કંટેન્ટ પર જાઓ

રજનીકુમાર પંડ્યા- ગુજરાતી સાહિત્યના મેધાવી સર્જક

જુલાઇ 1, 2009

અમદાવાદની એક દિવસીય ટૂકી મુલાકાત દરમ્યાન ડો. શરદ શાહનાં  સાહિત્યીક  મિત્રોમાંથી શ્રી રજનીકુમાર પંડ્યા સાથે ફોન મુલાકાત થઈ. તેમની ઇંડો અમેરીકન નવલકથા “પુષ્પદાહ”થી હું પરિચિત હતો તેથી વાતની શરુઆત ત્યાંથી થઇ. થોડી આડી અવળી વાતોને અંતે મેં તેમના પરિચય વિશે માહીતિ માંગી અને તેમણે જન્મ થી આજ દિન સુધી કરેલા કાર્યો અને હવે પછી પણ સક્રિય અભિયાનોની માહીતિ આપી. આ ટેલીફોનીક વાતો પછી તેમના જમણા હાથ સમાન બિરેન કોઠારી દ્વારા પણ તેમના સાહિત્યીક સિધ્ધીઓ અનુભવી..સાચેજ વૈવિધ્ય અને નવિન પ્રદાનોનાં સંદર્ભે તેમનું કૌશલ્ય મારા મનને પ્રભાવીત કરી ગયું. તો ચાલો ઓળખીએ રજનીકુમાર પંડ્યાને  ઉર્વીશ કોઠારીનાં શબ્દોમાં…

Rajanikumar pandya  rajanikumar_pandya  DSC_4688

શ્રી રજનીકુમાર પંડ્યા તથા તેમના કેટલાક પુસ્તકોનાં ચિત્રો  

છઠ્ઠી જુલાઈ ૧૯૩૮નાં રોજ જન્મેલ આ પીઢ સાહિત્યકારનું સર્જન ફલક બેમત નાવિન્યોથી અને સફળતાઓથી ભરેલું છે.  

 

 • ૧૯૫૯ થી ૧૯૭૪ સુધી  છુટી છવાઈ વાર્તાઓ લખાતી અને પ્રગટ થતી અને અનેક વાર્તા સ્પર્ધાઓમાં સ્વર્ણ ચંદ્રકો પણ મેળવતી.
 • ૧૯૭૭માં પ્રથમ વાર્તા સંગ્રહ “ખલેલ” પ્રકાશિત થયો અને ૧૯૭૭-૭૮માં તેને રાજ્ય સરકારનું શ્રેષ્ઠ વાર્તા સંગ્રહનું પારિતોષક મળ્યું.
 • ૧૯૮૦માં ગુરુવત મિત્ર મહમંદ માંકડનાં આગ્રહ થી સંદેશમાં કોલમ “ઝબકાર”માં નવા પ્રકારનાં શબ્દ ચિત્રોની કટાર શરુ થઇ અને અમાપ લોકપ્રિય થઈ
 • ૧૯૮૩માં આર આર શેઠની કંપની સાથે કરાર થયા અને ઝબકાર શ્રેણીનાં પુસ્તકોનું પ્રકાશન આરંભાયું.
 • ૧૯૮૫માં તેમની પહેલી નવલકથા “કોઇ પુછે તો કહેજો” ધારાવાહિક સ્વરૂપે સંદેશમાં પ્રસિધ્ધ થઇ.
 • ૧૯૮૯માં બીજો વાર્તા સંગ્રહ “ચંદ્રદાહ” પ્રસિધ્ધ થયો
 • ૧૯૯૦માં જન્મભૂમી જૂથનાં અખબારોમાં કટાર શરુ થઈ. જ્યારે ચિત્રલેખમાં પ્રસિધ્ધ થયેલ નવલકથા “કુંતી”એ એમને અપાર યશ અને કીર્તિ અપાવી અધિકારી બંધુઓ અને નિમેશ દેસાઈએ તેના ઉપરથી રાષ્ટ્રીય દુરદર્શન ઉપર હિંદીમાં ટીવી સીરીયલો બનાવી
 • ૧૯૯૪માં “પુષ્પદાહ ” ડોક્યુનોવેલ” એક સાથે પાંચ અખબારોમાં પ્રકાશીત થઈ..તેના પરથી પણ ટીવી સીરીયલ બની રહી છે.આ નવલકથા વિશેષ નિમંત્રણ થી અમેરિકા જઈને ત્યાંનાં વાસ્તવિક પાત્રો વચ્ચે રહીને લખવામાં આવી.
 • ૧૯૯૭માં સાબરકાંઠાનાં આદિવાસી વિસ્તારનાં લોકસેવક નરસિંહભાઇ ભાવસારના જીવન ઉપરથી લખાયેલી નવલકથા ” પરભવનાં પિતરાઇ” પરથી ટેલી ફીલ્મ બની
 • ૧૯૯૮માં વિશેષ નિમંત્રણ થી આફ્રિકા જઈને મલાવીનાં ઉદ્યોગપતિ  સ્વ. હંસરાજ કાલરીયાનું જીવન ચરિત્ર “હંસ પ્રકાશ્” લખ્યું અને જીવન ચરિત્ર લેખન ક્ષેત્રનાં પ્રખ્યાત કાબેલ લેખક બન્યાં
 • ૨૦૦૦માં તેમની ષષ્તિપૂર્તિની ઉજવણી વખતે ઉર્વિશ કોઠારી અને બીરેન કોઠારી દ્વારા “રજની કુમાર- આપણા સૌના” પ્રગટ થયુ જેમાં તેમનું જાહેર સન્માન અને તેમના વિશેનાં સંભારણા છે.
 • ૨૦૦૩માં નડીયાદનાં ઉદ્યોગપતી ઇન્દ્રભાઈ પટેલ (ઇપ્કો વાળા)નું જીવન ચરિત્ર વ્યવસાયીક ધોરણે લખ્યું.
 • નવનીતલાલ શાહ અને ફીઝાબેન શાહ નાં શ્રી હીરાલક્ષ્મી મેમોરીયલ ફાઉન્ડેશન નાં સહયોગમાં સાહિત્યને લગતા વિશિષ્ટ પ્રયોગો તેમણે પાર પાડ્યા જે હતા “વીસમી સદી”નામના ૧૯૨૦માં બંધ પડેલ અખબારનું પુન્રઃઉદય કર્યો.
 • દેશભક્ત રાજવી શાયર રુસ્વા મઝલૂમીની જીવન કિતાબનાં કેટલાક સંશોધનો કરી સત્યો બહાર કાઢતી વીડીયો બનાવી અને “મારોય એક જમાનો હતો” નામનુ પુસ્તક બહાર પાડ્યુ.
 • વિસ્મૃતીની ગર્તામાં જતી રહેલ એક સમયની કોકીલ કંઠી જ્યુથીકા રૉય ની સ્મૃતિ કથા નું સંપાદન કર્યુ..તેમને પ્રકાશમાં આણી તેમને સુયોગ્ય માનધન અને સન્માન અપાવ્યું
 • ૨૦૦૯માં ગુજરાતી ચલચીત્રનાં સદાબહાર નાયક ઉપેન્દ્ર ત્રિવેદીનું આત્મ કથન અને અન્ય આલેખ બહુરંગી તસ્વીરો સહીત સંપાદીત કર્યુ…
 • તેમને મળેલા સાહિત્ય જગતનાં અને પત્રકારીત્વનાં એવોર્ડ વિશે માહીતિ આપતા તેઓ કહેતા કે ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદનાં એવોર્ડ, પત્રકારીત્વમાં ગુજરાતી સરકારનો ઉત્તમ એવોર્ડ,હરિ ઓમ આશ્રમ એવોર્ડ,કલકતાનાં સ્ટેટ્સમેન અખબારનો રાશ્ટ્રિય કક્ષાનો એવોર્ડ, દૈનિક અખબાર સંઘ એવોર્ડ અને છેલ્લે કુમાર સ્વર્ણ ચંદ્રક એવોર્ડથી તેમનું જીવન ભર્યુ ભર્યુ છે. તેમને તેવીજ રીતે અમેરીકા આફ્રીકા યુરોપ દુબાઈ અને મસ્કતનાં પ્રવાસો અને વ્યાખ્યાન શ્રેણીનાં આયોજનો દરમ્યાન મળેલા વાચકોનાં સ્નેહને પોતાની અમુલ્ય મૂડી માને છે.

  તેમનો સંપર્ક rajanikumarp@gmail.com

  તેમના વિવિધ સાહિત્યની માહીતી અત્રે આપી છે 

  ક્રમ્  પુસ્તક નું નામ્  પ્રકાર્  કિંમત (રૂપીયામાં)
  કુંતી ભાગ ૧-૨ ત્રીજી આવૃતિ ( અકાદમી એવોર્ડ વિજેતા) નવલકથા ૨૦૦.૦૦
  પુષ્પ દાહ બીજી આવૃતિ નવલકથા ૨૦૦.૦૦
  અવતાર નવલકથા ૭૩.૦૦
  કોઈ પુછે તો કહેજો બીજી આવૃતિ નવલકથા ૧૧૫.૦૦
  પરભવનાં પિતરાઈ નવલકથા ૭૦.૦૦
  ફરેબ્ ( અકાદમી એવોર્ડ /પરિષદ એવોર્ડ વિજેતા) નવલકથા ૨૩૦.૦૦
  ચંદ્રદાહ બીજી આવૃતિ વાર્તા સંગ્રહ ૧૧૫.૦૦
  રંગ બીલોરિ વાર્તા સંગ્રહ ૬૦.૦૦
  હાસ બીલોરી વાર્તા સંગ્રહ ૬૦.૦૦
  ૧૦ મન બીલોરી વાર્તા સંગ્રહ ૬૦.૦૦
  ૧૧ આત્માની અદાલત / અહા કેટલી સુંદર ( ગુ.સા. પરિષદ પ્રકાશન) વાર્તા સંગ્રહ ૩૦.૦૦
  ૧૨ ઝાંઝર્ વાર્તા સંગ્રહ ૧૦૦.૦૦
  ૧૩ રજનીકુમાર પંડ્યાની શ્રેષ્ઠ વાર્તાઓ વાર્તા સંગ્રહ ૮૪.૦૦
  ૧૪ “ખલેલ” બીજી આવૃતિ વાર્તા સંગ્રહ ૪૧.૦૦
  ૧૫ દાંડીકુચના બજે ડંકા ( હસમુખ રાવળ સાથે) નાટક ૫૦.૦૦
  ૧૬ ઝબકાર કિરણ ૧ બીજી આવૃતિ કોલમ્ ૪૦.૦૦
  ૧૭ ઝબકાર કિરણ ૨ કોલમ ૧૮.૦૦
  ૧૮ ઝ્બકાર કિરણ ૩ કોલમ્ ૨૬.૦૦
  ૧૯ ઝ્બકાર કિરણ ૪ કોલમ્ ૨૯.૦૦
  ૨૦ ઝ્બકાર કિરણ ૫ કોલમ્ ૪૪.૦૦
  ૨૧ ઝ્બકાર કિરણ ૬ કોલમ્ ૬૫.૦૦
  ૨૨ ગુલમહોર બીજી આવૃતિ   ૧૦૦.૦૦
  ૨૩ હંસ પ્રકાશ જીવન ચરિત્ર ૧૭૫.૦૦
  ૨૪ રોમાંચ રેખા  રોમાંચક જીવન ચરિત્ર ૧૦૦.૦૦
  ૨૫ રજનીકુમારનાં શ્રેષ્ઠ જીવનચિત્રો   ૧૦૦.૦૦
  ૨૬ અક્ષરની આંખે   ૬૦.૦૦
  ૨૭ માયાનગર્   ૬૦.૦૦
  ૨૮  આપકી પરછાઇયાં (હિંદી ફિલ્મસંગીતજ્ઞોનાં શબ્દ ચિત્રો) ફિલ્મી શબ્દ ચિત્રો ૧૫૫.૦૦
  ૨૯ આપકી પરછાઇયાં (હિંદીમાં) ફિલ્મી શબ્દ ચિત્રો ૪૦૦.૦૦
  ૩૦ સંબંધ પ્રેમનો સંબંધોની સૃષ્ટિ ૫૫.૦૦
  ૩૧ લગ્નેતર સંબંધો સંબંધોની સૃષ્ટિ ૮૫.૦૦
  ૩૨ પરણ્યા એટલે સંબંધોની સૃષ્ટિ ૫૦.૦૦
  ૩૩ લડવૈયા શુરા જાગજો સંપાદન્ ૫૦.૦૦
  ૩૪ રુસ્વા મઝલુમી ની વીડીયો અને પુસ્તક્@ સંશોધન્ ૧૨૫.૦૦
  ૩૫ વીસમી સદી વેબ સાઈટ્  
  ૩૬ પ્રકૃતિ વેબ સાઈટ  
  ૩૭ જ્યુથીકા રોય-ચૂપકે ચૂપકે બોલ મેના વીડીયો અને પુસ્તક સ્મૃતિ કથા @ સંપાદન ૨૦૦.૦૦
  ૩૮ Intimate Impressions ફિલ્મી શબ્દ ચિત્રો  ૪૦૦.૦૦
  ૩૯ અનોખા શબ્દ ચિત્રો (સુરત યુનિ. એમ એ. નું પાઠ્ય પુસ્તક્)   ૧૦૦.૦૦

   પ્રકાશક આર આર શેઠની કંપની
  “દ્વારકેશ્ ” રોયલ એપાર્ટ્મેંટ પાસે
  ખાનપુર અમદાવાદ ૩૮૦ ૦૦૧

  @ શ્રી હીરાલક્ષમી ફાઉન્ડેશન ૨/૩ લોરેન્સ એન્ડ મેયો બીલ્ડીંગ
  ૨૭૮ દાદાભાઇ નવરોજજી રોડ ફોર્ટ મુંબઈ ૪૦૦ ૦૦૧
  જીવન ચરિત્ર્ (નવનીતરાય આરત્રિવેદી)

  પુરુષાર્થની પેલેપાર ભાગ ૧ (૨૦૦ રૂપિયા) બિરેન કોઠારી સાથે
  પુરૂષાર્થની પેલી પાર ભાગ ૨ (૨૦૦ રૂપિયા) બિરેન કોઠારી સાથે
  Beyond the Horizon ( Translation with Biren Kothari) ( 200.00 Rupees)
  પ્રાપ્તિ સ્થાન ડી -૮ રાજ્દીપ પાર્ક મીરા ચાર રસ્તા,બળિયાકાકા રોડ મણીનગર અમદાવાદ ૩૮૦ ૦૨૮

  આત્મ કથન અને અન્ય આલેખ ( ઉપેન્દ્ર ત્રિવેદી) બિરેન કોઠારી સાથે (કિંમત ૫૦૦.૦૦ રુપીયા)

  પ્રાપ્તિ સ્થાન ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  રતન પોળ  સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ

  One Comment leave one →
  1. જુલાઇ 4, 2009 10:56 પી એમ(pm)

   ખૂબ સુંદર પરિચય.

  પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  Connecting to %s

  %d bloggers like this: