કંટેન્ટ પર જાઓ

રમેશ જાદવઃ એક અછડતો પરિચય

ફેબ્રુવારી 19, 2009

 ramesh_jadav-5

રમેશ જાદવ પીઢ પત્રકાર, વિજ્ઞાનલેખક અને અધ્યાત્મના આરાધક છે. પ્રસણ મધુર વ્યક્તિત્ત્વ, બહુશ્રુત પ્રતિભા અને પત્રકારત્વના અઠંગ અભ્યાસ વડે ગુજરાતી પત્રકારત્વમાં તેમણે માનવંતુ સ્થાન અને અનન્ય લોકપ્રિયતા હાંસલ કર્યા છે.

૧૯૬૬માં  નાટયકાર અદી મર્ઝબાનના પારસી ગુજરાતી અખબાર ‘જામએજમશેદ’માં રિપોર્ટર તરીકે કારકિર્દીનો પ્રારંભ કરી રમેશ જાદવે ‘જનશક્તિ’ (ફ્રી પ્રેસ ગ્રુપ, મુંબઇ), ‘જનસત્તા’(અમદાવાદ) અને મુંબઇના સાંધ્યદૈનિક જન્મભૂમિ જૂથના અખબારોમાં કુલ સાડા ત્રણ દાયકા સુધી સબએડિટર, ચીફ સબએડિટર, ન્યુસ એડિટર, એસિસ્ટન્ટ એડિટર અને એસોસિએટ એડિટર જેવા વિવિધ જવાબદારીભર્યા હોદ્દાઓ પર યશસ્વી કામગીરી બજાવી સન ૨૦૦૧ના ફેબ્રુઆરીમાં તેઓ ‘જન્મભૂમિ’ ને ‘જન્મભૂમિ પ્રવાસી’ સાપ્તાહિકના નિવાસી તંત્રીપદેથી વહેલી નિવૃત્તિ લઇ અમેરિકા આવી સ્થાયી થયા છે.

અમેરિકામાં પણ રમેશ જાદવે પત્રકારત્વ સાથેનો તેમનો નાતો ચાલુ રાખ્યો છે અને હાલ ન્યુ યોર્કથી પ્રકાશિત થતા ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત ટાઇમ્સ’ ના સિનિયર એડિટર તરીકે છેલ્લા પાંચ વર્ષથી તેમની નીવડેલી કલમ અને બહોળા અનુભવોનો લાભ આપી રહ્યા છે.  અમેરિકાભરમાં ગુજરાતી ભાષી સિનિયરોમાં લોકપ્રિય બનેલી ‘ગુજરાત ટાઇમ્સ’ની કટાર ‘વિસામો’ દ્વારા રમેશ જાદવ સિનિયરોને તેમનું વાર્ધક્યજીવન વધુ  રચનાત્મક, સમાજોપયોગી અને સાર્થક બનાવવા સતત પ્રેરણા આપી રહ્યા છે અને સિનિયરોની પ્રવૃત્તિઓ વધુ સંગઠિત અને વિસ્તારીત બને તે માટે પ્રયત્નશીલ છે.

વિજ્ઞાન પત્રકારત્વમાં તેમને વિશેષ દિલચસ્પી છે. અવકાશ અને સંરક્ષણ વિજ્ઞાન તેમના પ્રિય વિષયો રહ્યા છે. દૈનિક ‘જન્મભૂમિ પ્રવાસી’માં જ્ઞાનવિજ્ઞાન વિશે ‘વિસ્તરતી ક્ષિતિજો’ હેઠળ તેમનું સ્તંભલેખન લોકપ્રિય બન્યું હતું. પ્રચાર માધ્યમો દ્વારા વિજ્ઞાનને લોકાભિમુખ બનાવવા માટે ૧૯૯૬માં મુંબઇવરલીના નહેરૂ સાયન્સ સેન્ટર તરફથી તેમને મનુભાઇ મહેતા એવોર્ડ એનાયત થયો હતો.

વિજ્ઞાન અને સંરક્ષણ વિશે તેમણે પાંચ પરિચય પુસ્તિકા લખી છે, તેમાં ‘જગપ્રસિધ્ધ વિજ્ઞાનકથાઓ’, ‘ટેલિકોમ્યુનિકેશન’, ‘આપણાં સશસ્ત્રદળો’, ‘લશ્કરી તાલીમની સંસ્થાઓ’ તથા ‘હવાઇદળ અને નૌકાદળની તાલીમી સંસ્થાઓ’નો સમાવેશ થાય છે. તેમના અન્ય પ્રકાશનોમાં ‘અમેરિકા કેવું છે’, ‘એક પત્રકારની સર્જનયાત્રા’ તથા ‘પત્રકારત્વની કેડીએ’નો સમાવેશ થાય છે. તેમના વિજ્ઞાનલેખોના બે સંગ્રહો ‘બ્રહ્માંડકાંઠે છબછબિયાં’ અને ‘અંતરિક્ષના ઓવારે’ ટૂંક સમયમાં પ્રસિધ્ધ થશે.

તેમના બે અનુવાદોમાં સુપ્રસિદ્ધ યોગાચાર્ય ડૉ. ધનંજય ગુંડેના પાતંજલ યોગસૂત્ર પર આધારિત લોકપ્રિય ગ્રંથનો અનુવાદ ‘નીરોગી રહીએ, નિરાંતે જીવીએ’ તથા જગવિખ્યાત તબીબસંશોધક ડૉ.અભય બંગ લિખિત તબીબીઅધ્યાત્મિક પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘મારો સાક્ષાત્કારી હ્લદયરોગ’ જાણીતા છે.

૧૯૭૫માં એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ દ્વારા આયોજિત પત્રકારત્વના ટૂંકા ગાળાના પ્રથમ ગુજરાતી અભ્યાસક્રમનું સંચાલન રમેશ જાદવે કર્યું હતું અને ત્યારથી તેઓ પત્રકારત્વના લેક્ચરર તરીકે મહિલા વિદ્યાપીઠ અને મુંબઇ યુનિવર્સિટી તથા પત્રકારત્વની અન્ય કોલેજોમાં સેવા આપી ચૂક્યા છે. મલાડ મહિલા કોલેજમાં ૧૯૯૫માં સ્થપાયેલી મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નાલિઝમના સ્થાપકકોઓર્ડિનેટર તરીકે તેઓ રહી ચૂક્યા છે.

રમેશ જાદવ યોગ અને અધ્યાત્મમાં ઊંડો રસ ધરાવે છે. મહર્ષિ પતંજલિનું યોગસૂત્ર તેમના અભ્યાસનો વિષય છે. તેઓ હાલ પતંજલિના યોગસૂત્રનું સરળ અને લોકભોગ્ય ગુજરાતીમાં વિવરણ તૈયાર કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છે અને પતંજલિ યોગદર્શન પર પ્રવચનો પણ આપે છે.

રેડિયો વોઇસ ધરાવતા રમેશ જાદવે આકાશવાણી પર રમતગમતના સમીક્ષકોની પેનલ પર વર્ષો સુધી કામગીરી બજાવી છે. તેમનું વતન કિલ્લા પારડી (જિલ્લા વલસાડ) છે. મુંબઇની જી.ટી.હાઇસ્કૂલ અને કે.સી.કોલેજમાં તેમણે શિક્ષણ લીધું હતું. ૧૯૬૫માં બી.એસસી. અને ૧૯૯૫માં ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ. થયા અને સૌથી વધુ ગુણાંકો મેળવવા માટે મુંબઇ યુનિવર્સિટીએ તેમને બ.ક.ઠાકોર સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો.
લેખકના પ્રકાશનો

પરિચય પુસ્તિકાઓઃ

 ૧) આપણાં સશસ્ત્ર દળો (૧૯૮૭પુસ્તિકા ૬૯૪)
 ૨) લશ્કરી તાલીમની સંસ્થાઓ (૧૯૯૨પુસ્તિકા ૮૦૯)
 ૩) હવાઇ દળનૌકાદળની તાલીમ સંસ્થાઓ (૧૯૯૩ પુસ્તિકા ૮ ૩૭)
 ૪) જગપ્રસિદ્ધ વિજ્ઞાનકથાઓ (૧૯૯૭ પુસ્તિકા ૯૩૧)
 ૫) ટેલિકમ્યુનિકેશન્સ  (૧૯૯૮પુસ્તિકા ૯૫૫)

અન્ય પ્રકાશનો

 ૧) અમેરિકા કેવું છે   (ઓગસ્ટ૨૦૦૦)
 ૨) એક પત્રકારની સર્જનયાત્રા (સપ્ટેમ્બર૨૦૦૦)
 ૩) પત્રકારત્વની કેડીએ (૨૦૦૧)
 ૪) બ્રહ્માંડકાંઠે છબછબિયાં (પ્રિન્ટમાં)
 ૫) અંતરિક્ષના ઓવારે (પ્રિન્ટમાં)

અનુવાદો

 ૧) નીરોગી રહીએ, નિરાંતે જીવીએ
     ડૉ.ધનંજય જી. ગુંડે  (ઑગસ્ટ૨૦૦૦)
 ૨) મારો સાક્ષાત્કારી હ્લદયરોગ
     અભય બંગ         (ઑગસ્ટ૨૦૦૩)

Navbharat Sahitya Mandir AHMEDABAD
    Opp. Patasa Pole,
Nr. Jain Temple,
Gandhiroad,
Ahmedabad – 380 001
Phone : +91 – 079 – 22139253 / 22139179 / 22132921
Fax : +91 – 079 – 22164676

Mumbai
 
    Navbharat Sahitya Mandir
    134, Princess Street,
Govind Building,
Mumbai – 400 002
Phone : +91 – 22- 22017213 / 22085593

Contact: jadavrt@hotmail.com

2 ટિપ્પણીઓ leave one →
  1. Dinesh Pandya permalink
    ફેબ્રુવારી 21, 2011 12:54 પી એમ(pm)

    જન્મભૂમિ પ્રવાસિમાં જેમની કોલમો (ખાસ કરીને વૈજ્ઞાનિક લેખો) ખૂબ લોકપ્રિય થઈ હતી તેવા એક સમયના જાણીતા પત્રકાર-લેખક રમેશ જાધવ વિષે વાંચી જાણકારી મેળવી આનંદ થયો!

    ધન્યવાદ!

    દિનેશ પંડ્યા

Trackbacks

  1. “શ્વેતા”- સ્વ. શ્રી તુષાર ભટ્ટ અને શ્રી રમેશ જાદવ. | પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્ર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: