કંટેન્ટ પર જાઓ

જય ભટ્ટ- “બંસીનાદ”

જાન્યુઆરી 15, 2009

 jay-bhatt


 
ફીલાડેલ્ફીઆના જય ભાઈ સાથે ફોન ઉપર વાતો ત્યારે ચાલુ થઈ જ્યારે હું “માતૃભાષાનું દેવુ” નિબંધ લખતો હતો. વાચક વર્ગનાં પ્રતિભાવો તરીકે તેમણે તેમના અભિપ્રાયો જણાવ્યા અને સાથે સાથે ગાંધીજીએ લખેલા તેમ એમના વિષે લખાયેલા વિચારોનું સાહિત્યબંસીનાદપર મુકવાની પ્રબળ ઈચ્છા બતાવી  ત્યારે સાહ્જીક રીતેજ ઇ મેલ અને પછી ફોન ઉપર વાતો ચાલુ થઈ અને સમજાયું કે તેઓ ગુજરાતીનાં પ્રબળ ચાહક ઉપરાંત તકનીકી ક્ષેત્રે મારા કરતા ઘણા આગળ જણાયા..તેમની વાતો તેમની જબાનમાં મુકુ તો.. 

જયભાઈ તમારા વિશે અને તમારા ગુજરાતી બ્લોગ બંસીનાદ વિશે થોડુક કહેશો?

 મારૂં મૂળ વતન સૂરતમાં તાપી નદીને કિનારે વસેલું રાંદેર ગામ.હવે તો તે સૂરત શહેરમાં જ ગણાય છે.  મેં મારું પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં અને ઈજનેરી વિદ્યાનો અભ્યાસ સાંગલીની વાલચંદ કોલેજ  ઓફ એંજીનિયરીંગમાં પૂરો કર્યો. ત્યાર બાદ વધુ અભ્યાસ ફીલાડેલ્ફીઆની ડ્રેક્ષેલ યુનિવર્સિટિમાં પૂર્ણ કર્યો. 

મને ૨૦૦૩માં ડ્રેક્ષેલ યુનિવર્સિટીનો હેરોલ્ડ માયર્સ ડિસ્ટિંગ્વીશ્ડ સર્વિસ એવોર્ડ અને ૨૦૦૭માં IEEEનો મેન્ટરશીપ એવાર્ડ મળ્યા હતાં. હું માનું છું કે આપણે દરરોજ  નવું નવું શીખતાં શીખતાં, દરેક વસ્તુ અને કાર્યનો આનંદ માણતાં માણતાં, અને એકબીજાને શક્ય હોય એટલી મદદ કરતાં કરતાં જીવનના આ અસીમ પથ પર આગળ વધી માનવીય  આંતરમનની  સુંદરતાનો સનાતન અનુભવ કરતા રહીએ.

અહીં ફીલાડેલ્ફીઆમાં મારી ડ્રેક્ષેલ યુનિવર્સિટીની પાસે જ યુનિવર્સિટી ઓફ પેન્સીલવેનિઆ આવેલી છે. એની લાયબ્રેરીમાં ગુજરાતી અને ભારતીય સાહિત્યનું ઘણું મોટું સેકશન આવેલું છે. પન્નાબેન નાયક અહીં જ કામ કરતાં ત્યારે એમણે ખુબ મહેનતે ગુજરાતી સાહિત્ય ને વિક્સાવેલું. અહીં ભણવા આવ્યો ત્યારથી એ લાયબ્રેરી મારી પરમ મિત્ર બની ગયેલી. મારા જેવાં સાહિત્યનાં જીવડાં માટે એ મૈત્રી અમૃતસમી પુરવાર થઈ છે. સંસ્કૃત સાહિત્ય, ગાંધીજીએ લખેલાં પુસ્તકો, ભારતની આઝાદી ની લડત વખતનાં પુસ્તકો પણ આ પુસ્તકાલયમાં છે. સાહિત્યનું રસ-પાન અહીંથી શરું થયેલું


લગભગ ત્રણેક વર્ષ પહેલાં વેબ પર ગુજરાતી બ્લોગ્સ ટહુકો‘, ‘ફોરએસવી‘, ‘સહિયારું સર્જન‘  ‘ગુજરાતી સારસ્વત પરિચય‘, ‘શબ્દો છે શ્વાસ મારાઅને ગુજરાતી સાહિત્ય-સરિતામારાં વાચવામાં આવ્યા. શરુઆતમાં તો સમય મળ્યે માત્ર વાંચવાનું જ પણ પછી બ્લોગ્સ પર અભિપ્રાયો આપવાની શરૂઆત કરી. અભિપ્રાયો લખતાં લખતાં અને ગુજરાતી બ્લોગની દુનિયામાં ઉદ્ભવી રહેલાં નવાં નવાં સર્જનાત્મક બ્લોગ વાંચતા વાંચતાં મને બંસીનાદhttp://bansinaad.wordpress.com બ્લોગ શરૂ કરવાની સ્ફૂરણા મળી. અહીં વિવિધ વિષયો પર કે જે બીજાં કોઈ બ્લોગ પર ચર્ચાયા ન હોય તેવાં વિષયો પર મારે ધ્યાન કેન્દ્રિત કરવાનો મુખ્ય હેતુ હતો.

દા.ત.


આપણે અહીં ઈટરનેટ અને નવી નવી ટેકનોલોજી વડે જ્યારે ખુબ આગળ વધી રહ્યાં છે ત્યારે હજી પણ આપણાં ભારત દેશમાં હજારો ગામડાંઓ છે જ્યાં નાનાં નાનાં બાળકોએ કોમ્પયુટર પણ જોયાં નથી. તો ઈટરનેટની તો શું વાત કરવી? ગયાં વર્ષે હું એંડી કારવીનની ડીજીટલ ડીવાઈડ નેટવર્ક વિષે વાકેફ  થયો અને એની પર મેં મારી ઇન્ફોરમેશન ઈનીશીએટીવ્સ ઇન ઇંડિયાની કમ્યુનીટી શરું કરી. એનો એક બ્લોગ પણ શરું કર્યોં. એજ આશાએ કે વિવિધ ઇન્ફોરમેશન ને લગતાં પ્રોજેક્ટ્સ ની વિગતો આપણે જાણી શકીએ અને સાથે સાથે ભારત અને ગુજરાતના ગામડાંઓમાં ભણતરની ક્રાંતિ લાવવાંમાં આપણું કંઈક યોગદાન આપી શકીએ.” ગુજરાતી ભાષા અને આપણી ગરવી ગુજરાત ની કઈ  રીતે સેવા કરી શકું – મારા જીવન ની એક મહત્વાકાંક્ષા. ગાંધીજીના આદર્શો અને એમણે તેમ જ એમના વિષે લખાયેલા વિચારોનું સાહિત્યનું સર્જન બંસીનાદપર મુકવાની મારી પ્રબળ ઈચ્છા છે. ડીજીટલ ગાંધીજીના વિભાગ હેઠળ આ દિવસે દિવસે વિકસિત થતું સર્જન હવે તમે વાંચી શકશો.

જયભાઈ માતૃભાષા ગુજરાતી નાં ભવિષ્ય માટે તમારો મત આપશો?

મારા મત પ્રમાણે ગુજરાતી ભાષા અને તેનો વિકાસ ઈન્ટરનેટના માધ્યમ વડે ઘણો થઈ શકે એમ છે. છેલ્લા બે-ત્રણ વર્ષોથી જે રીતે નવા નવા બ્લોગ્સ અસ્તિત્વમાં આવ્યા છે એ જોતાં મને લાગે છે કે આપણી આ લાડલી  અમર થવાને સર્જાયેલી છે. તમને લાગશે કે હું વધુ પડતો આશાવાદી છું પણ એ પણ સાચું છે કે હકારાત્મક અભિગમ વિના કોઈ પણ કાર્ય સફળ થઈ શક્તું નથી. ગુજરાતની દરેકેદરેક શાળાઓમાં, અંગ્રેજી માધ્યમ વાળી હોય કે પછી ગુજરાતી માધ્યમ વાળી, એક ગુજરાતી વિષય જરૂરી છે.  દરેક વિદ્યાર્થીએ પોતાનો સ્વતંત્ર બ્લોગ બનાવવાનો રહેશે. પોતાના વિચારો, પોતાની ક્લ્પનાઓ અને પોતાની મહત્વાકાંક્ષાઓ એમણે ગુજરાતીમાં લખવાની રહેશે. એમના શિક્ષકોને આપણે મદદ કરવાની રહેશે,આ બાળકોને માર્ગદર્શન આપીને, એમના પ્રેરણા સ્ત્રોત બનીને. ગુજરાતના કે દુનિયાભરના ગુજરાતી શિક્ષકો પોતાના શૈક્ષણિક વિચારો પોતાના બ્લોગમાં લખી વિચારોની આપ-લે કરી નવી શૈક્ષણિક વિચાર સરણી અમલમાં મૂકી તેની સફળતા વિદ્યાર્થીઓના બ્લોગ્સને તપાસી તેમને જરુરી પ્રતિભાવો આપી ચકાસે. આપણે બધાં જ સાથે મળીને પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું જ. જરૂર છે સહકાર, સમન્વય, હકારાત્મક અભિગમ, ત્યાગ (આપણાં વ્યક્તિગત સમયમાંથી થોડો સમય કાઢી )

આપની વ્યવસાયીક બાબતો ટુંકમાં કહેશો

હું ફિલાડેલ્ફિઆની ડ્રેક્ષેલ યુનિવર્સિટીન http://www.drexel.edu/  એન્જિનિયરીંગ લાયબ્રેરીમાં સલાહકાર તરીકે સેવા આપું છું. મારાં બે બ્લોગ્સ એંજીનિયરીંગ વિષયોમાં વિદ્યાર્થોને શોધખોળમાં માર્ગદર્શન મળે એ હેતુથી બનાવ્યા છે જે મારી વેબ સાઈટ પર http://www.library.drexel.edu/services/refengineer.html જોઇ શકાશે.

સંપર્ક:  drexeleng@gmail.com

 

 

 

Advertisements
8 ટિપ્પણીઓ leave one →
 1. સુરેશ જાની permalink
  જાન્યુઆરી 16, 2009 1:33 એ એમ (am)

  સરસ માહીતી.
  થોડાક સ્મય માટે પણ ‘ સારસ્વત પરીચય’ બ્લોગ પર સાથે કામ કરવાની મજા આવી.
  ‘અંતરની વાણી’ના નીયમીત વાચક.

 2. જાન્યુઆરી 16, 2009 11:22 એ એમ (am)

  શ્રી જયભાઇનો એક્દમ સાલસ – સરળ સ્વભાવ, હર કોઇ ને મૈત્રીમાં બાંધી દે છે … !

  એમના ચિંતનાત્મક લેખો ખૂબ સરસ છે .. અભિનન્દન જય ભાઇ ..!

 3. Mukti permalink
  જાન્યુઆરી 16, 2009 7:20 પી એમ(pm)

  A meet with Jaybhia just for 10 minutes inspired me a lot. Should i say that just the name JAYBHAI now inspires me to concentrate on research activities?

  I m delighted to read about You here. Wish that God give you more ways to walk on.

  Thanks Jaybhai

 4. જાન્યુઆરી 20, 2009 1:55 એ એમ (am)

  શુભ પ્રભાત. જયભાઈનો પરિચય મેળવી આનંદ થયો. એમના વિચારો..હેતુઓ .. કામગીરી જાણીને હરખ થાય છે.માતૃભાષા માટેના એમનાં સૂચનોનો આજથી જ અને આપણાંથીજ અમલ કરીએ.

 5. જાન્યુઆરી 24, 2009 4:54 પી એમ(pm)

  જયનો પરિચય,
  આનંદ થયો. સરસ માહીતી.

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 6. જાન્યુઆરી 26, 2009 4:29 પી એમ(pm)

  nice to c u thru words…….
  but next time whenever u come to India
  surely we all want to c u personally………. !!

 7. માર્ચ 18, 2009 7:37 એ એમ (am)

  જયભાઈ

  બંસીનાદ બ્લોગ પર હું ઘણીવાર ગઈ છું પણ પરિચય તો આજે જ વાંચ્યો. મુંબઈ આવવાનું થાય તો મુલાકાતની આશા રાખુ છું.

Trackbacks

 1. મારી એક મહત્વાકાંક્ષા – ભારત અને સાથે સાથે ગુજરાતના ઇન્ફોર્મેશન ને લગતાં પ્રોજેકટ્સ « Bansinaad

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: