અધ્યારૂ નું જગત-જીગ્નેશ અધ્યારૂ
હું, જીગ્નેશ લલીતભાઈ અધ્યારૂ, , પ્રોફેશનલ તરીકે એક સિવિલ એન્જીનીયર છું. માસ્ટર્સ સિવિલ એન્જીનીયરીંગ ડીગ્રી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિંટીમાંથી મેળવી છે. અને અત્યારે મહુવા (ભાવનગર જીલ્લો) પાસે આવેલા પીપાવાવ પોર્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલોપમેન્ટ વિભાગમાં સિનીયર એન્જીનીયર તરીકે કામ કરું છું. આખો દિવસ ડ્રાય ડોક કન્સ્ટ્રક્શન, પીપાવાવ શિપયાર્ડ ની મારી સાઈટ પર કન્સ્ટ્રક્શન મોનીટરીંગ, ઈન્સ્પેક્શન જેવા કામ કર્યા પછી સાંજે અને રાત્રે બ્લોગિંગ કરું છું, અને મારી પત્ની તથા બહેનનો પૂરો સહકાર મને મળી રહ્યો છે.
મે ૨૦૦૭ માં બ્લોગ અધ્યારૂ નું જગત વર્ડપ્રેસ.કોમ પર રજીસ્ટર કરી શરૂ કર્યો, મારી લખેલી કવિતાઓ, મારી મનપસંદ ગઝલો કે મને ગમતાં લેખો બીજા લોકો સાથે વહેંચવા માટે આ બ્લોગ શરૂ કર્યો, પણ પહેલા દસ પોસ્ટમાં ફક્ત પાંચ વાંચકો મળ્યા. છ મહીના બ્લોગ ઓક્સીજન પર રહ્યો. અને સફર શરૂ થતા પહેલા બંધ થવાની નજીક પહોંચી ગઈ.
જાન્યુઆરી ૨૦૦૮ માં એક વિચારે મને ખૂબ પ્રેરણા આપી. લોકો ક્યારે વાંચે? જો આપણે તેમને વાંચવુ ગમે તેવું કાંઇક મૂક્યુ હોય, જો તેમાં કાઈક નવું તત્વ હોય, ઉપયોગી હોય, જાણવાલાયક હોય, હૈયાની નજીક પહોંચે તેવું હોય અને કંઈક એવું જે વાંચ્યા પછી થોડોક સમય મનોમંથન કરવા પ્રેરે. ગુજરાતી પુસ્તક ખરીદીને વાંચતા લોકો કેટલા? પણ જો તેમને પણ ગુજરાતીના અમર સાહિત્યનો, તેની સોડમનો પરિચય એક ક્લિક વેંતમાં મળે, તો ચોક્કસ બધાં એ તરફ જવા પ્રેરાય. આ વિચારે રોજ એક પોસ્ટ મૂકવાની શરૂ કરી. અલગ વિષય, અલગ વિચાર, અલગ શીખ અને સાથે જાણવાલાયક તો ખરુંજ. વિષય વિવિધતા અને બને તેટલા નવા લેખો / કવિતાઓ / સાહિત્ય આપવાની શરૂઆત કરી.
જાન્યુઆરી ૨૦૦૮થી શરૂ કરેલી આ સાંકળ, વચ્ચે એકાદ બે નાનકડા વિરામને બાદ કરતા રોજ એક પોસ્ટ સાથે અવરિતપણે ચાલી રહી છે. કુલ ૩૫૦ થી વધારે પોસ્ટ અને ૧૨૫૦ થી વધુ કોમેન્ટસ સાથે અત્યાર સુધી ૫૫૦૦૦થી વધુ ક્લિક્સ મેળવી આ પ્રયત્ન હજી પણ આગળ વધી રહ્યો છે. અહીં હું ઈન્ટરનેટ વિષે માહિતિ આપતા લેખ લખું છું તો વળી મારી નવી કવિતાઓ, અનુભવો, મુલાકાતો, મિત્રોએ લખેલી રચનાઓ, સદાબહાર ગુજરાતી સાહિત્ય, પુસ્તક સમીક્ષા કે અગત્યના બનાવો વિષે પણ લખું છું.
ગત વર્ષે મેં અધ્યારૂ નું જગત પર માર્ચ મહીનામાં હાસ્ય અઠવાડીયું ઉજવ્યુ હતું. બને તેટલા ઓરીજીનલ લેખ મૂકવાનો પ્રયત્ન મહદઅંશે સફળ રહ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી ના પ્રથમ બે અઠવાડીયા હાસ્ય અઠવાડીયું ને સ્નેહ પ્રેમ અઠવાડીયું અંતર્ગત વિષયાનુચિત લેખો મૂકવાનું નક્કી કર્યું છે. જ્યાં સુધી બને ત્યાં સુધી પબ્લિશ ન થયા હોય તેવા લેખ મૂકવા છે, પણ જો આ શક્ય ન થાય તો સદાબહાર ગુજરાતી હાસ્યકવિતાઓ અને લેખો સાથે આ બે અઠવાડીયાની ઉજવણી કરવી છે.
સાહિત્યનો શોખ અને તે માટે “કાંઈક” કરવાની ઈચ્છા, બસ એ જ આ બ્લોગનો ઉદ્દેશ્ય. સાથે સર્જનનો, નવા મિત્રો, વાચકો અને લેખકો સાથે સંપર્ક જેવા અન્ય અનન્ય લાભ તો મળે જ છે. આ પ્રયત્નને આમ જ સતત ચાલુ રાખવો એ જ મારી ઈચ્છા.
“અધ્યારૂ નું જગત” (http://adhyaru.wordpress.com ) હવે નવા ડોમેઈન નેમ સાથે ઈન્ટરનેટ પર પોતાના ઘર સાથે, ચાર નવા જોડાઈ રહેલા લેખક અને બ્લોગર મિત્રો સાથે આમ જ ચાલી શકે, અને તેને વાંચકોનો પ્રેમ સતત મળતો રહે એ જ અભ્યર્થના.
ધન્યવાદ.
Jignesh L Adhyaru
Adhyaru19@gmail.com
M : 09727777121
boss gajab k y !!
gr8 man .. Keep it up !
Mane pan utsaah malyo..and guidence..lagyo rahish..kem ke prem to sahitya sanskruti ane bhasha no chhe j..te ja aa kaam karaavye raakhe chhe..loko ne shu game te pan jovu rahyu te tame kayu..hu to ahi aavu j chhu…
dhavalrajgeera Says:
February 16, 2009 at 2:52 pm e
Dear Jignesh,
Nice blog and read your information in Vijay Shah’s blog too.
Dhavalrajgeera and Tulsidal welcomes you as the blogger to inrenet.
Rajendra
http://www.bpaindia.org
http://www.yogaeast.net
Jay Gurudev,
Wish you all the best Jigneshbhai,
Nice to know about you here.
Kantilal Karshala
https://gujaratisahityasangam.wordpress.com
જય ગુરૂદેવ,
“ગુજરાતી સાહિત્ય સંગમ” માં આપના વિશેની વિશેષ માહિતી
જાણવા મળેલ.
તમને આ શુભકાર્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
My blogs :
http://gaytrignanmandir.wordpress.com/
http://karshalakg.wordpress.com/
ઘણી વખત અલપ ઝલપ આપના બ્લોગ ઉપર આવતો હતો.
આજે શાંતિથી આપનો બ્લોગ જોયો – આનંદ થયો.
આપનો પરિચય પણ આજે જ વાંચ્યો – વધુ આનંદ થયો.
khub saras jo gujrati bhasa ne jivant rakhi