Skip to content

અંબાલાલ ચંદુલાલ દેસાઈ : “શાન્તામ્બુ”

December 31, 2009

પહેલા વાચક,. પછી વિચારક કદીક પુછીયે તો જ સલાહકાર પણ વિચારે સદા કવિ અને લેખક એવા અમારી ગુજરાતી સાહિત્ય સરિતાનાં વડીલ અને માનનીય અંબુકાકા વિશે લખતા હું અઢળક આનંદ અનુભવું છું.અમેરિકા આવતા હતા ત્યારે ત્યારે તેમણે લખેલ પત્ર વાંચ્યો હતો અને તે દિવસથી તેમના માટે સાહિત્યીક અહોભાવ ધરાવું છું.તેઓ ત્યારે અને આજે પણ કહે છે “ભાઈ અહીં (અમેરિકામાં)તમારો ક્રોસ તમારે જાતે જ ઉપાડવાનો છે. આવો છો તો ભલે આવો અહીંયા બધે ડોલર લીલો છે અને તેની પાછળ દોટો કાઢે તે ઘેલો છે.”

જીવનમંત્ર : વહેતા રહેવું, એ જ જીવન…

 

આમ તો, જન્મ પછીનું જીવન સામાન્ય, પણ વિચારસરણી તે સમયથી જ એવી ઘડાઈ કે-  ‘શ્રેષ્ઠતાની જ અપેક્ષા રાખો : કાર્યની નીતિરીતિનાં ઉચ્ચ ધોરણો જ નક્કી કરો : નિષ્ફળતા આવે તો તે વિનાશક ના બને તેવી પરિસ્થિતિનું નિર્માણ કરો’ : “૧૯૨૧ ની ૨૧મી માર્ચે જન્મેલા બચુભાઈ” એ જન્મ્યા પછી, ૨૧ દિવસ બાદ જ “શ્રી આરાસુરી – અંબાજી” માતાના ખોળે આંખો ખોલી તેથી ‘અંબાલાલ’ કહેવાયા. ૧૬ વર્ષની ઉંમરે તો પુસ્તકાલયોનાં થોથે થોથાં વાંચી જતા આ કિશોરની વાંચનભૂખ એટલી હતી કે જે મળે તે વાંચે અને પાછા ઘરના તારાબાને ય શિખવાડે ! ૧૭ વર્ષની વયે, પહેલું કાવ્ય “બહેની ને !” લખ્યું. ૧૬ થી ૨૧ વર્ષના ગાળામાં, સાંઘિક પ્રવૃત્તિઓ કરી : ૧૯૩૯માં મૅટ્રિક અને ૧૯૫૮માં એમ.એ. કર્યાં. તે સમય દરમ્યાન છ સંતાનોને ઉછેરતાં ઉછેરતાં ગૃહ – ગૃહસ્થીય વ્યવસ્થિત રીતે [આમ આદમી ચલાવે તે રીતે ] ચલાવી. આમ તો આ અંબાલાલ ઉર્ફે અંબુભાઈની આમ-પ્રવૃત્તિઓનો ચિતાર ઘણો લાંબો છે, પરંતુ ૧૯૮૧માં નિવૃત્ત થયા બાદ અમેરિકા આગમન, સામાન્યત: આમ આદમી ન જીવે તેવું રહ્યું. અમેરિકા આમ તો સીનિઅર સિટિઝનને માન આપે ખાલી જુબાનનું, પણ અંબુભાઈએ અહીં પણ એમનું કૌવત બતાવ્યું.

જતીન અને અંજના સાથે રહીને “મા-બાપ” બન્યા. તેઓ માનતા કે Daughter–in–Law માંથી In–Law ને  Out–Law કરો તો જ જીવન જીવવા જેવું બને. ૧૯૯૫માં ભારતમાં વસતા બાકી રહેલા પુત્રો-પુત્રવધૂઓ, તેમના યે સંતાનો સાથે, જતીન – અંજનાને ત્યાં જ કાયદાકિય ધોરણે આવ્યાં. અમેરિકામાં ભારતીય સંયુક્ત કુટુંબની પ્રથા જાળવવી, તે સરળ વાત નહોતી, પણ પાંચેય ભાઈઓ અને તેમની પત્નીઓ, દાદા પાસે મનની વાત સહજ રીતે કરે અને દરેકને શ્રદ્ધા  પણ ખરી કે, બા અને દાદા વહેવારીક રીતે ઉકેલે આપશે જ. પહેલા પાંચ – છ માસ સૌ સાથે જ રહ્યાં, જે અમેરિકામાં તો કદાચ શક્ય જ નથી. પણ, દરેકને આ ગાળામાં તેમણે અમેરિકન રીતરિવાજથી વાકેફ કર્યા. “જતીન તો દાયણનું કામ કરશે, પણ જણનારીમાં તો જણવાનું જોર જોઇશે ને?” એવું કહી લાગણી તથા કાળજીથી દરેકને કામ કરતા કે અમેરિકામાં જ આગળ અભ્યાસ કરતા કર્યાં, ગાડી મેળવાવી અને દરેકના ઘરે તેમનાથી ચાલતા જઈ શકાય એવી રીતે પાંચ ઘર પણ કરાવ્યાં.

કહેવાય વિભક્ત કુટુંબ, પણ સાંજ પડ્યે, પાંચેય ભાઈઓને “દાદાની ટપાલ” મળે, જેમાં સાહિત્યનું કોઈ સારુ વાંચન હોય, કોઈક “દાદાનું વૈદું” હોય કે જાણવા જેવા ભારતના કે વિદેશના, સામાજિક કે કૌટુંબિક સમાચારો હોય કે નવીન અમેરિકી ટૅકનિકો કે વૈજ્ઞાનિક નૂતન નુસખા-તરીકા યે હોય ! વહુઓ પણ દીકરીઓ બનીને જ શાંન્તાબા પાસે આવે, વાતો કરે, કંઈ નવું બનાવ્યું હોય તે આપવા આવે કાં તો શાંન્તાબા કે અંજુભાભીએ નવું બનાવ્યું હોય તે લઈ જાય. ક્યારેક વ્યવહારિક કે કૌટુંબિક મુંઝવણોનો ઉકેલ પણ શાંન્તાબા પાસેથી મેળવી જાય. દર મહિને, મોટાભાગે છેલ્લા કે સહુનીય સગવડ સચવાય તેવા અનુકૂળ શનિવારે સાંજે જ “ભજન-ભોજન સંધ્યા”ની પૉટ-લક પાર્ટીઓ પણ થાય છે…ફરતાં ફરતાં… જ્યાં જે ઘરે નક્કી કરેલો વારો હોય, તેણે ખાલી દાળ કે કઢી જેવું પ્રવાહી ભોજન બનાવવાનું : બાકીનાઓ વાનગી-પત્રક મુજબની વાનગીઓનો જોગ કરે! આ સાંજે ૭ થી ૧૧ ચાલતી ભોજન વ્યવસ્થામાં ભોજન થાય તે પહેલાં ભજનો જ ગવાય. સુખ દુઃખની વાતો વહેંચાય : નોકરી કરતા સૌના સમય પણ સચવાય.

પહેલા જતીનભાઈનું ૪ જણાનું  કુટુંબ, બા-દાદા આવ્યા પછી ૬ નું થયું : ૧૯૯૫ માં ૧૫ જણાં આવ્યાં ત્યારે ૨૧ નું થયું… અને… આજે ૨૦૦૯ માં ૩૦ જણાનું આ કુટુંબ નિયમિતરૂપે, ભારતીય–સંસ્કારો–સભર રહે છે. અગવડતા કે દુઃખની વહેંચણી કરે છે. સગવડતા કે સુખના સરવાળા કરે છે !

અંબુભાઈ હવે તો ૮૮ વર્ષની વયે, સહુના “દાદા” છે, અને એવું સ્પષ્ટપણે માને છે કે, “સારા વિચારોનું ખેડાણ, વાવેતર અને વહેંચણી જ કરવી જોઇએ, કારણ કે માણસ જન્મે છે ત્યારે ગુણ અને દોષોનું પોટલું જ હોય છે, તેથી જેમ જેમ સારા વિચારો કરતા જઈએ, તેમ તેમ સારી વાણી અને સારું વર્તન જન્મતાં જ હોય છે, અને દોષો ઓછા થતા જાય છે. સારા વિચારો કલુષિતતા તથા ક્લેશ ઘટાડે છે.” તેમના આખા જીવનનો  નિચોડ આપતાં તેમણે જણાવ્યું કે – “શ્રેષ્ઠતાની જ અપેક્ષા રાખો : સિદ્ધિ કે સફળતા મેળવવાનું ઉત્તેજન મળે તેવી વિશિષ્ટ અને અનુકરણીય કામગીરી અપનાવો : સફળતાને વધાવો અને સહકારને પુરસ્કારો.”

તેમનું સાહિત્ય આ બ્લોગ ઉપર મુકાઇ રહ્યું છે. શાંતામ્બુ દેસાઇની યાદો

તેમનો ઇ મેઇલ સંપર્ક છે jatin@maverickeng.com

Advertisements
3 Comments leave one →
 1. Dinesh Rasiklal Shah permalink
  January 1, 2010 4:50 am

  We are aware of the quality writing of Shri Ambubhai when I had gone through letters from Shri Ambubhai after Arvinda kaki had expired at USA with so good words for consolation & on the very fact of life.
  We wish him good health for the rest of his life & continue writing & mail very good writing providing inspiration/ new ideas to us for a long time to come.

  • Dinesh Rasiklal Shah permalink
   January 1, 2010 4:53 am

   Wish you all very Happy 2010

 2. January 11, 2010 3:05 am

  અંમ્બુભાઈ,
  નમસ્તે. તમે આપેલ ગુજરાતી ડિક્ષનરી વગેરે વાપરુ છું અને યાદ કરુ છુ.
  ગયા માર્ચથી ઓસ્ટીન, દીકરીના ઘરથી નજીક ઘર બંધાવીને, રહેવા આવ્યા છીએ. સહકુટુંબનો ફોટો જોઈ આનંદ.
  સરયૂ પરીખ
  http://www.saryu.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: