Skip to content

વિજયનું ચિંતન જગત-વિજય શાહ-દેવિકા રાહુલ ધ્રુવ

January 17, 2009

vijay1_thumbnail

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાનું સંચાલન બળ એટલે વિજય શાહ…
સાહિત્યપ્રેમી વ્યક્તિની કલાનું ઉજળું પાસુ જોનાર અને તેની કલાને બહાર લાવવાના કામમાં નિરંતર કાર્યરત વ્યક્તિ એટલે વિજય શાહ..
નિસ્વાર્થ ભાષા-સેવાનો ભેખ  લઇ બેઠેલ મિતભાષી વ્યક્તિ એટલે વિજય શાહ.
આજથી ચારેક વર્ષ પહેલાં તેમની પ્રત્યક્ષ ઓળખાણ થઇ.માતૃભાષા પ્રત્યેની લગન,તેમના વ્યક્તિત્વનું મુખ્ય પાસુ..હ્યુસ્ટનના લગભગ 35 જેટલાં સર્જકોના ગુજરાતી બ્લોગ નેટ પર ખોલી આપવાવામાં તેમનો સક્રિય ફાળો છે. સ્વાનુભવે કહું તો મારી લેખનશક્તિને  પ્રકાશમાં લાવવા માટે એક મોટું પ્લેટફોર્મ પૂરૂં પાડવામાં વિજયભાઇનો મોટો હાથ છે.

મૂળે વડોદરાના;  વિજ્ઞાનના અનુસ્નાતક;  વ્યવસાયે નાણાંકિય પ્રવૃત્તિમાં જોડાયેલા, પણ સાહિત્ય પ્રત્યેની રુચિ જાણે કે જન્મજાત ! તેમની સર્જન-યાત્રાનું વિહંગાવલોકન કરીએ તો કિશોરાવસ્થામાં “જાદૂઇ વાડકો “નામની બાળવાર્તાથી શરૂ થઇને છેક વિશ્વભરના સર્જકોને કંડારતી અને સાંકળતી આજે “સાહિત્યસંગમ” સુધી ચાલતી રહી છે.તેમની કલમે નવલીકા,નાટક,કાવ્ય,નવલકથા અનુવાદ વગેરે વિવિધ રૂપો ધર્યા છે,અને દરેક રૂપ હંમેશા ઉંચી અને ઉમદા વાતોના લાવણ્યથી નીતરે છે.”પૂજ્ય મોટાભાઇ”માં પૂર્વની સંસ્કૃતિ અને પશ્ચિમની, મહદ અંશે ,હકીકતને ખુબ નાજુકાઇથી પત્રશ્રેણી દ્વારા આલેખી છે અને એ દ્વારા કૌટુંબિક તાંતણાને બારીકાઇથી તાણી વાણીને એક અદભૂત પોત પ્રગટાવ્યું છે.એટલું જ નહી, એને નાટ્ય-સ્વરૂપ આપી વાંચકોને પ્રેક્ષક બનાવી ભીજવી પણ દીધા છે !!

તો વળી  ” અંતરના ઓજસ “માં તો અજવાળા અજવાળા પથરાઇ રહ્યાં છે,જે તેમની કલમના  વિવિધ પ્રકારોમાં મોરપીંછ સમાન છે; જાણે કે, સર્જન યાત્રાનુ તીર્થ સ્થાન છે ! અતિ ગહન વાત સાવ ટૂંકી અને સરળ રીતે ,શીરાની જેમ ગળે ઉતરી જાય છે. મમળાવવાનું મન પણ થાય અને રોજ સવારે ખોલીને નવા દર્શન કરવાની ઇચ્છા પણ થાય..લાગે છે કે હવે પછીની પેઢીને પણ ખુબ ગમશે. અને લાભ પણ થશે..આનાથી વધારે સાર્થકતા કઇ હોઇ શકે ?

હ્યુસ્ટનમાં “સાહિત્ય સરિતા”ની હવે તો વિવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે.કલાના દરેક ક્ષેત્રમાં (સંગીત, ચિત્ર, નાટ્ય, કાવ્યપઠન, ગઝલાક્ષરી )સત્વ બહાર આવી રહ્યા છે.આ પ્રગતિ સામૂહિક હોવા છતાં મુખ્ય યશ વિજયભાઇને  હિસ્સે જાય છે એમ કહેવામાં જરા યે અતિશયોક્તિ નથીજ.

તાજેતરમાં,મુંબઇ સમાચાર અને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત “ગુજરાતી ભાષાનુ ભવિષ્ય “નિબંધ સ્પર્ધામાં ૮૫૩ સ્પર્ધકો વચ્ચે   નામ સાર્થક કરી વિજેતા જ બની રહ્યા છે.

આ ઉપરાંત હાલમાં “ચિંતન જગત”ની સાથે સાથે વેબ-જગતમાં ઉંડા ઉતરી નેટ ગુર્જરીના કસબીઓનો અને તેમના રંગોનો સંગમ કરાવી રહ્યા છે.તે દ્વારા વિશ્વના ખૂણે ખૂણે પડેલા હીરાઓને સેંટર-પીસ બનાવી, દરેકનું ગુજરાતી ભાષામાં યોગદાન દર્શાવી જુદી જુદી રીતે પ્રકાશીત કરી રહ્યા છે. આમ કરવામાં તેમનો મુખ્ય હેતુ એ છે કે ઘણા વેબ ઉપર સક્રિય ગુજરાતી ભાષાનાં ચાહકો વિના મુલ્યે ઘણો સમય તેમના માતૃભાષા નાં પ્રેમને વ્યક્ત કરે છે.તેને જાણનારો વર્ગ સમગ્ર વિશ્વમાં છે. તેમનુ કામ વૈશ્વિક રીતે વધુ વિસ્તરે અને વધુ ગુજરાતીઓ તેમની માતૃભાષા વાંચે અને ખાસ તો જેઓ કોમ્પ્યુટર સાથે સંલગ્ન છે  તેવી યુવા પેઢી ગુજરાતી ભાષાથી પરિચીત થાય તે છે.

આવો,સાથે મળી આવા ઉમદા કાર્યને ઉમાશંકર જોશીની પંક્તિઓથી બિરદાવીએ :

” વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની…..”

http://niravrave.wordpress.com/2014/04/13/%e0%aa%b5%e0%aa%bf-%e0%aa%9c-%e0%aa%af-%e0%aa%b6%e0%aa%be-%e0%aa%b9-%e0%aa%aa%e0%ab%80-%e0%aa%95%e0%ab%87-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%a1%e0%aa%be/#comments
http://nabhakashdeep.wordpress.com/2014/04/14/%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%aa%af%e0%aa%ad%e0%aa%be%e0%aa%88-%e0%aa%b6%e0%aa%be%e0%aa%b9-%e0%aa%b9%e0%ab%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f/#comments
http://shabdonusarjan.wordpress.com/45-2/

 

આ સાથે રસ ધરાવતા વાંચકો માટે તેમની નીચેની વેબ સાઇટનો ઉલ્લેખ કરી  વિરમીશ.
ગુજરાતી સાહિત્ય સરિતા www.gujaratisahityasarita.org
ગુજરાતી શબ્દ સ્પર્ધા “http://www.shabdaspardha.gujaratisahityasarita.org”
 વિજયનું ચિંતન જગત www.vijayashah.wordpress.com
ગુજરાતી સાહિત્ય સંગમ www.gujaratisahityasangam.wordpress.com
ગદ્ય સર્જન સહિયારું www.gadyasarjan.wordpress.com
નિવૃત્તીની પ્રવૃત્તી www.gsshouston.wordpress.com

નેટ જગત-એક તાંતણે બાંધતી કડી www.gsshouston.wordpress.com

ધર્મ્લાભ www.vijaydshah.wordpress.com

Contact : vijaykumar.shah@gmail.com
અસ્તુ…
દેવિકા રાહુલ ધ્રુવ
Article in Gujarat Darpan [1]

Advertisements
8 Comments leave one →
 1. January 17, 2009 4:51 am

  Thank You Devikaben for quick and prompt response.
  I appreaciate your thoughts…I treasure all the good words for me but still I am a team palyer and like to be a team.

 2. January 17, 2009 3:11 pm

  Dear Vijaybhai,

  Team can lead to success.
  When,all works with harmonay,rhytam and planning.
  Your work with team spirit will give a great success in life.
  Keep up your good work.
  Regards

  Rajendra

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 3. January 17, 2009 7:04 pm

  Thank you, Vijaybhai!
  You are an inspiration for all Gujarati lovers all over the world.
  You initiative will play a huge role in uniting our gujarati bloggers, site builders, poets, writers, educators and most importantly our readers.
  Together we will succeed in making our bhasha ‘Eternal’. Jay

 4. January 19, 2009 1:21 am

  પ્રિય વિજયભાઇ,
  માતૃ ભાષાની સેવાના કાર્યમાં તમે જે પ્રયત્નો કરી રહયાં અને સાથે સાથે મારા જેવા અનેકને જે મદદ કરી રહયાં છો તે સાચે જ ખૂબ પ્રશંશનીય અને આનંદની વાત છે. તમે જે નિષ્કામ વૃિ ત્તથી આ કામ કરી રહયાં છો તે બદલ તમને ખુબ ખૂબ ધન્યવાદ.

 5. rekha sindhal permalink
  January 25, 2009 5:10 pm

  આપની આ સાહિત્યા યાત્રામાં અમને સૌને સામિલ કરવા માટે અંત:કરણપૂર્વકનો આભાર !

 6. January 29, 2009 1:52 am

  વિજયભાઇ, ખૂબ ખૂબ અભિનન્દન…. નિસ્વાર્થભાવે માતૃભાષા માટે કાર્ય કરી રહેલ આપ સૌને સલામ.

  આપને પ્રત્યક્ષ મળી નથી… પરંતુ ઘણીવાતો કરી છે. તથા અનેકવાર વાંચ્યા છે. તેથી આપણે મળ્યા નથી એ વાત યાદ રાખવી પડે છે. તમે કયારેય અજાણ્યા લાગ્યા જ નથી. એક મોટાભાઇનો સ્નેહ આપની પાસેથી મળ્યો છે. જે મારા માટે આનંદ અને ગૌરવની વાત છે.
  આપના સૌ સ્વપ્નો પૂર્ણ થાય એવી હાર્દિક શુભેચ્છાઓ સાથે…..

 7. March 11, 2009 9:19 am

  વિજયભાઈ,

  ગુજરાતી બ્લોગ વિશ્વમાં “વિજય હે” નો પ્રતિધ્વનિ ગૂંજતો થયો છે, તે અમસ્તો જ નથી. આપનો દિવસરાતનો અથાગ માનસિક અને શારીરિક પરિશ્રમ એ અમારા જેવાઓ માટે કલ્પનાતીત છે.

  દેવિકા ધ્રૂવ બહેનને અભિનંદન કે તેમણે સઘળા વતી વિજયભાઈને ઓળખાવ્યા. જો કે તેમને ઓળખવાવાળાઓનો તોટો નહિ હોય, પણ તેમનાથી અને તેમનાં કાર્યોથી અજાણ એવા અસંખ્ય આ પરિચયલેખથી તેમને માત્ર ઓળખશે જ નહિ, પણ ગુજરાતી ભાષાની સેવાના ભેખધારી એવા વિજયભાઈનાં કાર્યો થકી પ્રેરણા અવશ્ય મેળવશે.

  રાત્રે મોડા સુધી મારા બ્લોગ ઉપર કામ કરતા એવા મને વિજયભાઈએ ઓનલાઈન કેટલીય વાર પકડી પાડ્યો છે અને ઉંમરના હિસાબે આરામ લેવાની સલાહ આપી છે. મારાં કુટુંબીજનોને હું ગર્વભેર કહું છું કે મારી તબિયતની ચિંતા કરનાર એક માત્ર તેઓ જ નથી, વિજયભાઈ જેવા પણ છે.

  ધન્યવાદ.

 8. July 6, 2012 2:37 am

  Vijaybhai

  The name it self signifies “victory”. Selfless work and dedication are two quqlities.

  Very loving and friendly with everybody. Always helping people with cool and calm attitude.

  Wonderful writer and gentle speaker. Lucky to have him as younger brother.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: