કંટેન્ટ પર જાઓ

ગુજરાતની ધરતીનો બુલંદ સાદ-સૂર સંવાદ-આરાધના ભટ્ટ

ઓક્ટોબર 6, 2009

ગુજરાતી, ગુજરાતની બહાર જે રીતે ગુજરાત અને ગુજરાતી ભાષા માટે ગૌરવ ધરાવતો હોય છે અને જે માતૃભાષાને જાળવવા મથતો હોય છે તેનું વધુ એક જ્વલંત ઉદાહરણ છે ઓસ્ટ્રેલીયાનાં સિડનિ શહેરમાં ગુજરાતી રેડીયો સ્ટેશન “સૂર સંવાદ” અને તેમના સુત્રધાર આરાધના ભટ્ટ

    Aradhana1

પોતાના વિશે માહીતિ આપતા તેઓ કહે છે “હું ગુજરાતી રેડીયો સ્ટેશન ચલાવતી બ્રોડકાસ્ટર પહેલા છું અને પછી બ્લોગર્”..મેં તરત પ્રશ્ન પુછ્યો “ગુજરાતીમાં ઓસ્ટ્રેલીયા ખાતે પ્રથમ રેડીયો સ્ટેશનને ? “ત્યારે ગર્વથી તેમનું મસ્તક ઉંચુ હતુ.. તેમણે જણાવ્યું  “આ રેડીયો સ્ટેશન ફક્ત ગુજરાતી કલ્ચરને ઓસ્ટ્રેલીયામાં જાળવવા માટે તેમના સહિત સૌ સ્વયંસેવકો  પુરા ગુજરાતી હોવાનાં સ્વાભિમાન સાથે રેડીયો ચલાવે છે. “

થોડીક રેડીયો સ્ટેશન શરુ કરવાને પુર્વભુમિકા આપતા તેમણે જણાવ્યુંકે રેડીયો પ્રસારણ શરુ કરતા પહેલા દસેક વર્ષ તેમણે ગવર્ન્મેંટ રેડીયો સ્ટેશન ઉપર દસેક વર્ષ કામ કર્યુ હતું તે સમય દરમ્યાન તેમને લાગ્યા કરતુ હતું કે સિડનિનાં ગુજરાતીઓ ઇચ્છે છે કે તેમના અનુકુળ સમયે તેમને તેમની ભાષામાં કંઇક સાંભળવા મળે..નવરાત્રીમાં ગરબા તો હોળીમાં કે દિવાળીમાં તેમનુ સુગમ સંગીત કે લોક સંગીત્….પુરા એક વર્ષની મહેનત અને જહેમત પછી તેમને જોઇતો સમય રવિવારે બપોરે 3 થી 4 મળ્યો.અને તારીખ 19 ઓગષ્ટ 2007 થી તેમણે રેડીયો પ્રોગ્રામ શરુ કર્યો. આમેય તેમને પત્રકારી અને સુગમ સંગીતનાં રસે વૈવિધ્ય પુરુ પાડવામાં મદદ કરી.હાલ આ રેડીયો સ્ટેશન FM 89.3 પર દર રવિવારે 3 થી 4 ચાલે છે આ જીવંત પ્રસારણ તેમની વેબ સાઇટ www.sursamvaad.net.au ઉપર મુકાય છે જેથી તે જ્યારે સાંભળવુ હોય ત્યારે સમગ્ર વિશ્વને માટે પ્રાપ્ય હોય છે.આ વેબ સાઇટની મુલાકાત લેશો તો ગુણવંત શાહ તુષાર ભટ્ટ અને ક્રીકેટ અંપાયર સંજય હજારે જેવાના ઇંટરવ્યુ મુકેલા છે ઇંટરવ્યુ દરમ્યાન તેઓ સારુ એવું સંશોધન કરી ગુજરાત અને મહારાષ્ટ્ર ના ગુણવંતા ગુજરાતી સાથે વાતો કરતા હોય છે તારક મહેતા ડો સુરેશ દલાલ પીનાકી મેઘાણી શહાબુદ્દીન રાઠોડ અને મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ વાતો કરીને ઓસ્ટ્રેલીયાનાં તેમના શ્રોતાઓને ભરપુર ગુજરાતીપણુ તેમણે આપ્યુ છે.

 www.sursamvaad.wordpress.com બ્લોગ યુવા વર્ગને આકર્ષવા માટેનું એક વધુ સુલભ્ય સાધન છે જેમાં યુવા વર્ગ સક્રિય હોય છે.ગુજરાતી રેડીયો સ્ટેશન ઓસ્ટ્રેલીયા ઉપરાંત ભારત અને અમેરિકામાં પ્રસિધ્ધ છે.

તેમનો નવનીત સમર્પણમાં આવેલ એક લેખ વતન ને પત્ર અત્રે સામેલ છે અને તેમને વિશે વધુ માહીતિ આપતો દિશા જોશીનો લેખ જે જીતો વર્લ્ડમાં પ્રકાશીત થયો હતોરેડીયો ની આરાધના અહી વાંચો

89.3FM Sydney, Sunday 3-4PM
61-416223593(overseas callers)
0416 223 593 (within Australia)
www.sursamvaad.net.au
BLOG: http://sursamvaad.wordpress.com
aradhanabhatt@sursamvaad.net.au

Advertisements
7 ટિપ્પણીઓ leave one →
 1. Tushar Bhatt permalink
  ઓક્ટોબર 7, 2009 5:12 એ એમ (am)

  Dear Shri Shah, You have done a great service by writing about outstanding people in literature,journalism and other fields. It is nice to see that you have not missed the significant work being done for extending cultural boundaries of Gujarat in the far-flung Sydney,Australia,by Ms Aradhana Bhatt, who spent many years in Navsari. I wonder if you could,resources and time permitting, add such people’s own views in quote unquote. Thanks a lot. Tushar Bhatt, former Resident Editor,The Times of India and The Economic Times, Ahmedabad

 2. Tejas permalink
  ઓક્ટોબર 7, 2009 8:50 એ એમ (am)

  Aaradhnaben is doing a fantastic job in Australia for the cause of preservation of Gujarati culture.

  Wishing her best of luck and hopefully, she will carry on with the same enthusiasm – her quest to preserve and enhance our culture in Australia.

 3. ઓક્ટોબર 19, 2009 11:09 પી એમ(pm)

  આરાધના બેનને અભીનંદન.

 4. Pradip Pandya permalink
  ઓક્ટોબર 20, 2009 10:06 એ એમ (am)

  It is so good to read an article about Aradhana – in any of the cultural activities in Gujarati Language- you will find her as the back bone of the function. Now she has passed all the boundaries and made herself known all over the world through her dedicated and hard but pleasant work.
  Thanks for publishing an article on her – as one of Sydney resident we feel very proud and honoured to know her.
  May God bless her in all her future endeavours for our culture and language.

 5. નવેમ્બર 7, 2009 7:56 પી એમ(pm)

  આરાધનાબેનનો સૂર સંવાદ લગન અને નિષ્ઠાનો ઉત્તમ દાખલો છે.

 6. એપ્રિલ 22, 2010 4:06 એ એમ (am)

  આરાધના બેનને અભીનંદન.

 7. એપ્રિલ 22, 2010 4:09 એ એમ (am)

  આરાધના બેનને અભીનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: