કંટેન્ટ પર જાઓ

નટવર મહેતાની વાર્તાઓ…

ફેબ્રુવારી 23, 2009

નટવરભાઈની વાર્તાઓ મને સતત આકર્ષે છે અને તેથી ગદ્ય સર્જન સહિયારામાં ચાલુ નવલકથામાં ભાગ લેવાનુ એમને આમંત્રણ આપ્યું છે. તેમની વાર્તાઓમાં ચમત્કૃતીઓ અને માવજત પામેલા પ્રસંગોની ભરમાર હોય છે.

તેઓ નિયમીત લખે અને વધુ લખે તેવી શુભકાંક્ષા સાથે તેમનો પરિચય તેમના જ શબ્દોમાં

natavar-mehta

લખવાનો શોખ. દેશમાં હતો ત્યારે લખતો હતો. વાર્તા લખવાનું વધુ ગમે. કવિતા લખવાનો પ્રયત્ન કરૂં છું. પણ ખાસ હથોટી નથી. યુએસએ આવ્યા પછી અહિંના સમાચાર પત્રો ‘તિરંગા’માં અને ‘ગુજરાતદર્પણ’માં વાર્તાઓ કવિતા વગેરે પ્રકાશિત થવા લાગ્યું. ‘તિરંગા’નો કાયમી લેખક થયો. દેશમાં ખાસ પ્રકાશિત થયેલ નથી.

 બ્લોગ બનાવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું મારી દિકરીએ શ્વેતાએ અને ભુમિકાએ. વળી મારી વાર્તા ‘ત્રીજો જન્મ’ ને રીડગુજરાતી.કોમ દ્વારા ૨૦૦૮માં યોજાયેલ વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઈનામ મળ્યું. પણ વાર્તા મૃગેશભાઇ એમના ધારા-ધોરણ મુજબ રીડગુજરાતી.કોમ પર પ્રકાશિત કરી ન શક્યા. મેં એ વાર્તા ઈમેઇલ અને પોષ્ટ મારફત સાહિત્યરસિકોને મોકલી અને સહુને પસંદ આવી અને એમણે મારી અન્ય વાર્તાઓ વાંચવા માટે માગણી કરી. મેં કેટલીક પીડીએફ ફોર્મેટમાં ઈમેઈલ મારફતે રવાના કરી. અને ત્યારબાદ મારા બે બ્લોગની રચના થઇ.

http://natvermehta.wordpress.com/

http://natvermehta.blogspot.com/

વાર્તાના બધા જ વિષયો ખેડવાની અભિલાષા છે. હાસ્ય અને રહસ્ય પણ ! હાલે હાસ્યકથા ‘ઘરઘરાટનો તરખડાટ’ તિરંગામાં તરખડાટ મચાવી રહી છે.

ચિત્રકામનો શોખ પણ છે. સમય કાઢી ક્યારેક પીંછી પેંસિલ પકડું છું.

ઈમેઇલ મારફત કે પત્રમારફત પત્ર મિત્ર બનાવવાનુ પસંદ છે. એક નવલકથા પણ મનમાં આકાર લઇ રહી છે જેની હસ્તપ્રત દેશથી અહિં આવતા ખોવાણી પણ મનમાં સાચવી છે. જે ક્યારેક દેહ સ્વરૂપ પામશે. કે વેબ સ્વરૂપ મેળવશે.

ઈમેઈલઃ natnvs@yahoo.com

Advertisements
2 ટિપ્પણીઓ leave one →
  1. માર્ચ 2, 2009 6:41 પી એમ(pm)

    અહીં તમારો ફરી પરિચય મેળવીને ખુશી થઈ .

  2. kalidasgohel permalink
    માર્ચ 7, 2011 4:11 પી એમ(pm)

    f.b.ma malya pachhi tamara blog jovano avsar malyo tamaru kam kharekhar avkarvalayak chhe.tamone khoob khoob dhanyavad.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: