પ્રત્યાયન- ડો. પંચમ શુકલ
ડો. પંચમ શુકલ લંડન ખાતે ઈલેક્ટ્રોનીક્સ એન્જીનીયરીંગ વ્યવસાયમાં વ્યસ્ત છે. મને યાદ છે કે સુરેશભાઇ જાની મને બ્લોગ શીખવતા ક્યાંક અટકે તો કહેતા પંચમને પુછી જોઇશ. એટલે વહેવારીક રીતે એવુ બને કે મને પાણ બ્લોગકાર્ય શીખવવામાં તેમનો પરોક્ષ ભાગ રહ્યો કહેવાય. પણ તે સંદર્ભ કરતા ઊર્મીસાગરનાં સહિયારા સર્જનો ને મઠારનાર છંદનાં જાણકાર તરીકે મારો એમનો પરિચય વધુ ગહન છે. તેમણે તેમનો અનુભવ લખ્યો જ છે- આશા રાખું કે હવે તેમને અર્થઉપાર્જન ની સાથે સાથે ગુર્જર કાવ્યો જે પકવવા મુક્યા છે તેને બહાર કાઢે અને કાવ્યસંગ્રહ કે ઇ-બૂક તરીકે સૌને પીરસે.
હું ઘણા વર્ષોથી બ્લોગિંગ કરું છું. જો કે મારો બ્લૉગ એ બ્લોગની મૂળભૂત વ્યાખ્યા જેવો જ છે – વેબ-લોગ ! એ મારી કવિતાઓની ઓનલાઈન ડાયરી જ છે અને એટલે જ એ મારી સર્જન પ્રક્રિયાને સુસંગત એવા અનિયતકાલીન ધોરણે કાર્યાન્વિત છે.
હકીકતે, મે મારી કવિતાઓને મારા વેબપેજ પર મૂકવાની શરૂઆત તો 2003-04 થી કરેલી. પણ એ વખતે યુનિકોડમાં કોઈ પણ ગુજરાતી વેબસાઈટ મે જોઈ નહોતી. (મારી જાણમાં માત્ર બે જ રસપ્રદ વેબસાઈટ હતી – કેસૂડા અને ઝાઝી) . મારા વેબપેજ પર મેં જેપેગ (JPEG) અને પીડીએફ (PDF) ફોર્મેટમાં કાવ્યો મૂકેલા જે હજી પણ (રેફરંસ માટે) મોજુદ છે.
http://www.commsp.ee.ic.ac.uk/~pancham/mystuff.html
પછી લગભગ 2005ની શરૂઆતમાં Forsv નો બ્લોગ જોયો અને એસવી સાથે વાતચીત થઈ.
Reference: http://www.forsv.com/guju/?p=97#comments
એમની મદદથી ગુજરાતી યુનિકોડ કીબોર્ડ કેવી રીતે ઈંસ્ટોલ કરવું તેની ખબર પડી. એમના કહેવાથી બ્લોગસ્પોટમાં જુલાઈ 2005 માં પ્રત્યાયન નામે બ્લોગ શરૂ કર્યો.
Reference: http://pratyayan.blogspot.com/2005_07_01_archive.html
PhD નો અભ્યાસ અને નોકરીની જવાબદારીઓમાં એ ગતિ વધુ અનિયતકાલિન થતી રહી. બ્લોગસ્પોટ વાળો બ્લોગ પછીથી વર્ડપ્રેસ પર ખસેડ્યો. અત્યારે એ આ લીંક પરથી ઉપલબ્ધ છે.
પ્રત્યાયન – http://spancham.wordpress.com/
આશા છે કે આ ઐતિહાસિક માહિતી ગુજરાતી બ્લોગજગતના ઉદયની રૂપરેખામાં ઉપયોગી થાય અને આજના ને હવે પછીના ગુજરાતી બ્લોગરોને કિશોર રાવલ, ચિરાગ ઝા, અને સોનલ વૈદ્ય, ધવલ શાહ જેવા પાયાના પથ્થરોની જાણ રહે!
મારી કાવ્ય લેખનની પ્રવૃત્તિ વિષે કહું તો–
કવિતાનો શબ્દતો માના ઉદરમાંથી સંભળાતો રહ્યો. ઘરમાં જ કાકા શ્રી રાજેન્દ્ર શુક્લની કવિતાઓ – એમને મળવા આવતાં કવિઓ અને સાહિત્ય પ્રેમીઓની ચર્ચાઓ અને દાદી (ઉપરાંત દાદીના મમ્મી) પાસેથી આપણા ધાર્મિક ગ્રંથો શ્લોકો ભજનોનુ અપાર સાહિત્ય કાને પડતું રહ્યું.
4થા ધોરણથી કવિતા લખવાનું શરૂ કર્યું. હાઈસ્કૂલ દરમિયાન દાહોદના સામયિકોમાં કવિતાઓ પ્રગટ થતી. સ્થાનિક કવિ બેઠકોમાં જતો અને કવિતા વાંચતો. થોડું ઝાઝું પણ કવિતા લખવાનું ત્યારથી ચાલ્યું આવે છે. 1991 થી 1995 માં વલ્લ્ભ વિદ્યાનગરમાં સ્વ. દિલાવરસિંહ જાડેજા, મણિલાલ હ પટેલ અને જયેન્દ્ર શેખડીવાલાનો પરિચય થયો. એ દરમ્યાન લખાયેલા ગીતો ગઝલો અને અછાંદસ રચનાઓમાંથી કેટલાંક કંકાવટી (દા.ત. ગતિ- અછાંદસ અને સપના- ગઝલ), કવિલોક, જનક નાયક સંપાદિત મેગેઝિન (નામ ભૂલી ગયો છું: કશ્શું થતું નથી- ગઝલ) માં પ્રગટ કરવા મોકલ્યા અને બધાં જ છપાયાં. મણિલાલ પટેલે તો અડધો ડઝન જેવા કાવ્યો દસમો દાયકો માં પ્રગટ કર્યાં. અમુક તો કવર પેજ પર! એ બાદ પણ ક્યારેક શબ્દસૃષ્ટિ વગેરેમાં કાવ્યો પ્રગટ થયાં. પણ અભ્યાસ/નોકરી અને લખાયેલું મૂકી રાખી વધુ પક્વ કરવાની વૃત્તિએ કાવ્યો પ્રગટ કરવા માટે મોકલવાનું બંધ કર્યું જે આજ સુધી ચાલુ છે. હવે થોડી અનુકૂળતા છે, મિત્રો અને તંત્રીઓનો આગ્રહ છે અને મને મારા કાવ્યોની પક્વતાથી સંતોષ છે એટલે નજીકના ભવિષ્યમાં ગમતાં સામયિકોમાં કાવ્યો મોકલવાનું બનશે એવું લાગે છે.
અંતમાં-
બ્લોગની સુવિધા પછી વાચકો સુધી પહોંચવા માત્ર પ્રિંટ મિડિયાની જ જરૂર ના રહી એ સીમાચિન્હરૂપ ક્રાંતિ છે જે અનેક અજ્ઞાત લેખકો/કવિઓને બહાર લાવી રહી છે.
Dr Pancham Shukal ni kavitaa parnu ek bhaShy- By Valibhai Musa
પંચમભાઈને અહિં મળીને ઘણો જ આનંદ થયો.
એઓ તો બાળ કવિ છે…એટલે કે બાળક હતા ત્યારથી લખે. એમની રચનાઓ માણવાની એક અલગ મજા જ હોય છે.
પંચમભાઇ વિષે અહી વિશેષ વાંચી આનંદ થયો. તેઓ એક સરખા મનથી દરેકને સહ્કાર આપે છે. સપના ના બ્લોગને અને છંદ મઠારવામાં પણ તેઓ તત્પર અને મને પણ જરુરી માર્ગદર્શન આપતા જ રહે છે.
પંચમભાઈ ઉમદા વ્યક્તિત્વ તો ધરાવે જ છે, સાથે સાથે સાહિત્ય સર્જન અને બ્લોગર તરીકે ગુજરાતી ભાષાના સંવર્ધનનું સુંદર કાર્ય કરી રહ્યા છે. તેમનો પરિચય વાંચી વિશેષ આનંદ થયો.
પંચમભાઈ વિશે ઘણું જાણવા મળ્યું… અમે મિત્રો છીએ એટલે કદાચ એકબીજા વિશે ખાંખાખોળા કરતા નથી અને પરિણામે ન જાણેલા પાસાંઓ અજાણ્યા જ રહી જતા હતા…