કંટેન્ટ પર જાઓ

વળાંક પર મળવા જેવો સર્જક કીર્તિકાંત પુરોહિત

જૂન 23, 2009

વડોદરાનાં આ મેઘાવી કવિ સાથે મુલાકાત કરાવનારા મિત્ર ભરત દેસાઈ “સ્પંદન”નો આભાર માનુ તેટલો ઓછો છે..જો કે તેમને તેમના કાવ્યો થકી અને વેબ સાઈટ લય સ્તરો, આસ્વાદ અને કદાચ રીડ ગુજરાતીમાં તેમને વાંચ્યા હતા. મળવાની તક મળી અને થયુ કે ભીનાશનાં હસ્તાક્ષરો તો આવાજ હોયને..

ડો રશીદ મીર લખે છે

હોડ “કીર્તિ”ની અને અશ્વ ઉપર

ચુસ્ત હલકો સવાર રાખું છું 

પોતના નામને ઉપનામ તરીકે ઉપયોજીને ગઝલનાં મક્તામાં અનેક લક્ષણાર્થો પ્રગટાવનારા શ્રી કીર્તિકાંત પુરોહિતે “બુધકવિ સભા”માં પોતાની ગઝલોને ઘુંટે છે અને આ ગઝલત્વને પામવાનો અને પ્રમાણવાનો અથાગ પુરુષાર્થ જાળવી રાખ્યો છે.

Photograph_of_Mr._K.B._Purohit

ચાલો મળીયે ગઝલકાર  કીર્તિકાંત પુરોહીતને તેમના શબ્દોમાં

જિંદગીનાં એક જબરદસ્ત વળાંક ઉપર કવિતાએ મારો હાથ પકડ્યો અને એક સુંદર અવલંબન મળ્યું. નિજાનંદનું એ સુપ્રભાત હતું. મુંબઈનાં જુના મિત્ર અને જાણીતા શાયર લલિત વર્માએ બુધસભા અને ડો રશીદ મીરનો પરિચય કરાવ્યો. સમય કાઢીને કવિતા વર્તુળો અને બુધસભામાં જવા માંડ્યું. અનેક કવિ મિત્રોનો પરિચય થયો..તેમની રચનાઓનો પરિચય થયો. ડો રશીદ મીર, ગુલામ અબ્બાસ “નાશાદ”, અને મોનો ઇમેજનાં પ્રણેતા ડો મધુભાઈ કોઠારી જેવા મિત્રોનું માર્ગદર્શન મળતુ રહ્યુ…

કવિતાનાં વિવિધ પ્રકારો જેવાકે મોનો ઇમેજ, મુક્તકો, કાવ્ય અને ગઝલો ઉપર શીખ્યા અને તેના બંધારણ ને જાળવી ને લખ્યું, રજુ કર્યુ અને પ્રસિધ્ધ પણ થયું

વ્યવસાયે સફળ ઇજનેર, કાર્યદક્ષ વહીવટ કર્તા ૬૬ વર્ષીય કીર્તિકાંતભાઈ અને તેમના ધર્મ પત્ની ચંદાબેન નિવૃત જીવનની રસ વૃતિઓને ગઝલ સંગીત  અને નાટ્ય પ્રવૃતીઓથી ધમ ધમતું રાખે છે.

તેમને ગમતી તેમની કૃતિ “”સરનામું” અત્રે રજુ કરતા આનંદ અનુભવું છું

સીધું યા પરભારું હોવું જોઈએ
દર્દનું સરનામું હોવું જોઇએ

લોકને બસ હોય નિસ્બત એટલી
તારું અથવા મારું હોવું જોઈએ

માવજત માટે હશે રસ્તા ઘણાં
પણ દુઆનું ય બારું હોવું જોઇએ

મોતની અલબત્ત સફર છે એકલી
જીવવું સહિયારું હોવું જોઇએ

રૂપ, કૌશલ ને ગુણો ઓછા પડે
કીર્તિ, ગજવે નાણું હોવું જોઇએ.

તેમના કાવ્ય સંગ્રહો :૧. ભીનાશનાં હસ્તાક્ષરો ૨.વણાંક પર

પ્રાપ્તિ સ્થાનઃ ક્રીટોન પ્રકાશન, ૧૦૧ સ્ટેટસ એવન્યુ મકરપુરા રોડ વદોદરા ૩૯૦ ૦૦૯ ફોનઃ ૦૨૬૫ ૨૬૫૧૭૧૮

 તેમનો સંપર્ક purohit@kritonwelders.com

Advertisements
13 ટિપ્પણીઓ leave one →
 1. જૂન 23, 2009 4:33 એ એમ (am)

  માવજત માટે હશે રસ્તા ઘણાં
  પણ દુઆનું ય બારું હોવું જોઇએ

  આ શેર ખુબ જ ગમી ગયો.અભિનંદન.

 2. જૂન 23, 2009 8:44 એ એમ (am)

  સુંદર લેખ… કવિ વિશે જાણવાનું ગમ્યું… ગઝલ પણ સરસ પસંદ કરી છે…

 3. જૂન 23, 2009 9:44 એ એમ (am)

  સરસ લેખ. પુરોહિત સાહેબની ગઝલોમાં અનુભવનું અમૃત અને ચિંતનનું સત્વ ભારોભાર અનુભવી શકાય છે. કલ્પનોની તાજગી, તર્કબદ્ધ વિચાર સરણી અને બંધારણની શુદ્ધિ ઊડીને આંખે વળગે એવી હોય છે.

  પુરોહિત સાહેબની ગઝલો મને ગમે છે.

 4. જૂન 23, 2009 2:56 પી એમ(pm)

  એમની ગઝલોનો આસ્વાદ અવારનવાર માણીએ છીએ, એમના વિશેની માહિતી જાણી આનંદ થયો. વડોદરામાં કીર્તિસ્તંભ છે, એનો ઈતિહાસ જૂનો થઈ ગયો. હવે આવી હસ્તીઓ વડોદરાને કીર્તિમાન રાખે છે …

 5. જૂન 23, 2009 8:49 પી એમ(pm)

  સ-રસ માહિતી… અને સુંદર ગઝલ !

 6. જૂન 24, 2009 11:39 એ એમ (am)

  આપ સૌનો વ્યક્તિગત આભારી છું.

  શ્રી વિજયભાઇ દરેક મિત્રોને મારો આભાર પહોંચાડ્વા વિનંતિ.

 7. જૂન 25, 2009 12:02 એ એમ (am)

  આવા કવિઓ અને સાહિત્યસેવકો છે એટલે તો આપણી ગુજરાતી અજરા અમર છે.

 8. જૂન 26, 2009 4:54 એ એમ (am)

  એક મળવા જેવા માણસને મળીને ખૂબ આનંદ થયો.

 9. જૂન 30, 2009 9:05 એ એમ (am)

  કીર્તિકાન્તભાઈ વિષે આપના બ્લોગમાં વાચી ખુબ આનંદ થયો. મારે માટે તો તેઓ પથદર્શક છે. વડોદરામાં ‘બુધસભા’ માં મને દોરી જનાર અને રશિદ મીર સાહેબ અને ‘નાશાદ’ સાહેબ અને બુધસભાના અન્ય કવિમિત્રો સાથે પરિચયના તેઓ નિમિત્ત છે. સારા ગઝલકાર અને તેથીયે વધુ સારા માનવી એવા શ્રી કીર્તિકાન્ત પુરોહિત ને તંદુરસ્તીભર્યા દીર્ઘાયુષ્યની શુભેચછાઓ અને તેમના હાથે ગઝલ મહારાણીની સેવા થતી રહે તે જ અભિલાષા.

  – ‘મન’ પાલનપુરી

 10. જુલાઇ 3, 2009 9:56 એ એમ (am)

  very nice to c u …!!

  it’s like to meet personally.

  regards,

  kirtiuncle and vijayuncle, too …..

 11. જુલાઇ 10, 2009 6:42 પી એમ(pm)

  ચોતરફ મીઠી નદીઓ ઠાલવી થાક્યો,
  ના ગમ્યું’તું દરિયાને રહેવું સદા ખારું.

  દીવડો માથે સતત મૂકી ઉભો તોયે,
  થાંભલાને વેઠવાનું હોય અંધારૂં.

  બહુ જ અર્થસભર અને સોંસરી ઉતરી જાય તેવી ગઝલ્.

  -મન પાલનપુરી

Trackbacks

 1. એવું શાને ? « ગુર્જર કાવ્ય ધારા………a way of talking
 2. અલગારું « ગુર્જર કાવ્ય ધારા………a way of talking

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: