કંટેન્ટ પર જાઓ

ગુજરાતી સાહિત્યનું નવું સરનામું – મીતિક્ષા.કોમ

મે 8, 2009

મીતિક્ષા બહેનનું નવું નામ અમી સરળ ને સીધુછે..તેની કહાણીસાચી ને મનોગમ્ય છે..તેમણે તેમના પરિચયમાં લખ્યું છે તેથી તે અહીં પૂન્રાવર્તીત કરવાને બદલે તેમણે જે નથી લખ્યું તે લખી આ પરિચય ને સંપૂર્ણ બનાવીશ. જયશ્રી ભક્તા નો  બ્લોગ ટહુકો જ્યારે જોયો હતો ત્યારે જે ગુજરાતીનોખજાનો જોવા ને સાંભળવા મળ્યો એમ મારી જાતને વારંવાર કહી લગભગ અઠવાડીયું પ્રફુલ્લ વદને ફર્યો હતો..બસ તેવી જ લાગણીઓ મીતિક્ષાનો બ્લોગ જોયો ત્યારે થઈ હતી.

ટહુકાની કહાણીજયશ્રીને અમિ ને બે બહેનો બનાવી દીધી..જેમ કે લતા મંગેશકર અને આશા ભોંસલે..

વૈવિધ્ય સભર અને ગુજરાતી પ્રાચીનને અર્વાચીન દરેક સુંદર ઘડાયેલી રચનાઓનો સંપૂટ એ કંઇ નાનું કામ નથી…એમની વાતો તમારી સમક્ષ મુકતા  કહી દઉં કે તેઓ તેમની જાતને સાહિત્ય પ્રેમી કહે છે તે તેમના બ્લોગનાં સંચય અને સંગ્રહને જોતા આપને સમજાશે..કે તેમનું કાર્ય ગુજરાતી સાહિત્યનું ઉમદા કાર્ય છે. આ કાર્ય તેમને ગુજરાતી સાહિત્યનાં માનુની વારસદારબનાવે છે અને તેમનો આ યશ તેઓ હંમેશ દક્ષેશભાઈસાથે વહેંચે છે દિયર ભોજાઈનીખાનદાની છે કે કામ અને કદર સરખાભાગે વહેંચાય છે.

  mitixa

હું  ગુજરાતી સાહિત્યની પ્રેમી છું. સ્ત્રીના જીવનમાં લગ્ન એક એવી ઘટના છે જે તેના અસ્તિત્વ અને એના વ્યક્તિત્વને બદલી નાખે છે. અને એ બદલાવની શરૂઆત નામથી થાય છે. મારું નામ મીતિક્ષા હતું પણ અતુલ સાથે લગ્ન થયા પછી વારંવાર મીતિક્ષા બોલવામાં થોડું કઠે એટલે અતુલનો અ અને મીતિક્ષાનો મી એમ સંયોગ કરીને અમી નામ રાખ્યું. લગ્ન આખરે તો બે સ્વતંત્ર વ્યક્તિત્વને ઓગાળી સાથે જીવવાની, એકમેકમાં મળી જવાની જ ઘટના છે ને ? મારા કિસ્સામાં વ્યક્તિત્વને ઓગળવાની ઘટનામાં મારું નામ પણ સામેલ થયું. લગ્ન પછી મને બધા અમી નામથી જ ઓળખવા લાગ્યા. મને પણ એ નામ ખુબ ગમી ગયું. એટલે એક રીતે કહું તો મીતિક્ષા.કોમ – બ્લોગને લીધે મને મારું નામ પાછું મળ્યું – સુખદ રીતે.

મારો જન્મ ભરૂચમાં. નાનપણથી જ સાહિત્યનો શોખ હતો. કવિતાઓ, ગીત-ગઝલો, ભજનો અને પ્રાર્થનાઓ વાંચવાનું, સાંભળવાનું અને ગાવાનું ગમતું. જે જે ગમતું તેને ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં પણ રસ. કોલેજમાં ગરબા અને નાટકમાં ભાગ પણ લીધેલો. લગ્ન પછી ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરામાં આવી. ઈશ્વરકૃપાથી સાહિત્યપ્રિય અને સંસ્કારી ઘર મળ્યું. મારા પતિ, દિયર તથા સસરાને સાહિત્યનો ઘણો જ શોખ. એટલે જાણે સોનામાં સુગંધ ભળી. જો કે ગૃહસ્થજીવનની જવાબદારીઓને અદા કરવામાં ઘણોખરો સમય જતો હોવાથી સાહિત્યની મારી પ્રિય પ્રવૃત્તિ પર થોડો કાપ આવ્યો. પણ અલપઝલપ સમય મળતાં ઘરમાં જે પુસ્તકો હતા, તે તો વાંચતી જ.

દક્ષેશભાઈ અમેરિકા ગયા પછી એમણે ભેગો કરેલો ગુજરાતી ગઝલોનો ખજાનો મારા હાથમાં આવ્યો. ઘણીબધી ઓડિયો કેસેટો પણ એમાં હતી. એથી ફરી સાહિત્યના મૂળિયાં તાજાં થયા. થોડા વખતમાં ઘરમાં કોમ્પ્યુટર (લેપટોપ) અને ઈન્ટરનેટ આવી ગયું અને હું ગુજરાતી ટાઈપ કરતાં પણ શીખી ગઈ. વળી દક્ષેશભાઈએ શ્રી યોગેશ્વરજીના જીવન અને કાર્યો પર આધારિત સ્વર્ગારોહણ વેબસાઈટ શરૂ કરી. એથી ગુજરાતી ટાઈપ કરીને એ મહાકાર્યમાં સહભાગી બનવાનો મને સુવર્ણ અવસર મળ્યો. સાથે સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઘણીબધી ગુજરાતી વેબસાઈટો પણ જોઈ. દક્ષેશભાઈને વેબસાઈટ ડીઝાઈન કરવાનું ફાવે એટલે એમને બે-ત્રણ વાર કહ્યું પણ ખરું કે આપણે પણ આવી એક સાઈટ શરૂ કરીએ. એથી દક્ષેશભાઈએ ટહુકો.કોમ નામ રજીસ્ટર કરાવ્યું. (જે પાછળથી એમણે જયશ્રીબેનને ભેટ આપ્યું.) પણ સ્વર્ગારોહણના કામમાં પાછા વ્યસ્ત થઈ જવાથી એ વિચાર બાજુ પર રહી ગયો. કદાચ સાહિત્ય-યાત્રા માટે સાનુકૂળ મૂહૂર્ત હજુ નહોતું આવ્યું. એ મૂહૂર્ત તદ્દન વિચિત્ર રીતે, એક અકસ્માતના રૂપમાં આવ્યું.

20 માર્ચ, 2008 ના રોજ અંબાજીથી પરત આવતા અમારી કારને જીવલેણ અકસ્માત નડ્યો. કારમાં સવાર ચારમાંથી એક વ્યક્તિ ઘટનાસ્થળ પર જ હરિને શરણ થઈ ગઈ એથી અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ આવશે. અકસ્માતના શરૂઆતના દિવસોમાં તો ફરી બેઠા પણ ન થવાય કે કાયમી ખોડ રહે એવી શક્યતા હતી, પણ ઈશ્વરની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી ઓપરેશન, સર્જરી અને લાંબા સમયના હોસ્પિટલ નિવાસ પછી સ્વસ્થ ઘરે પાછા ફરવાનું થયું.  એ દિવસોમાં મનમાં મંથન જાગ્યું. વીજળીના ચમકારે મોતીડા પરોવવાની વાત કંઈક અંશ સમજાઈ. માનવજીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. થયું કે જે કરવાનું મન હોય તેને માટે યોગ્ય સમયની રાહ ન જોવી, કરી જ નાંખવું. કાલનો શું ભરોસો ?

એવામાં મારો જન્મદિવસ આવ્યો. સવારે દક્ષેશભાઈનો લોસએન્જલિસથી ફોન આવ્યો. મને કહ્યું કોમ્પ્યુટર ચાલુ કરો. મને એમ કે ફોનને બદલે નેટ પર વાત કરવા માટે એવું કહેતા હશે. પછી કહ્યું કે આ લીંક પર ક્લીક કરો. પાસવર્ડ આપ્યો. અને પબ્લીશ કરવાના બટન પર કલીક કરવાનું કહ્યું. મને તો કંઈ સમજણ ન પડી કે એ શું કરાવી રહ્યા છે. પણ પછી કહ્યું, હવે તમે મીતિક્ષા.કોમ ટાઈપ કરીને જુઓ. મારી ખુશાલીનો પાર ન રહ્યો. ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વિશ્વભરના ગુજરાતી સાહિત્યપ્રેમીઓ સાથે વિચારોની આપ-લે કરવાની મારી મહેચ્છાને એમણે જન્મદિવસની અનોખી ભેટ દ્વારા સાકાર રૂપ ધરી દીધું.

તો આ હતી મીતિક્ષા.કોમના જન્મની કહાણી. શરૂઆતમાં કહ્યું એમ હું કોઈ લેખક કે કવિ નથી. પણ અન્ય વાચકોની જેમ જ ગુજરાતી સાહિત્યની પ્રેમી છું. મારો પુત્ર અંગ્રજી મીડિયમમાં ભણે છે. કોઈ સરસ ગઝલ કે ગીત વાંચું ત્યારે એને કહું કે તું પણ વાંચ પણ એને શબ્દો અઘરાં લાગે … આ મારી એકલીની જ નહીં પણ ઘણાં બધા ઘરોની વાત છે. આપણે સૌ ગુજરાતી હોવા છતાં પૈસા કમાવવાની લાહ્યમાં કે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહમાં ગુજરાતીને step-motherly treatment આપી રહ્યા છે. દુનિયાના ખુણે ખુણે વસેલ ગુજરાતીઓને માટે માત્ર બોલીમાં જ અટકી ગયેલી આપણી ભાષા એક સમસ્યા બની રહી છે. એટલે જ્યારે કોઈ છોકરા ગુજરાતીમાં થોડું ઘણું પણ લખે તો તેની ભૂલને ન જોતાં લોકો ચલાવી લે અને એમ સાહિત્યનું સામૂહિક સ્તર નીચે ઉતરતું જાય છે. સંગીત ભાવોને વ્યક્ત કરવાનું એક પ્રબળ માધ્યમ છે. કદાચ લોકોને વાંચવાનું કે લખવાનું ન ગમે પણ સાંભળવાનું તો ગમે જ. એથી મને આશા છે કે મીતિક્ષા.કોમ અને એવી અન્ય ગુજરાતી વેબસાઈટ કે જેમાં ગુજરાતી સંગીત ગૂંજે છે, તેનાથી દેશદેશાવરમાં વસેલ ગુજરાતીઓ અને એમનાં સંતાનોમાં થોડો પણ સાહિત્યનો રસ જાગૃત થાય, તેઓ પોતાની માતૃભાષા પ્રત્યે સભાન બને તો આ વેબસાઈટનો હેતુ સુપેરે સિદ્ધ થયો એમ માનીશ. વિશ્વભરના સાહિત્ય પ્રેમીઓ સાથે વિચારોની આપ-લે, એમની નવી નવી કૃતિઓ વાંચવાની મજા તથા સાઈટ પર આવેલ વાચકોના હૃદયસ્પર્શી પ્રતિભાવો આ કાર્યમાં પ્રેરણા આપે છે. આશા રાખું કે ગુજરાતી સાહિત્યનો છોડ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વિકસતો રહે. 

અકસ્માતમાં અદ્દભુત બચાવ થયો એ પ્રભુની કૃપા, બાકી તે દિવસ જીવનનો અંતિમ દિવસ હોત. તો પ્રભુની કૃપાપ્રસાદી રૂપે મળેલ જીવનનો ઉપયોગ જનસમાજના હિતમાં, સેવાકાર્યોમાં થાય એવી પ્રભુને પ્રાર્થના છે.  સ્વર્ગારોહણ વેબસાઈટનું કાર્ય નિત્યક્રમ બની ગયું છે એમ મીતિક્ષા.કોમ પણ આનંદ આપે છે. સાત્વિક, સંસ્કારી અને પ્રેરણાદાયી સાહિત્યને વિશ્વના ફલક પર પહોંચાડીએ એ જ જીવનનો મંત્ર છે. દક્ષેશભાઈના એ અભિયાનમાં બનતો ફાળો આપવા પ્રયત્ન કરું છું.

મીતિક્ષા.કોમના આંગણે મળતાં રહીશું. અસ્તુ.

 

– મીતિક્ષા કોન્ટ્રાકટર

Personal

Birth                  : Bharuch

Residing at            : Vadodara

Education           : B. Com.

Site Details

URL               : www.mitixa.com

Content                 : Gujarati geet-gazal-prayer-poems with audio/video

Active since           : 1st July 2008

Statistics (as of 2009-05-04)

 1. No. of Posts                     : 316

Visitors                : 28900+

Comments             : 1280+

E- mail            : admin (at) mitixa.com

 

{ Note : e-mail is delibarately typed that way to fight spam. }

11 ટિપ્પણીઓ leave one →
 1. મે 23, 2009 4:34 એ એમ (am)

  મિતિક્ષાબેન આપનો પરિચય વાંચી ઘણો આનંદ થયો.

 2. જુલાઇ 10, 2009 10:12 પી એમ(pm)

  it was a pleasent experience to read mitixa’s introduction. she has done a good job for gujarati sahitya.

 3. sohail permalink
  જુલાઇ 18, 2009 6:37 એ એમ (am)

  metixa meda ami ji huye tamari profile vaachi ane mane kagyou ke tamara vicharo kub sara che mane saru lagyou

 4. ઓગસ્ટ 1, 2009 8:12 પી એમ(pm)

  bahu j saras tamaro parichay thayo.pl visit and write ur suggestions,poems and meet friends on our new social network.
  http://worldofpoems.ning.com/

  visit our gujarati community
  http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950
  મારો બ્લોગ
  http://raj0702.blogspot.com/

  ૨ શબ્દ ઓર્કુટ ના સંમ્બન્ધો વિશે

  આવો
  અહિં બનાવી સંમ્બન્ધ,
  થોડો સમય પણ સાથ વિતાવી વિકસાવી નવો સંમ્બન્ધ,
  નથી જાણતા કોઇને અહિં,
  પણ પોતાનો બનાવી આ સંમ્બન્ધ,
  કરે છો એમા પણ માણસો રમત ,
  જરુરત પડ્યે જ એમ નેજ છે સમજવી એ સંમ્બન્ધ,
  ફુલો જેવા નાજુક હોય છે આવો મેહેકાવી એ સંમ્બન્ધ

  કબુલ છે સંમ્બન્ધ છે જીણા તાંતણા માફક,
  “રાજ” કહે છે ખેંચો નહિ ચાલો વધારે મજ્બુત બનાવી આ સંમ્બન્ધ

  રાજ ની રચના

 5. ઓગસ્ટ 27, 2009 3:55 એ એમ (am)

  its realy nice to read ur history.though i know it little bit. keep doing this way for the reades like me,jay krupalu Maa.

 6. Vikram Mahida permalink
  સપ્ટેમ્બર 3, 2009 7:15 એ એમ (am)

  yes nice to read your thougths. you are really a good commited person for Gujarati Sahitya. keep it up. God bless you mam.

 7. Shreya permalink
  ઓક્ટોબર 27, 2009 6:14 એ એમ (am)

  Mitixa tamara thi nani hoish pan tamne naam thij bolau gamse. badha e tamara mate ghanu saras lakhyu pan a badhu angregi maj lakhyu chhe. e loko a vanchyu gujarati ane khyal pan chhe k aa gujarati matej chhe to pan. Hu aasha rakhu k gujarati bhasha ne atlu maan aapna gujaratio tarafthi made k biji bhasha na loko pan ene sikhva mate aatur bani jay.

  Hu aamaj websites par gujarati ne lagtu shodhi rahi hati ane mane tame tamara vishe lakhelu madyu. ene vanchine mane khub gamyu ane thayu k tamne pan same lakhyu ane subhechha pathvu aagad pragti mate pan. Hu baroda maj janmine moti thai chhu ane M.S. Uni. ma bhani chhu. atyare job karu chhu ane lagna pan ahi baroda maj thaya chhe. Hu kharekhar khush chhu ke mane aamaj tamari website vishe khyal aavyo.

 8. Sunil Patel Kampala Ugana permalink
  ડિસેમ્બર 27, 2009 4:43 પી એમ(pm)

  મિતિક્ષાબેન આપનો પરિચય વાંચી ઘણો આનંદ થયો. ધર્મ પ્રત્યેની આસ્થા-શ્રદ્ધા વિશે પ્રકાશ પાથરે છે.

 9. જાન્યુઆરી 4, 2010 6:32 પી એમ(pm)

  khub saras che .

 10. ફેબ્રુવારી 18, 2010 2:47 પી એમ(pm)

  અકસ્માતમાં અદ્દભુત બચાવ થયો એ પ્રભુની કૃપા, બાકી તે દિવસ જીવનનો અંતિમ દિવસ હોત. તો પ્રભુની કૃપાપ્રસાદી રૂપે મળેલ જીવનનો ઉપયોગ જનસમાજના હિતમાં, સેવાકાર્યોમાં થાય એવી પ્રભુને પ્રાર્થના છે. સ્વર્ગારોહણ વેબસાઈટનું કાર્ય નિત્યક્રમ બની ગયું છે એમ મીતિક્ષા.કોમ પણ આનંદ આપે છે. સાત્વિક, સંસ્કારી અને પ્રેરણાદાયી સાહિત્યને વિશ્વના ફલક પર પહોંચાડીએ એ જ જીવનનો મંત્ર છે. દક્ષેશભાઈના એ અભિયાનમાં બનતો ફાળો આપવા પ્રયત્ન કરું છું.
  Do I say AMI or MITIXA ? I did visit your Blog several times & also had posted my comments.& so may be you know me, Then, I did not know you much…but now reading this I feel you are ” very nice loving person”…From all your write-up on your life, I copy/pasted the last paragraph….You are trying to be close to God …you are expressing that love for God via your Blog, touching the hearts of many, Keep it up !
  It will be nice if you visit my Blog Chandrapukar…& if possible post a comment.
  http://www.chandrapukar.wordpress.com

  Long Live Ami ! Long Live http://www.mitixa.com
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)

 11. Ayush permalink
  ફેબ્રુવારી 12, 2012 6:30 એ એમ (am)

  What a meaning of Mitixa? Please Send Me Ans. It By Email Ayushsojitra@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: