કંટેન્ટ પર જાઓ

વિઠ્ઠલદાસ પુરુષોત્તમદાસ પરીખ (જાણીતા અર્થશાસ્ત્રી અને પુષ્ટીમાર્ગીય વક્તા)

માર્ચ 31, 2009

 મેં જ્યારે જાણીતા અર્થશાસ્ત્રી અને પુષ્ટીમાર્ગીય વક્તા વી પી પરીખને ફોન લગાડ્યો ત્યારે સામે છેડે તેમની પૌત્રી ટહુકી-“દાદા તમારો ફોન છે” . ફોન ઉપર જ્યારે તેમેણે હલો કહ્યું ત્યારે અવાજમાં સૌમ્ય અને ગર્વિષ્ઠ અનુભવી વ્યક્તિત્વ છલકાયું…મેં તેમને અભિનંદન આપ્યા અને વિનંતી કરી કે પુસ્તક દ્વારા સુભાષભાઈએ જે કામ ઉપાડ્યુ છે તેને હું વેબ ઉપર આગળ વધારવા માંગુ છું અને આપનો પરિચય મુકવા માંગુ છું. ત્યારે બહુ જ ઉમળકાથી મને વિદેશમાં રહીને ઘણાની સાહિત્ય તૃષા સંતોષે તેવુ કામ કરવા બદલ અભિનંદન આપ્યા…સામાન્ય રીતે મારો ફોન જે સાત આઠ મીનીટમાં પતે તે સત્યાવીશ મીનીટ ચાલ્યો અને પરીખ સાહેબની વાતો થી હું નવપલ્લવીત થઈ ગયો. તેઓ ખુબ જ સહ્રદયી અને હકારત્મક વિચારોનો પુલકિત ઝરો છે તેમ કહું તો જરાય ઓછું નહી કહેવાય્

અત્રે તેમનો પરિચય તેમના શબ્દોમાં…( અલબત્ત થોડુંક ટુંકાવીને) 

vpparikh2

નિરંજન ભગતે લખ્યું છે કે

” આ સૃષ્ટિ છે ના સાંકડી  એમાં મળી જો બે ઘડી

ગાવા વિશે, ચાહવા વિશે આજની  કાલ ના કરીયે

(ચાલ ફરીયે,) માર્ગમાં જેને મળે તેને હ્રદયનું વહાલ ધરીયે”

અમેરિકાનાં અનેક વિચારકો અને સર્જકો સાથે કંઈક સર્જનાત્મક સેતુ બાંધી શકાય તેવી સરસ વાત વિજયભાઈ શાહે મને કરી અને તેમના આમંત્રણ ને ઝીલી અત્રે થોડુંક મારા વિશે લખું છું. આમતો ૧૯૯૫ થી અમેરિકા આવુ છું અને ચાર છ મહિનાનાં ટુંકા ગાળા દરમ્યાન અહીનાં પ્રકાશકોનાં માધ્યમથી ઘણાને મળવાનુ થતુ. અને તે સૌ તંત્રીઓ દ્વારા ક્યારેક અર્થતંત્રનાં મારા વિચારો તો ક્યારેક શ્રીમદ વલ્લભાચાર્ય પ્રણિત પુષ્ટિમાર્ગનાં અનેક પાસાઓની છણાવટ કરી છે.

જીવન જે જીવીયે છે તેને આનંદપ્રદ કેમ બનાવીયે. જીવનમાં વિધેયાત્મક વિચારો દ્વારા આપણી આજુ બાજુ એવી સુંદર સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે કરીયે તે સંદર્ભમાં પ્રસંગોપાત મારા વિચારોને વાચા આપતો રહું છું. પ્રતિ સોમવાર અને મંગળવાર એમ બે દિવસ ફોન ઉપર પુષ્ટિ સત્સંગ નિમિત્તે શ્રી વલ્લભ ચિંતન શ્રીમદ ભગવત ગીતાની અલૌકિક ઉપકારીતા જેવા વિષયો સાથે સહચિંતન અને ગોષ્ઠિનો ક્રમ પણ સ્વિકાર્યો છે. આ નિમિત્તે ૩૫ થી ૪૦ શ્રોતાવૃંદની સાથે આત્મિયતાનો અહેસાસ અને તેનો અનેરો આનંદ લઉ છું. થોડીક પાયાની  વાતો પરિચય આપવા પહેલા કરું છું.

વતન – પાવાગઢની તળેટીનું હાલોલ ગામ

માતા પિતા– પુરુસષોત્તમદાસ નવનીતલાલ પરીખ

જન્મઃ જૂન ૩૦, ૧૯૩૩

પત્ની– વિનોદિની પરીખ

બાળકોઃ નિખિલ અને અ.સૌ કીર્તિ,  રૂપેન અને અ.સૌ. અલ્પા (અમેરિકામાં) અને દિકરી અ.સૌ. કૃતિ અને વિપ્લવકુમાર ( કેનેડા)

ભણતરઃ બી.ઍ. અર્થશાસ્ત્ર સાથે ( સર્વોચ્ચ પારિતોષીક); એમ.એ.,એલ, એલ..બી. ( બાર કાઉન્સીલ- એડવોકેટ)

વ્યવસાયઃ

 • ૧૯૫૮થી કે.પી કોલેજ ઓફ કોમર્સ સુરતમાં ઉત્તમ વ્યાખ્યતા ( અધ્યાપક) ;
 • પાટણ કોલેજમાં ૧૯૬૧ થી ૧૯૬૪,
 • બોડેલી કોલેજમાં આચાર્ય તરીકે ૧૯૬૪થી ૧૯૯૩ સુધી (નિવૃત્તી)

લેખન પ્રવૃત્તિઃ

 1. નિરીક્ષક્ વિશ્વમાનવ,અભ્યાસ અને નૂતન ગુજરાતમાં લેખો લખ્યા
 2. ગુજરાત મિત્ર અને પ્રતાપમાં અર્થ શાસ્ત્રીય લેખો નિયમિત રીતે પ્રકાશીત થતાઆ
 3. અર્થશાસ્ત્રીય પુસ્તકો દ્વારા વિદ્યાર્થી સમુદાયની શાસ્ત્રિય અને પૃથક્કરણની રીતો વિષે વિષય ઉપરપક્કડ મેળવે તેવા સંન્નિષ્ઠ પ્રયત્નો.
 4. અમેરિકામાં “ગુજરાત દર્પણ” “વતન્”,”ગુજરાત દર્શન્” માં લેખો પ્રકાશીત ૧૯૯૫થી થતા રહે છે.
 5. “વતન” માસિકમાં અર્થશાસ્ત્રીય પૃથક્કરણ ઉપર નિયમીત લેખમાળા લખાય છે.

અન્ય અભિરુચી  

 1. હાલ આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ જેવી ૧૦૦ વર્ષ જુની શ્રી વલ્લભની વિચારધારાને વરેલી અને પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો દ્વારા ચાલતી સંસ્થામાં ગુજરાતમાં મંત્રી અને કેન્દ્રીય સ્તરે ઉપ પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે.
 2. હાલ માર્ગદર્શક તરીકે માનદ સેવાઓ આપી રહ્યા છે.
 3. સત્સંગ અને સ્વાધ્યાય પ્રવચનો થકી વિશાલ પુષ્ટીજીવો સાથે સંપર્ક અને ગોષ્ઠી
 4. જીવન ઉન્નત બને તે માટે સદા સર્વ સ્થળે પ્રવૃત્ત રહી વિધેયાત્મક વિચાર સૃષ્ટી દ્વારા પ્રસન્ન માહોલ ઉભો કરવા પ્રયત્ન શીલ..

 જીવનમંત્રઃ તો મળીયે .ઉષ્મા પામીયે અરસ પરસની  

સંપર્ક : vithalparikh@yahoo.com

No comments yet

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: