Skip to content

હરનીશભાઈ જાની એટલે અહર્નિશ હસતા અને હસાવતા હાસ્યલેખક

ફેબ્રુવારી 5, 2009

dsc01524_-_copy

 

જેમને તેમના મિત્ર કનક રાવળે નવાજ્યા એક વ્યંગાર્થનાથી
જેવા-તેવા પણ હરનીશ જાની”
અત: શ્રી હરનીશમ સ્તોત્રમ I
જે સુધનરાયના ગુણવાન છે જે પામ્યા સુશિલમાનો સદાચાર જે હંસાવતિના ભરથાર છે II -જય હો, જય હો
જે રાજપિપળાના જાગિરદાર છે જે મિત્રમંડળમાં નમુનેદાર છે II -જય હો, જય હો
જેનુ જિવન જોરદાર છે જેનુ કવન મજેદાર છે. જેની જબાન ધારદાર છે II -જય હો, જય હો
જે કલમના કસબદાર છે જે પ્લાસ્ટિક વિદ્યાના જાણકાર છે II -જય હો,જય હો
જે અસલી વ્યંગકાર છે જે છુપા ચિત્રકાર છે જે સભાગારના સુત્રધાર છે II -જય હો, જય હો
 
કહે ક્કુરા સ્વામિ,
 
“જેના ઉપરોક્ત્ થયાં ગુણગાન, તેવા હરનિષ જાની અહર્નિષ રહો”
ફલાદેશ: આ વ્યંગાર્થના જે જે ગાશે તે તે મનભર ખાજાં ખાશે* ઈતિ: હરનિષમ્ સ્તોત્રમ્ સંપુર્ણમ્ II
કનક રાવળ, પોર્ટ્લેંડ,ઓરિગોન બુધવાર, 12 ડિસેમ્બર 2007
 
હરનીશભાઇનો મારો અંગત પરિચય ક્યાં અને કેવી રીતે થયો તે વાત તો ૧૯૯૬ થી જ્યારે કીશોર રાવળનાં કેસુડા.કોમ માં હું તેમની વાતો વાંચતો અને તે વાતોને “દર્પણ”માં છાપવાની પરવાનગી લેવા તેમનો ફોન કિશોરભાઇ પાસેથી લીધો ત્યારથી પરોક્ષ પરિચય્ જે ૨૦૦૬માં “ચલો ગુજરાત” સમયે પ્રત્યક્ષ થયો…સુરેશ બક્ષીનાં ગામ મિત્ર અને તે નાતે સપ્ટેમ્બર ૨૦૦૬માં હ્યુસ્ટન તેમને અમે તેડ્યા.. જેને ત્યાં તે રહ્યા તે સૌએ એક જ ફરિયાદ કરી.
“.હંસાબેન કેવી રીતે જીવે છે આ હસતા ઓલરાઉંડર ગુજરાતી હાસ્યલેખક  સાથે…જ્યારે હોય ત્યારે તેમની વાતોમાં હું અને હંસા જ હોય અને હંસાને શરુઆતમાં ઉતારે અને પછી લાડ થી ચગાવે…”
 

ખુબ જ વાંચન અને તેમની રમુજ વૃત્તિએ અગણીત મિત્રો આપ્યા. પાંચ હાર્ટ એટેક પછી કાચનાં વાસણ જેવા તેમના હૈયામાં સારુ વાંચવાની ભુખ અડીખમ છે અને તેથી ઘણી વખત બ્લોગ ઉપરનાં  નબળા અથવા કચાશ ભર્યા લખાણથી અકળાઈ જતા હોય છે. તેઓ માને છે કે ગુજરાતી ભાષાને બીજી પેઢી તરફ લઈ જતા બ્લોગરોને માથે ભાષા સાચવણી અને સભ્ય સુસંસ્કૃત સર્જન એ જવાબદારી છે.  જે બ્લોગમાં તે જોવા મળે છે તે વાંચવાની તેમને મજા પડે છે. . તેઓ માને છે કે તેમનું લખાણ્ જ તેમની મુડી નથી તેમની સાચી મુડી તેમના લખાણોને સાંભળતા અને ખુલ્લ દિલે હસતા તેમના શ્રોતાઓનું હાસ્ય તેમની મોટી મુડી છે.
 
ગુજરાતી સાહિત્યમાં હાસ્ય નિબંધો લખાયા છે. પરંતુ હરનિશભાઇએ હાસ્ય વાર્તાઓ લખી નવી ભાત પાડી છે. જેની ગુજરાતના વિવેચકોએ નોંધ લીધી છે
 
તેમની બહુ પ્રિય પંક્તિઓ.
 

हर घडी बदल रही है, रुप जिंदगी,

छांव है कहीं, कहीं तो धूप है जिंदगी .

हर पल यहां जी भर जीओ

फीर यह समा कल हो, न हो.”
*****
 
હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી !  અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત  એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”
 
નામ
હરનીશ સુધનલાલ જાની
જન્મ
5 – એપ્રીલ – 1941 ( રામનવમી) ; છોટાઉદેપુર, જિ. વડોદરા ‘
વતન – રજવાડાનું ગામ રાજપીપળા
કુટુમ્બ
માતા – સુશીલાબેન(ગૃહલક્ષ્મી);   પિતા – સુધનલાલ (ખેડૂત ) પત્ની – હંસા ( ‘બોસ ‘ )
પુત્રીઓ – આશીની ( ‘લેખિકા’ ) ; શિવાની ( ‘ બિન્ધાસ ‘ ) ;  પુત્ર – સંદીપ ( ‘ શરમાળ ‘ )
અભ્યાસ
1962 – બી.એસ. સી. , ગુજરાત યુનિ.
 1964 – ડી.ટી.સી. (ટેક્ષ્ટાઇલનો ડીપ્લોમા) –
1980 – પ્લાસ્ટીક ટેક્નોલોજી –  ન્યુ જર્સી
વ્યવસાય
ભારત – અતુલ પ્રોડક્ટ્સ અને અંબિકા મીલ – કુલ છ વર્ષ
અમેરીકા – સાત વર્ષ – ટેક્ષ્ટાઇલ પ્રીંટીંગમાં મનેજર છેલ્લા પચીસ વરસ પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝમાં રીસર્ચ કેમીસ્ટ
જીવન ઝરમર
‘ચિત્રલેખા’ માં ત્રણ ચાર વાર્તા  છપાઇ.
‘આરામ’ અને ‘ચાંદની’ અને જુદા જુદા માસિકોમાં  વાર્તા લખવા આમંત્રણો મળતા !
પ્રથમ રચના – 19 વર્ષની ઉમ્મરે પહેલી વાર્તા ‘ સંઘર્ષ અંતે’ ચાંદનીમાં   છપાઇ
1965 – ચિત્રલેખા વાર્તા હરીફાઇમાં પાંચમું ઇનામ ( ‘ પન્નાલાલ પટેલને ત્રીજું ઇનામ મળ્યું હતું , એવું કહેવા માટે મારા પાંચમા નંબરને છાતીએ લગાડી ફરતો હતો.’ )
1969 – 1991 – ‘ અમેરીકા આવ્યા બાદ એક્કે ગુજરાતી પુસ્તકને અડક્યો નથી;  પણ કોમામાં ન હતો !  ‘

અમેરિકન સાહિત્ય ,  બ્રોડવેના નાટકોથી પરિચિત થયા અને ચેખોવ, માર્ક ટ્વેઇન, મોપાંસા જેવા લેખકોને વાંચ્યા.
– ન્યુ જર્સી માં ‘સાઠ દિન ‘ ની ગુજરાતી કવિ અને લેખકોની સભામાં પાર્ટી સમજીને પહોંચી ગયા અને ગુજરાતી લેખનના રવાડે ચઢ્યા ! અને આજ દિ’  લગી દેશ પરદેશના અને ઇન્ટરનેટના મેગેઝીનોમાં લખતા રહ્યા છે.
1993- 94 –  ‘ગુજરાત દર્શન’ નો કાર્યક્રમ ટી.વી. પર પ્રોડ્યુસર, ડીરેક્ટર, લેખક, અભિનેતા – ઓલ ઇન વન બનીને રજુ કર્યો.  મનોરંજનના કાર્યક્રમમાં કવિ સમ્મેલન રજુ કરવાની પણ હિમ્મત કરી !
ન્યુ યોર્ક અને ન્યુ જર્સીમાં ચાર દાયકા વિતાવ્યા

જીવન જીવવાની ફિલસૂફી -”

जिंदगी है क्या, सुन मेरी जां

प्यार भरा दिल, मीठी जुबान.  

 
રચના
હાસ્ય લેખો અને વાર્તાઓ – 

 1. સુઘન
 2. સુશીલા

સન્માન
જીવનનું સૌથી મોટું પારિતોષિક – જ્યારે  મિત્રો અને અજાણ્યા વાચકો એમ કહે છે કે ‘ લેખ ગમ્યો’ ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યાનો આનંદ થાય છે.
2007 – ગુજરાત સરકારની સાહિત્ય અકાદમીનો  હાસ્યસર્જનો માટેનો દ્વિતીય પુરસ્કાર.તેમના પુસ્તક “સુધન” ને મળ્યો

હાસ્યકાર વિનોદભાઇ ભટ્ટનો લેખ ચિત્રલેખામાં

Advertisements
2 ટિપ્પણીઓ leave one →
 1. ફેબ્રુવારી 5, 2009 5:08 પી એમ(pm)

  હરનીશભાઈ જાની એટલે હસતા અને હસાવતા હાસ્યલેખક……

  He said,” હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો

  પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી ! અમદાવાદથી

  મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું. વાતો ગમે

  છે. માણસો ગમે છે.”

  He love Harnishbhai as a Friend.
  Stay Connected.

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 2. ફેબ્રુવારી 1, 2010 2:50 પી એમ(pm)

  Dear Harnishbhai,
  I read this Post about you only today (February 1st 2010) …but I had known you for long…not that long but we met each other via my Blog Chandrapukar….& this meeting has given the birth to “our Friendship”
  Wishing you all the BEST inLife ….& may you continue to make others happy with your written words & speech…”Laughter is the best Medicine !” so says this Doctor Friend !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com
  With lots of Love & Best Wishes always !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: