કંટેન્ટ પર જાઓ

વિચારક્રાંતિ અભિયાન,ગાયત્રી જ્ઞાન મંદિર- કાંતિલાલ ગો.કરશાળા.

જાન્યુઆરી 13, 2009

કાંતીભાઈ કરશાળાનો પ્રથમ પરિચય મને તેમની કોમેંટથી થયો
મારા બ્લોગ ઉપર નોંધ આવી જગતનાં ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી” માં તમને સામેલ કર્યા છે. અને ૧૫ દિવસમાં બીજો ઇ મેલ આવ્યો ૪૨૫ જેટલા બ્લોગને સાકળતી આ કડી આપને બીડુ છું. જેતપુર રાજકોટમાં બેઠેલ આ ગુજરાતી ભાષાનાં માતૃપ્રેમ ને વંદન આપો આપ જ થઈ ગયા. ઉર્મી આ કાર્ય કરી  જ રહી હતી અને આ લીસ્ટ મળ્યું.  કાંતીભાઈનું એક વાક્ય ફરી થી મનમાં ઝણકાર કરી ગયું. બ્લોગરો બધા ખંતીલા હોય છે અને તેથી તો આ બધી માતૃભાષાને જાળવવાની પ્રવૃત્તી કરે છે આવો જાણીયે કાંતીભાઈ કરશાળાને તેમના શબ્દોમાં…
 

 

 

જીવન મંત્ર : કર્મ એ જ મારી પુજા છે, જે જેવું વિચારે તે તેવો બની જાય છે.

મુખ્ય પ્રવૃતિ  1/      ગાયત્રી જ્ઞાનમંદિર, જેતપુરમાં પ.પૂ ગુરુદેવના સાહિત્યના પ્રચાર–પ્રસારમાં સક્રીય કાર્યકર છું ગુરુદેવના વિચારોને મનસા, વાચા, કર્મણા અપનાવવામાં મારુ જીવન સમર્પિત છે. 

2/     મારા શરીરમાં સૂક્ષ્મ રૂપે કણકણમાં રહેલ શક્તિનો સંચાર યાને રકતસંચાર થઈ રહ્યાની અનુભૂતિ તથા એ રકતની જ આહૂતિ આ જીવનયજ્ઞમાં અપાઈ રહી હોવાનું ગૌરવ હું અનુભવુ છું.  

3/સ્વૈચ્છિક રક્તદાન, આ યુગનું મહાદાન છે.  ‘રકતદાન યજ્ઞમાં મારી ભાગીદારી અવશ્ય હોય છે. હું યજમાન છુઅને દર ત્રણ માસે  આ રકતરૂપી આહૂતિથી કોઈ માનવ જીવનને જીવનદાન મળે છે. 

ઘણા સમયથી મારી જે ઈચ્છા હતી તે મુજબ શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણના આધારસ્થંભ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદૃષ્ટા પંડિત શ્રીરામ શર્માજીના વિચારક્રાંતિનામક સાહિત્ય–સાગરમાંથી, ગુજરાતીમાં લગભગ અલભ્ય ગણાય તેવા કેટલાક અમૃત બિંદુરૂપ સદ્ વિચારોને પસંદ કરીને

(1). http://karshalakg.wordpress.com/ વિચારક્રાંતિ અભિયાન,

(2) http://gaytrignanmandir.wordpress.com/ ગાયત્રી જ્ઞાન મંદિરજેતપુર

આ બંન્નેમાં બ્લોગ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પ્રત્યેક વિચાર પોતાની રીતે સ્વતંત્ર અને પૂર્ણ છે. ચિંતન મનન કરવાથી વિચારોના અપાર ઊંડાણમાં મન ડુબતું જાય છે, અને જીવન જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ વિકસતો જાય છે. તેને વારંવાર વાંચવાથી હંમેશા જીવનનું પરિવર્તન થાય છે. યુગ દ્રષ્ટાની આ ભાવયુકત ભેટૅ છે. પ્રસાદ છે, અને વધુને વધુ લોકોને વહેંચીને જો મનુષ્ય સારુ વિચારવાનું અને સારું કરવાની માનસીકતા બનાવવાનો અવસર મળી શકે. આ બ્લોગમાથી જન જનને વૈવિધ્યપૂર્ણ જાણકારી મળશે, આજે જે દુ:ખ ચારે બાજુ વ્યાપેલું છે, બેચેની છે, તનાવ છે, તેનું મુળ કારણ છે, “અજ્ઞાનને હટાવીને સદ્દજ્ઞાનની સ્થાપના કરવી. ભ્રમમાંથી ઉગારીને વિવેકને પ્રતિષ્ઠિત કરવો જ આ બ્લોગનો ઉદેશ્ય છે.

જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષવિચારક્રાંતિ” ના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ બ્લોગમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ.

વિશેષમાં તમામ બ્લોગર મિત્રો ખુબ જ ખંતીલા અને ઉત્સાહીત અને આત્મીય છે, અને દરેક સમયે મદદ કરવા તત્પરતા દર્શાવતા હોય છે, અને સાથે સાથે ઘણા મિત્રો આત્મવિશ્વાસને વધારવા માટે અને પ્રગતિ થાય તેવા સલાહ સુચનો અને મદદ કરતાં રહે છે. જેમાં ગુજરાતી ભાષાકીય ક્ષતિઓ સુધારવા વિશે પ્રિય વડીલશ્રી જુગલકાકા વ્યાસ, અને બીજા કેટલાય મિત્રોનો આભાર માનુ છું 

સંપર્ક :  karshalakg@gmail.com.

કાર્યક્ષેત્રઃ સિંચાઇ વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર (ગુજરાતી/અંગ્રેજી).

Advertisements
2 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 16, 2009 4:01 એ એમ (am)

  Dear Vijaybhai,

  Thanks to you and Gujarati Sahitya Sangam,

  Regards

  Kantibhai Karshala

 2. જાન્યુઆરી 16, 2009 1:28 પી એમ(pm)

  Dear Kantibhai,

  Keep up your good work.

  Vijaybhai!

  you have started the work need next step.
  Now let us all meet as Gujarati of Gujarat.
  Let us plan – Internet Blogers world will meet soon and do good.
  Regards

  Rajendra Trivedi,

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: