કંટેન્ટ પર જાઓ

હાસ્યદરબાર અને તુલસીદલ-ડો રાજેન્દ્રભાઈ ત્રિવેદી

જાન્યુઆરી 15, 2009

dr-rajemdra-trivedi 

કોઇક ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન હોય તેવી ઘણી નાની ચબરખી ઈ મેલમાં મળી જેમા ચાર વેબ્સાઈટ અને તેમના બે ચાર શોખોની વિગતો હતી. પહેલી બે સાઈટ ની મુલાકાતમાં લાખ જેટલી મુલાકાતીઓ ની સંખ્યા જોઇ ને થયુ-તેમની સાથે વાત કરવી જોઇએ અને તેથી તેમને ઇ મેલ મોકલ્યો અને બે જ મીનીટમાં રાજેન્દ્રભાઈનો ફોન રણક્યો…

” બોલો વિજયભાઈ મને કેમ યાદ કર્યો”

મેં કહ્યું “આ પ્રીસ્ક્રીપ્શાન જેવુ નાનુ લખાણ મને ના ચાલે.”

હાસ્યકાર જેમ બોલે તેમ તેમણે મને કહ્યું ” રસનાં ચટકા હોય.. ઘડા ના હોય્.’

મેં કહ્યું ” પણ હું તો પાકુ જમનારો છું”

હું વાતનો દોર હજી હાથમાં લઉં તે પહેલા તેમણે પ્રશ્ન કર્યો..”વિજયભાઈ તમે ક્યાંના?”

મેં વિનય પુર્વક વડોદરનો છું તેમ કહ્યું ત્યારે તેમણે વડોદરાની ભુગોળ ઇતિહાસ અને તેમના સાસરીયાની લંબાણ પુર્વક વિગતો આપી.

મેં મારો પહેલો પ્રશ્ન પુછ્યો ત્યાં સુધીમાં ડોક્ટર સાહેબથી પરિચય ઘણો ગાઢો થઇ ગયો હતો.

તેમણે તેમનુ એમ્.બી.બી.એસ્. અમદાવાદમાં કર્યું પોસ્ટ્ગ્રેજુએટ પ્રાગમાં ( ઝેકોસ્લોવેકીયા) કર્યુ અને હાવર્ડ સ્કુલ ઓફ મેડિસીનમાં તાલીમો લીધી.  તેઓ કેમ્બ્રીજ હોસ્પીટલમાં તાલિમ પામ્યા હતા અને હાવર્ડ યુનીવર્સીટી માં સાઇકીટ્રી વિભાગમાં ક્લીનીકલ ઇન્સ્ટ્રક્ટર હતા. સાઈકીયટ્રીક અને ન્યુરોલોજી સર્જન  તરીકે છેલ્લ ૪૧ વર્ષોથી તેઓ સેવા કરી રહ્યા છે

તેમના બ્લોગ વિશે પુછ્યુ તો કહે મહેન્દ્ર શાહ પહેલા બોસ્ટનમાં જ રહેતા અને અમે તે સમયથી મિત્ર અને સુરેશ જાની પણ સ્કુલનાં સમયનો મિત્ર તેથી હાસ્યનાં દરબારનો પાયો નંખાયો. તુલસીદલ મારા પિતાજીની યાદમાં બનાવ્યો.

હાસ્ય દરબારનાં સ્વાગત પાનામાં તેમણે લખ્યુ છે.

શુભ શકુન દીસે મધ્યાહ્ ન શોભશે,   વીતી ગઇ છે રાત. 

માણી લો રે! માની લો!  આ નેટ જગતમાં જોકરજીની વાત.        

           આજે 2 ઓક્ટોબર – 2006 , દશેરાના દિવસે અને પાછા પરમ પૂજ્ય ગાંધીજીના જન્મદિને આ બ્લોગ શરુ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
           ગુજરાતી બ્લોગ જગતમાં હાસ્યની છોળો ઉડાડવા, અરે ! હાસ્યનું હુલ્લડ મચાવી દેવા, દુનિયાભરના ગુજરાતી ઘરોમાં તરખાટ મચાવી દેવા ;  જેની તમે વર્ષોથી, અરે સૈકાઓથી આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા ( કે એવું અમે માનતા હતા ! ) તે, ઘર ઘરના જાણીતા, નાના – મોટા –  ઉમ્મરલાયક સૌના માનીતા , જોકરજીની સવારી બા-અદબ, બા-મુલાયેજા, ધુમ ધડાકા અને પીપૂડા સાથે આવી પહોંચી છે. માઉસ છોડી, ખુરશીમાંથી ઊભા થાઓ, નાચો, કૂદો અને પેટ ભરીને હસો.

         પધારો મિત્રો ! બે ઘડી હસી લઇએ. હસતાં હસતાં પેટ દુઃખી જાય તો અમારી પાસે તેની પણ દવા છે !  ગમે તેવું હસવાની વાત કરીએ , અને છતાં કોઇને  ન હસવાનો વ્યાધિ થયો હોય તો મગજની સર્જરી પણ કરી આપીશું !! ન્યુરો સર્જન ડોક્ટર સૌથી પહેલા હાજર છે.
—————————————————————————————
ડો. રાજેન્દ્ર ત્રિવેદી : મહેન્દ્ર  શાહ : સુરેશ જાની  

ડોક્ટર રાજેન્દ્રભાઇ પોતે કવિ છે ગાયક છે અને તબલા પણ સરસ વગાડે છે.

૧૯૬૨માં ચીમનભાઈ પટેલ જ્યારે રમત ગમતનાં પ્રધાન હતા  ત્યારે પહેલો ગંગોત્રી પર્વતારોહણ ટિમ માં તેઓ ડોક્ટર અને પર્વતારોહક તરીકે સફળતા પુર્વક ચઢાણ કરેલું.યુવાની ના જોખમી શોખોમાં ગ્લઈડીંગ અને પર્વતારોહણ હેરા શોખો જે માતાની નામરજી સામે ઝુકી જઈ અમેરીકા આવતા પહેલા છોડી દીધા. ફોટોગ્રાફી ને સંગીત હજી એવા જ તીવ્ર શોખ રહ્યા છે.

અમદાવાદની અંધશાળા દ્વારા ચલાવાતી બ્લાઈંડ પીપલ એસોસીયેશન -ઇંડિયાનાં તેઓ અમેરીકા ખાતેનામ ફંડ મોબીલાઈઝર ઘણા વર્ષોથી રહ્યા છે ( www.bpaindia.org ) બોસ્ટન ખાતે ચાલતી યોગા ઇસ્ટનાં માનદ મેડિકલ ઓફીસર પણ તેઓ છે ( www.yogaeast.net )

આવો તેમની તરો તાજા કવિતા વાંચીયે 

રવ “- રાજેન્દ્ર ત્રિવેદી

 

કલરવ કરતો રવ પંખીનો,

આવ્યો  હિમાળેથી આજ.

 

શાંત સરોવરમાં બેઠેલા,

મનને કરતો આજ અશાંત.

 

પુછતો મુજને આજ પરોઢે,

નિકટ કર્ણની આવી પાસ.

 

શાને તું આ નાદબ્રહ્મમાં,

ડુબકા ખાવા માંડ્યો આજ.

 

શાન્તાશાન્ત ના ભેદ સમજવા,

મનને રવ કરતો રણકાર.

 

રઘુપતી રાઘવ રાજા રામ,

પતીત પાવન સિતારામ.

 

નાદબ્રહ્મના રવની સાથે,

રાજ તું કરવા માંગે આજ.

 

રટને રઘુપતી રાજારામ

એજ જરુરી નિશદિન કામ.

 

તેમનો સંપર્ક ઈ મેલ-rmtrivedi@comcast.net

Advertisements
10 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 15, 2009 9:59 પી એમ(pm)

  Dear Vijaybhai,

  Thanks to you and ગુજરાતી સાહિત્ય સંગમ.
  Regards

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 2. સુરેશ જાની permalink
  જાન્યુઆરી 16, 2009 1:30 એ એમ (am)

  અત્યંત રોચક માહીતી.

  મારા સ્કુલ કાળના નહીં પણ સાયન્સ કોલેજના મીત્ર.

 3. જાન્યુઆરી 16, 2009 5:04 એ એમ (am)

  શ્રી રાજેન્દ્રભાઇને તેમના ઘેર બોસ્ટનમાં તથા અહીં મુંબઇમાં પણ રૂબરૂ મળવાનો લહાવો મળ્યો તે ખૂબ સુંદર અનુભવ રહ્યો. તેમની મીઠી મહેમાનગતિ માણી. ગીતાબહેનને મળીને પણ એવો જ આનંદ થયો. ખૂબ સરળ, નિખાલાસ, ઉમદા વ્યક્તિત્વ…

 4. જાન્યુઆરી 16, 2009 11:14 એ એમ (am)

  પૂજ્ય અંકલના પ્રભાવશાળી વ્યક્તિત્વ વિશે કંઇ કહેવા શબ્દો ઓછા પડે છે …! પણ

  ખરેખર એમની નિખલસતા જ સહુ કોઇ ને સ્પર્શી જાય છે… અજાણ્યાને

  પોતાના બનાવી લેવા માટે એમનો સરળ અને નિખાલસ સ્વભાવ કારણભૂત છે ..

  અંકલ આંટીનો પ્રેમાળ સ્વભાવ – જાણે કે નિર્મળ ગંગા … જે અવિરત વહેતી જ રહે છે ….!!

 5. જાન્યુઆરી 20, 2009 1:38 એ એમ (am)

  શ્રી વિજય્ભાઈ, શુભ પ્રભાત. ‘ ગુજરાતી સહિત્ય સંગમ’ને માણવાનું ગમે છે. શ્રી રાજેન્દ્રભાઈના પરિચયથી તેમજ એમની રચનાથી ખૂબજ આનંદ થયો. અન્ય મિત્રોએ પણ વિશેષ પરિચય કરાવ્યો. આ ઉમંગ ..ઉત્સાહ અકબંધ રહે એવી શુભેચ્છા. ફરી મળીશું.

 6. જાન્યુઆરી 24, 2009 6:51 પી એમ(pm)

  Ashu Reheb from Amadavad said :

  xtra-appriciable work.Thank u.I saw your yoga website too.

  Chitaranjan Das.
  President

 7. જાન્યુઆરી 24, 2009 7:31 પી એમ(pm)

  Mr.Bharat Dave said,

  “Very interesting”!!!!

 8. જાન્યુઆરી 29, 2009 9:17 પી એમ(pm)

  ડો. રાજેન્દ્રભાઈના હાસ્યદરબાર અને તુલસીદલ બ્લોગ વિષે તેમજ તેમની વિવિધ પ્રવ્રુત્તિઓ વિષે માહિતિ વાંચીને ઘણો જ આનંદ થયો. જય

 9. Haritbhai permalink
  જાન્યુઆરી 30, 2009 4:37 પી એમ(pm)

  Bhai RAJENDRA maro sorry mara nanpanna polena mitra.Thappo vagere khub saathe ramya chhiye.Pahelethij ambitious.Temna vishe badhu janine gaurav thay.Joke kharoto emno balyavasthano samayaj vagolvo game!! E smaranoman je bhav ane nirdosh aanand aave te tyar pachhina temna gameteva samrudhh jivanni vaato man pan aave nahi! Khari Navinbhai!! NanaBapu.

 10. ઓક્ટોબર 14, 2012 1:28 પી એમ(pm)

  dhavalrajgeera | October 13, 2012 at 4:55 pm | Reply | સંપાદન કરો

  These were few past Interviews….
  https://gujaratisahityasangam.wordpress.com/2009/01/15/haasyadarabar-ane-tulasidal-drrajendra-trivedi/
  http://gadyasoor.wordpress.com/2012/04/28/raatri/
  of Bindas !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: