કંટેન્ટ પર જાઓ

એક સાંજ ‘ધબકાર’નાં ધબકારાઓની સાથે

જુલાઇ 12, 2009

header_bgcopy

સ્વાતી પટેલ (ગઢીયા) સાથે આમ તો ઘણી વાતો નવેમ્બર(૨૦૦૮)નાં થયે..બે દિવસની ટુંકી નોટીસમાં મને પંદર સત્તર “ધબકારાઓને” મેળવવા માં મદદ કરનાર શૈલ શાહ અને સ્વાતીબેનની નિષ્ઠાએ મને ગદ ગદ કરી દીધો…આમ તો નિયમ છે કે ૩૦ સભ્ય થાય તો સેન્ટર બને અને “ધબકાર” પાસે અમદાવાદ સુરત અને મુંબઈ જેવા સક્રિય વૃંદો છે.જે ગુજરાતીમાં કાવ્ય લખે છે.તેને સ્વર બધ્ધ કરવા મહેનત કરે છે અને નિર્ધારીત સમયે તે જાહેરમાં રજુ પણ કરે છે.

dhabkardhabakar2

mail

મને આ વૃંદમાં જવુ હતુ અને તેમના ધબકારાની નાડી માપવી હતી…મને તેઓનું વૃંદ ઉત્સાહથી ભર્યુ પુરુ લાગ્યુ અને ન ચાહતો હોવા છતા ગુજરાતી સાહિત્ય સરિતા સાથે વારંવાર સરખામણી મારી વાતોમાં કરતો રહ્યો. ગુજરાતી ભાષા આમતો ગુજરાતમાં વૃધ્ધ થતી રહી છે તેવા કાગારોળની વચ્ચે યુવાનોથી ભર્યુ આ વૃંદ ગુજરાતીભાષા જીર્ણ નથી અમારી જેમ થનગનતી અને ચિરંજીવી છે તે વાતને ડંકાની ચોટ ઉપર તેમના કાર્યોથી કરી રહી છે. મને તેમની તાજગી ને સલામ કરી તે સૌનાં ઉત્સાહને દ્વીગુણીત કરવાનુ અહોભાગ્ય મળ્યુ. શૈલ લખે, કેદાર મઠારે સંગીતમાં તેને સજાવે અને મંથન તેને વેબ ઉપર મુકે અને સર્જન રજુઆતનાં સમયે ધબકારનાં કલાકારો તેને જન સમક્ષ રજુ કરે તે પરિકલ્પનાને આ નવા લબ્બરમુછીયા ગુજરાતી યૌવન ધને સાકાર કરી તે વાતે મારા મનને રોમાંચીત કરી મુક્યું.

સદગત સદાબહાર શાયર સમ્રાટ જનાબ આદિલ મનસુરી એ અમને કહેલી ત્રણ વાત મેં તેમને કહી કે જ્યારે વૃંદમાં પદ પૈસો અને પ્રતિષ્ઠા આવશે ત્યારે વૃંદનું અધોગમન શરુ થશે તેથી ધ્યાન રહે કે આ વૃંદ સૌનું વિકાસ મંચ છે અને તે સૌ સાથે રહીને જ મેળવી શકે. આ પ્રકારનુ વૃંદ કેવા પ્રયોગો કરી શકે અને કેવુ તેમનું ભવિષ્ય હોઈ શકે તે કહેવા માટે ગુજરાતી સાહિત્ય સરિતાની ગૌરવગાથા તેમના ઉત્સાહને વધારવા મે સાનંદ કહી. ..વાતોમાં બે કલાક ક્યારે પુરા થઇ ગયા તે ખબર ના પડી ફોટા પડ્યા અને તે સૌ અત્રે આ લીક રુપે શૈલે આજે મોકલ્યા..(http://picasaweb.google.co.uk/DHABKAR/WelcomeShriVijaybhaiShahHustonUSA?feat=directlink )

 છેલ્લે મે તેમને કહ્યું ધબકાર જો ધબકતો રહે તો જ માતૃભાષા ધબકતી રહે..શબ્દાક્ષરી.. શબ્દસ્પર્ધા તે સૌ તેમને માટે શાળાનો પહેલો વર્ગ છે. તમે તો સ્નાતક છો..અને આવા તર્રવરીયા યુવાધનમાંથી જ  જન્મતા હોય છે કવિવર્ય રવિન્દ્રનાથ ટાગોર કે સંગીતકાર કલ્યાણજી આણંદજી કે સ્વર કિન્નરી લતામંગેશકર અને મહમદ રફી..તે સૌને જરુરી એવુ મંચ પુરું પાડતું ધબકાર તકનીકી રીતે પણ ઘણું સમૃધ્ધ છે.

સૌનાં મનમાં માતૃભાષાનાં ગૌરવનું આરોપણ કરી હું નીકળી ગયો..મારા દેશનિકાલાની સજા ભોગવવા..પણ મનમાં ગણગણતો હતો

ગુણવંતી ગુજરાતમાં છે રત્નો ઘણા

જોયા તેમાં ગુજરાતી સંતાનો ઘણા

4 ટિપ્પણીઓ leave one →
 1. જુલાઇ 13, 2009 11:03 એ એમ (am)

  gujarati bhasha mate karya karava mate dhabakar ane tena membero ne abhnadan
  bash apane apani bhasha ne jivati rakhava mate hakikat ma have mahenat keravi padase

 2. જુલાઇ 15, 2009 3:01 પી એમ(pm)

  તમારા માર્ગદર્શનને નિષ્ઠાથી અનુસરવા પ્રયત્ન કરીશું… જો એમાંનું થોડું ઘણું પણ સિદ્ધ કરી શકાશે તો એ દરેક સફળતા પાછળ તમારો એક ઉત્સાહથી પ્રેરતો ધક્કો હશે.

  આભાર

 3. જુલાઇ 21, 2009 12:55 પી એમ(pm)

  આપણાં ધબકાર ના ધબકારા વિશ્વમાં ધબકતા રહે એવી શુભેચ્છાઓ …

 4. ઓગસ્ટ 21, 2009 12:03 પી એમ(pm)

  ધબકાર ના ધબકારા ધબકતા રહે એવી શુભેચ્છાઓ …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: