કંટેન્ટ પર જાઓ

ભજમનભાઇ નાણાવટીનો તાજો અને નવો બ્લોગ “વાર્તાલાપ “

નવેમ્બર 29, 2009

 

[8001052UydQ[1].jpg]

 
http://bhajman-vartalap.blogspot.com/

ભજમનભાઇ નાણાવટીએ તેમનો બ્લોગ વાર્તાલાપ ઉપર બ્લોગ્નો અનુભવ બહુ સરસ રીતે વર્ણવ્યો છે.. તેમણે લખેલ તેમની વાત જે મને બહુ ગમી
 Then, a lot of water flowed in the river Sabarmati (Ahmedabad, India) and in the river Whangnui (Auckland, NZ). Yes, one year passed. I shifted temporarily from Ahmedabad, India to Auckland New Zealand. From OVEN (40 Deg.C) to Deep fridge (4 DegC) ! તેમની નિવૃત્તિની બ્લોગ પ્રવૃતિમાં આપણને ઘણુ મળે (તેમનુ માળીયે ચઢેલ સાહિત્ય સર્જન સહિત) તેવી શ્રધ્ધા સાથે તેમણે લખેલ તેમની વાત અત્રે મુકુ છુ. બ્લોગ વાચકોની મુલાકાતો થી સભર ત્યારે રહે કે જ્યારે પણ વાચક આવે ત્યારે નવુ જુએ તે તો તમને ખબર જ છે ને ભજમનભાઇ!

તેમનો સંપર્ક bsnanavaty@gmail.com

બાળપણથી વાંચવાનો શોખ છે. સાવરકુંડલામાં પિતાશ્રી શાળાના નિયામક હતા તેથી શાળાના પુસ્તકાલયનો ભરપૂર ઉપયોગ કર્યો. વેકેશનમાં પુસ્તકાલયના બધાં નવાં પુસ્તકોને પૂઠાં ચડાવવાની કામગીરી ને સાથે વાચન ! લખવાની પ્રવૃત્તિ કોલેજ કાળ દરમ્યાન આમ તો શરૂ કરી. પરંતુ વિદ્યાર્થી જીવન પુરું થતાં જ સાહિત્ય સર્જન અભરાઇ પર અને “દામ ઉપાર્જન” શરુ ! ત્રણ ચાર વર્ષથી વ્યવસાય-નિવૃત્તિ લીધા પછી જૂની પોથીને અભરાઇ પરથી ઉતારી ધૂળ ખંખેરી. સાતમા ધોરણના મારા અલ્પ સમયના વર્ગશિક્ષક શ્રી બોરીસાગર સાહેબને મળ્યો. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદની મંગળવારની સભા ‘નવસર્જકો સાથે સંવાદ’માં જોડાવા સુચન કર્યું. અમદાવાદમાં રહ્યો ત્યાં સુધી (અનિયમિત રીતે )  નવસર્જનની બાળપોથીમાં હાજરી આપી !

 

ભૂલથી જન્યુ. ’75 માં ‘ચાંદની’ વાર્તા માસિકમાં એક વાર્તા પ્રસિધ્ધ થઇ (“વાર્તાલાપ” પર મુકી છે ) ! એ સિવાય જૈન મુનિશ્રી પ. વૈરાગ્યરત્નસાગરસૂરિ મ.સા. એ ગુજરાતીમાં બાળકો માટે લખેલ “ગુડ બોય” ના મેં કરેલ અંગ્રેજી અનુવાદનું બે માસ પહેલાં વિમોચન થયું.

 

મેં નોંધ્યું કે રીડ ગુજરાતી વેબસાઇટ પર પ્રતિભાવની પગથી, ચર્ચાચોરો બની જાય છે ! મતલબ ભાવકોને મુક્ત રીતે પોતાના વિચારો પ્રગટ કરવાનું એક માધ્યમ જોઇએ છે. ઉપરાંત સ્વરચિત સર્જનને વેબ-સાગરમાં તરતા મુકવાની લાલચ પણ ખરી ! આ માટે બ્લોગ બનાવ્યો—વાર્તાલાપ. પછી બ્લોગમા જણાવ્યા પ્રમાણે એક વર્ષ વાર્તાલાપે વનવાસ (?) ભોગવ્યો ! દરમ્યાન અમદાવાદથી ઑકલેંડ આવવાનું થયું. સમય પસાર કરવા માટે અહિં તો અનય (મારો દોહિત્ર) અને લેપટોપ છે ! વિશાલ મોણપરાના ટાઇપ પેડને લીધે યુનિકોડમાં લખવાનું સરળ થયું. બ્લોગ જગતમાં એક જ મહિનામાં નટવરભાઇ મહેતા, વિજયભાઇ શાહ, સુરેશભાઇ જાની, નિલમબેન દોશી જેવા બ્લોગ-મિત્રો મળ્યા !  

 

3 ટિપ્પણીઓ leave one →
 1. ડિસેમ્બર 5, 2009 11:56 એ એમ (am)

  વિજયભાઇ,
  આભાર !

 2. ડિસેમ્બર 5, 2009 2:09 પી એમ(pm)

  What a wonderful Name. Wish you all the best.

 3. chandravadan permalink
  ઓક્ટોબર 4, 2010 6:47 પી એમ(pm)

  Good News !
  Welcome to Gujarati WebJagat !
  Abhinandan !
  I came to know of this Blog via Vijay Shah !
  All the Best, always !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Bhajmanbhai….Inviting you to REVISIT my Blog !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: