કંટેન્ટ પર જાઓ

‘ભજનના ફાયદા અને હતાશા … ’’-પી.યુ. ઠક્કર

ફેબ્રુવારી 14, 2009

 

puthakkar

શ્રી પી. યુ. ઠક્કર

       શ્રી પ્રવીણભાઇ ઠક્કર રાજ્ય સરકારની Highest Governing Body,  State Secretariat માં અધિકારી છે. સરકારી નોકરીની નીતિવિષયક કામગીરીના ભાગરૂપે વિચારણા હેઠળની બાબતોનું અર્થઘટન અને પૃથ્થકરણ કરીને વિવિધ દૃષ્ટિકોણથી મૂલવણી કરીને સંકળાયેલી બાબતના બધા પાસા સ્પષ્‍ટ કરવા — આ પ્રકારની ફરજોને લીધે તેમની લેખની શક્તિ ઘૂંટાઇ.

 

 

 

       કેટલાક મિત્રોના બાળકો વકૃત્વ કે નિબંધ સ્પર્ધામાં ભાગ લે ત્યારે, મિત્રો તેમના બાળકો સાથે પ્રવીણભાઇ પાસે આવે અને જે તે વિષય આપીને તેમના બાળકોને માટે નિબંધો લખી આપવા કહે તો તેઓ લખી આપે.. લખાણ શરૂ કરતા પહેલાં મૂંઝવણ થાય. કે શું લખી આપવું ? પરંતુ આવનાર મિત્ર મોટી આશા લઇને આવ્યા હોય એટલે લખવા માટેની યાતના વેઠીને પ્રવિણભાઇ લખી આપે. લખાઇ ગયા પછી એ લખાણથી પ્રવીણભાઇને હૃદયમાં એક પ્રકારના સંતોષની અનુભૂતિ થાય અને લખતાં લખતાં મઝા આવે છે; એવો અહેસાસ પણ તેમને થતો ગયો.. વકૃત્વ કે નિબંધસ્‍પર્ધામાં ભાગ લેતા બાળકો ઇનામ કે પહેલો નંબર લઇ આવે.. એમ કરતાં કરતાં નોકરી સિવાયના ક્ષેત્રમાં પણ લખી શકાય છે; એવો પ્રવીણભાઇનો આત્‍મવિશ્વાસ સ્થપાયો. ઇશ્વરે આપેલી સાત્વિક લેખન શક્તિ સ્‍ફૂરવાનું આ નિમિત્ત થયુ.

       પ્રવીણભાઇનાં ધર્મપત્નિ, શ્રીમતી મીનાબેન પી. ઠક્કર, અમદાવાદના અને ગુજરાતના એક જાણીતા કીર્તનકાર, ભજનિક અને આખ્યાનકાર છે. શ્રીમતી મીનાબેન નવધા ભક્તિ, રામાયણ, ભાગવત કથા વગેરે વિષયો પર પણ સાતથી નવ દિવસના ભક્તિ કાર્યક્રમો બિન વ્યવસાયિક ધોરણે રજુ કરે છે. વ્‍યાસપીઠ ઉપરથી તેમના ધર્મપ‍ત્નીને સાંભળતા સાંભળતા પ્રવીણભાઇને ઘણાં વિચારો આવે અને લખાઇ જાય. આમ, લખવાની શરૂઆત થઇ. 

        રોજ ત્રણ કલાક વ્યાસપીઠ પર બેસીને પાંચસોથી સાતસો જણને સંબોધનાર શ્રીમતી મીનાબેન સમક્ષ પ્રવીણભાઇ ઘરના ખૂણે વક્તા બને અને શ્રીમતી મીનાબેન એક સારા મિત્રની જેમ પ્રવીણભાઇના શ્રોતા બને, એ રીતે પ્રવીણભાઇના વિચારોને બળ મળતુ થયું. આમ, પ્રવીણભાઇની તેમના ધર્મપત્નિની સાથે થતી આધ્યાત્મિક ચર્ચાઓને કારણે શ્રી પ્રવીણભાઇના વિચારો ઘૂંટાય. આ રીતે, તેમના લખાણને આધ્‍યાત્મિકતાની એક દિશા મળી.

       ચિંતનાત્મક અને આધ્‍યાત્મિકતાને લગતી શ્રી પી. યુ. ઠક્કરની વિચારધારાઓનો વધુ પરીચય તેમના બ્લોગઃ http://puthakkar.wordpress.com/2009/01/ પરથી આવશે.

       પ્રવીણભાઇ સાહિત્ય ક્ષેત્રે વેબ બ્લોગ દ્વારા પ્રદાન કરી રહ્યા છે. તેમનો પરિચય ભાઇશ્રી અધ્યારુના બ્લોગ ઉપર મુકાયેલ ‘સ્‍નેહ’ અંગેની કવિતાઓ ઉપરથી થયો. ભવિષ્યમાં તેમની અને મીનાબેનની વાતો વિશ્વભરના વાંચકોને મળશે તેવી શ્રધ્ધા અસ્થાને નહી ગણાય.

તેમનો સંપર્ક છે. puthakkar@gmail.com

 

 

Advertisements
2 ટિપ્પણીઓ leave one →
 1. ફેબ્રુવારી 16, 2009 3:27 પી એમ(pm)

  Great way to put bloggers in a book by your effort.
  Nice to meet this way”શ્રી પી. યુ. ઠક્કર.”

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 2. માર્ચ 10, 2009 2:04 પી એમ(pm)

  તમારો પરિચય મેળવીને ઘણો આનંદ થયો. સાત્વિકતાની કેડી મળે તે ઈશ્વરની કૃપા અને સદભાગ્ય ગણાય. Impressive……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: