કંટેન્ટ પર જાઓ

મનનો વિશ્વાસ અને સુલભગુર્જરીના ડો.હિતેશ ચૌહાણ

એપ્રિલ 8, 2009

ગુજરાતી શબ્દ સ્પર્ધા માટે સૌથી પહેલો જીમેલ ઉપર સંદેશો ડો હીતેશભાઈ ચૌહાણે આપ્યો હતો અને તે એમ કે આપણે આ પ્રયોગને બૃહદ બનાવીયે અને તેની એક અલગ વેબ સાઈટ બનાવીય્રે.ઇલેક્ટ્રોનીક વતચીત દરમ્યાન તેમના અપાતા દરેક સુચનોમાં ભારોભાર ગુજરતી ભાષાનો પ્રેમ દેખાતો હતો. એમના બધા સુચનો ને ધ્યાન માં લઈ ટુંક સમયમાં કાર્યાન્વીત થઈશ

 બ્લોગર તરીકે તેમનો પરિચય આપવો હોયતો તે માટે પહેલા દિલસોજી વ્યક્ત કરી અને કહ્યું-

        ” વ્યસ્ત રહેવાને કારણે થઈ જ નહોતું શકાતું અને આમ પણ થોડોક અંતર્મુખી અને શરમાળ પ્રકૃતિનો હોવાથી શું લખું તે જ વિચારતો હતો ખાસ જ્યારે પોતાના વિશે લખવાનું હોય ત્યારે”,

મેં તેમને કહ્યું અન્ય બ્લોગર અનુભવો સાઈટ ઉપર મુક્યા છે તે જોઈ લખજો અને ખાસ તો તમારો બ્લોગ જે રીતે શરુ થયો તે માહીતિ દરેક બ્લોગરની આગવી હોય છે.

શ્રી કાંતિભાઈ કરશાળાનાં પરિચય પછી તેમણે હિંમત કરી તેમનો પરિચય મોકલ્યો.. તે તેમના જ શબ્દોમાં જોઈએ..

drhitesh_chauhan1
       સૌ પહેલા તો મારો પરિચય આપી દઉં.મારું નામ ડો.હિતેશકુમાર મુક્તિલાલ ચૌહાણ છે. ૨૩ વર્ષના મેં ૨૦૦૨માં ૧૨ સાયન્સની પરીક્ષા પાસ કરી એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવી ૨૦૦૮માં ઈન્ટર્નશીપ સાથે પૂર્ણ કરેલ છે અને ૨૦૦૯ના વર્ષમાં આગળ તબીબી અનુસ્નાતકની પ્રવેશ પરીક્ષા આપી હવે ૯મી એપ્રિલના રોજ કાઉન્સલિંગ દ્વારા હવે આગળ અભ્યાસ શરૂ થશે. આમ તો શૈક્ષણિક કારકિર્દીમાં પપ્પાની સરકારી નોકરી હોવાના લીધે ૨ વર્ષથી વધારે કોઈ પણ શાળામાં અભ્યાસ નથી કર્યો જેથી ભણવા માટે વિવિધ સ્થળૉ ફર્યો છું. પણ અત્યારે હાલમાં નરોડા,અમદાવાદ ખાતે નિવાસ સ્થાન છે.જો કે મુળ વતન તો સમી જે હાલ પાટણ જિલ્લામાં આવેલ છે તે છે.

       હવે નાનીસી સફર આ મનના વિશ્વાસ વિશે જણાવું.તો આશરે બે વર્ષ પહેલા ઈન્ટરનેટ પર અનાયાસે ફરતાં ફરતાં  ટહુકો, લયસ્તરો, ઉર્મિસાગર તથા શબ્દો છે શ્વાસ મારા પર જઈ ચડ્યો.અને ગુજરાતી સાહિત્ય અને ગીતો પ્રત્યે એક અનેરું આકર્ષણ પેદા થયું.આમ તો જો કે નાનપણથી વિવિધભારતી પર પપ્પા ગુજરાતી ગીતો વગાડતાં તેથી કંઈક તેનું વળગણ તો હતું જ પણ કદાચ એનો અહેસાસ નહોતો અને કોઈ સારી પંક્તિઓ મળતી તો તે પણ જે તે સમાચારપત્રમાંથી કાપી અથવા તેને નોંધી લેતો ખરો પણ પછી ફરી તેને જોવાની તસ્દી ન લેતો.પણ આ બ્લોગ મુલાકાતો બાદ અને ગીતો ફરી સાંભળ્યા બાદ આ બધું ફરી ફંફોસ્યું તો ખબર પડી કે મારી પાસે તો કેટલી બધી સુંદર અને ઉમદા રચનાઓ છે

મને મારા પર વિશ્વાસ ન બેઠો કે શું આ મેં એકત્ર કરેલ…!!! અને પછી તો બધી રચનાઓ એકત્ર કરી વાંચતો ગયો તેમ તેમ તેમાં ડૂબતો ગયો.આ અરસામાં મારી મિત્ર “મન” મારા ઘરે આવેલ તેણે આ બધો સંગ્રહ જોયો તથા ઉપરોક્ત બ્લોગ પણ જોયા અને મને કહ્યું કે તારી પાસે તો આટલો બધો ખજાનો છે તો પછી તેને બધાને માટે ખુલ્લો મૂક કહી પંક્તિ સંભળાવી,


“ગમતું મલે તો અલ્યા ગુંજે ન ભરીએ,
ગમતાનો કરીએ ગુલાલ.”

       અને પોતાની ડાયરીની રચનાઓ પણ મને સંભળાવી, તથા પોતાની રચના મુકવા પરવાનગી અને યથાયોગ્ય મદદ કરવાની પણ તૈયારી દર્શાવી.બસ આ પંક્તિ મને કંઈક પ્રેરી ગઈ.પણ મૂઝવણ એ વાતની હતી કે હું હતો સાવ નવો નિશાળીયો.ન તો ગુજરાતી લખવાનું સાધન ન તો કઈ રીતે બ્લોગ શરૂ કરવો તેનું જ્ઞાન.પછી અંતે વિશાલભાઈનું ગુજરાતી ટાઈપ પેડ મલ્યું તો આખરે એ સંગ્રહને હવે ગુજરાતીમાં લખાઈ મારા કોમ્પ્યુટરમાં પ્રવેશ કર્યો.પણ હજી બ્લોગનું સરનામું નહોતું બસ આમ જ એકવાર વર્ડપ્રેસ પર જઈ પહોંચ્યો અને શરૂ થઈ આ સફર.વળી આ બ્લોગનું નામ શું રાખવું? ત્યાં પણ મારી મિત્ર “મન” અને મારી દીદી વહારે આવ્યા. કારણકે લાડનું નામ કહો કે ઘરનું પણ આ બંને હંમેશા મને વિશ્વાસ કહીને જ બોલાવતાં તો દીદીએ કહ્યું કે આ પ્રેરણા તો  ‘મન’ એ આપી અને તું વિશ્વાસ.અને આ મન નો જ વિશ્વાસ છે કે આ સફર આટલે સુધી પહોંચી તો તેને મનનો વિશ્વાસ જ નામ આપીએ તો કેવું!!!અને આમ પણ મન ચંગા તો કથરોટમે ગંગા.તો આમ આ બ્લોગની નામકરણ વિધી થઈ. અને આ બ્લોગ મનનો વિશ્વાસ એક આશા જીવનની..http://drmanwish.wordpress.com/


મારી દીદીના જન્મદિન ૧૪મી ફેબ્રુઆરી અને પ્રણયદિન પર અસ્તિત્વમાં આવ્યો.અને આ બ્લોગ મેં મારી દીદીને જન્મદિનની ભેટ સ્વરૂપે તથા મને આ માટે પ્રેરવા તથા યથાયોગ્ય મદદ કરનાર મારી મિત્ર ‘મન’ ને સંયુક્ત રીતે અર્પણ છે.

 

પણ હજું ઘણું શીખવાનું બાકી હતું જેમાં વર્ડપ્રેસની મદદ તથા વિશાલભાઈ મોણપરા અને અનિમેષ અંતાણી એટલેકે વિનયભાઈ ખત્રીની મદદ અને સહકારથી સમજ કેળવતો ગયો અને હજુ પણ શીખું છું. સૌ પહેલા તો આ બ્લોગ પર માત્ર રચના,કાવ્ય મુકવાનો જ વિચાર હતો પણ ફરી દીદીએ મને વાર્યો અને કહ્યું કે માત્ર રચનાઓ જ નહી સાથે કંઈક અલગ પણ કર જેથી તારું આ કાર્ય કોઈને મદદરૂપ પણ થાય,

તો પહેલા ખાસ દિનને પસંદ કરી તે દિનના મહ્ત્વને સાંકળી તેને અનુલક્ષીને તેને અનુરૂપ કાવ્ય મુકવાનું શરૂ કર્યું.જેમાં ખાસ જે તે કવિઓના જન્મદિન અને તહેવારને સાંકળ્યાં પણ સમય જતાં થયું કે એક ગુજરાતીની સાથે સાથે એક ડોક્ટર પણ છું તો સાથે સાથે આરોગ્ય તથા સમાજને લગતાં અને તેની ઉન્નતિ કરે તેવા દિનોની ઉજવણી કરી લોકોને કંઈક માહિતી પૂરી પાડી તેને જાગૃત કરી શકું તેવું કેમ ન કરી શકાય,અને પછી એ દિનોને લગતી ઉજવણી શરૂ કરી,અને પહેલી વાર મને ખબર પડી કે આપણું ગુજરાતી સાહિત્ય એટલું રસસભર છે કે આવા દિનને લગતી રચનાઓ પણ મને મળી રહી,થોડી મારા સંગ્રહમાં તો થોડી આપણા ગુજરાતી વેબ-જગતમાં તો રમેશભાઈ પટેલ જેવા કવિઓ પણ પ્રસંગોપાત રચનાઓ બનાવી મને મોકલતાં રહ્યાં.અને તેમના સંદર્ભ સાથે મેં આ માહિતી આપ સમક્ષ રજું કરી અને હજું કરી રહ્યો છું.અને આમ છતા સુર સાથે રચના મુકવાની ઇચ્છા તો અધુરી હતી જે “ધબકાર” બ્લોગની મુલાકાત લીધી ત્યારે પુરી થઈ ત્યાંથી Hyperwebenable.com ની જાણ થઈ અને એક નવું સરનામું મળ્યું સુલભગુર્જરી

http://sulabhgurjari.com/ જ્યાં રચનાઓને સુર સાથે મુકવાનું સ્વપ્ન પુરું થયું.

પણ મનનો વિશ્વાસથી શરૂ થયેલ આ સફર અને આપ સર્વે મિત્રો અહીં મળ્યાં તો આ ઘર છોડવાનું મન ન થયું અને આ બ્લોગ સાથે સાથે જ ચાલું રાખ્યો. ખાસ કરીને જયશ્રીબેન, ડો.વિવેકભાઈ અને ઉર્મિબેને હંમેશા એક ટકોર સાથે હંમેશા પ્રેરીત કરતા રહ્યા,તથા દરેક બ્લોગર તથા વાંચક મિત્રો એ પણ મને સાથ સહકાર અને માર્ગદર્શન આપતાં રહ્યાં તે બદલ તે સર્વનો ખુબ ખુબ આભારી છું.અને આમ જ એક વખત ડો.ચંદ્રવદન કાકાની કોમેન્ટ આવી કે તમે ગુજરાતી બ્લોગજગતનું પન્નું અપડેટ કરો ને મીઠી ધમકી સાથે કહ્યું કે હું મહિના પછી ફરીથી તપાસ કરીશ.આગળ મોના નાયક  એ આદરેલા આ કાર્યને આગળ ધપાવવાનું નક્કી કર્યું અને સૌ પહેલાં નાતાલ પર અપડેટ કરી મુકી તથા ફરી દેવદિવાળીમાં તેને અપડેટ કરી. આ સમય દરમિયાન જ ગાયત્રી જ્ઞાન મંદિરના કાન્તિભાઈ સાથે મુલાકાત થઈ અને તેમણે આ કામ ઉપાડી લીધું અને  વિજયભાઈ સાથે મળી આજે આ સૂચી તૈયાર થઈ છે અને જે હજું વિસ્તરતી જાય છે તે બદલ ખુબ જ આનંદ થાય છે, અને સાચે જ એ કહેવત સાર્થક થતી લાગે છે કે આદરેલા અધૂરાં રહેતાં નથી.

 

 


       બસ આ છે મારી નાની અને કદાચ થોડી મોટી મનનો વિશ્વાસની એક બ્લોગર તરીકેની મારી આ સફર. અને બસ આપ સૌના સાથ સહકાર મળશે તો આગળ પણ ઉપયોગી માહિતી સાથે સાથે ગુજરાતી સાહિત્ય રચનાઓ પ્રદર્શિત કરતો રહીશ.
                                              

 

 

મનનો વિશ્વાસ http://drmanwish.wordpress.com/
સુલભગુર્જરી http://sulabhgurjari.com/

 

સંપર્કઃ- drmanwish@gmail.com

4 ટિપ્પણીઓ leave one →
 1. Harnish Jani permalink
  એપ્રિલ 15, 2009 1:44 પી એમ(pm)

  My dear friend-You are young doctor–
  World can wait for your wisdom-
  Harnish Jani
  harnish5@yahoo.com

 2. Vital Patel permalink
  એપ્રિલ 15, 2009 2:47 પી એમ(pm)

  We all are enjoying your ability and your Sankalan.

  poem of Ramesh Patel(Aakashdeep)..’JANANI’

  realy it touches my heart.

  Thanks for sharing very useful thoughts and good literatures.

  Vital Patel(USA)

Trackbacks

 1. નારી બચત દિન…વંદે રોટી માતરમ…..પ્રવીણ ગઢવી « મન નો વિશ્વાસ
 2. નારી બચત દિન…વંદે રોટી માતરમ…..પ્રવીણ ગઢવી - સુલભ ગુર્જરી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: