કંટેન્ટ પર જાઓ

શફ્કનાં અજ્વાષનો કાંક્ષિત મુન્શી “શફક”

મે 13, 2009

ભાઇ કાંક્ષીત સાથે વેબ વાતચીતમાં તેને મારો “ધબકાર” તરફનો મારો અહોભાવ મેં વ્યક્ત કરેલો..નવયુવાનોનું આ ગુજરાતી વૃંદ ગુજરાતી રચવુ, સંગીતમાં તે રચનાને શણગારવુ અને ગુજરાતી પ્રજા સમક્ષ સગર્વ રજુ કરવુ એવા કેટલાય કામો કરે છે આ વૃંદ નાં ઘણા સિતારાઓમાનો એક કાંક્ષીત વેબ વાતચીતમાં કહેતો સંભળાયો કે મારો પરિચય્ હમણાં જ પુરો કરી અને તમને મોકલાવુ છું..તેને વિશે વધુ જાણવા તેની વેબ પેજ  શફ્કનાં અજ્વાષ ખોલ્યું અને મને ગુર્જરી વેબ જગતનાં ઘણાં ઝળહળતા સુર્યો વચ્ચે એક વધુ ઝળહળતો સૂર્ય મળ્યો.જે પોતાને કિરણો કહે છે..( જે સૂર્ય એક દિવસ જરૂર થશે..) “શફક” એટલે કે, કિરણો, સૂર્યનાં કિરણો, અને કાંક્ષીતની  કવિતા એટલે સાહીત્ય રૂપી સુર્ય ની આફતાબી શફક. આ બ્લોગ દ્વારા આપણે માણીશું ગીત, ગઝલ, નઝ્મ અને એવાં અનેકવિધ પ્રકારોનો મખમલી અજ્વાષ.  

ફુલ નહીં તો ફુલની પાંખડી, તેમ જ સૂર્ય નહીં તો સૂર્યનાં કિરણોથી મા ગાયત્રી આપણાં સહુનાં જીવનને પ્રજ્વલીત કરે તેવી આશા સાથે આ બ્લોગ વેબ જગતનાં વિશાળ નભમાં કાંક્ષીતે રમતો  મુક્યો છે. કાંક્ષીતને માટે મારી એટલીજ શ્રધ્ધા કે સુર્ય એ સતત અને નિયમીત ગતિમાં રહેતો ગ્રહ છે અને તેજ રીતે ગુર્જરી માતૃભાષાને રણકતી રાખવા સતત અને નિયમીત રહીશ.

kankshit_munshi

 છે મારી પાસે એક મઝાની જાદુઇ લાકડી,
   ફેરવું જો શબ્દ પર તો ગઝલ સર્જાઇ જાય છે…”

નામ, કાંક્ષિત મુન્શી. વતન, અમદાવાદ.  

 મનની મોકળાશ માટે કવિ, ગાયક, વાદક યા તો સ્વરકાર. કવન અને ગાયન સાથે સંબંધ થોડા વર્ષો જુનો ભલે, પણ જ્યારે કોઇ નવી કવિતા કે ગીત લખાય ત્યારે એમ લાગે કે હજી હમણાં તો અમે મળ્યાં… કવનનાં અનેકવિધ પ્રકારોમાંથી “ગઝલ”  એ મારો પ્રિય પ્રકાર, “શફક” મારું તખ્ખલુસ અને દર્દ-ઓ-ગમ મારો ગમતો મિજાજ…

 દર્દ નો એવો ગજબ અહેસાસ છે
હું રડું છું મારી આંખે પ્યાસ છે

 હું ગઝલ લખું અને મન ધ્રુસકે ચઢે,
કેવાં શુકન, કેવો રૂડો આઘાસ છે,

 દર્દ નો એવો ગજબ અહેસાસ છે

 બ્લોગ જગતમાં મારી ગઝલો મંથન (http://www.manthanbhavsar.co.cc)ના પ્રોત્સાહનથી લગભગ એક વર્ષ પહેલાં મુકવાનું શરૂ કર્યું. એક જ વર્ષમાં વાચકો જાણે અંગત મિત્રો બની ગયાં અને blogging માધ્યમ મટીને અવસર બની ગયું. “અજવાષ શફકનો…” બ્લોગ દ્વારા પાછલાં થોડાક વર્ષોમાં લખાયેલ તથા નવી રચાતી અમુક ગઝલો બ્લોગ ઉપર મુકતો રહ્યો છું. મારો પુર્ણ પ્રયાસ એ જ છે કે બ્લોગના માધ્યમ થી મારા વિચારો, સંવેદના અને અનુભુતિ, આમ તો મુળ મારા અને આમ અન્ય ઘણાં મિત્રો માટે મુકતો રહું.

“For me poetry is either extempor expression of emotions or although rarely, a properly calculated ideological layout of words”

“અજવાષ શફકનો…” બ્લોગ (www.kankshit.wordpress.com)  ઉપર મારી સ્વરચિત રચનાઓ મુકવાનું પ્રયોજન કરવામાં આવ્યું છે. મુળ તો આ રચનાઓ અમુક બનાવો, પ્રસંગો,  યા તો કલ્પનઓ નું શાબ્દીક સ્વરૂપ છે, અને ઘણી વખત વાંચેલી, સાંભળૅલી અને ગમેલી રચનઓ તથા લેખોથી આકર્ષાઇને, પ્રેરાઇને, સર્જાતું કવન છે….

thashe_sara_vana.._(ghazal)

Blogging થી ઘણાં ગુણીજન કવિઓની ઓળખાણ પણ થઇ, blog comments ના માધ્યમે તેઓએ ઘણીએ વાર મને રોક્યો, ટોક્યો અને બિરદાવ્યો.. આજે “અજવાષ શફકનો…” બ્લોગ પર લગભગ ૫૫૦૦ થી વધુ hits છે અને ૧૦૦ થી વધુ repeatative વાચકો છે. આપ સહુનો પ્રેમ આમજ મળતો રહે અને મા ગાયત્રીની ક્રુપાથી, લખવું, ગાવું અને સાંભળવું સતત ગમતું રહે તેવી પ્રાર્થના.

અંતે સહુ સંગાથી સાહીત્ય રચયિતાઓને  અને સાહીત્ય રસિયાઓ ને એટલું જ કહેવાનું કે…..

લોભાઇ ના જવું ઓ કવિ વાહ વાહમા,
કવનની તો મઝા છે ફકત આહ આહમા”

(www.kankshit.wordpress.com)

 E mail :kmm8182@gmail.com

2 ટિપ્પણીઓ leave one →
  1. મે 17, 2009 9:36 પી એમ(pm)

    congratulation kankshit !!
    i am one of the biggest fan of your poems…

  2. જુલાઇ 10, 2009 10:16 પી એમ(pm)

    promising youngman in the world of gazals. good luck kankshit.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: