કંટેન્ટ પર જાઓ

ડો. જનક શાહ

જાન્યુઆરી 14, 2009

6x8_shree_jbshah

નામઃ જનકરાય બાબુલાલ શાહ
જન્મ તારીખઃ ૨૮ ઓકટોબર, ૧૯૪૯
જન્મ સ્થળઃ સુરેન્દ્રનગર
માધ્યમિક શિક્ષણઃ શ્રી ગીજુભાઈ શુકલ કુમાર વિદ્યાલય, લીંબડી. જિલ્લોઃ સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત.
ઊચ્ચ શિક્ષણઃ

(૧) બી. એ. (વીથ ઈંગ્લીશ) હ. કા.આર્ટસ કોલેજ, અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટી
(૨) બી. એડ. (વીથ ઈંગ્લીશ) એચ. એમ. પટેલ ઈનસ્ટિટયુટ ઓફ ઈંગ્લીશ, વલ્લભવિદ્યાનગર. સરદાર પટેલ યુનિવર્સિટી.
(૩) એમ. એ. (વીથ ઈંગ્લીશ) એમ. પી. શાહ આર્ટસ કોલેજ, સુરેન્દ્રનગર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.
(૪) પી. એચ. ડી. ભાવનગર યુનિવર્સિટી. ભાવનગર

(Thesis: AN ANALYTICAL STUDY OF  CONCEPT    OF ‘SIN’ AND ‘CRIME’ WITH             REFERENCE TO DOSTOYESKY’S MAJOR    LITERARY WORK”.)

ઈત્તર શિક્ષણઃ સંગીત વિશારદ (વાયોલીન) ગાંધર્વ મહાવિદ્યાલય, અમદાવાદ.
અનુભવઃ

(૧) ૩૩ વર્ષ. અંગ્રેજી શિક્ષક તરીકે.
(૨) ૧૦ વર્ષ બોર્ડ એકઝામિનર
(૩) ગાંર્ધવ મહા વિદ્યાલયની વિવિધ પરીક્ષા ના પરીક્ષક તરીકે
કાર્યક્ષેત્રઃ શ્રીમતી બી. એ. કન્યા વિદ્યાલય અને શ્રીમતી કે. જી. શાહ હાયર સેકન્ડરી સ્કૂલ, લીંબડી. જિલ્લોઃ સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત.
(૧૯૭૩ થી ર૦૦૭. હાલ નિવૃત્ત)
પ્રકાશનઃ (૧) ડોકિયું – પાશ્ચાત્ય સાહિત્યમાંથી અનુવાદિત ટૂંકી વાર્તાઓનો સંગ્રહ (ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત) પ્રાપ્તિ સ્થાનઃ ૧૦૧, વાસુપુજય- , સાધના હાઈસ્કૂલ સામે, પ્રિતમનગરના અખાડાની બાજુમાં, એલીસબ્રીઝ, અમદાવાદ – ૬, અથવા અતુલ બુક સ્ટોલ, ફર્નાન્ડિઝ પૂલ નીચે, ગાંધી રોડ, અમદાવાદ. ગુજરાત, ભારત
(૨) જગખેડુ – માર્કો પોલો, એલેકઝાંડર ધ ગ્રેટ અને કોલંબસ જેવા મહાન યાત્રીઓની સાહસકથાઓ. પ્રકાશન અને પ્રાપ્તિ સ્થાનઃ કુસુમ પ્રકાશન, અમદાવાદ
(૩) A co-writer of ‘READY RECKONER IN ENGISH GRAMMAR AND COMPSITION’ (Fifteen Books prepared for Std. V to XII. Published every year according to the syllabus પ્રકાશન અને પ્રાપ્તિ સ્થાનઃ અતુલ પ્રકાશન, અતુલ બુક સ્ટોલ, ફર્નાન્ડિઝ પૂલ નીચે, ગાંધી રોડ, અમદાવાદ. ગુજરાત, ભારત
સાહિત્ય પ્રવત્તિ અને શોખઃ પાશ્ચાત્ય સાહિત્યમાંથી વિવિધ ટૂંકી વાર્તાઓનું ગુજરાતીમાં અનુવાદન.ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ દૈનિકો, સાપ્તાહિકો, પાક્ષિકો, સામાયિકો તથા સમાચારપત્રમાં મારી અનુવાદિત અને રૂપાંતરિત વાર્તાઓ પ્રગટ થાય છે. બાલ સાહિત્ય ક્ષેત્રે કયાંક ચાંચ ડુબાડી છે. અગાઊ ‘ઝગમગ’માં મારી બાળવાર્તાઓ પ્રગટ થઈ છે. લગભગ ૩૫ ઘરેલું રમતોનો સંગ્રહ મેં કરેલો છે, જે ઘરની ચાર દિવાલ વચ્ચે બેસીને કોઈજ ખર્ચ કર્યા વગર રમી શકાય તેવી રમતો છે. તેમાંથી ૧૬ રમતો સચિત્ર ‘રમકડું માં ‘રમીએ રમતો વ્યુહ રચનાની’ શીર્ષક હેઠળ પ્રગટ થઈ હતી.

સંગીત ક્ષેત્રની પ્રવૃતિઃ

 સંગીતના ક્ષેત્રે વિદ્યાર્થીનીઓને યુવક મહોત્સવની રાજયકક્ષા સુધીની વિવિધ હરિફાઈઓ માટે, સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત માટે, ટીવી કાર્યક્રમ માટે તૈયાર કરેલ. શાળાની પ્રાર્થના એ શાળાનો આત્મા કહેવાય. પ્રાર્થનાના સંચાલન અને તેની કેસેટ પણ તૈયાર કરી.
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી (લીમડી ગામે ગાડી મલી) શહેરમાં પ્રાથમિક, માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવી પી. એચ. ડી. કક્ષા સુધીનું શિક્ષણ લઈને સાક્ષર બન્યો. બાલ્યાવસ્થામાં વાૃક્ષ (આંબલીના ઝાડ પરથી આંબલી-પીપળી રમતા) પરથી પડી જવાથી ત્રણ વર્ષ વિવિધ હોસ્પિટલમાં વિતાવવા પડયા. હોસ્પિટલના ત્રણ વર્ષની વેદનામય યાત્રા, ગળાથી ડાબા પગના આંગળા સુધીના પ્લાસ્ટરમય આવરણમાં વિતાવેલ દિવસોમાં સાહિત્ય અને સંગીતના બીજ રોપાયા. બાલમંદિરમાં ટૂંકા પગારે નોકરી કરતા માતુશ્રી રજાઓ લઈને હોસ્પિટલમાં અસંખ્ય પુસ્તકો લઈ આવે અને ત્રણ વર્ષનો સમય તભા ભટ્ટ, મિંયા ફુસકી, બકોર પટેલ, ટારઝન, લંબોદર શર્મા, જુલેવર્ન વગેરેના સહવાસમાં કયાં પસાર થઈ ગયો તેની ખબરજ ન પડી. પગ સોંસરવા ઘાની અને ઓપરેશનની વેદના બા સાથે ભજન ગાતા ગાતા કયારે સમી ગઈ તેની પણ મને ખબર ન પડી. સંગીતની કેટલી બધી જાદુઈ અસર છે તેની અનુભુતિ શૈશવથીજ થઈ હતી. આમ શૈશવમાંજ શારીરિક વિકલાંગતાની બક્ષિસ સાથે સાહિત્ય અને સંગીતમાં અભિરૂચી કેળવવાની અમૂલ્ય બક્ષિસ પણ સાંપડી.
મારી સમગ્ર શિક્ષણ યાત્રા માં કયાંક વિશ્વના સાહિત્યકારોની સાહિત્યકૃતિઓનો અભ્યાસ અનિવાર્ય બન્યો તો કયાંક શિક્ષક તરીકે તે શ્રેષ્ઠ કૃતિઓનો આસ્વાદ્ કરાવવો અનિવાર્ય બન્યો ત્યારે કેટલીક વાર્તાઓએ મારી સંવેદનાના તાર ઝણઝણાવી મુકયા. મને તે વખતે ખબર ન હતી કે હું આવી હ્ય્દયસ્પર્શી કથાઓનુ ગુજરાતીમાં ભાષાંતર કરીશ. પરંતુ અનાયાસે અવકાશ મળતાં આ વિશ્વ સાહિત્યની હ્ય્દયસ્પર્શી કથાઓનુ ગુજરાતીમાં ભાષાંતર થઈ ગયું. તેમાં ‘બુદ્ધિપ્રકાશ’, ‘વિશ્વમાનવ’, ‘સમર્પણ’, ‘નવનીત સમર્પણ’, ‘નવચેતન’, ‘કોડિયું’, ‘સ્ત્રીજીવન’, ‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાત મિત્ર’, ‘જનકલ્યાણ’, અને ‘ધર્મસંદેશ’ જેવા સામાયિકો અને સમાચારપત્રોએ મારી અનુવાદિત અને રૂપાંતરિત કૃતિઓને પ્રગટ કરી મને પ્રોત્સાહિત કર્યો. આમ વિશ્વના સાહિત્યકારોની વાર્તાઓના ખજાનામાં ડોકિયું થઈ ગયું. તેના પરિપાક રૂપે ગુજરાત સાહિત્ય અકાદમીના અનુદાનથી ‘ડોકિયું’ વાર્તા સંગ્રહ મેં પ્રકાશિત કર્યો. આ વાર્તાઓના અનુવાદ કાર્ય માટે મારા ગુરૂજનોએ કોલેજકાળથી મને પ્રોત્સાહિત કર્યો છે. અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કાર્ય કરતાં કરતાં વર્ષો સુધી અમને અંગ્રજી સાહિત્યનું રસપાન કરાવ્યું હતુ અને સમગ્ર ગુજરાત જેમની સ્ત્રી-કલ્યાણ પ્રવાૃત્તિઓથી વાકેફ છે તેવા આદરણિય સાહિત્યવિદ્ ડો. ઈલાબહેન પાઠકે તેમના વિદ્યાર્થી એવા આ નાનકડા શિક્ષકને બિરદાવી, ‘ડોકિયું’ માટે પ્રવેશક લખી આપ્યું તેને હું મારા અહોભાગ્ય સમજું છું. સોનામાં સુગંધ ભળે તેમ મારા સદ્ભાગ્યે, જેમને તેમની ગુજરાતી નવલકથા ‘અખેપાતર’ માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ નવાજેલ છે તેવા આદરણિય સાહિત્યકાર ડો.બિન્દુબેન ભટ્ટ દ્વારા મારા વાર્તા સંગ્રહ ‘ડોકિયું’નું વિમોચન થયું હતું.
મારા વાર્તા સંગ્રહ ‘ડોકિયું’માં ચીની વિકલાંગ બાળક ચેંગ ફુંગ-સીની આત્મકથાનો સમાવેશ કર્યો છે. અહિંયા તેની વાત કદાચ અસ્થાને નહિ લેખાય. આ આત્મકથાનેા અનુવાદ કરતી વખતે વિકલાંગ એવા ચેંગ ફુંગ-સીના જીવનના અનેક ઊત્કૃષ્ટ પ્રયાસો જોઈને મારી વિકલાંગતાની લધુતાગ્રંથી કયાંય ઓગળી ગઈ હતી અને આજે હું જે કાંઈ બની શકયો છું તેનો યશ આ ‘A Leaky Boat in a Stormy Sea’અનુવાદનને આભારી છે.
શાળાના શિક્ષણથી પી. એચ. ડી. કક્ષા સુધીનું શિક્ષણ મેળવતા અનેક ગુરૂજનોએ મને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂૂરું પાડયું છે. મારા સાહિત્ય ઘડતરમાં ડો. કુમારપાળ દેસાઈ, ડો. ચીનુભાઈ નાયક, ડો. મધુસુદન પારેખ, ડો. ઈલાબહેન પાઠક, ડો. રમેશભાઈ ભટ્ટ, ડો. પ્રફુલ્લભાઈ મહેતા, ડો. સુરેશભાઈ શુકલ, શ્રી પ્રફુલ્લભાઈ ઠાકોર અને ડો. પૂર્ણિમાબહેન મહેતાનો ફાળો વિશેષ રહ્યો છે.
આજીવન સેવામૂર્તિ, કર્તવ્યપરાયણ, પ્રામાણિક, કેળવણી અને સંસ્કાર મુલ્યોના પ્રખર હિમાયતી, ચુસ્ત ગાંધીવાદી, આજીવન જાતે કાંતીને ખાદી પહેરવાનો અભિગમ અપનાવનાર, પ્રેમાળ અને આદરણિય એવા માતુશ્રી લલિતાબહેન અને પિતાશ્રી બાબુભાઈનો સંસ્કાર વારસો મને સાંપડયો છે. તેમના માટે મારી ચામડીમાંથી જોડા સીવડાવું તો પણ હું તેમના ઋણમાંથી કદી મુકત નહી થઈ શકું. પૂજનિય માતુશ્રી, પિતાશ્રી, વડિલ બહેન, વડિલ બંધુ, નાના ભાઈ, સહધર્મચારિણી, અને સંસ્કારી સંતાનોની હુંફથી સંઘર્ષમય જીવનનું ‘અવિરામ યુદ્ધ’ જીતી શકયો છું.
આજીવન વિદ્યાર્થી બની રહી કુટુંબે અને ગુરૂજનોએ આપેલ શિક્ષણ, સંસ્કાર અને નિષ્ઠાના વારસાને જિજ્ઞાસુ વિદ્યાર્થી જગતના ઘડતરમાં ઊપયોગી બની રહેવાની અભ્યર્થના છે. હવે નિવૃત્તિમાં ગુજરાતી સાહિત્યના ચિરંજીવી વારસાને જાળવી રાખવાના પ્રયત્નમાં સહભાગી બનવાની પણ ઈચ્છા છે. ભવિષ્યમાં મારા બ્લોગના માધ્યમથી ઊત્તમ અંગ્રેજી સાહિત્યના વારસાને ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા અને ઊત્તમ ગુજરાતી સાહિત્યના વારસાને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા સાહિત્યપ્રેમીઓ માટે મુલ્યવાન કાૃતિઓ પ્રસ્તુત કરી ગુજરાતી ભાષાને વિશ્વભરમાં જીવંત રાખવાના પ્રયત્નમાં સહભાગી થવાની ભાવના છે.

સંપર્કઃ

 

નિવાસ્થાનઃ ૧૦૧, વાસુપુજય- , સાધના હાઈસ્કૂલ સામે, પ્રિતમનગરના અખાડાની બાજુમાં, એલીસબ્રીઝ, અમદાવાદ – ૩૮૦ ૦૦૬. ગુજરાત, ભારત.

E-mail:janakbhai_1949@yahoo.com

Contact No. : (079) 26581534

Advertisements
No comments yet

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: