કંટેન્ટ પર જાઓ

’ઈશ્ક’ પાલનપુરી -રમેશભાઈ પીરાભાઈ રજ્યા

એપ્રિલ 2, 2009
‘ઈશ્ક’પાલનપુરી નાં બ્લોગ ઉપર જ્યારે જાવ ત્યારે હું ‘ઈશ્ક’ છુ પરંતુ આંધળો નથી  મુખ્ય કથન -ભાઈ  રમેશ રઝ્યા સંવેદનશીલતા એકલી વેરતા નથી સાથે જિંદગીનાં વહેવારોને પણ સમજી શકે છે  તે જાણીને આનંદ થયો.

આ બ્લોગનો જન્મ આમતો તેમનાં”પ્રિયજન” ને વેલેન્ટાઈન દિવસની ભેટ આપવા લખ્યો હતો તે જાણીને રોમાંચ અનુભવ્યો..કેવી એ ઈંતજારી હશે…જ્યારે પ્રિય પાત્ર વેબ પેજ ઉપર બ્લોગમાં મન ભરી ઉમંગે વાંચે  (Confidential Information) 
 
૧૪ મી ફેબ્રુઆરીનૂં સાંજનું ગીત
 
બે હોઠો માં તમારુ મલકાઇ જવુ યાદ છે મને
મલકાઇ ને પાછુ શરમાઇ જવુ યાદ છે મને
લાગણી ના પુર માં તણાઇ જવુ યાદ છે મને
પહેલી નજર મા દિલ નુ ચોરાઇ જવુ યાદ છે મને.
 
 
પરંતુ ૧૫મી ફેબ્રુઆરીનું ગીત બદલાઈ ગયું (એક જ દિવસમાં)

ના જાણે,કેટલીય રાતો જાગ્યો છુ ,તારા વિરહમાં.
જમાના ને સાવ પાગલ લાગ્યો છુ, તારા વિરહમાં.
ખબર-અંતર ક્યાં પુછ્યા’તા તમે જુદા થયા પછી,
આ’તો હુ ગઝલ વડે સચવાયો છુ,તારા વિરહમાં.
                                                 

 
આ વાત હતી ૨૦૦૮ ની અને ત્યાર પછી આ ભગ્ન હ્રદયી પ્રેમીએ એ ‘ગમ’ ને પોતાની આગવી મૂડી બનાવી અને જોઈ લીધુ “પાલનપુરી” બનવાનું સપનુ. ચાલો જોઈએ તેમની ‘ઇશ્ક’ પાલનપુરી બનવાની ધગશ..અને તૈયારીઓ તેમના શબ્દોમાં…

 
ishqpalanpuri
 
મારૂં નામ રજ્યા રમેશભાઈ પીરાભાઈ છે. મારી ઉમર ૨૮ વર્ષ છે.મે ધો-૧૨ સાયન્સ પછી ડીપ્લોમા ઈન ફાર્મસી કરેલ છે હાલ વ્યવસાય તરીકે વૈભવ મેડીકલ સ્ટૉર્સ ચલાવું છું .આમતો મારું વતન મુ.પો ઝેરડા તા.ડીસા જી.બનાસકાંઠા પરંતુ ‘શૂન્ય’, ‘સૈફ’, ‘ઓજસ’, જેવા પાલનપુરી કવિઓના ગઝલ વારસ થવા માટે ‘ઈશ્ક’ પાલનપુરી લખવાનો મોહ ન મૂકી શક્યો.આમ પણ મારો અભ્યાસ બે વર્ષ પાલનપુર ખાતે થયેલો છે.મારુ સાહિત્યિક મિત્રવર્તુળ બધું પાલનપુર ખાતે જ છે.મને કવિઓ માં તમે નવોદિત કવિ ગણી શકો

 મે પોતાની અંગત ડાયરી જેવો મારો પોતાનો બ્લોગ https://ishqpalanpuri.wordpress.com બનાવ્યો. જે આપ લોકોએ ખૂબ વધાવ્યો.ઘણાએ શાબાશી પણ આપી પરંતુ ટકોર ખૂબ ઓછા લોકોએ કરી.


આ ઓછી ટકોર ટકોરમાંથી મને વધુ ગમેલી ટકોર ડો.વિવેક ટેલર સાહેબની છે. જેમાં એમણે કહ્યું કેઃઆપનો બ્લૉગ જોયો… ઘણીખરી રચનાઓ વાંચી ગયો.. કવિતામાં ભાવની અભિવ્યક્તિ સુપેરે વ્યક્ત થાય છે પણ ગઝલમાં છંદની અનિવાર્યતા સમજી શકાય તોજ આ આખા કામનો અર્થ સરે… છંદ-રદીફ-કાફિયા વિનાની ગઝલો અંગત ડાયરીનો ઉંબરો વળોટી સાહિત્યના ચોરે જઈ બેસી ન શકે…  
 
ત્યાર પછી ગુજરાત સરકાર દ્રારા ગઝલ શીબીર વલસાડ[કિલ્લા-પારડી] માં રાખવામાં આવી જેમાં એક સપ્તાહ શ્રી માણસ ઉર્ફે નયનભાઈ  હ દેસાઇ ના સાંનિધ્યમાં રહેવાનું થયું તેમણે છંદ શાસ્ત્ર મા પા.પા..પગલી કરતો કર્યો.ત્યાર પછી આ વસ્તું ની ચર્ચા પાલનપુર મુકામે સાહિત્યિક વર્તુળમાં પણ કરી છંદનું મહત્વ સમજાયું તો બધાય શીખવાની તૈયારી દર્શાવી તેમાંથી શબ્દ સાધના પરિવાર દ્રારા ગઝલ અધ્યયન કેન્દ્ર ચાલું થયું તેમાં પણ અભ્યાસ કર્યો હવે થોડાક અંશે ગઝલને ઓળખી શકાયું છે.

 
આ રીતે શબ્દ સાધના પરિવાર ના ભાગરૂપે મારો બીજો બ્લોગ
https://sspbk.wordpress.com  શરું થયો જેમાં અમારા સાહિત્ય વર્તુળમાંથી છંદમાં લખતા કવિઓની રચના પ્રદર્શિત કરીએ છીએ.મારા અંગત બ્લોગમાં છંદ વગરની રચનાઓ મૂકવાનુ બંધ કરી દીધું છે, (એવું ન કરવા વિનંતી કારણ એક વખત જે સર્જાયુ તેને મઠારીને મુકો કે કાચી કૃતિ મુકો દરેક તબક્કે તે સમાજની સહિયારી મૂડી બની શકે છે.)    

              
 ત્યારથી મને મનમાં થયું કે છંદ વગર ગઝલ હોઈ જ ન શકે આ મીઠી ટકોરથી હું હતાશ નથી થયો.પરંતુ ઉત્સાહિત થયો છું .એમાં ડો.સાહેબે લખ્યું કે’કવિતામાં ભાવની અભિવ્યક્તિ સુપેરે વ્યક્ત થાય છે ‘આ પંક્તિએ મને સતત પોત્સાહિત કર્યો છે અને મારામાં પ્રતિભા તો છે જ એ વાત દ્રઢ કરી છે છંદ વગર લખવું  નથી એ મન માં દ્રઢ થતુ ગયું.
 આ સાથે મારી પ્રથમ છંદોબ્દ્ધ રચના મોકલું છું
 
      તો લખુ
  

ભીતરે     વાંઝણુ   રણ મળે તો લખુ,
ને હરણ ઝાંઝવા ને છળે     તો લખુ. 

એમનું એ સ્મરણ શ્વાસ માં ઓગળે,
આ હ્રદય કોઈ દિ’ ખળભળે તો લખુ.

 આજ મારી ગઝલ સાંભળી ને પછી,
દાદમાં કોઈ પાંપણ ઢળે  તો લખુ.

 આપણે અર્થને પામવા   ક્યાં હતાં ?
રક્તમાં શબ્દ તારા ભળે   તો લખુ.

 જિંદગી ઝેર જેવી બની   ગઈ  હવે,
વેદના સર્પ થઈ સળવળે  તો લખુ.

 ‘ઈશ્ક’તું બેફિકર બોલજે આ ગઝલ,
આ બધા આજથી ટળવળે તો લખુ.

 [છંદ વિધાનઃ ગાલગા ગાલગા ગાલગા ગાલગા]
’ઈશ્ક’પાલનપુરી

આ મિજાજ અને આ અનુભૂતિનાં શબ્દો સદા જીવંત રાખશો તો રમેશભાઈ, “પાલનપુરી” નહીં “સવાયા પાલનપુરી” થશો તેવું દુરદર્શી કથન કરતા મને ખચકાટ થતો નથી. Wish you all tha best.
 
Contact :rpirabhai@yahoo.co.in
 

 

 

7 ટિપ્પણીઓ leave one →
 1. એપ્રિલ 3, 2009 9:51 એ એમ (am)

  સુંદર પરિચય…

  કવિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

 2. manhar m.mody ('mann' palanpuri ) permalink
  એપ્રિલ 4, 2009 8:02 એ એમ (am)

  ભાઈ રમેશ રઝ્યા એટલે કે ‘ઈશ્ક ‘ પાલનપુરી નો પ્રત્યક્ષ પરિચય તો ‘શબ્દ સાધના પરિવાર’ ના ઉપક્ર્મે ચાલતી અઠવાડિક ‘રવિસભા’ માં થયેલો અને ત્યાર પછી આ રીતે સાહિત્ય સંગમ ના બ્લોગ ઉપર મેળવીને આનંદ થયો. વિજય ભાઈનો ખુબ ખુબ આભાર. કોઇ વખત સમય કાઢીને રવિસભામાં પધારવા ‘શબ્દસાધના પરિવાર’ વતી હાર્દિક આમંત્રણ પાઠવું છુ. જેથી અમારા બીજા કવીમિત્રો નો પરિચય આપના બ્લોગ ઉપર આવી શકે.

  — ‘મન’ પાલનપુરી ( મનહર એમ.મોદી)

 3. એપ્રિલ 6, 2009 3:16 એ એમ (am)

  manharabhaai modi

  aapanu amatran svikaaryu ane satamaan aapane Houston USA aavavaanu amatrana!
  aapa loko samuha ygna karo Cho te sundar kaam chhe
  aapa saune abhinandan!

 4. એપ્રિલ 6, 2009 4:15 એ એમ (am)

  waah !

  saras ane sundar mahiti………!!

  sahitya xetre aap khub aagaL vadho.

 5. Maharshi Vyas permalink
  જૂન 20, 2009 7:35 એ એમ (am)

  Maharshi Vyas…. i m doing M.Sc.Geology…. koii mane kehshe k Amdavad ma kavio ni mehfil kya malshe? pls mail me at maharshi_vyas2010@yahoo.com

 6. એપ્રિલ 1, 2010 5:54 પી એમ(pm)

  khub sunder….gajhal ne haju vadhare samjavavi padshe……kafiya…ane chand pan …..nava kavio mate khub labhdayi thai raheshe…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: