કંટેન્ટ પર જાઓ

બાકરોલના જેડી કાકાનું અનોખું ઈ ગ્રંથાલય -Nimisha Panchal, Dahod

જાન્યુઆરી 11, 2009

jd-patel

http://www.pustakalay.com

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, હૈયામાં હોશ અને જીગરમાં જોમ હોય તો કોઇ કામ અશકય નથી. આવું કંઇક ૭૩ વર્ષીય જયંતિભાઇ પટેલના જીવનમાં ડોકિયુ કરીએ જોવા મળે છે.

નિવૃત્તિકાળમાં શાંતિથી બેસી રહેવાના બદલે આધુનિક યુગ સાથે કદમ મિલાવીને તેમણે કોમ્પ્યુટર શીખવાનું શરૂ કર્યુ. એટલું જ સાહિત્યનો રસ હોય ગુજરાતી સાહિત્યનું પુસ્તકાલય બનાવી અને વેબસાઇટ પર પહેલ વહેલી ગુજરાતી પુસ્તકાલય ડોટ કોમ અસ્તિત્વમાં આવ્યું, જેથી પોતાના સાહિત્યનો રસ પોષાય અને લાઇબ્રેરી સુધી નહીં જઇ શકતાં લોકો ઇન્ટરનેટના માઘ્યમથી પોતાની વાંચનતૃષને સંતોષી શકે તેવો તેમનો મૂળભૂત ઉદેશ્ય પણ સાર્થક નીવડયો. વર્ષોથી પોતાનાં સંતાનો સાથે વિદેશમાં સ્થાયી થયેલા જયંતિભાઇ પટેલ મૂળ બાકરોલના વતની છે.

નાનપણથી મૂળ સાહિત્યનો જીવ હોવાથી તેમણે સાયન્સનો અભ્યાસ અધવરચેથી છોડી દીધો હતો. ત્યારબાદ અમૂલ ડેરીમાં ત્રણ નોકરી હતી. પરંતુ ત્યાં પણ મન ન માનતાં તેમણે ગામમાં સમાજસેવાના કાર્યોશરૂ કર્યા. એમાંથી તેમણે લખવાનો વિચાર ઉદભવ્યો અને ૧૯૬૬માં વસમા અોરતાં નવલકથા લખી.

બાકરોલમાં આવેલ વર્ષો જૂની સાર્વજનિક પુસ્તકાલયના ટ્રસ્ટી હોવાથી પુસ્તકોમાં વધુને વધુ રસ કેળવાતો ગયો. એક કલાકમાં તેઓ ૬૦ પાના વાંચી જતાં જીવનમાં ઘણી લીલીસૂકી જોઇ લીધી. પટેલ પ્રકાશન સંસ્થા શરૂ કરીને ૨૫૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત કર્યા. જે પૈકી બે પુસ્તકોને ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો. પરંતુ તેમાં ખોટ જતા બધુ આટોપી લઇને સંતાનો સાથે વિદેશમાં સ્થાયી થયા.

વિદેશમાં રહીને અનુભવ્યું કે અહીંયા ગુજરાતી સાહિત્ય કંઇ ખાસ ઉપલબ્ધ નથી. લાઇબ્રેરી ઘણી બધી છે. પરંતુ ગુજરાતી સાહિત્યનો અભાવ છે. નિવૃત્તિકાળમાં તેઓ પોતાના નાના પુત્ર ચિંતનના ઘરે રહેતા હતા. કોમ્પ્યુટર પ્રોગ્રામર હોઇ વર્ષ ૨૦૦૧માં તેમણે લેપટોપ આપ્યું. શરૂઆતમાં તેને ચલાવવાનું ખૂબ કઠીન લાગ્યું. ધીમે ધીમે પ્રેકટીસ કરતાં ઝડપ વધવા લાગી અને એક કલાકમાં ૮૦ લીટી કમ્પોઝ કરી દેતાં. ત્યારબાદ તેમણે પોતાન બે પુસ્તકોનું લખાણ જાતે કમ્પોઝ કર્યુ.

તેમણે જણાવ્યું કે હવે એ સમય દૂર નથી જયારે મોટાભાગના કાર્યોઘરમાં બેઠા થઇ શકશે. ઇન્ટરનેટના માઘ્યમથી બાહ્ય સમાજને જોઇ શકાશે. જેથી પોતાના બે પુસ્તકો પ્રકાશિત કરવાના બદલે તેમણે ઇ માઘ્યમનો નવતર અભિગમ અપનાવ્યો. જેમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતી એક યુવતિએ તેમને મદદ કરી. જેનાથી તેમણે ગુજરાતી પુસ્તકોની ઇ-લાયબ્રેરી બનાવી.

જે પુસ્તકાલય ડોટ કોમથી અસ્તિત્વમાં આવી. જેના પર જયંતિભાઇ પટેલની નવ સહિત ૨૦ નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યો, રમૂજો, કાટૂર્નો મૂકવામાં આવ્યા છે. તેમના આ નવતર અભિગમથી હવે વાંચનતૃષાને સંતોષવા લાઇબ્રેરીમાં જવાની જરૂર રહેતી નથી. ઇન્ટરનેટના માઘ્યમથી વાંચનપ્રેમીઓ ધેર બેઠાં પોતાની વાંચનતૃષા સંતોષી શકે છે.

પુસ્તકાલય ડોટ કોમનો સૌથી મોટો વાંચકવર્ગ વિદેશમાં વસતાં ગુજરાતીઓ છે. જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડમાં વસતા ગુજરાતીઓ નિયમિત આ વેબસાઇટનો લાભ મેળવે છે.વિદેશમાં ભારતની સરખામણીમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ હોવાથી વેબસાઇટનો ઉપયોગ સરળતાથી થઇ શકે છે. ગુજરાતીમાં પહેલ વહેલી પુસ્તકાલય ડોટ કોમ વેબસાઇટ સાથે અન્ય બે વેબસાઇટ શરૂ થઇ હતી.

જે બંને હાલમાં બંધ થઇ ગયેલ છે. જયારે પુસ્તકાલય કોટ કોમનો ઉપયોગ કરનાર વર્ગ બહોળો થતો જાય છે. આ વેબસાઇટ પર એક ગીફબ બુક પણ મુકવામાં આવી છે. જેના પર વાંચકો પોતાના મંતવ્યો મોકલાવે છે. જેમાં વાંચક વર્ગનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

વર્ષોથી વિદેશમાં સંતાનો સાથે સ્થાયી થયેલા જયંતિભાઇને વતન પ્રત્યેનો અતૂટ પ્રેમ વષર્માં એકવાર ચરોતરમાં ખેંચી લાવે છે. અહીંયા પણ તેઓએ શિક્ષણ અને સમાજના ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ૭૩ વષર્ની વયે યુવાનને પણ હંફાવી દે તેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત રહે છે. ચાંગા એજયુકેશન કેમ્પસમાં તેઓ હાલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.

વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે અતિઉપયોગી પુસ્તકાલય ડોટ કોમ પર જયંતિભાઇએ ગુજરાતી અખબારો, ૨ ગુજરાતી નાટક અને ૩૦૦ જેટલી હિન્દી ફિલ્મોની લીંક અને ૧૦૦ ગુજરાતી બ્લોગ આપેલા છે. જેથી ગુજરાતીમાં વાંચન સાથે દરરોજ ગુજરાતના અખબારો જોઇને વિદેશમાં રહેતા ગુજરાતીઓ પોતાના વતનમાં થતી ગતિવિધિઓથી માહિતગાર રહી શકે છે. તેમજ ગુજરાતી નાટકો અને હિન્દી ફિલ્મો થકી મનોરંજન પણ મેળવી શકે છે. આમ વિદેશમાં વસતાં ગુજરાતીઓ માટે આ વેબસાઇટ અતિઉપયોગી પુરવાર થઇ રહી છે. વૃદ્ધજનો તેનો મહત્તમ ઉપયોગ કરી રહયા છે.

He has following blogs

http://gujaraties.blogspot.com and

http://newpustakalay.blogspot.com

Advertisements
One Comment leave one →
  1. જાન્યુઆરી 16, 2009 1:38 પી એમ(pm)

    Dear J.D. Kaka

    You are doing great service to Gujarat and Gujarati.
    Regards

    Rajendra

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: