રમકડું”, વગેરે સામયિકોમાં પ્રગટ થયાં હતાં.
એમનું ગુજરાતીમાં પ્રગટ થએલું પ્રથમ પુસ્તક હતું “બિન્દુ” (કનુ) ગજ્જર સાથેનો બાલગીતોનો સંગ્રહ ફેરફુદરડી.  એ પછી પ્રગટ થએલા બાલકાવ્યોના સંગ્રહ ટમટમતા તારલા માટે એમને સરકારી ઈનામ મળ્યું હતું.
 
 
એમની ગુજરાતી કૃતિઓ અમેરિકામાંથી પ્રગટ થતાં “સંદેશ”, “ગુજરાત ટાઈમ્સ”, “ગુજરાત સમાચાર”, “ગુજરાત દર્પણ”, “ગુર્જરી ડાઈજેસ્ટ”, “ગુંજન”, “અમેરિકન ગુજરાત”, વગેરે સમયિકોમાં પ્રગટ થઈ છે.
સ્વામી વિવેકાનંદે “અમેરિકાનાં બહેનો અને ભાઈઓ” સંબોધનથી શરૂ થતા શિકાગોમાં ૧૮૯૩માં યોજાએલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા પ્રવચન સંબંધી SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! (ભાવાનુવાદઃ સપ્ટેમ્બર ૧૧: આતંકના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતો દિવસ) નામનું પુસ્તક લખ્યું છે.
લૉર્ડ રીચર્ડ એટનબરોની ફિલ્મ “ગાંધી” માંથી પ્રેરણા લઈ ગિરીશે ફીચર ફિલ્મ “વિવેકાનંદ” માટે ૨૦૦ પાનાની અંગ્રેજીમાં પટકથા લખી છે. 
શિકાગોના વસવાટ દરમિયાન ઓગસ્ટ ૧૨, ૨૦૦૫ થી જુન ૨૦,૨૦૦૮ સુધી ઈસ્કોન (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રીષ્ણા કોન્સિયસનેસ – – આંતરરાષ્ટિય કૃષ્ણ ભાવનામૃત સંઘ) શિકાગોના હરે કૃષ્ણ મંદિરના સામયિક “શ્રી શ્રી કિશોર કિશોરી બુલેટિન” ના ગિરીશ તંત્રી હતા. (ઈસ્કોન શિકાગોના હરે કૃષ્ણ મંદિરની શ્રી કૃષ્ણ અને શ્રી રાધાની મૂર્તિઓ અનુક્રમે શ્રી કિશોર અને શ્રી કિશોરી કહેવાય છે.)
ગિરીશે લેખો, અહેવાલો,પત્રો વગેરે “પ્રબુધ્ધ ભારત”,”વેદાંત કેસરી”,”ઈન્ડિયા ટ્રીબ્યુન”,”ઈન્ડિયન રીપોર્ટર એન્ડ વર્લ્ડ ન્યૂઝ”,”ઈન્ડિયા પોસ્ટ”,”શિકાગો ટ્રીબ્યુન”,”મોડેસ્ટો બી” વગેરે અંગ્રેજી સામયિકોમાં પ્રગટ કર્યા છે.
ગિરીશનાં અંગ્રેજીમાં પ્રગટ થએલાં પુસ્તકોમાં સાત કોમ્પ્યુટર સોફ્ટવેર વિષયનાં છે.એમનું ટેકનીક્સ ઑફ પ્રોગ્રામ એન્ડ સીસ્ટીમ મેઈન્ટેનન્સ આ વિષય પરનું અમેરિકાનું પ્રથમ પુસ્તક હતું; અને એમના હેન્ડબૂક ઑફ સોફ્ટવેર મેઈન્ટેનન્સ પુસ્તકનું જાપાનીઝ ભાષામાં ભાષાંતર થયું હતું. એમણે અંગ્રેજીમાં ૨૦૦થી વધુ કોમ્પ્યુટર સોફ્ટવેર,અને અન્ય વિષયો પરના લેખો,વગેરે વિવિધ સામયિકો અને વેબ સાઈટો પર પ્રગટ કર્યા છે.
ગિરીશ “WIDER HORIZONS Weekly” (વિસ્તરતી જતી ક્ષિતિજો) નામનું આધ્યાત્મિકતા અને ધર્મના વિષય પર રસમય વાંચન પીરસતું સાપ્તાહિક કોલમ લખે છે. એ WHSW નામની યાહૂગૃપની વેબ સાઈટ પર પોસ્ટ થાય છે, અને સભ્યો, વગરેને ઈ-મેઈલથી મોકલાય છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસની કૃપાથી અને સ્વ. નાનક ગુરનાનીની પ્રેરણાથી ગિરીશે જુલાઈ ૨, ૨૦૦૪, ગુરુપૂર્ણિમાના દિવસે શિકાગોમાં “શ્રી રામકૃષ્ણ પરિવાર” (SRKP) ના શ્રી ગણેશ કર્યા હતા. હાલ SRKP મોડેસ્ટો, કેલિફોર્નિયામાં સાપ્તાહિક સત્સંગ યોજે છે.
ગિરીશ SDSMEM (સોફ્ટવેર ડેવલપમેન્ટ, સપોર્ટ, મેઈન્ટેનન્સ (અથવા મોડીફીકેશન), ઈવોલ્યુશન, અને મેનેજમેન્ટ) નામના યાહૂગૃપના તંત્રી છે.
 
સંપર્ક
 
GIRISH PARIKH
AUTHOR & JOURNALIST
2813 CANCUN DRIVE
MODESTO, CALIFORNIA  95355-7946
E-mail: girish116@yahoo.com
Phone: 209-551-1310

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: