Skip to content

હુકમનું પાનું – ખલીલ ધનતેજવી

જુલાઇ 2, 2009

 બરોબર સાડાત્રણનાં ટકોરે લેખક મિત્ર બિરેન કોઠારી મને લેવા આવી ગયા અને તેમની સાથે ખલીલ સાહેબને ત્યાં વણ નોતર્યા મહેમાન તરીકે પહોંચી ગયો.હું તો તેમને ગઝલકાર તરીકે જ ઓળખતો હતો પણ તેમના સાહિત્યની યાદી જોતા લાગ્યું કે તેતો સફળ ગઝલકાર હોવા ઉપરાંત સારા વાર્તાકાર્, દિગ્દર્શક અને નિવડેલા નાટ્યકાર પણ છે. સાચું કહુંતો મસ્તક આદરથી ઝુકી ગયું.. તેમનો પહેલો ગઝલસંગ્રહ “સાદગી” જોયો અને નવો ગઝલસંગ્રહ “સારાંશ” ભરત દેસાઈ માટે ખરીદ્યો. .

motabhai 023 

તેમનાં બેગમની સાથે જ્યારે છબી પાડી ત્યારે પાછળ કબાટમાં ગોઠવાયેલા તેમના સન્માનો અને ચંદ્રકોને પણ લીધા.

 motabhai 034


” મને મારી ખામીઓની ખબર છે અને હું મારી ઊણપોને ઓળખું છું” કહેતો આ સર્જક જેમ તેમના લખાણોમાં તેમની ખુમારી માટે પ્રસિધ્ધ છે આજે તેમની નમ્રતા નોંધનીય છે.

કવિ શ્રી સુરેશ દલાલ તેમના માટે લખે છે કે ” કાગળને કન્સલ્ટ કર્યા વિના જે મોજ મસ્તીથી ખલીલ ગઝલની રજુઆત કરે છે એ વિરલ છે.એમની ગઝલ ચૉટદાર છે.પણ કેવળ સભારંજની નથી. એમના શબ્દોમાં એક પ્રકારનું આકર્ષણ અને ઊંડાણ છે. ગહન વાતને પણ એ સરળતાથી સપાટી પર મૂકીને ફરી પાછા ઊંડાણમાં જઈ શકે છે અને સપાટી ઉપર આવી શકે છે. આ અવગુણ નહીં પણ અતિગુણ છે. એમની ગઝલો સપાટ બયાની નથી. પોતાની વિદ્યાપીઠમાં તૈયાર થયેલા આ શાયર એકાંતમાં અને જાહેરમાં જાણવા અને માણવા જેવા છે.

કોઇની આંગળી પકડીને ચાલવાનું તેમના સ્વભાવમાં નથી તેથી પોતે લખેલી ગઝલની પણ આંગળી પકડીને એ ચાલતા નથી એટલે પુનરાવર્તનમાંથી ઉગરી ગયા છે. જ્યારે મુશાયરાની વાત આવે છે ત્યાં સુધી આપણે કહેવું પડેકે રજૂઆતની બાબતમાં એ હુકમનું પાનું છે.”

તેમના સર્જનોનું વિશાળ પોત નિમ્નલીખીત સૂચી જોઇને આવશે..

 motabhai 037

આવો જોઈએ તેમના ગઝલ સંગ્રહ “સારાંશ”ની તેમની સહજ વાતો..

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછીતો એજ રસ્તાથી.

હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યોછે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફીયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાક મારી’તી, ઘણા વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.  

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી 

Advertisements
4 ટિપ્પણીઓ leave one →
 1. જુલાઇ 3, 2009 4:37 એ એમ (am)

  મુશાયરાના મંચ પરથી રજૂઆત કરનાર કદાચ ખલીલ સાહેબ એક એવા શાયર છે કે ક્યારેય પણ ડાયરી કે કાગળ રાખતા નથી મને યાદ છે મુશાયરાના મંચ પર એકવાર કશુંક વાંચવાનો પ્રસંગ ઉભો થયેલો ત્યારે હંમેશની મજાક કરવાની આદત પ્રમાણે મા. રમેશ પારેખ સાહેબે મજાકમા કહ્યુ કે….

  “ખલીલને લખતા જ નહી.. વાંચતા પણ આવડે છે..”

  પ્રસંગ વડોદરાના ચં. ચી.મહેતા ઓડિટોરીયમનો છે અને મુશાયરાનુ સંચાલન દેવદાસ અમીર કરતા હતા..

  વિજયભાઇ ખલીલ સાહેબના તરોતાજા picture અને ગઝલસંગ્રહ મારા માટે લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

 2. જુલાઇ 10, 2009 10:26 પી એમ(pm)

  વિજયભાઇ,

  તમે જે દિવસે ખલીલ સાહેબ ને મળ્યા તે જ દિવસે અનાયાસે મારા બ્લોગ ઉપર મેં ખલીલ સાહેબ ના થોડાક ચુનંદા ઉર્દુ શેરનો આસ્વાદ મિત્રોને કરાવ્યો હતો. કેવો સુભગ સજોગ !!!

  ખલીલ સાહેબની તમે મુલાકાત લીધી એનો મને ખુબ જ આનંદ થયો કારણકે હું તેમનો એક મૂક પ્રશંસક છું. ફોટા પણ સરસ આવ્યા છે.

  અભિનંદન.

  મનહર મોદી (‘મન’ પાલનપુરી)

 3. નવેમ્બર 4, 2009 5:15 એ એમ (am)

  એક સામાન્ય અને મધ્યમ વર્ગમાંથી આવતાં અને માત્ર પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરનાર ખલીલ ધનતેજવી સાહેબ એક પ્રેરણામયી વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવતા- મલ્ટી પર્સાનાલિટી પર્સન ! સરસ અને સહ્રધ્યી વ્યકિત! તેમના વિશે હું વિશેષ લેખ લખવાનો છે જેનાથી અન્ય લોકો ને પણ પ્રેરણા મળે.

  http://pravinshrimali.wordpress.com
  http://kalamprasadi.wordpress.com

Trackbacks

 1. ખલીલ ધનતેજવી, Khalil Dhantejvi | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: