કંટેન્ટ પર જાઓ

“જ્યોતિષ મંથન” -જ્યોતિષ જ્ઞાતા શ્રી અનીલ શાહ

જાન્યુઆરી 30, 2009

  

anil-shah1

 

અનીલ શાહનો પરિચય મારે આપવાનો હોય તો મારે ૧૯૬૪ સુધી જવું પડે..૮માં ધોરણથીસાથે ભણતો આ ગોઠીયો જબરો મજાકીયો અને કોલેજ તબક્કlની વાત કરું તો અનીલ  અને નરેન્દ્રબંને સાથે હસાવવા બેસે તો બાકીના અમારા ત્રણની એટલેકે વિનય, અજીત અને મારી હાલત બગડીજાય ત્યાં સુધી વાતોને ખેંચે..

પાંચેક વર્ષથી સ્વૈચ્છાએ નિવૃત્તિ લઇને એટલાંટા સ્થિરથયેલો આ લેખક જીવડો એમ. એસ્. સી. કેમેસ્ટી, ડિપ્લોમા ફાર્મસીસ્ટ થઈને અકાઉન્ટટજનરલની સરકારી નોકરીએ લાગ્યો ત્યારે સૌને નવાઈ લાગી હતી.. મેં હસતા હસતા પુછ્યું કેયાર્. એમ એસ સી ડાઈ નાં વિષય સાથે થયોને તને આ શું સુજ્યું કે એકાઉંટટ જનરલની ઓફીસેપહોંચ્યો.. તો કહે If you want to die than work with Dye…

ખૈર્. આ મિત્રની હળવી બાજુ થઈ પરંતુ તેનો સ્વભાવ વિશ્લેષક અને વિજ્ઞાન નો અનુસ્નાતક અને  તેથી ગ્રહોને વૈજ્ઞાનીકરીતે જોતો થઈ ગયો અને સંશોધનો થી શોધી નાખ્યુ  ( બીજે ચંદ્ર ધનવાન્ બનાવે ને સાતમા સ્થાને ગુરુ સુંદર પત્ની અપાવે) અને પછી રસ પડ્યો અને જરુરી ભણતર લઈ જ્યોતિષ જ્ઞાતાબન્યો…આ તો ૧૫ વર્ષ પહેલાની વાતો.

બે એક વર્ષ પહેલા તેણે કહ્યું વિજય મારો બ્લોગ તો છે જ્(www.anilasto.com)  પણ મને ગુજરાતીમાં મારાસંશોધનાત્મક લેખો મુકવા છે તો ગુજરાતી કેમ ટાઇપ કરવુ તે શીખવને…અને જન્મ થયોજ્યોતિષ મંથન  (www.anilshah19.wordpress.com).

અનીલ માને છે કે કેટલાક માણસોના જન્માક્ષરના આધારે થતી આગાહીઓ ઘણી સાચી પડે છેપણ કેટલાક માટે સાચી પડતી નથી. આનો અર્થ એ થાય કે કેટલીક જટીલ કુંડળીનુ અર્થઘટનકરવામાં કેટલાક જ્યોતિષીઓ પાછા પડે છે ! પરંતુ તેથી શાસ્ત્રને ખોટુ કહેવુ તે વધારેપડતુ છે ” કેટલીક વાર યોગ્ય નિદાન કરવામાં ડોક્ટર પણ ક્યાં પાછા પડતા નથી ?”

જ્યોતિષશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે ક્યારેક તમોને સાવધ કરે છે તો ક્યારેક જીવનનુ બળ આપે છે.ક્યારેક મોટી ચિંતામાંથી બચવા થોડીક ચિંતા કરાવે છે તો ક્યારેક તમારી નબળાઈઓ બતાવીતમોને આંધળુકીયા કરતા રોકે છે. ક્યારેક આયોજન કરવામાંતો ક્યારેક આયોજનમાં ફેરફારકરવામા રાહ ચીંધે છે. ક્યા ગ્રહો ક્યારે કેવુ ફળ આપશે તે અનુભવથી સમજાવવાનમ્ર પ્રયાસ કર્યો છે.વધુ વિગતે જાણવા લેખક સાથે સંપર્ક કરવો જરુરીછે.  કારણકે આ જ્યોતિષશાસ્ત્ર એક સાગરસમાન છે અને આ સંશોધન લેખો તો તેનુ આચમન માત્ર છે.

અમેરીકામાં તેણે જ્યોતિષનું કામ ધંધાદારી રીત થી કરવા સજ્જતા બતાવી હજારોડોલરનાં કોમ્પ્યુટર સોફ્ટવેર વસાવ્યા..અને ફ્લોરીડાનાં માસિક સીટી મસાલામાં Star lite Star Brite Horoscope ની કોલમ લખે છે. તેમનો જેમને પરિચય છે તેઓ માને છે કે  તેઓનાં નિદાનો  ૯૫% સુધી સાતત્ય પુર્ણ હોય છે.

ગુજરાતી બ્લોગ તેઓ લખે છે તે લખાણને તેમના સંશોધનો નો ભાગ માને છે અને જેઓને રસપડે છે તેમને તેઓ સંતની જેમ જ્ઞાન પીરસવા માંગે છે..આ લેખો પુસ્તક સ્વરુપે પણઆવવાનાં છે. ફાજલ સમયમાં તેઓ પણ સરસ ગુજરાતી વાર્તાઓ લખે છે

તેમની  “હસ્ત-મિલાપ ” લગ્ન-સંસ્થા  વિષે ………

હસ્ત-મિલાપ.’ જેવી પવિત્ર લગ્ન સંસ્થાનો શુભારંભ કરનાર ઓર્ગેનાઈઝર શ્રી અનિલ શાહ , મૂળભૂત રીતે એક આંતર-રાષ્ટ્રીય જ્યોતિષી છે. હાલ માં જ જ્યોતિષ-વિજ્ઞાન પર પ્રસિદ્ધ થયેલ પુસ્તક ” જ્યોતિષ-મંથન ” ના લેખક પણ છે.આ સંસ્થાને સક્રીય રીતે કાર્યરત કરવા પાછળ તેમનો જ્યોતિષી આત્મા જ કામ કરે છે. સવિશેષ સમાજસેવા કરવાનો તેમનો શુભાશય છે.

જ્યોતીષી પ્રવ્રુત્તિને એક શોખ તરીકે કાર્યરત કરી સમાજસેવા આદરી.તેમાં પણ મૂળભૂત રીતે વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકેની ચોક્કસાઈ જ કામ કરી ગઈ. ઈશ્વરેચ્છાએ મહદંશે બધી ધારણાં સાચી પડતી ગઈ. વિખ્યાતી મળતી રહી.. આમ જૂઓ તો ” હસ્ત-મિલાપ ” લગ્ન સંસ્થાની શરૂઆત , એક પ્રકારે  તેઓશ્રીની એક જ્યોતિષીય પ્રવ્રુત્તિની જ છે !.તેઓશ્રીનું માનવું છે કે આધુનિક સમયમાં જ્યોતિષશાસ્ત્રમાં કહ્યા મુજબ લગ્નના મેળાપક્નું મહત્વ ઘટ્યું છે અને  તેનું  એ પરિણામ આવે છે કે દાંપત્યજીવનમાં કલહ અને પતિ-પત્ની વચ્ચેના અણબનાવની ઘટના સાથે સાથે ડાયવોર્સની સંખ્યા પણ વધતી રહી છે.એકલા યુ.એસ.એ  દેશમાં જ એક તારણ મુજબ ‘ લગ્ન વિચ્છેદ દર મોટો અને વધુ  છે !. સર્વે ફક્ત , યુ. એસ.એ નો જ દર્શાવવા પાછળનો આશય , મહદંઅંશે આપણા NRI યુવક-યુવતીને સાકળવાનો છે સંસ્થાપક લગ્ન જેવા પવિત્ર રિશ્તાની અસ્મિતા જાળવવા  તથા દાંપત્યજીવન ટકાઊ અને સફળ બનાવવાં આજના સર્વે  નવયુવકો-યુવતીઓને પ્રખ્યાત હીંદી ટીવી ધારાવાહીક ” યહ રિશ્તા ક્યા કેહલાતા હય ” નો સંદેશ જીવનમાં અમલ કરવા અપીલ કરે છે જેથી પાછળથી ” ઊતાવળે પરણોં અને નિરાંતે પસ્તાવ ” તેવું ના લાગે.. આથી જ તેમના મતે લગ્નેચ્છક યુવક અને યુવતીની જન્મકુંડળી મેળવવી બહુ જરૂરી છે. લગ્નજીવનની સફળતા માટે બંનેની જન્મકુંડળીમાં રહેલા અમુક વિશિષ્ટ યોગોનો પરસ્પર તાલમેળ પણ જરૂરી છે.તેઓશ્રી દ્રઢ્પણે માને છે કે લગ્ન-મેળાપક એ પતિ-પત્નીના ભાવી સહજીવનનો એક આગોતરો ગ્રાફ છે અને તે ભવિષ્યનું આયોજન કરવામાં અચૂકપણે મદદ કરી શકે છે.શ્રી અનિલ શાહ તેમનાં આ  જ્યોતિષી જ્ઞાનનો અભિગમ જ  apply  કરી તેમની આ ” હસ્ત-મિલાપ ” લગ્ન-સંસ્થાના સર્વે સભ્યોને મદદ કરવાનો શુભાશય ધરાવે છે.તો આપ સર્વે વાંચકમિત્રોને મારૂ નિવેદન છે કે તેઓ તેમનાં કોઈપણ લગ્નેચ્છુક મિત્રોને આ સાત્વીક લગ્ન-સંસ્થાના સભ્ય બનવા ભલામણ કરી શકે છે.

તેમનો સંપર્કanilshah19@yahoo.co.in

Advertisements
3 ટિપ્પણીઓ leave one →
 1. ફેબ્રુવારી 2, 2009 3:43 પી એમ(pm)

  Thank you Vijay for my introductions on
  blog ” Gujarati Sahitya sangam ”

  4307 Jefferson CT.
  Alpharetta, GA 30005
  Phone- 404-751-6832

 2. PULKESH permalink
  ફેબ્રુવારી 3, 2009 5:21 પી એમ(pm)

  Dear Astrologer,
  realy I am surprise and happy to knowing this high jump in your progress. Hope keep suh progress and remember to us like small but friend too.

 3. એપ્રિલ 12, 2009 1:48 પી એમ(pm)

  panchmesh saptamesh sukhesh dhanesh labhesh e badhu su che?kaya lagn ma a badha nu sthan kevi rite hoy?bhavishya jowa mate janmalagna rashichakra bhavalagna emathi su jowanu?chaturthesht no swami dashme bejano swami satme dasma bhavano swami trije e badhu janma kundli jowa graho kaya bhav & sthan ma che?e badhu kevirite samaj wu?e badhu kundli upar thi alag page par yogy margdarshan & mahiti apva vinanti. 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: