કંટેન્ટ પર જાઓ

વલીભાઈ મુસાનો દ્વિભાષી બ્લોગ William’s Tales

માર્ચ 11, 2009

બનાસકાંઠાનું એક વખત માન્ચેસ્ટર ગણાતા કાણોદર ગામના સંપન્ન કાપડના વેપારીને ત્યાં જન્મેલા વલીભાઈને લોકો બચપણ થી જ ‘વિલીયમ’ કહેતા.ભણવા ગણવામાં નામ કાઢવું તે યુવાનીનો જોશ અને ગુજરાત યુનિવર્સીટીમાંથી ૧૯૬૬માં ગુજરાતી, અંગ્રેજી અને સોસીયોલોજી  સાથે સ્નાતક થયા.સંયુક્ત કુટુંબનો સમગ્ર ભાર નાની વયે લીધા છતાં સાહિત્યપ્રીતિ જળવાઈ રહી. ૧૯૬૫માં પ્રથમ નવલિકા ” જલસમાધિ” પ્રસિધ્ધ થઈ. લેખની ચાલુ રહી.. જુદાં જુદાં મેગેઝીનમાં તેમના લેખો આવતા રહ્યા.
મારો તેમની સાથે પરિચય મહમદ પરમારની વેબ સાઈટ “આધ્યાત્મિક કાવ્યો” ઉપર કરેલી તેમની ટીપ્પણીના અનુસંધાનમાં થયો. તેમના લેખો મને ગમ્યા અને તેમને મારી વેબ સાઈટ ઉપર પ્રસિધ્ધ પણ કર્યા..સાથે સાથે મારી નવલકથા “પૂ. મોટાભાઈ”ના સૃહદય ભાવક અને વાચક પણ તે હતા.ચાલો, તેમને ઓળખીયે તેમના જ શબ્દોમાં…

image-vnm1

જ્યોતીન્દ્ર દવેએ રણજીતરામ સુવર્ણચંદ્રક ગ્રહણ કરતી વખતે હાસ્યરસિક આત્મપરિચયકાવ્ય દ્વારા પોતાનો પરિચય આપ્યો હતો, જેની પ્રારંભિક પંક્તિઓ જેવી મનોદશા અનુભવું છું. “તમારી જાતનો આપો તમે જાતે પરિચય…” એ ગાંઠાળું લાકડું ફાડવા જેવું કઠિન કામ હોવા છતાંવિજયભાઈના નિમંત્રણને માન આપવું જ રહ્યું.

 

 

મારો વિગતે પરિચય તો મારા બ્લોગમાં “About me” થકી મળી રહેશે, પણ અહીં હું મારા ક્રિયાત્મક સર્જન વિષે ટૂંકમાં જ કહીશ. બ્લોગજગતમાં લગભગ બે વર્ષ પૂરાં થવા આવ્યાં અને લેખપ્રકાશનમાં ૧૦૦ના આંક સુધી ઈશ્વરેચ્છા હશે તો પહોંચી જઈશ. ગુજરાતી મુખ્ય વિષય સાથેનો ૧૯૬૬નો ગ્રેજ્યુએટ છું. માતૃભાષા સાથેની મમતા તો માતા જેટલી જ, પણ વિશ્વના વિશાળ ફલક સુધી પહોંચવા અંગ્રેજીનો આશરો લીધો છે. આમ છતાંય મારા આર્ટિકલના ૪૦% જેટલા લેખો તો ગુજરાતીમાં હશે જ. વળી કેટલાક ગુજરાતીમાં અનુવાદિત લેખોને વિજયભાઈ જેવા મિત્રોએ પોતાના બ્લોગમાં સ્થાન આપીને ગુજરાતી સમાજ સુધી પહોંચવામાં મને મદદ કરી છે જે બદલ તેમનો ઋણી છું. 

 

મારા બ્લોગનું ટાઈટલ “William’s Tales” છે, જે મારી પોતાની Hosting Site – http://musawilliam.wordpress.com/ થકી પ્રાપ્ય છે. જમણી બાજુના વર્ગીકરણમાં “Pdf Attachment” અને “Gujarati” ઉપર ક્લીક કરવાથી મારા લગભગ તમામ ગુજરાતી લેખો સુધી પહોંચી શકાશે. જિંદગીના અનુભવો અને વાંચનશોખ વડે જે કંઈ પ્રાપ્ત થયું તે કોઈક એકાદને ઉપયોગી થાય તે નેમ સાથે મારા બ્લોગ ઉપર હું સક્રીય છું. આ માધ્યમ થકી કોણ જાણે કેટલાય લોકો સાથે હું સંપર્કમાં આવ્યો અને કેટલાકની સાથે એવી તો આત્મીયતા બંધાઈ કે જેને બિરદાવતાં શબ્દો પણ ખૂટી પડે.

 

મારા લેખોના વિષયો-સાહિત્યપ્રકારોમાંની વિવિધતાઓની લાંબી યાદી રજૂ કરીને આ પરિચયલેખનો અતિવિસ્તાર નહીં થવા દઉં. ગુજરાતી પૂરતી વાત કહું તો મારાં ગુજરાતી વાંચક ભાઈબહેનો મારા સ્વરચિત સઘળાં સર્જનમાં ટૂંકી વાર્તાઓ, કાવ્યો, હાઈકુ વગેરેને માણી શકશે. 

 

આપ સૌ વાંચકજનો અને બ્લોગરમિત્રો મારા લેખો વિષે પોતાના અભિપ્રાય આપશે તો મને અવશ્ય ગમશે.

 

આપનો સહૃદયી,

વલીભાઈ મુસા”

 

4 ટિપ્પણીઓ leave one →
 1. માર્ચ 11, 2009 10:36 એ એમ (am)

  thanks for introduction

 2. માર્ચ 11, 2009 3:32 પી એમ(pm)

  Hello

  I indeed agree to your views. I have been reading most of the English post of Mr Musabhai and I enjoy reading most of them.He is truly a contemporary and a versatile writer
  I need to explore his gujarati posts

 3. arunkumar permalink
  માર્ચ 11, 2009 4:21 પી એમ(pm)

  aajni dhuleti mara mate khubaj sari kahevay karan k aajna divase aap saheb no “blog dvara ” parichay thayo ane mane lagyu k sundarta darek thekane potani shuvash laherave chhe. karan k te kadi potani mele ked rahi nathi shaqati jarasi tiras male toy te bahar aavi jay chhe. aap na parichay pachhi have utsuqta jagi chhe aapna dil dimag ane karkamal dvara prkruti ni duniyama aape keva shangar karya chhe aabhar fari malishyu. varun

 4. માર્ચ 13, 2009 7:54 પી એમ(pm)

  Hello….

  Dear ‘ISHQ’ Palanpuri
  Bhaishree Pratik Shah &
  Mr. Arunkumar (Varun)

  Thanks… Thanks a lot to you all.

  Pratikbhai,

  we are known to each other and we shall get in touch frequently. Your complimentary words have touched my feelings. I’ll try still more to put best of my literary works, but you know very well that any writer has to wait tilll mood hits him/her.

  Mr. ‘ISHQ’ Palanpuri,

  Sorry for not addressing you with your real name. There is distance of only 10 Kms between Palanpur and Kanodar. Hope we may see each other if time and place are fixed by destiny.

  And, Bhaishree Arunkumar/ Varun

  I am confused in your name. Your comment in Gujarati, but in English script impressed me great. Your simplicity in words is noteworthy. Hope you will pray for me to Almighty Creator for my good health and inspiration from Him to do my best in this blogging world.

  Thanking you-all once again,

  With warm regards,

  Valibhai Musa

  P.S. :

  I, very sincerely, thank Shree Vijaybhai Shah to highlight my blog and myself on his web and as a result many more new contacts have been possible for me.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: