કંટેન્ટ પર જાઓ

ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦૧૦ -૧૧ના પ્રમુખ બનનાર ભગવતીકુમાર શર્મા-નાનુભાઈ નાયક

ઓગસ્ટ 20, 2009

Photo courtsey: www.readgujarati.com and Nirmish Thaker

નર્મદ  નવલરામથી માંડીને આજ પર્યંત સુરતે સંસ્કારનગરી તરીકેની ઓળખ જાળવી રાખી છે. તાજેતરના ભૂતકાળની વાત કરીએ તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જયત પાઠક અને આજે ભગવતીકુમાર શર્મા જેવા મોખરાના સર્જકો સુરતે આપ્યા છે. આજે ભગવતીકુમાર આપણી વચ્ચે હાજર છે તે વાત જ આપણાં મનને પરિતૃપ્ત કરવા માટે પુરતી છે. એક સસ્કારી બ્રાહ્મણ કુટુબમાં એમને ઉછેર, માતાપિતાનો પ્રેમ તો તેઓ પામ્યા જ, સાથે સાથે એમનામાં સસ્કારનુ સુપેરે સિચન પણ પામ્યા. તેઓ એ સસ્કારનુ ભાથુ લઈને સાહિત્ય લેખનમાં પ્રવેશ્યા ત્યારથી આજ સુધી તેમણે પાછુ વળીને જોયુ નથી. આજે પચોતેર વર્ષે ભગવતીભાઈની સાહિત્ય યાત્રા અને સસ્કારયાત્રા સાથે સમાજપ્રતિબધ્ધતા પણ સોળે કળાએ ખીલી ઊઠી છે. સખત પરિશ્રમ, નાનામોટા સૌનો આદર, વિનય વિવેકપૂર્ણ આચાર, શુધ્ધ વૈચારિક અભિગમ અને સાહિત્ય સાથે સમાજ પ્રત્યે પણ પરિબધ્ધતા એમની વિશિષ્ટતા છે. ભગવતીભાઈએ કોઈને નારાજ કર્યાનુ જાણ્યુ નથી.

શહેર પ્રત્યે એમનો કુટુંબ જેવો લગાવ રહ્યો છે. જ્યાં અને જ્યારે જરૂર પડી ત્યાં અને ત્યારે શહેર સાથે ઊભા રહેવાની કર્તવ્યનિષ્ઠાને કારણે ભગવતીકુમારને આજે સુરતનું બચ્ચેબચ્યુ ઓળખે છે. પહેલી કવિતા લખી ત્યારથી ગણીએ તો લગભગ સાઠ વર્ષની એમની સાહિત્યસાધના દ્વારા આજે તેઓ સાહિત્યક્ષેત્રના ઉત્તુંગ શિખરે બિરાજે છે. સુરતની તો તેઓ ઓળખ છે. એક જમાનામાં નર્મદથી ઓળખાતુ સુરત આજે ભગવતીભાઈનાં નામથી ઓળખાય છે. આપણા સૌને માટે આવા ભગવતીકુમાર એક મહામૂલુ વ્યક્તિત્વ છે.

તેર નવલકથાઓ, બાર નવલિકાસગ્રહો, ચૌદ કાવ્યસગ્રહો, ત્રણ વિવેચન સગ્રહો, પાચ હાસ્યનાં પુસ્તકો, એક પ્રવાસકથા, બે પ્રવચનસગ્રહો, એક તત્રીલેખ સગ્રહ, અન્ય ભાષામાથી ત્રણ અનુવાદો, ગુજરાતીમાથી હિન્દીમાં એક અનુવાદ, એમની પાચ નવલકથાના હિંદી, મરાઠી, અગ્રેજી અનુવાદો અને છેલ્લે એક અત્યત વિશિષ્ટ આત્મકથા મળીને કુલ સિત્તેરેક પુસ્તકો એમનાં તરફથી મળ્યાં છે. ભગવતીકુમારે સ્વપરિશ્રમથી પોતાની કેડી કંડારી છે. ગુજરાતી તો એમની માતૃભાષા છે જ પણ હિંદી, અગ્રેજી, સંસ્કૃત અને ઉર્દુ ભાષાનો પણ તેમને સારો પરિચય છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ‘ડોક્ટર ઓફ લિટરેચર’ની પદવીથી નવાજ્યા છે અને દિલ્હી તથા ગુજરાતની સાહિત્ય અકાદમીઓ સહિત વાજપેયીજી તથા અડવાણીજીના હાથે પણ તેઓ સન્માન પામ્યા છે. નર્મદ ચદ્રક, રણજીતરાય ચદ્રક, કુમાર ચદ્રક, નવચેતન ચદ્રક વગેરે અનેક ચદ્રક તથા જૂદા જૂદા પ્રકારે એક લાખથી માડી ૨૫ હજાર, ૨૦ હજાર, ૧૦ હજાર, પાચ હજાર જેવા અનેક રોકડ પારિતોષિકો અને વિશિષ્ટ સાહિત્ય સેવા બદલ અનેક ગૌરવ પુરસ્કારો એમને પ્રાપ્ત થયેલાં છે.

એમ જોઈએ તો ગાધીજીને વાગેલી ગોડસેની ગોળીએ એમની પાસે માત્ર સોળ વર્ષની વયે કાવ્ય લખાવ્યુ હતુ. ગણીએ તો ગુજરાતી સહિત્યક્ષેત્રે એ એમનુ પહેલુ પગલુ ગણાય. તે પછી થોડુ થોડુ લખવાનુ શરૂ થયેલુ. તેમાં એમણે સૌથી પહેલાં ટૂકી વાર્તા પર હાથ અજમાવ્યો હતો. પછી નવલકથા, કાવ્ય, ગઝલ, હાસ્યકટાક્ષ, નિબધ, ચિતન, પ્રવાસ, નાટક, અનુવાદ અને છેલ્લે આત્મકથા સુધી સાહિત્યનાં તમામ પ્રકારો પર એમણે અત્યત સફળતાપૂર્વક કલમ ચલાવી છે.

 સુયોગ્ય શબ્દોની પસદગી, મનને સ્પર્શી જાય એવુ સાહિત્યિક ગદ્ય, વિચારવૈભવ અને સાથે સાથે તેવી જ ગતિશીલ રજૂઆત એ ભગવતીકુમારના સાહિત્યની વિશિષ્ટતા છે. મારે મન એમનુ સૌથી મોટુ જમા પાસુ એમની આચારશુધ્ધિ છે. મૂળથી જ સસ્કારી જીવ. હંમેશાં માતાપિતાને યાદ કરે. જેવુ બોલે તેવુ લખે અને જેવુ લખે તેવુ જ જીવે. ભગવતીકુમારની સાહિત્યકૃતિઓથી તો આપણે એમને ઓળખીએ જ છીએ, પણ એમના પોતાનામાં રહેલા માનવીય ગુણો વડે તેઓ આપણાથી વેંત ઊંચા બનીને આપણને પ્રેરણા આપે છે. એટલે જ તો આપણે સુરતીઓ એમના વડે ગૌરવ અનુભવીએ છીએ.

ભગવતીકુમાર સુરતને કેટલુ ચાહે છે તે એમની હમણાં જ પ્રગટ થયેલી આત્મકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ના નામ ઉપરથી જ આપણે સમજી શકીએ છીએ. સુરતને જરાક ઝટકો લાગે તો એમના મનને પણ ઝટકો લાગે છે. સુરત એમના શ્વાસપ્રાણમાં વસેલુ છે. લગભગ ચારસો પાનામાં ફેલાયેલી એમની આત્મકથા ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’માં એમની આત્મકથા તો છે જ, સાથે સાથે સુરતની ઓળખ પણ છે. જીવનની ચઢતીપડતીની વેદના અને ઉલ્લાસની બધી વાતો એમની આત્મકથાની સાથે સાથે ચાલે છે. ભગવતીકુમારને બરાબર ઓળખવા હોય તો એક વાર ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ના પાનાં ફેરવજો. એને પાને પાને તેઓ ફેલાયેલા છે અને સુરત પણ ફેલાયેલુ છે. આ ગુજરાતની એક અત્યંત વિશિષ્ટ આત્મકથા છે. એક લેખક પોતાના શહેરને કેટલુ ચાહી શકે છે તેનુ એમની આત્મકથા એક સુદર દ્રષ્ટાંત છે.

આવા આ બહુ જ મોટા ગજાના સાક્ષર અને સૌના શુભચિંતક ભગવતીકુમાર શર્મા ગુજરાતી સાહિત્ય પરિષદના બે વર્ષના પ્રમુખ તરીકે સર્વસમતિથી ચૂટાયા છે. ગુજરાતી સાહિત્યના વિકાસમાં સુરતનો બહુમુલ્ય ફાળો છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ચ.ચી. મહેતા,જ્યોતિન્દ્ર દવે અને જયત પાઠક જેવા વિદ્વદ્જનોએ સાહિત્યપરિષદનુ પ્રમુખપદ શોભાવ્યુ છે. આમ તો ભગવતીકુમારને સાતઆઠ વર્ષ પહેલાં પણ ગુજરાતી સાહિત્ય પરિષદનુ પ્રમુખપદ મળતુ હતુ. પણ તેઓ એમને મળતા માનઅકરામ સ્વીકારવામાં બહુ જ સકોચ અનુભવે છે. તો પણ આ વખતે અમે સુરતનાં સાહિત્યકારોએ બે ત્રણ વખત મળીમળીને એમને તૈયાર કર્યા હતા. એટલે જ સકોચપૂર્વક એમણે એ પદ સ્વીકાર્યું છે. હકીકતે ગુજરાતી ભાષાને પણ આજે એમની બહુ જ જરૂર છે. ગુજરાત આખુ, તેમાય ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાત એમની આ વરણીથી રળિયાત બન્યાં છે.

‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ની પ્રસ્તાવનામાં એમ  લખ્યુ છે

 મેં તો કેવળ શબ્દો આપ્યા,
મુજને પ્રેમ મળ્યો છે અઢળક.

તેમની પ્રસ્તાવનાના પાનાઓ પર અને આખી આત્મકથામાં એમની વિનમ્રતા આવી રીતે ઠેરઠેર દેખાય છે. બાકી ભગવતીકુમારના શબ્દો ગુજરાતી સાહિત્યમા, ગુજરાતી પત્રકારિત્વમાં અને ગુજરાતભરમાં સોનાના સિક્કાની જેમ રણકે છે. ડિસેમ્બર, ૨૦૦૯માં નવસારીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનુ અધિવેશન મળશે ત્યારે વિધિવત એમને ગુજરાતી સાહિત્ય પરિષદનુ પ્રમુખપદ સોંપાશે. આપણે એમને આપણા દિલી અભિનદન આપીએ અને એમની કલમે હજીવધુને વધુ મુલ્યવાન કૃતિઓ ઉતરતી રહે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવીએ.

 નાનુભાઈ નાયક, સાહિત્ય સગમ, સુરત

Email courtsy: Rasesh Dalal (Houston)

6 ટિપ્પણીઓ leave one →
 1. ઓગસ્ટ 21, 2009 12:30 એ એમ (am)

  Vijaybhai nice article you published here, thank you.
  meet you at

  himanshupatel555.wordpress,com

 2. ઓગસ્ટ 22, 2009 6:15 એ એમ (am)

  yees, just before months…

  I met him, really gr8 !!

 3. સપ્ટેમ્બર 8, 2009 3:23 પી એમ(pm)

  Nice to read about a great personality !

 4. નવેમ્બર 30, 2009 9:21 પી એમ(pm)

  Bhagwati Kumar Sharma…… along known writer,an intelegent writer
  with broad knowledge ofart of writing in Gujarati.
  Wish him a long long healthy life wishing to read more of his novels and short stories.Also wish his new titles in these
  two catogories of writing classicle.I congratulate him for the
  past to present leadership in literature and nomination of presidency
  at Gujarati Sahitya parishad.Thanks and best luck………ALHAJSAID

 5. જાન્યુઆરી 1, 2010 5:02 પી એમ(pm)

  સુંદર રેખાચિત્ર.

 6. ફેબ્રુવારી 7, 2013 11:50 એ એમ (am)

  It’s appropriate time to make some plans for the future and it is time to be happy. I have read this post and if I could I desire to suggest you few interesting things or tips. Perhaps you could write next articles referring to this article. I wish to read more things about it!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: