કંટેન્ટ પર જાઓ

અમિત પિસાવાડીયાનાં “અમિઝરણા”

એપ્રિલ 16, 2009

  અમિત વિશે હું તો ઘણુ લખી શકીશ.પણ પહેલા એટલુ કહીશ કે વર્ડપ્રેસ બ્લોગની દરેક નાની વાતો હું એની પાસે થી શીખ્યો છું અને તેની સાથે મુલાકાત કરાવનારા મિત્ર હતા બ્લોગ જગતનાં શ્રી સુરેશ જાની.. આ વાત છે માર્ચ ૨૦૦૬ ની જ્યાં સવારના દસ વાગે JSK કહેતા અમિતનો સંદેશો આવે અને વાતો શરુ થાય્..કાકા શું ચાલે છે ત્યાં શેરબજારમાં.. અને તે અમેરીકાનાં શેરબજારની ખબર લે અને પછી મારા બ્લોગીંગનાં સવાલ જવાબ શરુ થાય્ સુરેશભાઈએ ગુજરતી સાહિત્ય સરિતાનાં વર્ડપ્રેસનાં બ્લોગને શરુ કરાવવામાં મદદ કરેલી પરંતુ મને નવું નવું શીખવાનું એટલે પ્રશ્નો ખુબ જ થાય.. અને રીડ ગુજરાતી વાંચવાનું તો વ્યસન અને અમિતભાઈ નો સંદર્ભ “ ઉપલેટાથી શ્રી અમિત પિસાવાડીયા એ આ લેખ ટાઈપ કરીને મોકલ્યો તે બદલ આભાર” જેવી નોંધો લેખોની નીચે હોય જ..

રીડ ગુજરાતી વાળા મૃગેશ શાહ અને અમિત્ભાઇ એક જ સાથે મહારાજા સયાજી યુનિવર્સિટીમાં ભણ્યા. અને મારી ધારણા જો સાચી હોય તો બંને એ પોત પોતાનું કાર્ય ક્ષેત્ર વહેંચી લીધુ. મૃગેશભાઈ ગદ્ય તરફ વળ્યા અને પદ્યને વળગી ને અમિતભાઇ ચાલતા રહ્યા. આજે અમિ નજરો ૭૨૦૦૦ની આસપાસ છે તેમના પરિચય પાનામાં જોશો તો એકલી નમ્રતા..

ઉત્તમ બ્લોગર માં હોય તેટલી માતૃભાષાને તે માણે છે અને તેજ પ્રકારે તેઓ સાહિત્યનાં પદ્ય પ્રકારોને સુચારુ રુપે સરસ ચિત્રો સાથે પ્રસિધ્ધ કરે છે અને જાતે સાહિત્યને ઉત્તમ ભાવુક બની ને માણે છે અને તેમના વાચક વર્ગને ઉત્તમ ગુજરાતી કોઇ પણ પ્રકારનાં વિવાદ વિના  નિરંતર પીરસે છે

બહુ મહેનતે તેમની પાસે તેમના વિશે લખાવ્યું જે અત્રે મુકું છું

 amit-diwali-time

ગમતાનો ગુલાલ તથા નવરાશની પળોનો સદઉપયોગ એ મારા અમીઝરણાં નો પાયો…અમીઝરણું… એ ખરા અર્થમાં અમીઝરણું બની રહે માટે બ્લોગમાં કવિતા, ગઝલ, લોકગીત, ગરબા, ભજન અને હાલરડાં… એ બધુ જ સમયઅંતરે અપલોડ કરુ છું…શ્રી મૃગેશભાઇ, શ્રી ઉર્મીબહેન, અને શ્રી સુરેશદાદાના સાથ સહયોગથી બ્લોગજગતમાં એન્ટ્રી કરી… બ્લોગ પર અપડેટશન વગેરે વગેરે ટેકનીકલ બાબતો માટે શ્રી મૃગેશભાઇનો હું આભારી  છું…  એક સમયે વર્ડપ્રેસ પર ઓડિયો સુવિધા ઉપલબ્ધ હોવાથી થોડા ગરબા અને ગીતો ઓડિયો સ્વરૂપે પણ અપલોડ કર્યા છે…

રીડ ગુજરાતીપર મારો એક લેખ છે મિત્ર વિશે…
આ રહી તેની લીંક http://www.readgujarati.com/sahitya/?p=232
 
અને હાઇકુ રચ્યા છે…
મારા બ્લોગ પર આ રહી તેની લીંક http://amitpisavadiya.wordpress.com/2006/12/04/haiku-amit/ 
 
અહીં ઉપલેટામાં અમે મિત્રો શબ્દલોક નામની સંસ્થા ચલાવીએ છીએ… જેમા શ્રી આહમદ મકરાણી સાહેબ પ્રમુખ છે…
દર મહિનાના છેલ્લા શનિવારે અમે રસિકમિત્રો ભેગા થઇએ છીએ… મુશાયરાનુ આયોજન હોય છે… જેમાં અમે બહારગામના કવિ ને આમંત્રણ આપીએ છીએ…
અને ગઝલ મહેફીલ ની મજા માણીએ છીએ…

 
ગુરૂમંત્રઃ-માણતાં રહીએ… જાણતા રહીએ… ગુજરાતી ભાષા ફેલાવતા રહીએ…
 
 
હાલ રોજીરોટીની મથામણમાંથી રવિવારે થોડો સમય બચાવી બ્લોગ અપડેશન કરું છું…હરહંમેશ મિત્રો અને સ્નેહિજનો ના સાથ સહકારથી અંત્તરનો આનંદ ઉત્તરોત્તર વધ્યો છે…

યુવાજગતનાં બ્લોગરોમાં અમિત સતત વિકસતા બ્લોગ જગતના સન્નિષ્ઠ કાર્યકર છે જેમને જે સમયે યોગ્ય લાગ્યુ તે બધુ જ કર્યુ છે અને મારા સહિત કેટલાય બ્લોગરોને કાર્યાન્વિત કરવામાં બૃહદ ભાગ છે. એક સમય એવો હતો કે ઘણા ઓછા બ્લોગરો બ્લોગ જગ્ગત્માં હતા અને તે ઘણા ઓછા બ્લોગરોમાં ગુજરાતી ભાષામાટે સંવર્ધન અને સંચય બન્ને માટે કાર્યાન્વીત હતા તેમાનાં એક અમિતભાઇ છે. તેમને આ કાર્ય માટે જરુરી દરેક પ્રકારની મદદ અને પ્રેરણા સતત મળતી રહે તેવી પ્રભુને પ્રાર્થના…
 
કહે છે હીરો કદી કહે નહીં લાખ તેનો મોલ્.
 
આ હીરાને ઓળખનારા ૬૯ સંદેશા તેમના પરિચય પાના ( http://amitpisavadiya.wordpress.com/me-myblog/ )ઉપર તેમના વિશે બધુ કહે છે. .
સંપર્ક :amitpisavadiya@yahoo.com

અમિઝરણાનું સરનામુઃ http://amitpisavadiya.wordpress.com/

4 ટિપ્પણીઓ leave one →
 1. એપ્રિલ 17, 2009 7:07 પી એમ(pm)

  ખુબ સુંદર પરીચય … અમિતભાઇનું વ્યક્તિત્વ જ એવુ છે કે હર કોઇ ને એમ્ના માટે કૈક સરસ શબ્દો થી સરહના કરવાનુ મન થાય … ! એમણે અમને બધા ને બ્લોગ માટે ખુબ જ મદદ કરી છે … હમેશ કૈક નવુ શિખવવા તત્પર જ હોય …! .. તેઓ ઉપેલેટાનું ગૌરવ છે એમ કહુ તો ખોટુ નથી …શાંત શરમાળ અને એક્દમ સાલસ સ્વભાવ ધરાવતા અમિતભાઇએ દરેક નુ મન જીતી લીધુ છે … પ્રભુ એમને દરેક ક્ષેત્રે યશ અને કિર્તી આપે એવી પ્રાર્થના …!

 2. એપ્રિલ 29, 2009 1:10 પી એમ(pm)

  Dear Amit,

  Reading on Vjaybhai’s blog for bloggers and surfers is is for all of us good team players

 3. મે 2, 2009 4:06 પી એમ(pm)

  અમિતભાઈ, તમને અહીં જોઈને આનંદ થયો. અમીઝરણા બદલ ફરી આભાર !

  રેખા સિધલ

 4. મે 8, 2009 12:36 પી એમ(pm)

  અમીતને હું મળી નથી પણ હું જેટલો તેને જાણું છું તે ખૂબ જ સાલસ સ્વભાવનો છે. મદદ કરવા હંમેશા તત્પર રહે. તેમના જીવનમાં તેઓ હંમેશા આગળ વધે તેવી શુભેચ્છાઓ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: