કંટેન્ટ પર જાઓ

ભરત દેસાઈ “સ્પંદન” નાં સ્પંદનો

માર્ચ 4, 2009

 

એક  કવિ મિત્ર એ તેમની વાતોમાં શીકાગોમાં સ્થીત ભરત દેસાઈ વિશે માહીતિ આપતા કહ્યું વડોદરા પ્રેમાનંદ હોલની બુધ સભાનો એક પાક્કો શાયર છે મળવા જેવો કલાકાર છે. હવે અહીં ડોલરનાં સ્ટીમ રોલરમાં પીસાવા આવ્યો છે..તે છે ભરત દેસાઈ “સ્પંદન”. વડોદરા અને કારેલી બાગ  જેવી કેટલીયે વાતો સાથે ઘણો ઘરોબો એક કલાકમાં ભરતભાઈ કેળવી ગયા.

તેમની વેબ પેજ  http://bharatdesai.wordpress.com/ સ્પંદન નાં સ્પંદનો પર તેમને સક્રિય કરવા એકડો મે જરુર શીખવ્યો.. પણ અંદરની ધગશ એટલી જોરદાર કે એકલવ્યની જેમ ઘણું બધુ એકલા શીખી ગયા. હાલ ન્યુ જર્સી  સ્થિત આ કલાકારની આગલી વાતો સાંભળીયે તેમના જ શબ્દોમાં… 

 

             

 બોલી ને હુ ભૂલી જાઉં  ને જોયેલું  કાંઇ  જાણું  નહી 

મારુ કામ  છે ઇશ્વર જેવુ  મારુ  કાંઇ   ઠેકાણું   નહી   

      મિત્રો…  વડોદરાના  નામાંકિત શાયર  મકરંદ મુસળે ના ઉપયુક્ત શેર થી મારા પરિચયની  રજુઆત કરુ એ પહેલા વિચાર આવ્યો …કે  ઘણી વખત  આખી જિંદગી કોઇના થી  પરિચિત હોવા છતાં એ  માણસ ને  ઓળખવા અઘરા પડે તો  ખાલી  ‘ટૂંકા પરિચય’  ની તો  વાત જ ક્યાં કરવી  તેમ છતાં  પણ જો રિવાજ પ્રમાણે  ‘ટૂંકો પરિચય’ આપવોજ હોય તો કોઇ શાયરના શબ્દોમા    કહુ તો મારે એટલુજ   કહેવાનુ   ……

                                હોય   ભલે   ને   લાખ  કુટેવો 

                                માણસ   તો  ય  મળવા  જેવો….. 

         

 એ માણસ એટલે  હું  …ભરત દેસાઇ  ….. બાકી  તમે… હું…ને બ્લોગ ની દુનિયા તો છે જ .. મળતા  રહીશું….. મિત્રો..આજે  જરા  જુદા વિષય પર વાત  કરવાનુ મન  થાય છે …….. ..હું  ઘણી વખત આ બાબતે લખી ચુક્યો છુ….કે માનસ ના જીવનમા  કોઇક  ‘હકારાત્મક’  પ્રભાવ પડે  ત્યારે અને  પછી ..એ હંમેશા સારા પરિણામો  લાવે છે.. દુનિયા ને નહી તો કાંઇ નહી પણ વ્યક્તિને અંગતરીતે  પણ લાભદાયક બની રહે છે…..  ……………..સ્વામી  રામકૃષ્ણ પરમહંસ  ના પ્રભાવ થી  વિશ્વ ને વિવેકાનંદ જેવા જ્ઞાની મળી શકે …..વાલિયો  વાલ્મિકી બની શકે  …….આવા તો કંઇ  કેટલા દાખલા વિશ્વના  અને  ભારતવર્ષ ના ઇતિહાસમા  છે….હા ..ચોક્કસ આવા પ્રભાવશાળી  વ્યક્તિની  છાયા ની સાથે સાથે  જગતનિયંતા  પરમકૃપાળુ  પરમાત્મા  અને  જગત જનની મા શક્તિની   ભારોભાર કૃપા પણ એટલી જ આવશ્યક છે….. નહી તો હું અને તમે  કદાચ ………. બધા જ  ‘માસ્ટર  કે સંપૂર્ણ’  બનીગયા  હોત…..પણ  ખેર !  અંહી  એવો જરા પણ એવુ કહેવાનો આશય નથી કે પ્રભુની  આપના ઉપર  કૃપા નથી  આ ક્ષણે પણ   આપની પાસે જે કાંઇ છે એ  પરમાત્માની અને  મા શક્તિની  બદોલત છે… કદાચ  દરેક ને  એની લાયકાત   પ્રમાણે   કુદરતે  આપેલુ  જ છે…….      jis-gali-me-tera

hum-ne-apna-sab-kuch

zuba-pe-dard

Contact:  bharatdesai20@yahoo.com

jau-kaha-bata-e-dil

duniya-banane-wale

kahi-door-jab–anand

પાશ્વગાયક  સ્વર્ગીય   મુકેશચંદ  માથુર  જેને  દુનિયા  ‘મુકેશ’ ના  હુલામણા નામથી ઓળખે છે……એટલે  મારે  મુકેશજી  માટે વધારે  કહેવાની જરુર નથી પરંતુ મને બરાબર યાદ છે કે જ્યારે ગીત,  સંગીત જેવા શબ્દોની સમજ પણ ન  હતી  ત્યારે કદાચ મારી ઉંમર  ત્રણ કે ચાર વર્ષની  હતી  અને  ગામડાગામમા એ જમાનામા  ભગવાવસ્ત્રોધારી  સાધુઓ  કરતાલ કે તાનપૂરો  [તંબૂરો]  લઇ ને ભિક્ષા  માગવા આવતા… અને એ સાધુઓ ….નરસિંહ મહેતા ના ભજનો,  મીંરા ના પદો કે પછી  કબીર ના  દોહા  તંબૂરા ને કરતાલ ના તાલમા લયબધ્ધ રીતે લેહકારતા.અને એમા વળી કોક   ફીલ્મિ  સંદેશાત્મક  ગીતો પણ  ગાઇ લેતા.. એમાનુ  એ ગીત…….  “સજન રે જુઠ મત બોલો…ખુદાકે  પાસ જાના હે”….  મિત્રો…એ ગીત ની ધૂન  એ વખતે મારા બાળસ્મૃતિ    [આ વાત હું ચાલીસ વર્ષ પહેલાની કરુ છું]  પર એ રીતે છવાઇ કે  ઘણા દિવસો સુધી એ ધૂન ને ગુનગુનાવ્યા કરતો…પછી તો  રેડિયો નામનુ  પ્રાણી આ ગીત ક્યારેક ગાઇ લે છે  એવી પણ ખબર પડી…..સમય જતા  ગીત.. ગાયક .. ફીલમ .. એક્ટર…. રેડિયો….બધુ જ ક્રમસહ    સમજાતુ ગયુ…અને  ત્યાર થી મુકેશજી ના કંઠે ગવાયેલા ગીતો સાંભળવાનો  શોખ  જાગ્યો.. આ  શોખનુ  આદતમા  ક્યારે   પરિવર્તન  થયુ ખબર નથી પણ  મુકેશજી ને  જીવન મા એક વાર  ચોક્કસ મળીશ એવી  તમન્ના દિલોદિમાગમા ઘર કરી ગઇ  હતી.. [એથી મુકેશજી ને અંગત રીતે કશો ફરક ના પડે  કારણ કે આવી પ્રતિભાશાળી વ્યક્તિ ના આવા ચાહકો ઘણા હોય છે અને કદાચ  મળ્યા પછી પણ તેઓ ની સ્મૃતિપટ પર હોઇ એ કેમ એ પણ એક મહત્વનો સવાલ છે…  હા.. જે તે વ્યક્તિને  પોતાને જરુર સંતોષ થાય  કારણ કે આ એક પ્રકાર નુ ગાંડપણ જ કહી શકાય બીજુ ખાસ કાંઇ જ નહી] પરંતુ  કુદરત ને એ વાત કદાચ મંજુર ન હતી..[ને  ના  મારી એવી કોઇ  હેસિયત ….આર્થિક…  સામાજિક  કે બૌધિક]..કારણકે  આ મહાન ગાયક નુ અવસાન  27 aug. 1976 મા   થયુ ને ત્યારે  મારી ઉંમર  ફક્ત અગિયાર વર્ષની  હતી….      

           મિત્રો.. પછીતો  વખતોવખત એકલતામા  ગીતો લહેકારવા ની લેહજત..બાથરુમ ની ચાર દિવાલોના બંધ બારણે  બરાડા પાડીને  ગાવાની આદત……. આ બધુ મને સ્કુલ અને કોલેજસમય  દરમ્યાન {ભણવા કરતા આવા બધા કામમા હું વધારે  વ્યસ્ત  રહેતો}   તાલુકા અને જિલ્લા  કક્ષાના  યુથફેસ્ટીવલમા  એક એવરેજ  ગાયક તરીકે નુ સ્થાન અપાવી ચુક્યા હતા..   અને  આ બધુ  ઘરગૃહસ્થી ના મંડાન થયા ત્યાં સુધી ચાલ્યુ  પછી એ પણ બંઘ થઇ ગયુ…..  પરંતુ…..    મિત્રો..દિલમા   રહેલા ‘મુકેશજી’ ત્યારે પણ અને આજે પણ એવા તરોતાજા  હતા ને  છે… પછી તો શોખ ખાતાર  ઓર્કેસ્ટ્રા પાર્ટીઓમા પણ  ગાવાનુ  શરુ કરેલુ…મુકેશજી ના  અવાજ ની લગોલગ અવાજમા ગાઇ શકે એવુ એક નામ ડો.  કમલેશ અવસ્થી..ને પણ હું  ઓડિટોરિયમમા ઓર્કેસ્ટ્રા પર કેટલી વખત સાંભળ્યા હશે? એ કદાચ મને યાદ પણ નથી…  

           Karoke ની ટેકનોલોજી  આવ્યા પછી તો  આ શોખ વધારે  બેવડાઇ ગયો ..અને એરીતે  મારો આ શોખ   હજી આજે પણ અકબંધ  ને તરોતાજા  રહ્યો છે… મુકેશજી જેવુ ગાઇ શકે એતો  ઘણી…. ઘણી… દુર ની વાત છે હા એમના જેવુ ગાવાનો બસ ખાલી પ્રયત્ન  જ આપણે કરી શકીયે.મારો પણ આ ખાલી પ્રયત્ન જ છે અને એ માટે હું  મા સરસ્વતીના ચરણોમા વદંન કરું ને વિનંતી કરુ કે  મને મારી આ આરાધના મા  શક્તિ આપે…     મારી આ આરધના  ની થોડી  ઝલક આપની આગળ રજુ કરુ છું….પ્રસ્તુત  ગીતો નુ  રેકોડિંગ  મે  2003 ની સાલમા  કરેલુ છે…

 

 sajan-re-juth-math

Advertisements
3 ટિપ્પણીઓ leave one →
 1. Ramesh Patel permalink
  માર્ચ 7, 2009 12:03 એ એમ (am)

  હોય ભલે ને લાખ કુટેવો

  માણસ તો ય મળવા જેવો…..

  congratulation for your achievements.

  Ramesh Patel(Aakashdeep)

  My SPANDAN

  Can I share?

  જીંદગીની અવળી કથા

  વાહ આતમ, છેતરાઈ માયાથી તું કેવો મઢાય

  જેમ ઝંઝાવાતી પવન કેવો આવી પરપોટે પૂરાય

  હાય! અવળી જીંદગીની આ કેવી કથા ?

  પામવા સુખચેન,કેવો જીંદગીને રગદોળતો ગયો

  ખૂબ ભણી પંડીત થઈ, સ્વર્ગનાં શાસ્ત્રો રચ્યાં

  ક્યાંથી આવ્યા ક્યાં જવાના? એટલું ના જાણી શક્યા

  બાળપણની મધુર યાદો મોટપણે વાગોળતો રહ્યો

  હતો મસ્તને નાદાન ત્યારે મોટો થવા તલપતો રહ્યો

  સાધુ ચરીત અને ત્યાગનો મહીમા જગે ગાતો રહ્યો

  ખોલી આશ્રમ વને, સૌથી મોટો સંસારી થયો

  થોડે હતો સુખી ભૂલી,વધુ પામવા મથતો રહ્યો

  થઈ જુગારી છેલ્લે ખાલી હાથે કેવો ગયો

  છું કાદવ તોય ખીલવી જાણું હું કમળ

  ભૂલી દેવત્વ માનવ ના રચ શેતાનીયતના વમળ

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. manhar m.mody ('man' palanpuri ) permalink
  એપ્રિલ 1, 2009 8:29 એ એમ (am)

  શ્રી ભરત દેસાઈ ‘સ્પંદન’ નો ફોટો અને પરિચય ગુજરાતી સાહિત્યસંગમ ના બ્લોગ ઉપર જોઇ સાનંદાશ્ચર્ય થયું. બુધસભાના અમે જુના સાથીદાર. ઘણીવાર ભરતભાઈની બાઈકપર લિફ્ટ લઈ પ્રેમાનંદ હોલથી માંડવી સુધી એમનો સંગાથ માણ્યો છે. ત્યારે જ લાગતું હતું કે આ માણસ મળવા જેવો છે પણ અમારી મુલાકાતો બુધસભામાં થતી મુલાકાતો સુધી જ મર્યાદિત રહી. કારણકે અમારે બંનેને થોડુંક આગળ પાછળ અમેરીકા જવાનું થયુ. તેમણે ભેટ આપેલી સ્વકંઠે ગાયેલા મુકેશજી ના ગીતોની સીડી ઘણી વાર નવરાશના સમયે સાંભળીને મનોમન ભરતભાઈને યાદ કરું છું. આ બ્લોગ દ્વારા ભરતભાઈનું ઈ-મેઈલ એડ્રેસ મળ્યું તે માટે ખુબ ખુબ આભાર.—– “મન” પાલનપુરી (મનહર એમ. મોદી)

 3. chirag permalink
  જુલાઇ 24, 2010 9:13 એ એમ (am)

  હોય ભલે ને લાખ કુટેવો

  માણસ તો ય મળવા જેવો…..

  vah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: